Vasudha - Vasuma - 22 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ: 22

વસુધા
પ્રકરણ: ૨૨

દિવાળીફોઈ વસુધાની ખબર કાઢવા આવ્યાં હતાં દીકરી હમણાં વળાવી છે તો ખબર અંતર પૂછી આવું કરીને આવેલાં. એ બધાં વાત કરી રહેલાં અને પીતાંબર ડેરીએથી દૂધ ભરીને આવ્યો આવીને દિવાળી ફોઈને પગે લાગ્યો. વસુધાની પીતાંબર પર નજર પડી એની આંખો હસી ઉઠી એણે જોયું પીતાંબરનાં ખીસામાં કોઈ વસ્તુ હોય એવું લાગ્યું એણે પૂછ્યું નહીં જોઈને નજર ફેરવી લીધી પણ વિચારમાં પડી કે દૂધ ભરીને આવ્યાં અને એટલીવારમાં શું લઇ આવ્યાં ? હશે કંઈ એમ કહી એણે ધ્યાન વાતોમાં પરોવ્યું પીતાંબરે કહ્યું ફોઈ આજે અહીંજ રહી જાઓ અને જમીને પછી અમે તમને મુકવા આવીશું.

લાગલુંજ વસુધા બોલી હાં ફોઈ આજે રહી જાવ તમને અમે મુકવા આવી શું કારમાં વાર પણ નહીં લાગે દીવાલીફોઈએ કહ્યું દીકરીનું પાણી નાં પીવાય તું રેહવાની વાત કરે છે ? ત્યાં ભાનુબેન કહે હવે એ બધાં જમાના ગયાં તમે જમીને જજો ભલે તમારું મન હોય એમ કરજો વધું દબાણ નહીં કરીએ પણ સાથે જમીએ વસુધાને પણ ગમશે એટલું માન રાખો.

દિવાળીફોઈએ વસુધાનાં ચહેરાં પર હાથ ફેરવીને કહ્યું બહુ જીદ્દી છે મારી છોકરી સારું જમીને નીકળી જઈશ આટલું દબાણ પછી જમું નહીં તો ખરાબ લાગશે પણ મુકવા તમે આવજો એમ કહીને હસવા લાગ્યાં.

પીતામ્બરે કહ્યું તમે તૈયારી કરો હું કપડાં બદલીને આવું છું એમ કહી એનાં રૂમમાં જતો રહ્યો. વસુધા દિવાળીફોઈને લઈને ગમાણમાં આવી લાલી સાથે પણ મુલાકાત કરાવી બધું બતાવીને કહ્યું ફોઈ આ અમારું નાનું રજવાડુંજ છે અને "એ" પણ ખુબ મહેનતુ છે બહેન જેવી નણંદ અને માં જેવી સાસુ છે તમે માં -પાપાને કહેજો વસુધા મજામાં છે અને ખુબ સુખ આનંદમાં છે મારી લગીરે ચિંતા નાં કરે. હું અહીં હવે હેવાઈ ગઈ છું બધું મારુ પોતાનું લાગે છે તમે પણ કોઈ ચિંતા નાં કરશો આમ પણ પીતાંબર કહેતાં હતાં કે માં એ કહ્યું છે થોડાં દિવસ પછી વસુધાને પીયર મૂકી આવજે અને એ કહે એમ પાછી લઇ આવીશું એટલે માં અને પાપાને પણ મળાશે. ફોઈ તમે માં સાથે વાતો કરો હું બધી તૈયારી કરું.


વસુધા અને પીતાંબર બધાં જમી સીધાં પછી દિવાળી ફોઈને મુકવા માટે નીકળી રહ્યાં હતાં. ભાનુબેન સરળ અને ગુણવંતભાઈએ કહ્યું આમ આવતાં રેહજો અમને પણ ગમશે અને વસુધાને પણ સારું લાગશે.

દિવાળીબેનની આંખો ભીંજાઈ ગઈ એમણે ભાનુબહેનને કહ્યું જાણીતા અને સંસ્કારી કુટુંબમાં દીકરી આપી છે પછી હવે શું ચિંતા? વસુધાને ખુબ આનંદમાં નજરે જોઈ છે મારી આંતરડી ઠરી છે ખુબ સુખી થજો અને મારી વસુધાનું ધ્યાન રાખજો જોકે કેહવાની જરૂર નથી પણ હજી નાની છે નાદાન છે ધીમે ધીમે હેવાઈને બધું શીખી લેશે અહીંના પ્રમાણે...અને બહેન એને ભણવું હોય તો મદદ કરજો તમનેજ કામ આવશે એમ કહીને કારમાં બેસી ગયાં. વસુધા અને પીતાંબર પણ બેઠાં અને વસુધા બોલી સરલાબેન તમે પણ ચલોને ફરવાનું થઇ જશે વાતો કરીશું તમારાં ભાઈ ક્યાંક આંટો મરાવશે.

