Jail Number 11 A - 27 books and stories free download online pdf in Gujarati

જેલ નંબર ૧૧ એ - ૨૭

એડલવુલ્ફાએ બધુજ નક્કી રાખ્યું હતું. અકશેયાસ્ત્રાની બહેનને લાંચ આપી, તેના ઘરમાં આવવાની પરવાનગી મેળવી લીધી હતી, પછી તરત જ તેના ઘરની બારીઓ પર સ્નિફ સ્લિપ લગાવી દીધી હતી. ઊંઘવાની દવા નો પાવડર આનામાંથી નીકળતો, તે આવી ત્યારે તેને 7 સેકેન્ડ માટે ચાલુ કર્યુ હતું. આને આજ સ્નિફ સ્લીપ થી તે હાલ બેભાન થઈ ગઈ હતી. એડલવુલ્ફા હસવા લાગી, અને પાછળના દરવાજા તરફ ગઈ. આ દરવાજામાં એક રૂમ હતો, રૂમમાં એક તિજોરી હતી, તિજોરીમાં ફોટા હતા. ત્યુશાનના ઘરના, ત્યુશાનના, તેની આજુ બાજુ રહેતા લોકોના.. ત્યુશાનના શરીરના. ત્યુશાનનું ઘર એક ગરમ જગ્યાએ હતું, એટલેજ તો આ ઘરની બારીઓ ખુલ્લી હતી, અને ઘર ઈંટોથી બનેલું હતું. પાછળ કોઈ જગ્યાનું નામ હતું, 

‘લાઈષવીએનિફ’ 

મતલબ ત્યુશાનનું ઘર ભારતમાં જ હતું, જૂના જમાનાંમાં આ જગ્યાને બંગાળ કહેતા હતા. હાલ તો અહી ત્યુશાન રહેતો હતો. આજે રાત્રે તે મળશે?

ના, કદાચ નહીં. તો શું કરવું?

ત્યુશાન જો અહી આવે તો? તે તો આજ રાત્રી સુધી આવીજ જશે. શું કરવું?

અકશેયાસ્ત્રા અહીં જ હતી. તો શું કરવું? અકશેઅસ્ત્રા મરી જાય તો? ના. તે તો શક્ય નથી. 

પણ એક રીત છે. 

એડલવુલ્ફા મૌર્વિને ફોન કરે છે અકશેયાસ્ત્રાના ફોન તે ઉપાડે  છે. 

‘મૌર્વિ?’

‘એડલવુલ્ફા?’

‘હાં. મૌર્વિ આજે રાત્રે મૈથિલીશરણ તારી સામે હશે.’

‘અને?’

‘શું તારી કંપની મને કોઈ મદદ કરી શકે છે?’

‘શું?’

‘મારે માણસો જોઈએ છે.’

‘માણસો?’

‘હાં. માણસો. ચાર થી વધુ. મોટા, લાંબા, હાથીઓ જેવા. અને એ પણ હમણાંજ.’

‘એડલવુલ્ફા હું કોઈ બાઉંસર નથી રાખતી, સીધા સાધા માણસો ને નોકરી આપું છું.’

‘તો શું થઈ ગયું. કોઈ તો હસે ને તેવું સીધું સાદૂ  જે મોટા અને જાડા હોય.’

‘પણ તારે  જોઈએ છે કેમ?’

‘હું એક ડોસી છું, મૌર્વિ. મારાથી લોકો નથી ઉપાડાતા.’

‘તું મૈથિલીશરણ..’

‘અરે ના! મારે તો કઈક બીજું કરવું છે.’ 

‘શું?’

‘તે હું તને નહીં જણાવવાની.’

‘સારું. મળી જશે. પણ હમણાં જ નહીં. થોડીક વાર રહીને.’

‘મૌર્વિ! મારે હાલ જ જરૂર છે.’

‘એવી શું જરૂર છે?’

‘કામ છે. જલ્દી.’

‘સારું. પણ કયા?’

‘અકશેયાસ્ત્રાના ઘરે.’

‘કોણ?’

‘અરે ! તારા ઘર થી ચોથી ગલીમાં વળીને સામે જે ઘર આવે તે જ. ત્યાં જલ્દી તે લોકોને મોકલી દે.’ 

મૌર્વિએ ફોન મૂકી દીધો. હવે આવા લોકો કયાંથી લાવવા. 

હાં, મૌર્વિ નીચે કામ કરતી વૃષ્ટિ બરાબર રહેશે. તે બહુ જ ડરાવની હતી, લાંબી અને એકદમ જાડી, બાઉંસર જેવી. તે અને.. શ્રુય, પણ એ તો બહુ હેન્ડસમ હતો, એ મરી ગયો તો? ભલેને મરતો, જેમ્સ તો છે જ, અરે હાં, હોરેસ પણ તો છે, રીયા? હાં, એ તો બરાબર જ છે, અને કૃષિકા. 

મૌર્વિએ બધાને તેની ઓફિસમાં બોલાવીને એડ્રેસ પર મોકલ્યા. બધા જવા માટે માંડ માંડ તૈયાર થયા. પછી જ્યારે ગયા ત્યારે તો મૌર્વિ પણ વિચારતી હતી. આ એડલવુલ્ફા ને શું કામ હશે. અને કેમ હશે?

આ લોકો મરી ગયા તો? બધાના પરિવાર છે. કઈ થઈ ગયું તો?

મૈથિલીશરણ કોણ હતો અને કયા હતો?

અકશેયાસ્ત્રા  આજ નામ બોલી હતી એડલવુલ્ફા. તે કોણ હતી? મૌર્વિ ને અચાનક જાણવાની ઈચ્છા થઈ. ત્રીવ્ર ઈચ્છા. 

તે ઓફિસની બહાર નીકળી, અને એક ફોન લગાવ્યો. 

ફોન ઉપર રિંગ જતી હતી. 

‘કોણ?’

‘હું મૌર્વિ.’

‘મૌર્વિ! મૌર્વિ! તું કયા છે-’

‘અકશેયાસ્ત્રા કોણ છે?’

‘સંગીતકાર છે. બહુ જાણીતી છે. તું કયા છે મૌર્વિ..’

‘હું તો ક્યાંય નથી.’ 

'મૌર્વિ, મને ડર લાગી રહ્યો છે. તારા ઘરનો દરવાજો ખુલ્લો છે.'