College campus - 6 - Aek dilchasp premkatha in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ - 6 - (એક દિલચસ્પ પ્રેમકથા)

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ - 6 - (એક દિલચસ્પ પ્રેમકથા)

વેદાંશ મનોમન ખુશ થાય છે તે જે ક્ષણની રાહ જોઇ રહ્યો હતો કે, સાન્વી તેની બાઇકની સીટ પાછળ બેસે તે ક્ષણ આવી રહી છે. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે સાન્વી "હા" પાડે અને ભગવાન તેની પ્રાર્થના સાંભળે છે. સાન્વી "હા" પાડે છે.


બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી છે. વેદાંશ એટલે ટોલ એન્ડ હેન્ડસમ બોય, ગમે તે છોકરી તેની પર ફીદા થઇ જાય.


રસ્તામાં વેદાંશ સાન્વીને તેના ફેમીલી બેગ્રાઉન્ડ વિશે પૂછે છે. સાન્વી પોતાની અને પોતાના ફેમિલીની વાત પૂરી કરે છે અને વેદાંશ પોતે પોતાની કંઇ વાત કહેવા જાય એ પહેલા સાન્વીનું ઘર આવી જાય છે. એટલે વેદાંશ તેને ડ્રોપ કરીને ચાલ્યો જાય છે.અને વેદાંશની વાત મનની મનમાં રહી જાય છે.

કોલેજમાં વેદાંશ બધી છોકરીઓનો પ્રિય કાનુડો, બધી છોકરીઓને તે ખૂબજ ગમતો. કોઈની સાથે લવ અફેર નહિ. બસ, તેને ખુલ્લાં મને બધાની સાથે મસ્તી કરી બોલવા જોઈએ. ફ્રેન્ડશીપ ડે ના દિવસે તે ઢગલો બેલ્ટ લઇ આવે અને છોકરાઓમાં ખાલી અર્જુનને જ બાંધે અને છોકરીઓ તેની લાઇનમાં ઢગલો હોય. તેનો હાથ પણ ફ્રેન્ડશીપ બેલ્ટથી ભરેલો હોય..!


એક્ઝામ સમયે કામનો પણ એટલોજ. ગમે તે ફ્રેન્ડની એક્ઝામ અને સબમિશન સમયે હેલ્પ પણ એટલી જ કરે એટલે તે બધાને ભાવતો મિત્ર.


એક્ઝામ સમયે તેની આજુબાજુ એટલી બધી છોકરીઓ હોય કે ઈશીતા તેની મજાક પણ ઉડાવે કે, "જા કાનુડા,તારી બધી ગોપીઓ આવી તારી પાસે શીખવા." અને તે કોલર ઉંચા કરી જવાબ આપે, "આઇ એમ સુપીરીયર ઇન એવરીથીંગ " હા, ભણવામાં પણ તે એટલો જ હોંશિયાર, બે વર્ષથી કોલેજ ફર્સ્ટ આવે છે.


વેદાંશ, અર્જુન, ઈશીતા અને સાન્વી ચારેય જણનું ખૂબજ સરસ ગૃપ થઇ ગયું હતું. ચારેય ક્યારેક કોલેજ કેમ્પસમાં તો ક્યારેક પાર્કિંગમાં તો ક્યારેક કેન્ટીનમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં સાથે બેસતાં, ચા-નાસ્તો કરતાં અને છૂટા પડતાં.


વેદાંશને આટલી બધી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ છે.કંઇ કેટલીયે છોકરીઓ પોતાના બાઇક પાછળ બેઠી હશે. પણ આજે તેને કંઇક અલગ જ અહેસાસ થઇ રહ્યો છે. સાન્વી બીજી છોકરીઓ કરતાં કંઇક ડિફરન્ટ છોકરી છે. કંઇ ન બોલીને પણ કોઇને પોતાના કરી દે તેવી છે.

ખભા ઉપર મૂકેલા તેના હાથનો સ્પર્શ હજીયે વેદાંશ મહેસૂસ કરી રહ્યો છે. આજે તે ખૂબજ ખુશ હતો. સાન્વીને તેની સાથે લવ થશે કે નહિ તે ખબર નથી પણ તેને સાન્વીને જોતાં જ તેની સાથે લવ થઇ ગયો હતો. 'લવ એટ ફર્સ્ટ સાઈટ' અને તેથી તેના ચહેરા ઉપર ખુશી છવાયેલી હતી, મનોમન તે સાન્વીને પોતાની માની બેઠો હતો. કદાચ, સાન્વીનું વર્તન પણ તેના માટે એવું જ હતું.


એઝ યુઝ્વલ થોડા દિવસ કોલેજ ચાલી પછી નવરાત્રી આવી રહી હતી એટલે કોલેજમાં પણ નવરાત્રીની તૈયારી શરુ કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ કોલેજમાં ગરબાની રમઝટ જામવાની હતી.જેને માટે જુનીયરોએ સીનીયરોના બતાવ્યા પ્રમાણે આખી કોલેજ ડેકોરેટ કરી, માતાજીનું મંદિર બનાવવાનું હોય છે અને રાત્રે ગરબાના સમયે કોલેજ એન્ટ્રન્સમાં દિવાની રંગોળી કરવાની હોય છે. જેનાથી કોલેજનું એ દ્રશ્ય આહલાદક લાગે છે. આ એક કોલેજની જૂની પ્રણાલિકા છે.


સાન્વીને પણ ગરબાનો ખૂબજ શોખ એટલે નવે નવ દિવસના તેની પાસે નવ ચણિયાચોળી પણ અલગ જ હોય. આજે કોલેજમાં ગરબા હતા એટલે વિચારી રહી હતી કે આજે કયા ચણિયાચોળી પહેરવા?

રેડ અને બ્લેક કલરના આખાય આભલાથી ભરેલા ચણીયાચોળી પહેરીને સજી ધજીને તૈયાર થઇ એટલે મમ્મીએ તેના કાન પાછળ કાળું ટપકું કર્યું અને ટકોર પણ કરી કે, "મારી દીકરીને કોઈની નજર ન લાગી જાય એટલી રૂપાળી છે. મારી દીકરી...!!" અને સાન્વી હસીને કહેવા લાગી, "હવે કોઈની નજર નથી લાગતી મમ્મી, શું તું પણ ?"


સાન્વીના પપ્પા તેને કોલેજ સુધી ડ્રોપ કરી આવે છે અને લેવા આવવાનું થાય ત્યારે ફોન કરજે તેમ કહે છે પણ સાન્વી "ના" પાડે છે કે, "પપ્પા આવતા તો મારા બધા ફ્રેન્ડસ, અમે સાથે જ રીટર્ન થઇશું એટલે મને ગમે તે કોઈ ઘરે આવીને ડ્રોપ કરી જશે."


સાન્વીને ઘરે ડ્રોપ કરવા માટે કોણ આવે છે ? કોલેજના ગરબામાં સાન્વી અને વેદાંશની જોડી કેવી જામે છે ? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ...


~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

17/7/2021