Tha Kavya - 57 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૭

માછીમાર ત્યાં થી ભાગીને નવું સરોવર કે તળાવ ની શોધમાં ચાલતો રહે છે. અર્ધપરી માંથી પરી થયેલી પરી માછીમાર ની આગળ આગળ છૂપી રીતે ચાલતી થાય છે. અને વિચારતી રહે છે કે આખરે આ માછીમાર નું મોતનું કારણ કોણ હશે. આગળ છૂપી રીતે પરી અને પાછળ માછીમાર તળાવ કે સરોવર ની શોધમાં ચાલતો જ જાય છે.

ચાલતો ચાલતો માછીમાર થાકી ગયો હતો પણ તેને જળનો મોટો સ્ત્રોત મળ્યો ન હતો. પરી પણ વિચારી રહી હતી કે શું કરવું . ત્યાં થોડી દૂર પરીને એક નાનું તળાવ નજરે ચડ્યું. થોડીવાર તો આ તળાવ ને જોઈને પરી નિરાશ થઈ. આ નાના તળાવ માં જો માછલીઓ હશે તો આ માછીમાર અહી એક પણ માછલી રહેવા નહિ દે.

પરી તે તળાવ ની બધું નજીક આવી ત્યાં તેની નજર તળાવના કિનારે જાડ નીચે તપસ્યા કરતા સાધુ પર પડી. જોતા એવું લાગે તે સાધુ ઘણા વર્ષો થી તપસ્યા કરી રહ્યા હશે. પરી એ સાધુ બાજુ થી નજર હટાવી ને તળાવ પર નજર કરી તો તેમાં ઘણી માછલીઓ રહેતી હતી. સાધુ અને માછલીઓને જોઈને પરી ને એક યુક્તિ જાગી.

હજુ માછીમાર તે તળાવ પાસે આવે તે પહેલાં પરી એ આ તળાવ માં તેની શક્તિ થી પાણી થી છલોછલ ભરી દીધું. તળાવમાં પાણી એટલું ભર્યું કે તપસ્યા કરેલ સાધુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. સાધુ ને ખ્યાલ પણ રહ્યો નહી કે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

થોડીવાર થઈ ત્યાં માછીમાર આવ્યો. માછીમારે આ તળાવ ને જોઈને રાજી રાજી થઈ ગયો. તેણે તળાવ પર નજર કરી તો તેને ઘણી સામાન્ય માછલીઓ જોવા મળી. પછી તે કિનારે બેસીને તેની જાળ પાણીમાં નાખી. તેને એ પણ ખ્યાલ રહ્યો નહી કે આ તળાવ માં એક જાડ કેમ ઉભુ છે. કેમ કે તળાવ ઉપર બે ત્રણ જાડ ની ડાળીઓ દેખાઈ રહી હતી. તેણે જોયું નહિ કે જ્યા તેણે જાળ ફેંકી છે. ત્યાં નીચે એક સાધુ તપસ્યા કરી રહ્યા છે.

માછીમાર તળાવ પાસે આવ્યા પહેલા પરી તળાવ ની અંદર જતી રહી હતી. અને જાળ પાણીમાં નાખવાની પ્રતીક્ષા કરી હતી. જેવી જાળ પાણીમાં આવી એટલે પરી એ જાળ નો એક છેડો પકડીને તપસ્યા કરેલ સાધુ પાસે લઈ ગઈ અને સાધુ ને તે જાળમાં ફસાવી દીધા. તેને ખબર હતી કે હું જે કરી રહી છું તેનું ફળ મારે ભોગવવું જ પડશે પણ એક આશા હતી કે આ યુક્તિ ના કારણે માછીમાર ના મોત નું કોઈક તો કારણ થશે જ.!

થોડો સમય જાળ પાણીમાં રાખ્યા પછી તે જાળને માછીમાર બહાર કાઢવાની કોશિશ કરે છે. ત્યાં જાળ બહુ વજન વાળી થઈ જાય છે. માછીમાર ને લાગ્યું આ જાળમાં પુષ્કળ પ્રમાણમાં માછલીઓ આવી હશે એટલે તે જાળ આટલી ભારે થઈ ગઈ છે.

જાળ બહાર કાઢવા માછીમાર પોતાની પૂરી શક્તિ લગાવી દે છે ત્યારે જાળ પાણી માંથી બહાર આવે છે. જેવી જાળ પાણી માંથી બહાર આવી કે માછીમાર જાળ ને જોઈને સ્તબ્ધ થઈ ગયો.
આ શું.... "માછલીઓ ના બદલે એક સાધુ જાળમાં આવી ગયા."
ધીરે ધીરે જાળ કાઠે લાવીને જાળ માંથી પેલા સાધુને બહાર કાઢે છે.

જાળ માંથી સાધુને બહાર કાઢતી વખતે સાધુ તપસ્યા માંથી જાગી જાય છે. સાધુ તપસ્યા માંથી જાગીને જુએ છે તો તે માછલી પકડવા ની જાળ માં ફસાઈ ચૂક્યા હોય છે. જાળ થી નજર હટાવી સામે નજર કરી તો તેને માછીમાર નજર આવ્યો. આ સાધુ તેની દિવ્ય દૃષ્ટિ થી માછીમાર પર નજર કરી તો તેને માછીમાર ના રૂપમાં રાક્ષસ દેખાયો. સાધુ સમજ્યા કે આ રાક્ષસ મને પકડીને ખાવા માંગે છે.

એક તો સાધુ ની તપસ્યા ભંગ થઈ ઉપરાંત તેને માછીમારે જાળમાં ફસાવ્યા હતા. આથી સાધુ ક્રોધિત થઈ ઉઠ્યાં.

સાધુ ને ક્રોધિત જોઈને માછીમાર જલ્દી તેના શરીર માંથી જાળ દૂર કરીને સાધુ ને બહાર લાવીને એક વ્રુક્ષ પાસે બેસાડી ને ક્ષમા માંગે છે.
હે મહાત્મા મને માફ કરો.
મારી અજાણતા ભૂલ થઈ ગઈ છે મારે તમને જાળમાં ફસાવવાનો કોઈ ઈરાદો ન હતો.

સાધુ માછીમાર ની કોઈ વાત સાંભળતા નથી અને માછીમાર ને શ્રાપ આપી દે છે.

સાધુ માછીમાર શું શ્રાપ આપશે અને પરી એ જે ભૂલ કરી છે તેની શું સજા થશે.? તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..