Life betrays friendship books and stories free download online pdf in Gujarati

લાઈફ દોસ્તી દગો

આજે ફરી સવાર થયું અને રાત પણ થઇ ગયી. ક્યાં ખબર પડે છે. લાઈફ પણ આવી જ રિતે વીત્યા કરે છે. જિંદગી કઈ રાજશ્રી મુવી જેવી થોડી છે કે એન્ડ માં બધું જ સારું થઈ જાય. જિંદગી તો જિંદગી છે એની પાસેથી કઈ મેળવવું હોય તો સામે કઈ આપવું જ પડે. અને જો ખુશ થઇ ને ના આપીયે તો પણ એ તો લઇ જ લેશે.
મોટાભાગ ના ઇન્ડિયાના લોકો ને એવુ લાગે છે કે જેમની પાસે ગાડી બઁગલો હોય જે વિદેશમાં હોય એ લોકો હંમેશા ખુશ હોય છે એમને જિંદગી બધુજ આપી દે છે પણ લોકો ને કેમ કહી શકાય કે એ જે લોકો ને નશીબદાર સમજે છે એ લોકો પણ કોઈ ને કોઈ રીતે પરેશાન હોય જ છે. આજે સાંજે આકાશ ના આવેલ ફોન માં આકાશએ કહ્યું કે એ એક પુત્રી નો પિતા બન્યો છે. આકાશ પોતાની ખુશી બતાવવા શબ્દો શોધતો હતો જયારે અભિષેક હાથ માં ફોન લઇ સુન્યઅવકાશ માં હોય એવુ ફીલ કરતો હતો. આકાશ ના ફોન પછી એ ઉંધી ન શક્યો. એની બાજુ માં સૂતી એની પત્ની જાગી ન જાય એ રીતે એ ઉભો થયો અને બાલ્કની માં આવી આકાશ જોવા લાગ્યો. અભિષેક ને પણ એક વર્ષ પહેલા ની એક સન્ડે યાદ આવી ગયી અને અત્યારે એ લંડન ના પોતાના ઘરમાં રાત ના બે વાગે હાથ માં કોફી નો મગ લઇ ને ઉભો છે અને અચાનક એની નજર સમક્ષ વર્ષ પહેલા ની ઘટના દેખાય છે.
(એક વર્ષ પહેલા ) એક જ ઝટકા સાથે મેટ્રો ઉભી રહી અને અભિષેક તન્દ્રા માંથી જાગ્યો. એને જોયું હજુ નિજા્મુદીન સ્ટેશન આવવાની વાર હતી. અચાનક એને લાગ્યું કે તેની આંખો ભીની થયી છે અને આંખ માંથી વહેતુ પાણી છેક તેના ગાલ સુધી આવી ગયું હતું. એને મહેસુસ પણ થયું કે આજુબાજુ ના કેટલાક લોકો એને જોઈ રહ્યા છે. તેને ઝડપ થી આંસુ લૂંછી ગોગલ્સ પહેની લીધા. એને લોકો થી તો નજર બચાવી લીધી પણ પોતાની આંખોને કેમ સમજાવે કે આજે જે થયું એ હવે સ્વીકારવાનું જ છે. જે વ્યક્તિ એની ઉપર વિશ્વાસ કરતો એ જ વ્યક્તિને એ આવી રીતે છેતરવા નો પ્રયાસ કરશે.