સરલાએ હસતાં કહ્યું ના ના વસુધા તમે જઇ આવો પછી જઈશું સાથે આમ બધે નણંદને સાથે ને સાથે ના રાખો નહીંતર ભાઈનેજ નહીં ગમે. પીતાંબરે ખોટું ખોટું ખીજાતા કહ્યું દીદી એવું કેમ બોલો ? મને કેમ ના ગમે ? ચાલો આવવું હોય તો બેસી જાવને..

સરલાએ કહ્યું અરે મસ્તી કરું છું જાવ જલ્દી ફોઈને મૂકીને પછી ફરીને આવજે સીધો ઘરેજ ના લઇ આવતો.

******

ફોઈને એમનાં ઘરે મૂકી આશીર્વાદ લઈને પીતાંબર અને વસુધા પાછા આવવા નીકળ્યાં પીતાંબરે કહ્યું બોલ ક્યાં ફરવા જવું છે ? કંઈ ખાવું પીવું છે ? કંઈ લેવું છે ? વસુધાએ કહ્યું હું તો તમારી સાથે આવી છું તમારે મને જ્યાં લઇ જવી હોય ત્યાં લઇ જાવ પણ મારે કંઈ ખાવું પીવું કે લેવું નથી બસ સરસ જગ્યાએ જઈએ ક્યાંક શાંતિથી આપણે બે એકલાં બેસીએ વાતો કરીએ. પીતાંબરે કહ્યું વાતો તો ઘરે પણ કરીએ છીએ ક્યાંક એવી જગ્યાએ લઇ જઉં તે જોઈજ ના હોય વસુધાએ કહ્યું કેમ એવી કંઈ જગ્યાએ જવું છે ? પીતાંબરે કહ્યું તે હમણાં તો કીધું તમે લઇ જાઓ ત્યાં આવું.....

વસુધાને એકદમ યાદ આવ્યું હોય એમ પૂછ્યું અરે તમે દૂધ ભરીને આવ્યાં પછી તમારાં ખીસામાં શું હતું ? આખું ખીસું ભરેલું હતું શું લઇ આવેલા ? હું ધમાલમાં તમને પૂછવાનુંજ ભૂલી ગઈ હતી. પીતાંબર થોડી વાર ચૂપ રહ્યોં પછી કીધું અરે કંઈ નહીં એ તો ધરુવાડિયામાં નાંખવાની દવા લાવેલો એતો ઠેકાણે મૂકી દીધી ખેતરે લઇ જઈશ.

વસુધાએ કહ્યું ઓહો.. પણ દવા ખીસામાં લેવાય ? જુદી થેલીમાં લાવવી જોઈએ ને ? એતો કેવી ઝેરી હોય આવી રીતે ફરીથી ના લાવશો.

પીતાંબર થોડો ઝંખવાયો પછી બોલ્યો સોરી ભૂલ થઇ ગઈ ફરીથી ધ્યાન રાખીશ. પછી એણે કાર શહેર તરફ લીધી એણે કહ્યું વસુધા શહેરમાંથી થોડાં ફરસાણ નાસ્તા ઘરે લઇ જઈએ ઘરમાં મીઠાઈઓ જ છે ફરસાણ ખલાસ થવા આવ્યાં છે ચાલ અહીં એક મોટી ફરસાણની દુકાન છે સરલાદીદીને ચણાચોરગરમ બહું ભાવે છે મને રતલામી સેવ અને શીંગભુજીયા બહુ ભાવે છે પાપા અને માં માટે વેફર્સ લઇ જઈએ.

વસુધાએ કહ્યું મને વાંધો નથી પણ તમે કહેશો એ ફરસાણ હું ઘરે બનાવી આપીશ મને આવડે છે. પીતાંબરે કહ્યું અરે એતો માં અને સરલા દીદીને પણ આવડે છે પણ આ મનમોહન સ્વીટ એન્ડ ફરસાણ વાળાનું બધું ખાજે તબીયત મસ્ત થઇ જશે પછી તું ક્યારેક બનાવજે અને ત્યાં મોટી દુકાન આવી ગઈ.

