Vasudha - Vasuma - 19 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ -19

વસુધા પ્રકરણ -19
વસુધાની પિયરની વિદાય અને સાસરીમાં આગમન વસુધાને બધાએ ખુબ લાગણી અને પ્રેમથી વધાવી. વસુધાએ આવીને તરત લાલીને યાદ કરી...લાલીને પણ ગમાણમાં સ્થાન મળી ગયું. લગ્નની રાત્રે વસુધા અને પીતાંબરપ્રેમ એહસાસ અને સહવાસમાં પરોવાયાં.
સવારે વહેલી ઉઠી વસુધા સ્નાનાદી પરવારીને પેહલી દેવસેવામાં જઈ ફૂલ ચઢાવી પ્રાર્થના કરી પછી સાસુ સસરાને પગે લાગી આશીર્વાદ લીધાં અને સીધી ગમાણમાં લાલી પાસે ગઈ... લાલી વસુધાને જોઈને ભાંભરવા માંડી. વસુધાએ એને હાથ ફેરવ્યો અને બોલી લાલી તને અહીં ફાવી ગયું ? નવી જગ્યા અને નવા માણસો તને કેવું લાગ્યું ? આ હવેથી આપણું નવું ઘર નવું કુટુંબ છે પણ તને અહીં કોઈ રીતે અગવડ નઈ પડવા દઉં. અને બોલતાં બોલતાં વસુધાની આંખમાં આંસુ ધસી આવ્યાં એણે સાડીનાં પાલવથી લૂછી નાંખ્યા અને લાલીને પંપાળી રહી હતી ત્યાં એની નજર પીતાંબર પર પડી. પીતાંબર પણ વહેલો ઉઠીને એના ટ્રેકટરને લૂછી રહેલો. વસુધાને પીતાંબર સાથે માણેલી રાત્રિની પળો યાદ આવી ગઈ એણે શરમ આવી ગઈ એ પીતાંબર તરફથી નજર હટાવવા જાય ત્યાં પીતાંબરે વસુધાને ગમાણમાં જોઈ.
પીતાંબર હાથમાં અંગૂચ્છો લઈને સીધો ત્યાં આવી ગયો એણે વસુધાને કીધું વાહ મારી વસુધા તું તો વહેલી ઉઠી ગઈ અને લાલીને મળવા આવી ગઈ ? એક નજર મારાં પર તો કર... વસુધાએ શરમાતા કહ્યું તમે તો માંરાથી વેહલા ઉઠી ગયાં. મને થોડો થાક હતો માંરાથી વેહલું ના ઉઠયું.. પીતાંબરે નજર ત્રાંસી કરી વસુધા સામે જોઈને કહ્યું થાકતો હોયજને ? હું સમજુ છું કઈ નહીં મોડું થયું તો શું થયું ?
પીતાંબરે કહ્યું વસુધા ...સરલાદીદીએ લાલીને ઘાસ ખાણ પાણી બધું આપી દીધું છે બલ્કે બધાં જાનવરને નીરી દીધું છે મારે ખેતર આજે ખેડવાનું છે માણસો આવી ગયાં હશે. હું તારીજ રાહ જોતો હતો હજી ગઈ કાલે લગ્ન થયાં છે પણ નવરાશ નથી હવે તો પાક લેવાં જમીન તૈયાર કરવાની છે એ હું પતાવીને તરત તારી પાસે આવી જઈશ. પણ પેહલા દિવસે તારાં હાથની ચા અને નાસ્તો કરવા છે એટલે હું રોકાઈ રહેલો.
તને કેવું લાગે છે ? તને તને અહીં ગમે છે ને ? આમતો માં અને દીદી તાંરો બધોજ ખ્યાલ રાખશે પણ હું ખાસ કાળજી લઈશ એમ કહી વસુધાનાં ગાલે હાથ ફેરવ્યો. વસુધાએ કહ્યું ફાવેજ છે ગમે છે અને અહીં બધાનો પ્રેમ અને લાગણી છે એટલે પહેલાંજ દિવસથી બધું મારુ પોતાનું લાગે છે. મારી લાલી પણ સેટ થઇ જશે...અને એક વાત કહું તમને ? તમે અહીં ગાય ભેંસ જે છે એણે જાનવર ના કહો ભલે પશુ છે પણ ખુબ સમજદાર છે આપણાં છે.
