Najayaj Jayaj - 5 books and stories free download online pdf in Gujarati

નાજાયજ જાયજ - 5

"આપણે સાચા મિત્રો છીએ"સ્નેહાએ કહ્યું પ્રાચીએ જવાબ આપ્યો "ચાલ તો મિત્રતાની શરૂઆત ગળે મળીને કરીએ"એમ કહેતા તે સ્નેહાને ગળે લગાડે છે.બન્નેના આ સ્નેહ મીલનને સરલા અને સરીતા જુએ છે.તે બન્ને ખુબ ખુશ છે કે હવે કોલેજમાં જવામાં મજા આવશે.સરલા ખુશ થતા થતા અચાનક ઉદાસ થઈ જાય છે.ઉદાસ સરલા પ્રાચી શું માંગશે એ વિચારે ચડે છે.પાર્ટી લગભગ પૂર્ણ થઈ ગઈ હતી બધા જવા લાગે છે.સ્નેહા પણ જવા તૈયાર થાય છે એટલે પ્રાચી કહે છે હું પણ સરલાને છોડવા આવું છું.આ સાંભળી સ્નેહા કહે છે.

તારી મિત્ર એ મારી મિત્ર સરલાને અમે છોડી દઈશું એના ઘરે.પ્રાચી સરલા તરફ જુએ છે.સરલા કહે છે પ્રાચી તું તારા મમ્મી પપ્પા જોડે રહે હું સ્નેહા જોડે જતી રહીશ.તમે ફ્રેડ બની એનાથી વધુ ખુશી શું હોય.પ્રાચી સારુ.સ્નેહા ,સરલા,સરીતા સ્નેહાની કાર તરફ જાય છે.કારમાં બેસી બધા નિકળી જાય છે.સ્નેહા સરલા અને સરીતાને તેમના ઘરે છોડી દે છે.

પ્રાચી બધા મહેમાનો જ્યારે દશ વાગ્યા સુધીમાં ચાલ્યા જાય છે એટલે માતાપિતા પાસે પહોચી જાય છે.તેના માતાપિતા તેને કહે છે."આવ બેટા બેશ"પ્રાચી તેમની પાસે બેસે છે.પ્રાચી બોલી "મોમ ડેડ હું મારુ ગીફ્ટ માંગવા આવી છું.માતા પિતા" બોલ શું જોઈએ છે તારે"
"મારે કશું જોઈતું નથી"પ્રાચીએ કહ્યું
"તો પછી ગીફ્ટમાં તું શું માંગવા ચાહે છે ?"
પ્રાચી બોલી હું તો તમને પુછવા માંગુ છુ .મારા પ્રશ્નનો જવાબ.બોલ શું છે તારો પ્રશ્ન ?"મારે કોઈ ભાઈ બહેન કેમ નથી ?પપ્પા બોલ્યા " ઈશ્વર આપે તો હોયને બેટા"

"પપ્પા આમ ગોળ ગોળ વાતો ન કરો હું કાંઈ નાની ગીગલી નથી"
"હા ! તુ તો બહુ મોટી થઈ ગઈ છે."મમ્મીએ કહ્યું
"મોમ ડેડ મને મારા પ્રશ્નનો જવાબ જોઈએ"
"જવાબ હોય તો આપીએ ને બેટા"પપ્પાએ કહ્યું
"મારા પ્રશ્નનો જવાબ તો તમારે આપવો જ પડશે કારણ કે તમે મને વચન આપ્યું છે."કહેતા કહેતા પ્રાચીની આંખમાં આંસુ આવી ગયા."
"આમ જન્મ દિવસે રડાતું હોય બેટા"પરસોત્તમદાસ બોલ્યાં
"તમે વચન આપી આમ ફરી જાવ તો હું રડુ નહી તો શું કરુ"
"જો બેટા રડ નહી હું તમે બધી હકીકત કહુ છું.પણ પહેલા આંસુ લુછી નાખી હાથ મો ધોઈ લે"

પ્રાચી હાથ મો ધોઈ આવે છે એટલે પરસોત્તમદાસ કહેવાનું શરુ કરે છે.જો બેટા સાંભળ તારા જન્મને બે વર્ષ થયા હશે.અમે તે વખતે અમદાવાદમાં ગામડેથી નવા નવા આવેલા અમદાવાદ આમ અમારા માટે અજાણ્યું.હું કામ અર્થે ચાલ્યો જાઉં એટલે ઘરમાં તારી માઁ એકલી.આપણી પરિસ્થિતી તે વખતે એટલી સારી નહી કે નોકરાણી રાખી શકીએ.

દશ બાય દશની ખોલીમાં આપણે રહેતા હતા.નાકરાણી હતી નહી એટલે ઘરની બધી જવાબ દારી તારી માઁ પ્રેમિલા ઉપર જ હતી.એક દિવસ તેને કામ કરતા અચાનક ચક્કર આવ્યા.તે રસોડામાં જ ઊંઘી ગઈ.સાંજે હું ઘરે આવ્યો ત્યારે તેણે મને જાણ કરી.વહેલી સવારે હું તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયો.

