Najayaj Jayaj - 1 books and stories free download online pdf in Gujarati

નાજાયજ જાયજ - 1

પ્રાચી દેસાઈ રંગે ગોરી જાણે ખીલતો મોગરો.ગુલાબની કળી,ચંપાની ચમેલી જાસૂદની કળી જેટલી ઉપમાઓ આપો એટલી ઓછી પડતી લાગે.હસતી ત્યારે મોતી જેવા દાંત જોનારને મોહી લેતા.નયનને જ્યારે પટપટાવતી ત્યારે દિલો ઉપર આભ પટકાતુ.ઉરનો થોડો વિકાસ થયેલો સલવારમાં તે નજર આવતા નહી પણ જ્યાંરે તે ટીશર્ટ પહેરતી ત્યારે તે તેની ગવાહી આપતા.કટી કુવારા કાળજા કોરે એવી વક્ષથી પાતળી નાજુક ચાલે ત્યારે હરણીને શરમાવે.લાંબો ચોટલો કટીને આંબીને નિતંબની ચાડી કરતો હિચકે બાળ હીચે એમ હાલરડા લેતો.આવી પરસોત્તમની પ્રાચી સત્તર વટાવી અઢારમાં પ્રવેશવાની તૈયારી કરી ચુકી.

પ્રાચી દેસાઈ અમદાવાદનાં પ્રખ્યાત શેઠ પરસોત્તમદાસની એકની એક દિકરી.પરસોત્તમદાસ નામ આખા શહેરનાં લોકો જાણે કોણપણ ધાર્મિક કામ હોય તેમના આંગણે જાઓ એટલે છૂટ્ટા હાથે દાન ધરમ કરે યાચક તેમના ઘરેથી ક્યાંરેય ખાલી હાથ જાય નહી .પરસોત્તમદાસની એકની એક દિકરી પ્રાચીએ કોલેજમાં એડમીશન લીધું.આજે કોલેજનો પહેલો દિવસ તે સફેદ રંગનું સલવાર પહેરી સમય પહેલા તૈયાર થઈ નીચે આવી.
દિકરીને જોતા પરસોત્તમદાસ બોલ્યા"શું વાત છે આજે તો મારી દિકરી પરી લાગે છે .હાસ ! તો દિકરી કોની છે અમદાવાદ શહેરનાં પ્રખ્યાત શેઠ પરસોત્તમની "પ્રાચી બોલી.પરસોત્તમદાસ બેસ બેટા સોફા ઉપર બેસ હું તારા માટે કશુક લાવ્યો છું ? "ઝટ બતાવો મને મારા માટે શું લાવ્યાં છો ?" પ્રાચી બોલી."પહેલા તું આંખો બંધ કર પછી ?" પરસોત્તમદાસ બોલ્યા. પ્રાચી આંખો બંધ કરે છે ? પાપા પરસોત્તમ કબાટ ખોલે છે .પ્રાચી જરાક આંખો ખોલે છે.

પ્રાચી બેટા ચીટીન્ગ નહી.બરાબર આંખો બંધ કર .પ્રાચી બરાબર આંખો બંધ કરે છે.પરોસોત્તમદાસ પેંડાનું પેકેટ લઈ નજીક આવે છે.બાપ દિકરી આંખમીચોલી કરતા હતા ત્યા પ્રેમિલા તમે બાપ દિકરીએ આ શું રમત માંડી છે.પરસોત્તમદાસ બોલ્યા"એ તો હું ......તું અહી આવ તને સમજાવું.પ્રેમિલા નજીક આવે છે.પરસોત્તમ તેના કાનમાં કશુંક કહે છે.બન્ને પ્રાચી પાસે જાય છે દિકરી મો ખોલ બન્નો પેંડો થોડો થોડો ખવડાવે છે.

પ્રાચી વાઉં મારા મનગમતા પેંડા બોલો શાની ખૂશીના છે ? બોલ તું જ કહે ? પ્રાચી તમને કોઈ મોટો ફાયદો થયો છે ? નો .તમને કોઈ મોટી કંપનીનો ઓર્ડર મળ્યો છે ? નો."બસ પપ્પા હવે તમે જ કહી દો" પ્રાચી બોલી.

