Some articles from my experience books and stories free download online pdf in Gujarati

જાત અનુભવના કેટલાંક લેખ

1. મુંજાયા નહિ કરવાનું

અમસ્તાં મનમાં ને મનમાં મુંજાયા નહિ કરવાનું,
કોઈ શોધ એવું જ્યાં દિલ ખોલીને બધું કહી દેવાનું.
~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'

વ્યક્તિએ પોતાની જાતે Physicaly સ્વાસ્થ્ય રહેવું કે નહિ એ સંપૂર્ણ પોતાના Mentaly વિચારો પર આધાર રાખે છે.કોઈ પણ રોગનું મૂળ કારણ વ્યક્તિના વિચારો જ છે.અને કોઈ વ્યક્તિ શારીરિક અસ્વસ્થ હોય ત્યારે પોતાના મગજમાં એવા Negetive વિચારો ભરી દે છે કે સામાન્ય રોગને પણ પણ અસામાન્ય બનાવી દે છે.દરેક વખતે Medicine જ કોઈ રોગનું ઉપચાર કરે એ વાતમાં જરા પણ દમ નથી અને હા, Medicine પણ ત્યારે જ અસર કરે છે જ્યારે તે પ્રત્યેના આપણા વિચારો Positive હોય.
બધો જ ખેલ આપના મગજના વિચારો ઉપર છે😀
કોઈ વખત કોઈ વ્યક્તિના શબ્દો જ આપણા માટે દવા બની જતા હોય છે.માત્ર મનગમતી વ્યક્તિ સાથેની વાતચીતથી જ ઘણા રોગ મટી જતા હોય છે.કારણ કે તેની સાથેની વાતચીત થી આપણા મગજના વિચારો divert થઈ જતાં હોય છે અને મૂળ રોગ પ્રત્યેનું ધ્યાન હટી જાય છે.તેના વિચારોની આપણા મગજ પર Positive અસર પડે છે!!

આમ છતાં પણ આપણું મન એવું છે કે આપણે ગમે તેટલું સમજુ હોવા છતાં Negetive વિચાર કરી જ લે છે!!☺️☺️

- મારા અનુભવ પરથી


~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'
_____________________________________________
2. સ્વાભિમાન તો ખરું જ ને!

કોઈ પણ વ્યક્તિ જ્ઞાન અને આવડતથી નાનો કે મોટો હોય છે. માત્ર ઉંમરથી મોટું હોવું એ આપણી માન્યતા ખોટી છે.માત્ર ઉંમરથી મોટા હોઈએ અને આપણાથી નાની ઉંમરની વ્યક્તિને અવગણવી એ બાબત તદ્દન ખોટી છે.પોતે મોટા છે એટલે પોતે જ સાચા છે અને પોતે જે વિચારે એવું જ થવું જોઈએ એ બાબત તદ્દન ખોટી છે.ક્યારેક નાની વ્યક્તિ પણ આપણાથી વધુ વિચારોમાં ઉચ્ચ હોય છે,તેની પણ ઘણી બાબતો આપણે સ્વીકારવા યોગ્ય હોય છે.પરંતુ,આપણું અભિમાન આપણને એ ગ્રહણ કરતાં રોકે છે,પોતે એ ગ્રહણ કરતા પોતાને નિમ્ન સમજે છે,પોતાના સ્વાભિમાન પર આંચ આવી જાય છે.દરેક વ્યક્તિ પાસે કંઈક તો અલગ હોય જ છે.કોઈ વ્યક્તિને જાણ્યા વગર તેને અવગણવી એ આપણી સૌથી મોટી ભૂલ છે. હા,તમે મોટા હોવાનું તમારું અભિમાન તો સાચું,પરંતુ અમારી પાસે કંઈક વિશેષ હોવાનું સ્વાભિમાન પણ ખરું જ ને!!😊😇
~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'


_____________________________________________

3. Lack of self confidence

ઘણી વખત એવું થાય છે કે અમુક વ્યક્તિ ઘણી પરિસ્થિતિમાં આપણી પાસેથી સલાહ લેતા હોય છે, inspire થતાં હોય. આપણા જ્ઞાનનો ભરપૂર ઉપયોગ એ કરતા હોય છે.અને એ વ્યક્તિ જે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ ઘણી વખત એવું થાય કે એની એ જ પરિસ્થિતિ જો આપણા ઉપર આવે તો આપણે એમાંથી ઉગરી શકતા નથી.તેની સામે લડવામાં નિષ્ફળ જતાં હોઈએ છીએ.હતાશ થઈ જતા હોય છે.શું કામ આવું થાય છે? પરિસ્થિત તો બંનેની સરખી જ હોય છે.જો બીજાને સલાહ આપનારા આપણે પોતે જ જે તે પરિસ્થિતિમાંથી બહાર ના આવી શકતા હોય તો આપણું બધું જ્ઞાન,આવડત અને શાણપણ સાવ નક્કામું કહેવાય,સાવ શૂન્ય બરાબર કહી શકાય.કારણ કે જો આપણે આપણા જ વિચારોથી મનને કાબુમાં ન રાખી શકીએ,પરિસ્થિતિ મુજબ લડી ન શકીએ તો એ જ્ઞાન કશા જ કામનું નથી.છેવટે તો પરિસ્થિતિને કાબુમાં લાવવા આપણા મન ઉપર જ આધાર છે અને મન ઉપર આપણો.આપણને આપણા વિચારો પર એટલો વિશ્વાસ નથી હોતો જેટલો બીજાને હોય છે. Lack of Self Confidence!!😇😇

