Ayana - 18 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ18)


"એક મિનિટ અંકલ...." અયાના એ દાદાની ઉંમરના પુરુષ ને કહ્યું...

"એક મિનિટ શું એક સેકન્ડ પણ નહિ ...તમે અહીંથી જટ નીકળો....." એ દાદા તો ખૂબ જ ઉતાવળ માં હતા...

"આ છોકરો કોણ છે...."

"એ જે હોય તે તું અહી થી નીકળ પહેલા...."

અયાના એ હવે પોતાના હાથ ને ઝાટકો મારીને છોડાવી લીધો...

"તમને ખબર છે ને અમે અહીં શું કામ આવ્યા છીએ....અમે કોઇને નુકસાન નહિ પહોંચાડીએ....જે અમારું કામ છે એ જ કરીશું ...અમારી ફરજ માં આવે છે કે અમે આ ગામના આશ્રમ ના દરેક પેશન્ટ ની મુલાકાત લઇએ ...."

સૂનમૂન થઈ ગયેલા દાદા સાંભળી રહ્યા હતા....

"કાનો કોઈ દર્દી નથી...." એટલું બોલતા એની આંખોમાં આંસુ તોળાઈ આવ્યા...

"હું કાના ના ઘરનો સીધો સાદો નોકર હતો...કાનો પાંચ વર્ષનો હતો ત્યારે જ એના પરિવારના નામે એના મમ્મી પપ્પા ને એક એક્સિડન્ટ માં ગુમાવી બેઠો હતો...ત્યારથી કોર્ટ ના ચુકાદા અનુસાર હું કાના ની દેખરેખ કરું છું ...એ મને કાકા કહીને બોલાવે છે...એની પ્રેમિકા એને છોડીને જતી રહી ત્યારથી કાના ની હાલત આવી છે ...એ કોઈ ખતરનાક નથી બસ એના હાથમાંથી આ ગુલાબ લઈ લેવામાં આવે ત્યારે એ ધુઆંપુઆ બની જાય છે...આ રોઝ માટે અમેરિકા થી સ્પેશિયલ એક કેમેકિલ મંગાવવામાં આવ્યું છે જેના કારણે આ રોઝ સદા માટે ખીલેલું રહે છે...સવારથી સાંજ સુધી આ રોઝ ને હાથમાં રાખીને એને જોયા રાખે છે અને અહીંયા જ બેઠો રહે છે ...પરંતુ એ રોઝ એના હાથમાં ન હોય કે એને ન મળે તો એ ગમે એની ઉપર ખૂબ ખતરનાક હુમલો કરે છે...." જાણે કોઈ જૂની પુરાણી દાસ્તાં સંભળાવી રહ્યા હોય એ રીતે દાદા ભૂતકાળમાં સરીને બોલી રહ્યા હતા....

"બસ બીજી કોઈ બીમારી નથી મારા કાના ને...." આંખ ની કોર ઉપર આવેલા આંસુ સાફ કરીને એ કાકા છેલ્લું વાક્ય બોલ્યા...

"હું એને મળી શકુ કાકા...પ્લીઝ ..."

"હા...જા ...મને તારી ઉપર ભરોસો છે....પણ તું ધ્યાન રાખજે...."

"હા માન્યું કે હું હજી ડોક્ટર નથી બની ગઈ પરંતુ હું આવા જ કોઈ દર્દી ની ડોક્ટર બનવાની છું....તમે ચિંતા ન કરો....હું સંભાળી લઈ...." અયાના એ દાદા ને આશ્વાસન આપ્યું અને પેલા યુવાન તરફ પગલા ઉપાડ્યા....

એને જોઇને દાદા એ હલકું સ્મિત વેર્યું અને ત્યાંથી બહાર નીકળી ને દરવાજો ખાલી બંધ કરી દીધો...

એ યુવાન તરફ ધીમા પગલે આવતી અયાના એકધારી યુવાન ને જોઈ રહી હતી...

"બોલ શું કામ છે ..." અયાના તરફ નજર કર્યા વગર એ યુવાન બોલ્યો...

