Tha Kavya - 52 in Gujarati Novel Episodes by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૨

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૨


કાવ્યા સમુદ્રના તળિયે થી બહાર આવી કિનારે આવે છે. અને પહેલા કાવ્યા અદ્રશ્ય થઈને તે માછીમાર ને આકાશમાં ઉડતી વખતે શોધવા લાગે છે. પણ તેને આકાશ માંથી તે માછીમાર કાવ્યા ને ક્યાંય નજરે ચડતો નથી. કાવ્યા જમીન પર આવીને ચાલી ને માછીમાર ની શોધખોળ કરે છે.

એક પર્વત બીજો પર્વત આમ છ પવર્ત ના ફરતે કાવ્યા અદ્રશ્ય રૂપમાં ચક્કર લગાવી આવી પણ તેને માછીમાર ક્યાંય દેખાયો નહિ હવે સાતમો એટલે છેલ્લો પર્વત બાકી રહ્યો હતો. કાવ્યા ધીરે ધીરે તે પર્વત તરફ આગળ વધી અને ચક્કર લગાવવા લાગી. ત્યાં કાવ્યા ને પર્વત ની નીચે એક ગુફા દેખાઈ. કાવ્યા સમજી ગઈ કે આ ગુફામાં જ માછીમાર હશે. તે અદ્રશ્ય રૂપમાં ગુફામાં ધીરે ધીરે દાખલ થઈ.

ગુફામાં એટલી દુર્ગંધ આવી રહી હતી. માણસ પળભરમાં બેભાન થઈ જાય. કાવ્યા એ દુર્ગંધ ને નજર અંદાજ કરી આગળ ચાલવા લાગી. આ દુર્ગંધ આવી રહી હતી માછલીઓ ની. જે માછીમાર માછલીઓ ને ક્યારેક અહી લાગી ખાતો અને બાકીની વધે તે ગમે તે જગ્યાએ ગુફામાં ફેંકી દેતો. તે માછીમાર રાક્ષસ એટલે તેને આવી દુર્ગંધ કોઈ જ અસર કરે નહિ.

આગળ ચાલતા કાવ્યા ને શ્વાસ લેવામાં મુશ્કેલી આવવા લાગી. શું કરવું તે સમજાતું ન હતું. આગળ વધુ તો મુશ્કેલી સાથે મોતી પામવાનો રસ્તો હતો અને જો પાછી ફરું તો સાચી પરી બનવાનું સપનું રોળાઈ જતું હતું.

કાવ્યા થોડા ડગલાં આગળ ચાલી પણ તેનાથી આગળ ચલાતું ન હતું. તેણે પોતાની શક્તિ વડે શુદ્ધ હવા લાવવાની કોશિશ કરી પણ આજુ બાજુ નું વાતાવરણ એટલું દુર્ગંધ ફેલાવી રહ્યું હતું કે શુદ્ધ હવા અહી સુધી આવી શકી નહિ ને કાવ્યા ની શક્તિ તેને કોઈ જ મદદ કરી શકી નહિ. આખરે ન છૂટકે કાવ્યા ગુફા માંથી બહાર આવવું પડ્યું.

હવે કાવ્યા પાસે એક જ રસ્તો હતો કે ગુફા ની બહાર રહીને માછીમાર ના બહાર આવવાની રાહ જોવાની. અદ્રશ્ય રૂપમાં ગુફા બહાર માછીમાર ના આવવાની કાવ્યા રાહ જોતી રહી. ઘણો સમય વિતી ગયો પણ માછીમાર ગુફા માંથી બહાર નીકળ્યો નહિ.

અચાનક ગુફા માંથી માછીમાર નો બહાર આવવાનો અવાજ સંભળાયો. કાવ્યા સતર્ક થઈ ગઈ અને માછીમાર ની ગુફા માંથી બહાર આવવાની રાહ જોઈ રહી. ભૂખ લાગવાના કારણે માછીમાર હવે ગુફા માંથી બહાર આવી રહ્યો હતો. થોડી વારમાં માછીમાર ગુફા માંથી બહાર આવ્યો. કાવ્યા ને એમ હતું કે હું અદ્રશ્ય રૂપમાં રહીશ તો માછીમાર મને જોઈ નહિ શકે પણ માછીમાર તો અંતર્યામી હતો. ગુફા માંથી બહાર આવતા ની સાથે કાવ્યા પાસે આવી ને બોલ્યો.

તું જાળી માંથી મુક્ત કેવી રીતે થઈ.? લાગે છે હવે તને જાળીમાં નહિ પણ પાણીમાં ડુબાડી ને મારવી પડશે. ક્રોધિત થયેલ માછીમાર બોલ્યો.

કાવ્યા ને કઈ સમજ જ ન પડી કે આ માછીમાર મારા અદ્રશ્ય રૂપ ને પણ કેમ જોઈ શકે છે.! કાવ્યા હવે લડી લેવાના મૂડ માં આવી ગઈ ને માછીમાર ને કહી દીધું હું તને મારવા માટે જ અહી સુધી આવી છું.
સાવધાન કહીને કાવ્યા એ પોતાની પાસે રહેલ શક્તિ થી માછીમાર પર પ્રહાર કર્યો.

સામે થી શક્તિ નો પ્રહાર જોઈને માછીમાર પણ સજાગ થઈ ને સામે થી આવી રહેલી શક્તિ નો સામનો કરવા પોતાના હાથમાં રહેલી લાકડી થી કાવ્યા ના પ્રહાર ને રોક્યો અને વળતા જવાબ માં સામે પ્રહાર કર્યો. આ પ્રહાર થી કાવ્યા પર કોઈ જ અસર થઈ નહિ. અને કાવ્યા ના પ્રહાર થી માછીમાર પર પણ કોઈ અસર થઈ નહિ. ઘણા સમય સુધી સામે સામે શક્તિ ના પ્રહાર થતાં રહ્યાં પણ બંને માંથી કોઈનો પ્રહાર કોઈ પર હાવી થયો નહી આખરે કાવ્યા થાકી ગઈ અને આગળ શું કરવું તે વિચારવા માટે ત્યાંથી દૂર નીકળી ગઈ જ્યાં આ માછીમાર પહોંચી ન શકે.

કાવ્યા હવે ટાપુ થી ઘણી દૂર જતી રહી હતી. દૂર એટલા માટે જતી રહી હતી કેમકે તે જાણતી ન હતી કે આ માછીમાર ના રૂપમાં રાક્ષસ ને કેવી રીતે ખતમ કરવો તે માટે તે કોઈની મદદ લેવા માંગતી હતી. પહેલા વિચાર આવ્યો ટાપુ ના સમુદ્ર માં જઈને મોટી સુવર્ણ માછલી પાસે થી માછીમાર નો મારવાનો રાજ જાણી લવ પણ મોટી માછલી એ પહેલે થી કહ્યું હતું. કે માછીમાર ના મૃત્યુ વિશે મને કોઈ જ જાણ નથી.

શું કાવ્યા માછીમાર ને મારવામાં સફળ થાશે કે મોતી મેળવ્યા વગર પાછી ફરશે તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..

Rate & Review

Dipti Patel

Dipti Patel 2 months ago

Bhavna

Bhavna 2 months ago

વષૉ અમીત
Nalini

Nalini 5 months ago

Thakker Maahi

Thakker Maahi 5 months ago