~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'

_____________________________________________

4.ખોટા વહેમ

શું કામ મનમાં ખોટા ભ્રમ રાખીને પોતાને શ્રેષ્ઠ ગણ્યા કરે છે,
છે તારાથી પણ કોઈ ચડિયાતું જરા અભિમાન ઉતારીને તો જો!

~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'

તારામાં એવું તો શું છે કે તો આટલું અભિમાન કરે છે. એવું તો શું છે કે જે તને અન્યથી અલગ કરે છે.અરે ભાઈ! તારાથી પણ ઘણાં શાણપણ વાળી વ્યક્તિ સ્વર્ગે સિધ્ધાવી છે. તારી પાસે જે પણ આવડત અથવા ડિગ્રી છે તેનાથી કોઈને પણ કંઈ લેવા દેવા હોતું નથી.તે સ્વાભિમાન માત્ર તારા પૂરતી જ સીમિત છે. તારી જેમ બધા જ લોકો પોતાની આવડત અથવા ડિગ્રી નું સ્વાભિમાન લઈને ફરે છે. બધાને પોતાની પાસે કૈંક હોવાનું ગુમાન છે, અહંકાર છે.એટલે દોસ્ત..તું એક જ શ્રેષ્ઠ છે એવું વિચારવું એ મૂર્ખામી ભર્યું ગણાય! ઘણાં લોકો એવા પણ છે જેઓ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને રસ્તા પર પોતાની નાજુક પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન ગુજારે છે તેઓને માત્ર Platform નથી મળ્યું.તું તો હજુ ખાબોચિયામાં ડૂબકી મારી છે દોસ્ત! જરા પોતાની આંખ પરથી અભિમાનના ચશ્માં ઉતારી તો જો દુનિયા તારાથી ક્યાંય આગળ છે!

~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'

_____________________________________________

5.અફવા

કોઈ વ્યક્તિના મંતવ્ય સાંભળીને કોઈ અન્ય વ્યક્તિને આપણે પણ મંતવ્ય આપનાર વ્યક્તિની માફક તે દૃષ્ટિએ જોવો એ સાવ ખોટી બાબત છે.જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિનો આપણી સાથે સીધો પરીચય ન થાય,અનુભવ ન થાય ત્યાં સુધી એની અન્ય દ્વારા કહેવાયેલી માત્ર વાતોથી તેને એ રીતેથી જોવો એ તો ખરેખર ખોટું જ ગણાય.તર્ક એવો છે કે બધા લોકોના મનના વિચારો સરખા હોતા નથી.પસંદ અને ના પસંદ પણ એકસરખી હોતી નથી.એટલે જુદા જુદા વ્યક્તિના તે વ્યક્તિ વિશેના મંતવ્યો અલગ હોય શકે.કોઈ એને સારો કહે તો કોઈ એને ખરાબ પણ કહે.બધાજ વ્યક્તિના સ્વભાવ એકસરખા હોતા નથી.આપણા મન ના વિચારો કોઈના પર થોપી બેસાડવા,આપણને જે ગમે તે જ બીજી વ્યક્તિને ગમવું જોઈએ, આપણે જે વિચારીએ તે જ સાચું આ બધું અયોગ્ય જ છે.જ્યાં સુધી તે વ્યક્તિ આપણા પરિચયમાં ના આવે ત્યાં સુધી આપણા મગજમાં તેના વિશેની ખોટી ભ્રમણા ભમતી રહે છે,પરંતુ હકીકત તો કંઈક અલગ જ હોય છે. આપણું અર્ધ જાગ્રત મન એવું છે કે તમે જેવું વિચારો તે એવું accept કરીને એ પ્રમાણે નો reply આપે છે.તે કોઈ પણ જાતનો તર્ક સમજતું નથી.તે પછી Positive હોય કે Negetive બંને સ્વીકારી લે છે.કહેવાનું એટલું જ કે કોઈના વાતમાં આવીને બીજો વ્યક્તિ કેવો છે તેનો નિર્ણય આપણા અનુભવ વગર માત્ર બીજાની વાત સાંભળીને લેવો યોગ્ય નથી.અફવાઓથી દૂર રહેવું!😊😊

~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'

_____________________________________________

આપનો પ્રતિભાવ ચોક્કસ જણાવજો 🙏
Email:-hardikdangodara78@gmail.com
Insta I'd:-hardikdangodara2910