વાત જાણે એમ હતી કે અભિષેક અને આકાશ બંને કોલેજ સમય થી બેસ્ટ ફ્રેન્ડ હતા. બન્ને પહેલા વર્ષથી સાથે ને સાથે રહેતા હતા. છેલ્લા વર્ષ માં આવતા સુધી બંનેએ નક્કી કરી દીધું કે બંને સાથે જ બિઝનેસ કરશે અને લાઈફમાં આગળ વધશે એટલુંજ નહિ પણ એક બીજા ની લાઈફ પાર્ટનર પણ પોતે નહિ બીજો શોધશે. અને એટલે જ જયારે થર્ડ યર માં દીપિકા ને જોઈ ત્યારે અભિષેક ને લાગ્યું કે આ છોકરી આકાશ માટે પરફેક્ટ છે. એક દિવસ દીપિકા ને એકલી બેઠેલી જોઈ અભિષેક એની પાસે ગયો. થોડીક આમ તેમ વાત કરી એને સીધુજ દીપિકા ને પૂછ્યું કે હું તમારા માટે મારાં ફ્રેન્ડ આકાશ નો પસ્તાવ લઇ ને આવ્યો છું. જો તમને એ પસંદ હોય તો હું એને વાત કરું. પહેલા તો દીપિકા ને સમજ જ ના પડી કે આ શું બોલે છે. પણ પાછી એ ખડખડાટ હસી અને કહ્યું કે મને એમ કે તમે તમે તમારા માટે આવ્યા હશો. એટલે અભિષેક કે ખુલાસો કર્યો કે ના હું મારાં માટે નહિ પણ મારાં ફ્રેન્ડ માટે આવ્યો છું. જો તમે હા કહો તો હું એને વાત કરું. એટલે? એટલે તમારા ફ્રેન્ડ ને ખબર નથી કે તમે એની વાત કરવા આવ્યા છો. ના જો તમે ના કહો તો એનું દિલસુ દુખે અને એ મને ના ગમે. અને જો તમારા દોસ્ત મને રિજેક્ટ કરશે તો.. દીપિકા એ પૂછયુ. અભિષેક ચૂપ થઇ ગયો. એને સમજ ન આવ્યું કે હવે શું કહેવું. એટલે એ ઉભો થયો અને જતો રહ્યો. આ વાત ને પંદર દિવસ વીતી ગયા. અને એક દિવસ દીપિકા એની પાસે આવી ને ઉભી રહી. અભિષેક કઈ પૂછે એ પહેલા આકાશ આવી પહોંયો અને કહું કે અમે બંને લગ્ન કરી રહ્યા છે. તે જે દિવસ દીપિકા ને પૂછય હતું એ દિવસે જ દીપિકા મારી પાસે આવી અને બધી વાત કરી. મારાં દોસ્ત ની પસંદને હું કેમ કરી રિજેક્ટ કરી શકું?
આવી હતી બંને ની ફ્રેન્ડશીપ. કોલેજ પુરી કરી બંને પોતપોતાના બિઝનેસ માં બીઝી થઈ ગયા. આકાશ એ દીપિકા સાથે લગ્ન કર્યે 7 વર્ષ થયાં અને અભિષેકને પણ એની એશ મળી ગયે 4 વર્ષ થયાં. બધું સારુ જ ચાલતું હતું. ચારેય ની ફ્રેન્ડશિપ પણ એજ ગતિ એ વહેતી હતી. બસ દીપિકા ઉદાસ હતી કેમ કે સાત વર્ષ થયાં તો પણ એમને બાળક થતું ન હતું. આકાશ મોઢાથી કઈ કહેતું ન હતું પણ એને બાળક જોઈએ છે એ વાત દીપિકા પણ જાણતી હતી. બધા ઉપચારો કરી લીધા પછી પણ જયારે કઈ રિજલ્ટ ન મળ્યું તો દીપિકા એ અભિષેક ને વાત કરી. અભિષેક ને પણ ખબર હતી કે એનો બેસ્ટ ફ્રેન આ વાત ને લઇ ને દુઃખી છે. એને દીપિકા ને હિંમત આપી અને સમજવાની કોશિશ કરી. ત્યારે દીપિકા એ કહ્યું કે મારે હિંમત ની જરૂર નથી મારે બાળક જોઈએ છે અને એ માટે હું બધું કરી છૂટવા તૈયાર છું.