પીતાંબરે કહ્યું ભલે હવેથી જાનવર નહીં કહું પણ એક કામ કર બધાંના નામ પાડી દે.. લાલીનું છે એમ પછી નામથી બોલાવીશ બસ ?
વસુધા ખુશ થઇ ગઈ એણે કહ્યું ચાલો હું તમારાં માટે ચા નાસ્તાની તૈયારી કરું પછી તમે ખેતરે જઇ આવો વાળું સમયે તમારી રાહ જોઇશ. એમ કહીને ઘરમાં જતી રહી. પીતાંબર હસ્તી આંખે જતા જોઈ રહ્યો.
વસુધાએ બધાં માટે ચા નાસ્તાની તૈયારી કરી ત્યાં સરલા આવી અને કહ્યું ભાભી આવ્યાં એવા રસોડામાં પરોવાય ગયાં ? વસુધાએ કહ્યું તમે મને તમે ના કહો તમારાથી નાની છું . અને હવે મારુ ઘર છે તો મારી ફરજ છે બધું કામ જોવાની હું તૈયાર કરી બહાર લાવું છું કુમાર પણ આવી ગયાં હશે બધાં બેસો હું લઈને આવું છું.
સરલાએ કહ્યું સાચે તું મારી ભાભી નહીં સહેલી છે કઈ નહીં તું લાવ અને ભાવેશ તો આજે પાછા જવાનાં ઘરે એટલે હું નાસ્તો કર્યા પછી એમની બેગ વિગેરે તૈયાર કરીશ.
વસુધાએ કહ્યું કઈ નહીં તમે ચા નાસ્તો બધું કરીને કરી લેજો. હું બહાર લઈને આવુંજ છું ત્યાં ભાનુબેન રસોડામાં આવ્યાં અને કહ્યું દીકરા આજથીજ બધું માથે ના લઈશ હું બધું કરીશ તું તારાં કપડાં સામાન બધું ગોઠવજે. બહાર તારાં સસરા પીતાંબર બધાં છે તું ચા નાસ્તો લઈને આવ પછી ત્યાં વાતો કરીશું. જમાઈ પણ પાછા જવાનાં છે એમને સાથે લઇ જવા અને એમને ત્યાં મીઠાઈ વગેરે મોકલવાનું હું બધું તૈયાર કરી લઈશ...
ભાવેશકુમાર ચા નાસ્તો કરી - ભાનુબેન સરલાએ બધું સાથે આપેલો વ્યવહાર - મીઠાઈ અને વસ્તુઓ સાથે કારમાં વિદાય લીધી. સરલા હજી અહીં રોકવાની હતી. બપોરનાં સમયે પીતાંબર પણ ખેતરથી આવી ગયેલો. બધાં સાથે જમવા બેઠાં હતાં અને ભાનુબહેને કહ્યું ભાઈ તું વસુધા અને સરલાને લઈને દેવદર્શન જઈ આવો અહીં આપણાં ગામમાં મંદિરે અને મોટાં મહાદેવ કાલે સવારે નીકળી જશે આજે તારે ખેતરનું કામ પતી ગયું છે ને ? અધૂરું હશે તો તારાં બાપા જોઈ લેશે. કારણકે હમણાં સાંજે ગામની સ્ત્રીઓ વગેરે વસુધાને જોવા - કરિયાવર બધું આપણે બતાવીશું. આજે પછી બધું પૂરું થઇ જશે. આ બતાવાનું કામ આજે પતે.
પીતાંબરે કહ્યું સાંજે પાછા બધા બૈરાં ભેગા થવાનાં? કેટલા રિવાજો ? કઈ નહિ આજે બધું પતાવી દેજો પછી મારે.. કઈ નહીં પછી વાત. સરલા પીતાંબર સામે જોઈ હસી રહેલી એણે કહ્યું વાહ મારાં ભાઈ તું તો વસુધનોજ થઇ ગયો એક દિવસમાં એવું સાંભળી બધા હસી પડ્યા વસુધા શરમાઈ ગઈ.
સાંજના સુમારે ગામની સ્ત્રીઓ અને સગાં સબંધીઓ આવી ગયેલાં. સરલાએ અને ભાનુબેને વસુધાને મદદમાં લઈને બધો કરિયાવર ગોઠવેલો વસુધાએ ખુબ સરસ સાડી અને ઘરેણાં પહેરેલાં ખુબ સુંદર લાગી રહી હતી એણે આંગણામાં ઉભી રાખી હતી એટલે શુકન જ થાય.