પાપા પરસોત્તમ બોલ્યા " આજે મારી લાડલી નો કોલેજમાં ક્યો દિવસ છે ? પ્રાચી બોલી " પહેલો દિવસ"બોલ તો હવે આ પેંડા કઈ ખુશીનાં હશે."પરસોત્તમદાસ બોલ્યા "કોલેજનાં પહેલા દિવસની ખુશીનાં."પ્રાચીએ જવાબ આપ્યા પાપાએ હકારમાં માથું હલાવ્યું.ઓહ ! પાપા "આઈ લવ યું "પ્રાચી બોલી."આઈ લવ યુ સો મચ બેટા"પરસોત્તમ બોલ્યા.પ્રેમિલા બોલી"તમે બાપ દિકરી હંમેશા મને ભૂલી જાઓ છો.પેંડા લાવવાનો આઈડિયા કોને આપેલો પુછ તારા પપ્પાને"
પ્રાચી બોલી " સોરી મ્મમા "આઈ લવ યું સો મચ" પાપાને કહી હું તારી પાસે આવાની જ હતી." "આઈ લવ યું બેટા હું જાણું છું.પ્રેમિલા બોલી "આ બધી વાતોમાં એક વાત તો હું ભૂલી જ ગઈ"પ્રાચીએ કહ્યું

શું વાત છે બોલ બેટા.પ્રાચી બોલી"હું ક્યાંરની તને શોધતી હતી.મારે તને કઈક પુછવું છે ? પ્રેમિલાએ કહ્યું "બોલ શું પુછવું છે ?

પ્રાચી "મમ્મી આ સલવારમાં હું કેવી લાગું છું."સારી લાગે છે."મમ્મીએ જવાબ આપ્યો.મમ્મીનાં જવાબથી અકળાય પ્રાચી પપ્પા પાસે પહોચી બન્ને સાંભળેએ રીતે પપ્પાને પુછી રહી."પપ્પા તમે મમ્મીને પ્રેમ કરો છો ?" "હા" પપ્પાએ જવાબ આપ્યો.તો મારે નાના ભાઈ કે બહેન કેમ નથી ? પ્રાચી બોલી.પ્રાચીના પ્રશ્નથી માંની આંખમાં ઝળહળીયા આવી ગયા .તેણે જોયું કે પપ્પાની આંખો પણ પલળી ગઈ હતી .

પ્રાચીને લાગ્યું કે ન પુછવાનું પુછી લીધું.નક્કી કઈક વાત છે જે તે જાણતી નથી.તે પપ્પા મમ્મીને વિટળાય સોરી સોરી બોલવા લાગી.હું કાન પકડું છું મને માફ કરી દો. કાન પકડી સોરી પપ્પા સોરી મ્મમા બોલે છે.માયાળું માબાપે તરત જ તેને માફ કરી દીધી.પ્રાચી બોલી" પપ્પા મારે કોલેજમાં મોડું થઈ જશે.ચાલો તમે બન્ને નજીક નજીક આવી જાઓ.જેવો રાજકુમારીનો હુકમ કહેતા પપ્પા પત્નિ પાસે જઈ ઊભા રહી ગયા.ચાલો હવે હસતાં હસતાં મને આશિર્વાદ આપો"બન્ને પતિ પત્નિ સદા આમ હસતી રહે બેટા.

પ્રાચી માતા પ્રેમિલા અને પિતા પરસોત્તમદાસને પગે લાગી કોલેજ જવા કારમાં બેસી નિકળી ગઈ.કાર સડસડાટ ચાલતી હતી તેમ તેના વિચારો પણ ચાલવા લાગ્યાં.એવી તે શું વાત છે કે પુછતા જ મમ્મી પપ્પાની આંખો ભરાઈ આવી.શું મારો કોઈ ભાઈ કે બહેન હતી ? શું તેનું અકાળે અવસાન થયું હશે ?શુૃં વાત હશે જે મારા મમ્મી પપ્પાને આટલા દુખી કરે છે ?હું એ વાત સારો સમય જોઈ મમ્મીને પુછીશ ?આમ વિચારોમાંને વિચારોમાં કોલેજ આવીને કાર ઊભી રહી.

શહેરની હવા હજી તેના સંસ્કારોનાં પ્રતાપે તેને સ્પર્શી શકી ન હતી.તે વાંચાળ પ્રવૃતિની હોવાથી પહેલા જ દિવસે તેની કેટલીય ફ્રેડ બની.કેટલીક તો પહેલાંથી જ તેની ફ્રેડ હતી.એમાંની એક તેની નાનપણની ફ્રેડ, સખી સરલાએ પણ ભાષા ભવનમાં એડમીશન લીધુ.સરલા સમજુ છોકરી કોઈપણ કામ તે સમજી વિચારીને કરતી.ભણવામાં હોશિયાર.પ્રાચી અને સરલા સાથે જ ફરતી હોય.