પીતાંબરે બધું ફરસાણ કોઈ પાંચસો કોઈ કીલો બંધાવ્યું અને વસુધાને પૂછ્યું તારે કંઈ ખાસ જોઈએ છે ? વસુધાએ કહ્યું મુંબઇનો હલવો હોયતો ૨૫૦ ગ્રામ લઇ લો મેં એકજ વાર ખાધો છે માસી લાવી હતી મને બહુ ભવેલો. પીતાંબરે એ ૫૦૦ ગ્રામ બંધાવ્યો પૈસા ચૂકવી બધું લાવી પાછળની સીટ પર મૂક્યું અને પીતાંબરે કહ્યું બોલ બીજું શું લેવું છે ?

વસુધાએ કહ્યું બસ હવે કેટલું લેવાનું ? આટલાં બધાં પૈસા તો વાપર્યા બહું નહીં વાપરવાનાં બચત કરવાની આગળ જતાં જરૂર પડશે એમ કહીને હસી.

પીતાંબરે કહ્યું એય મારી સજની આપણે કામ કરીએ છીએ ખેતી અને દૂધનો ધંધો કરીએ છીએ સારું કમાઈએ છીએ પછી શેની ચિંતા કરે છે ? બાપાએ પણ આખી જીંદગી મહેનત અને વૈતરું કર્યું છે સમય સાથે થોડું બદલાવું જોઈએ. આપણી પાસે બધું છે અને તું આવી ગઈ છે બધું ધ્યાન રાખનારી પછી હું શું કામ ચિતા કરું ? જીંદગીમાં થોડાં શોખ અને મજા પણ હોવી જોઈએ એમ કહી કાર સ્ટાર્ટ કરી.

વસુધાએ કહ્યું બધીવાત સાચી પણ બચત ખુબ જરૂરી છે જીવનમાં આવક પ્રમાણે આયોજન હોવું જોઈએ ખર્ચ સામે બચત પણ જરૂરી છે જે ભવિષ્યમાં કામ લાગે મેં મારાં પાપનાં ઘરે આજ જોયું છે આજ શીખી છું.

પીતાંબરે કહ્યું એય મારી રાણી તારું ગીતાજ્ઞાન સમજી ગયો પણ મેં મારાં બાપને આખી જીંદગી મહેનત અને બચત કરતા જોયો છે કોઈ શોખ નહીં કોઈ મજા નહીં...આમ ઢોર સાથે રહી માત્ર ઢોરની જેમ જીંદગી થોડી જીવાય ? અત્યારે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ આપણે ત્યાં ના ત્યાંજ છીએ થોડાં શોખ અને મસ્તી જીવનમાં હોવી જોઈએ આપણે નવી પેઢીમાં છીએ જો તને મારાં મનની વાત કરું ? હવે તો મોબાઈલ ફોન પણ આવી ગયાં છે આપણે ક્યારેક તો એ ખરીદીશું ? બધાં કેવી એમાં વાતો કરે દેશ દુનિયાની વાતો જાણે છે. આ પાકની આવકમાંથી હું આપણાં બંન્ને માટે ખરીદવાનો છું એટલે અત્યારથી માનસિક તૈયાર રહેજે.

વસુધાએ કહ્યું મને ખબર છે પણ મારે કંઈ જરૂર નથી તમારે લેવો હોય તો લેજો. આમ પૈસા પાણીની જેમ નથી વાપરવાનાં તમે તો આજે સાવ જુદા જ જણાવ છો.

પીતાંબરે કહ્યું જે છું એ આવોજ છું તારી સામે છું અને ફક્ત તારોજ છું એમ કહી વસુધાને કીસ કરવા જાય છે અને વસુધા હટી ગઈને બોલી શરમાવ ગામ આવી ગયું અને હસી પડે છે.


રાત્રે જમીને વસુધા અને પીતાંબર ઉપર એમના રૂમમાં આવી ગયાં. વસુધાએ કહ્યું બધાને ફરસાણ બહું ગમ્યું સરલાબેન પણ ખુશ થઇ ગયાં. હું તો આજે ખુબ થાકી છું મને સુવા દે જો. પીતાંબરે કહ્યું સુઈ જ આરામ કર ...હું હજી...વસુધાએ પૂછ્યું શું ? સૂવું નથી ? હજી તમારે એટલે ? પીતાંબર હસ્યો અને...


વધુ આવતા અંકે - પ્રકરણ :23