એના અવાજમાં કોઈ મીઠાસ છુપાયેલી અયાના ને દેખાઈ....દુનિયા માં એટલું પરફેક્ટ કોઈ કંઈ રીતે હોય શકે...બંનેની ઉંમર સરખી દેખાતી હતી એટલે જ તે યુવાને 'તું'કારો આપીને વાતની શરૂઆત કરી હતી આપીને વાતની શરૂઆત કરી હતી ...આવા વિચારો કરતી અયાના એની પાસે પહોંચી ગઈ.... અને બોલી ઉઠી...

"હાથમાં ગુલાબ લઇને કેમ અહીં બેઠો છે....એ પણ વહેલી સવારનો...."

થોડી ક્ષણ મૌન રહ્યા બાદ એ યુવાન હસવા લાગ્યો....અને અયાના તરફ નજર કરી...

"કેમ... તું મને સવારની નોટિસ કરે છે ...." બંને નેણ ઊંચા કરીને એણે અયાના ને પૂછ્યું...

એનો ચહેરો એટલો નજીકથી જોઇને અયાના એક સેકન્ડ માટે એને જોવામાં સ્થિર થઈ ગઈ....

એ યુવાને એની ઠંડી આંગળીના ટેરવે અયાના નો ગાલ સ્પર્શ કર્યો...
જાણે હમણાં જ શ્વાસ ફૂંકાયા હોય એ રીતે અયાના ભાન માં આવી...

"સોરી..." અયાના એ કહ્યું...અને નદી તરફ નજર કરીને બેસી ગઈ....એ યુવાને પણ પોતાની નજર અયાના તરફથી દૂર કરીને નદી તરફ ફેંકી...

"ઇટ્સ ઓકે....પણ તે મારા સવાલ નો જવાબ ન આપ્યો..."

"ના મે નોટિસ નથી કર્યો તને...પણ સવારમાં મે તને અહિંયા જોયો હતો અને અત્યારે પણ જોયો...એ પણ આ વ્હાઇટ રોઝ સાથે...."

"હા ....હું અહીં સવારનો બેઠો છું....એ પણ આ વ્હાઇટ રોઝ સાથે....મારી પંખુડી ને આ રોઝ ખૂબ ગમતું હતું..." ગુલાબ સામે નજર કરીને એ બોલી રહ્યો હતો...

અયાના ને એવું લાગ્યું કે પપ્પુ ધીમે ધીમે મેઇન વાત ઉપર આવી રહ્યો છે....

"કોણ પંખૂડી....?" અયાના નો સવાલ સાંભળીને પપ્પુ ના ચહેરા ઉપર એક સ્માઈલ આવી ગઈ... એણે સ્માઇલ ની સાથે અયાના તરફ નજર કરી...

એની આંખોમાં કંઇક એવું હતું જે અયાના ને એની તરફ આકર્ષિત કરતું હતું ....

બંનેમાંથી કોઈ કંઈ બોલે એ પહેલા ફોનની રીંગ વાગી...

અયાના એ એના ફોનમાં જોયું તો દેવ્યાની નો ફોન આવી રહ્યો હતો... એણે ફોન સાઈલેન્ટ મોડમાં કરીને કહ્યું...

"તો હવે નેક્સ્ટ ટાઈમ મળીયે ત્યારે વાત કન્ટીન્યું કરીશું... ઓકે... બાય" બોલીને અયાના ઉભી થઇ અને ચાલવા લાગી...

"હેય મિસ ઈન્ડિયા...વ્હોટ્સ યોર નેમ...." પોતાના ગુલાબ તરફ નજર રાખીને એ બોલ્યો...

સાંભળીને અયાના અંદરથી ગદગદ થઈ ગઈ અને મોટી સ્માઇલ કરીને પાછળ ફરી અને બોલી...

"અયાના....અને તારું...."

"અગત્સ્ય.....ઉર્ફ કાનો...."

કાનો સાંભળીને બંને જોર જોરથી હસવા લાગ્યા ...

" ક્યાં હુઆ...." દેવ્યાની એ અયાના ને આ રીતે હસતા જોઇને હિન્દી માં પૂછ્યું...અને કોઈ કંઈ આગળ બોલે એ પહેલા ક્રિશય અને વિશ્વમ બંને બોલી ઉઠ્યા....

"તેરા વાદા...." એ બંનેની સાથે સાથે સમીરા પણ બોલી ઉઠી...

"વો કસમ....વો ઇરાદા..."

"ભૂલેગા દિલ..... જીસ દિન તુમ્હે...." પાછળ થી આવતા એક મોટી ઉંમરના આંટી એ ગીત ચાલુ રાખ્યું...