કોલેજથી છૂટી પ્રાચી કેન્ટીને પહોચી ચાં પીધી સાથે સરલા તો ખરી જ.પ્રાચીએ કેન્ટીનવાળા કાકાને પૈસા ચુકવી દીધા.પ્રાચીને કાર લેવા આવી એટલે તે બોલી"ચાલ સરલા તારુ ઘર રસ્તામાં આવે છે અમે તને છોડી દઈશું."સરલા બેસી ગઈ.કાર સડસડાટ કરી ગલીઓ પર ગલીઓ વટાવતી આગળ વધીતી રહી.સરલાનું ઘર આવ્યું એટલે ડ્રાયવરે કાર રોકી.સરલા ઉતરી બાય બાય કહી પોતાનાં ઘરનો દરવાજો ખોલી અંદર ચાલી ગઈ.

કાર પુરપાટ ઝડપે આગળ વધતી રહી.પ્રાચી કાનમાં ઈઅરફોન નાખી ગીતો સાંભળવા લાગી.કાર આવતા જોઈ પરસોત્તમનાં નોકરોએ દરવાજો ખોલ્યો કાર પાર્કીગમાં આવી ઊભી રહી.પ્રાચી દરવાજો ખોલી બહાર નિકળી ઘરમાં પહોચી ગઈ.માતા-પિતા તેની રાહ જોઈ રહ્યાં હતાં.

પરસોત્તમદાસ દિકરીને ગળે લગાડતા બોલ્યાં" આઈ લવ યુ બેટા"પ્રાચી બોલી"લવ યુ પાપા,લવ યુ મોમ." "લવ યુ બેટા"મમ્મી બોલી.પરસોત્તમદાસ બોલ્યાં "આજનો દિવસ કેવો રહ્યો બેટા" "સુપર ફાઈન પાપા" પ્રાચીએ જવાબ આપ્યો.ચાલો આપણે બપોરનું ભોજન કરી લઈએ.બધા સાથે જમવા બેસી ગયા.જમવાનું પીરસાય ગયું.સૌ ભોજન કરી આરામ કરવા માટે ચાલ્યાં ગયા.

પ્રાચીની કોલેજમાં તેની જ ફૅક્લટીમાં મુંબઈના પ્રખ્યાત બીઝનેશ મૅન રાજ અરોરાનાં એકના એક પુત્ર પ્રહારે પણ એડમીશન કરાવ્યું.પ્રહાર દેખાવમાં ગોરો,મજબુત બાધો,કસાયેલી બોડી,ટીશર્ટમાં તે સલમાન , જોન્હને પણ ટક્કર મારે.સિક્સ પેકની દિવાની છોકરીઓ જો તેને જુવે તો ફિદા થઈ જાય.

કોલેજનાં પાંચ દિવસ વિતવા છતાં હજી તેણે એન્ટ્રી મારી ન હતી.પાંચના પંદર થયા છતાં તે હજી કોલેજનું પગથીયું ચડીયો ન હતો.આટલા દિવસોમાં પ્રાચી બધા જોડે હળીમળી ગઈ હતી.તેના સ્નેહમિલન સ્વભાવનાં કારણે તે ધીમે ધીમે બધાની માનીતી થતી જતી હતી.આ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સ્નેહાને ગમતું ન હતું.(પ્રાચી માતા પિતાના આંસુઓનું કારણ જાણવાની કોશીશ કરશે કે નહી ? પ્રાચી પોતાના મા બાપને તેમનાં અતિત વિશે ક્યારે પુછશે ? પ્રહાર પંદર દિવસ સુધી કોલેજમાં કેમ નહી આવ્યો હોય ? શું સ્નેહા પ્રહારનાં પ્રેમમાં પડશે ? કે પછી પ્રાચીનાં પ્રેમમાં પ્રહાર પડશે ? કોણ કોના પ્રેમમાં પડે છે ? જાણવા માટે મને સબસ્ક્રાઈબ કરો અને વાચતા રહો મારી નવી નવલકથા "નાજાયજ જાયજ" )