આવનાર સ્ત્રીઓ અને મેહમાનો માટે દૂધ કેસરબદામનું અને મીઠાઈ નાસ્તો તૈયારી રાખેલાં સેવકોને પણ હાજર રાખેલાં જેથી મદદમાં આવે. વસુધા લાલીને જોઈને હરખાઈ રહી હતી.
આવનાર મહેમાનો વસુધાને જોઈને ખુશ થયા બધાંએ આશીર્વાદ આપ્યાં અને બધાં એક સુરે કહી રહેલાં કે વસુધા ઘણો અને સુંદર કિંમતી કરિયાવર લાવી છે જાણે ઘર ભરી દીધું કપડાં ,ઘરેણાં, વાસણો અને ઉપરથી લાલી ગાય.
ભાનુબેન પણ વસુધા અને કરિયાવરનાં વખાણ સાંભળી ખુબ ખુશ હતાં. એમણે કીધું મારાં પિતાંબરને સાચેજ રાજકુંવરી જેવી વહુ મળી છે અને વહુને ગાય માટે ખુબ પ્રેમ છે એનાં પિયર એનાંથી હેવાયેલી હતી એટલે સાથે લાવી છે જાણે પિયરનું એક સવજન સાથે હોય.
વસુધા મંદ મંદ હસી રહી હતી બધાનો સંતોષ અને આનંદ જોઈ એણે પણ સારું લાગી રહ્યું હતું બધાંએ મહેમાનગતિ માણીને વિદાય લીધી.
વસુધા એનાં રૂમમાં આવી એણે ફાળવેલાં કબાટમાં કપડાં ઘરેણાં બધું ગોઠવાઈ ગયું હતું અને લાલીને પણ
અહીં ફાવી ગયું હતું એટલે આનંદમાં હતી વસુધા બધું પરવારી એનાં પલંગમાં બેઠી અને એનાં વાળ છોડી નાંખેલા એ ફરીથી માથું ઓઢી રહી હતી અને પીતાંબર રૂમમાં આવ્યો અને વસુધા પાસે બેસીને બોલ્યો વાહ વસુધા તારાં આટલાં બધાં લાંબા વાળ છે? મેં પેહલીવાર જોયા આટલાં ધ્યાનથી અરે આતો તારી કેડની પણ નીચે જાય છે જમીનથી માત્ર એક વેંત ઉંચા રહે છે તારો આ નાગણ જેવો ચોટલો મને કંઈ કંઈ કરી નાંખે છે એમ કહી વસુધાને ચૂમી લીધી અને બોલ્યો વસુધા લગ્નનાં વ્યવહાર અને રિવાજમાં બધું તને આપ્યું પણ મારે તને એક ખાસ ભેટ આપવી છે બોલ શું આપું ?
વસુધા પિતાંબરને સામે જોઈ રહી અને બોલી મને અહીં બધુંજ મળી ગયું છે મને કોઈ વાતે ખોટ નથી હવે શું માંગુ?
પીતાંબરે કહ્યું એમ નહીં તને કહું પસંદ હોય એવું કંઈક માંગ જે મારે આપવું છે તારી પસંદગી બતાવ વસુ. આઈ લવ યું કહી ફરી એનાં હોઠ પર ચુંબન કરી લીધું.
વસુધાએ શરમાતા કહ્યું જાવ તમે બહુ એવાં છો મને બધું મળી ગયું છે હવે શું માંગુ ? છતાં પિતાંબરે આગ્રહ કર્યો એટલે બોલી તમારે આપવુંજ હોય તો મને કહું પ્રેમ આપો ખુબ વિશ્વાશમાં રહો અને સમય આવ્યે મને ભણવા માટે સંમત્તિ આપો એમાં મારુ બધું સુખ આવી ગયું અને પીતાંબર ...
વધુ આવતા અંકે - પ્રકરણ ૨૦
(મારાં વાચક મિત્રો તમને વાર્તા કેવી લાગી રહી છે એ રીવ્યુ અને રેટિંગ્સ દ્વારા જરૂરથી આપતા રેહજો અને ગમી રહી હોય તો તમારા મિત્રોને શેર કરશો)