"વો દિન જિંદગી કા આખરી દિન હોગા...." ક્રિશય ની પાસે આવીને મેથી ની ખીર વાળી છોકરી રિયા એ આગળ ગીતની લાઈન સુરીલા કંઠે ગાયું...

બધા ખૂબ ખુશ થઈ ગયા...આશ્રમ ની અંદર બધાએ એકસાથે અવાજ કરીને ગીત ને આગળ ધક્કો માર્યો....

" ક્યા હુઆ...તેરા વાદા,
વો કસમ ...વો ઇરાદા..આ...આ...આ....."

ગીત ની બે કડી ગાઈને બધા એકબીજાને જોવા લાગ્યા આગળ નું ગીત કોઈને ખબર ન હતી....આશ્રમ ની અંદર બધાએ એકબીજા ને જોઈ લીધા અને ત્યારબાદ રિયા એ તાળીઓ પાડી...એટલે બધાએ ફરી એકવાર તાળીઓ પાડીને અવાજ કર્યો....

બસ આ રીતે જ કેમ્પના દિવસો કંઈ રીતે પૂરા થઈ ગયા એની જાણ જ ન રહી....દરરોજ આશ્રમ માં જઈને બધા ખૂબ મોજમસ્તી કરતા ...ઘણા એવા પેશન્ટ હતા જેના દૈનિક જીવન કરતા આજ કાલના જીવનમાં ઘણો ફરક પડી રહ્યો હતો...રિયા ને પણ હવે ધીમે ધીમે સમજાવી દેવામાં આવ્યું હતું કે ખીર કે હલવા જેવી વસ્તુ મીઠી જ સારી લાગે છે....રિયા હવે પૂરી રીતે સમજી ગઈ હતી અને મેથી ની ખીર ને ભૂલી ગઈ હતી....બધા સ્ટુડન્ટ ની હાજરી માં જ રિયા નો પરિવાર રિયા ને હવે ઘરે લઈ જવા માટે આવ્યું હતું...રિયા થી દુર થઈને બીજા લોકો ખૂબ રડયા હતા...પરંતુ એ છોકરી હવે પોતાની જિંદગી ફરીથી શરૂ કરશે એની પણ સૌને ખુશી હતી....

આશ્રમ ની સાથે સાથે ગામના લોકો ને પણ આ સ્ટુડન્ટ સાથે ખૂબ મોજ આવી હતી...આશ્રમ ના પેશન્ટ ને મળતા રહેવાની વાત કરીને ગામના લોકોને નિરાંત અપાવી હતી કે એ એને મળવા આવતા રહેશે ...

આજે આ શેખપૂર ગામ છોડીને બધા જઈ રહ્યા હતા ...ગામના લોકો અને આશ્રમ ના પેશન્ટ ને બધા સ્ટુડન્ટ મળી રહ્યા હતા....

અયાના એટલા દિવસો માં અગત્સ્ય ને પહેલી મુલાકાત બાદ ઘણી વાર મળવા ગઈ હતી પરંતુ કોઈના કોઈ કારણે એને મળી શકી ન હતી....અને જ્યારે જાય ત્યારે એ ત્યાં હજાર ન રહેતો...
એ દોડીને આશ્રમ ની પાછળ ના ભાગમાં આવી...આજે પણ એ એને મળવા જાય એ પહેલા ક્રિશયે એને પાછળ થી અવાજ આપ્યો...

"તું કેમ ત્યાં જાય છે.... આપણે પેલી બાજુ જાવાનું છે આ બાજુ નહિ...."

"હા મને ખબર છે પણ અહીં એક પેશન્ટ છે....એને મળવાનું બાકી છે ...."

"અરે ત્યાં કોઈ નથી બધા બહાર છે....ચાલ તું...."
ક્રિશય પરાણે એનો હાથ પકડીને બહાર ની તરફ લઈ ગયો....

બહાર આવતા જ એની નજર કાકા ઉપર આવી....

ક્રિશય નો હાથ છોડાવી ને કાકા પાસે પહોંચી ગઈ...

"પાગલ થઇ ગઇ લાગે....કેમ આ રીતે વર્તે છે...." ક્રિશય એકલો એકલો બબડી ને અયાના અને કાકા તરફ આવ્યો...

(ક્રમશઃ)