હું આકાશ ની ખુશી માટે આકાશ થી દૂર પણ રહી શકું છું અને એની ખુશી માટે હું એની સાથે એક વાર દગો પણ કરી શકું છું. અભિષેક એની સામે જોઈ રહ્યો એને સમજ ન આવ્યું કે એ શું કહેવા માંગે છે. પોતાની વાત ને સમજાવતા દીપિકા એ કહ્યું કે મારે આકાશ ને બાળક આપવું છે પછી ભલે ને એ બીજા કોઈ નું જ કેમ ના હોય. અને એ માટે હું બીજા કોઈ અંજાન વ્યક્ત ઉપર વિશ્વસ મુકું એના કરતા તારી ઉપર વિશ્વસ કેમ ન મુકું? અભિષેક એકદમ ઉભો થયી ગયો. અને જોર થી બોલ્યો ભાભી તમે શું કહો છો એનું કઈ ભાન છે તમને. હું આવું કરી જ ન શકું. તો પછી હું એના માટે બીજા કોઈ પાસે જાવ એવુ તમે કહો છો. હું પણ એમને છેતરવા નથી માંગતી પણ મારે એક વાર તો આ કરવું જ પડશે. પોતાના ભાઈ જેવા ફ્રેન્ડ ની વાઈફ બીજા કોઈ પાસે જાય આ કામ માટે એ અભિષેક ને પસંદ ન હતું. પરંતુ એ કેવી રીતે તૈયાર થાય?
હવે અભિષેક ને ચક્કર આવી રહ્યા હોય એવુ લાગ્યું. એ સોફા ઉપર બેસી ગયો. એટલે દીપિકા એ વાત ને આગળ વધારતા કહ્યું કે હું આજે જ નથી કહેતી તમે મને સન્ડે જણાવજો. હું આ કામ એક જ વાર કરવા માંગુ છું. હું પણ આકાશ ને ખુબ પ્રેમ કરું છું અને એની ખુશી માટે જ આ પગલું ભરવુ છે. તમે વિશ્વાસ રાખજો તમારા ફ્રેન્ડ ને આપણે બંને મળીને એક ખુબ જ મોટી ખુશી આપવા જઈ રહ્યા છીએ. તમે મને સાથ આપો. આપણે બંને આ બીજી વાર આ વાત નો ઉલ્લેખ પણ નહિ કરીએ. શુક્રવારે આકાશ પાંચ દિવસ માટે બહાર જાય છે જો શુક્રવાર ના દિવસે તમારો કોલ નહિ આવે તો સન્ડે હું મારી રીતે આગળ વધી જઈશ. આજે રવિવાર અભિષેક અને દીપિકા સાથે હોટલ ના એક રૂમ માં હતા. અત્યારે જ બંને અલગ પડ્યા. દીપિકા ને ધરે મૂકી અભિષેક મેટ્રો માં ઘરે જવા રવાના થયો. અને આજે પોતાની પત્ની કરતા બેસ્ટ ફ્રેન્ડ ને દગો કરયા નો એને ખુબ જ દુઃખ થયો. એને રડવું હતું પણ કોની સામે રડે એ સમજાયું નહિ. ઘરે જવાના બદલે એ સીધો નિજામુદ્દીન દરગાહ ઉપર પહોંચ્યો. પસ્તાવો થતો હતો પણ હવે શું? હવે કઈ ના થાય. એક વાર તો મરી જવાનુ મન થયું પણ એ કોઈ સોલ્યુસન ન હતું. વિચારો માં ખોવાયેલ અભિષેક ના કાને એક અવાજ અથડાય છે. બે ફકીર વાત કરતા હોય છે એમાં એક ફકીર બીજા ફકીર ને કહે છે કે જે જગ્યા અને જે વાત મનને દુઃખી કરતી હોય તે જગ્યા અને તે વાત ત્યાંજ મૂકી બીજી જગ્યાએ જતા રહેવું જોઈએ.
આ વાતને 2 મહિના થાય છે અને આકાશ દીપિકા ને જણાવે છે કે અભિષેક એના ફેમિલિ ને લઇ ને લંડન સીફ્ટ થયો. મેં એને બહુ સમજાવ્યું કે અહીંયા બધું છે પણ એ માન્યો નહિ. કેટલા દિવસ થી એ બહુ અપસેટ હતો ખબર નહિ કોઈ વાત હતી જે એ મને પણ કહી નહિ શકયો. મને કઈ જણાવ્યું હોત તો આપણે બંને મળી કઈ સોલ્યુસન લાવતા. આમ ભાગી ને થોડું જવાય. દીપિકા કઈ કહી ન શકી. બસ એને તો એક સમાચાર આપવા હતા કે મેડિકલ રિપોર્ટ આવી ગયો છે અને બે મહિનાનો ગર્ભ રહ્યો છે એવુ ડોકટરે જણાવ્યું છે.