ડોક્ટરોએ તપાસ કરી.મને કેબીનમાં બોલાવ્યો ને કહે"મીસ્ટર પરસોત્તમ કોગ્રેચ્યુલેશન તમે બાપ બનવાના છો.આ તો વધુ પડતી મહેનત કરવાના લીધે તેમજ લોહી થોડુ ઓછુ હોવાથી ચક્કરઆવી ગયા.ચિંતા જેવું કશુ નથી.આ ગોળીઓ અને વિટામીનનો પાવડર લખી આપુ છું તે સ્ટોર પરથી લઈ લેજો.અમે ડોક્ટરે લખી આપેલ દવા લઈ ઘરે આવ્યાં.

બાપ બનવાની ખુશીમાં હું એટલો ખુશ થઈ ગયો કે તારા જોતા જ મે તારી મમ્મીને મારા ખોળામાં ઊચકી લીધી.તેને પલંગ પર બેસાડી બે ચાર બચી ભરી લીધી આ જોઈ તું રડવા લાગી એટલે તને ઊચકી મે બે ચાર બકી તને કરી તને તારી મમ્મીનાં ખોળામાં આપી દીધી.

મમ્મીએ પણ તને બે ચાર બચી કરી લીધી.તું પહેલાથી જ સમજદાર હતી.મે તને કહ્યું બેટા તારી મમ્મીને હવે હેરાન ના કરતી જે જોઈએ એ પપ્પા જોડે માંગજે.તું કહે કેમ ? એટલે મમ્મીએ તને એની પાસે બોલાવી કહ્યું " તારો નાનો ભયલો આવવાનો છે."

તે કહ્યું "ક્યાં છે મારો નાનો ભયલો"
મમ્મીએ તારો નાનકડો હાથ પોતાના પેટ પર મુકી કહ્યું "આ રહ્યો અંદર તારો નાનો ભાઈ"
"એ બહાર ક્યારે આવશે મારી જોડે રમવાને વાતો કરવા"
"થોડા દિવસોમાં આવી જશે" મમ્મીએ કહ્યું
તું કહે " મમા હું તેની જોડે વાતો કરુ " તારી મમ્મીએ હા ! પાડી એટલે તુ હોશે હોશે તારા ભયલા જોડે વાતો કરવા લાગી.


જ્યારે પણ તને સમય મળતો એટલે તું દૌડીને મમ્મી પાસે પહોચી જતી.મમ્મીના પેટ પર કાન દઈ સાંભળતી અને કહેતી મમ્મી ભાયલો તો બોલ તો જ નથી.ક્યારેક તારા મમ્મીના પેટમાં ગુડુડ ગુડુડ અવાજ આવતો તો તું ખુશ થઈ જતી અને કહેતી મમા ભયલો તો મને ગુડ્ડુ ગુડ્ડુ કહે છે.હા એમ કહી અમે બન્ને હશતા એટલે તું નારાજ થઈ કહેતી સાચે જ બોલે છે.તમે કાન ધરીને સાંભળો પપ્પા ને હું ના પાડતો તો જીદ્દ કરી મને કાન મુકાવતી.

તને ખુશ કરવા હું ખાલી ખાલી કહી દે તો હા ! મારી ગુડીયાનો ભયલો તો ગુડીયાને ગુડ્ડુ ગુડ્ડુ કહે છે.તુ ખુશ થઈ માઁના પેટ પર ફરી કાન ધરતી પણ અવાજ આવતો નહી એટલે કહેતી.પપ્પા ભયલો તો બોલતો નથી એટલે હું તને કહેતો એ ઊંઘી ગયો હશે.ચાલ એને અને મમ્મીને આરામ કરવા દે .આપણે હાથી ઘોડા પાલકી રમીએ એટલે તું ખુશ થતી મારી પીઠ પર ચડી જતી.પછી કહેતી "ચલ મેરે ઘોડે તીબડીક તીબડીક"અને હું ચાલવા લાગતો.


ઘોડા ઉપર બેસી બેસીને જ્યારે તું થાકી જતી એટલે મને હાથી બનાવતી અને કહેતી "ચલ મેરે હાથી ચલ મેરે સાથી ચલ મેરે હાથી ઘમ ઘમ ઘમ ઘમ" હું તને લઈ દશ બાય દશની ખોલીમાં ફરી વળતો.રમી રમીને તું થાકી જતી એટલે ઊંઘી જતી.તને તારા ભયલા સાથે વાતો કર્યા વગર ચાલતું ન હતું.


( પ્રાચીનાં મમ્મીને શું થયું હશે ? પ્રાચીને ભાઈ હતો કે બહેન ? જો પ્રાચીની માતા ગર્ભવતી હતી તો તેના બાળકને શું થયુ હશે ? તે કેમ બચી નહી શક્યો હોય જાણવા માટે વાચતા રહો " નાજાયજ જાયજ "