Tha Kavya - 62 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૨

ગુરુમાં સાથે કાવ્યા અને મહેક પરી ઉડીને પરીઓના દેશમાં પહોંચ્યા.
કાવ્યા એક નવા દેશમાં આવી પહોંચી હતી જે તેણે ક્યારેય જોયો ન હતો.
એક મોટો સફેદ પારદર્શક મહેલ હતો, ઉપર આકાશ તરફ નાના મોટા તારલાઓ ટમટમી રહ્યા હતાં, નીચે જમીન નહિ પણ વાદળો ની ચાદર પાથરેલી હતી, ઘણી પરીઓ ઝૂલે ઝૂલી રહી હતી. તો કોઈ પરીઓ આકાશમાં ઉડી રહી હતી, કોઈ પરી મહેલની અંદર કામ કરી રહી.

ધીરે ધીરે ગુરુમાં સાથે કાવ્યા મહેલમાં દાખલ થઈ. મહેલની અંદર દાખલ થતાં પહેલાં મહેક પરી બધી પરીઓ પાસે જતી રહી. અને કાવ્યા ગુરુમાં સાથે ચાલતી રહી હતી. મહેલની અંદર દાખલ થતાં ગુરુમાં કાવ્યાને બધું બતાવતા બતાવતા સમજાવી રહ્યા હતા. કાવ્યા બધું એક નજરે જોઈ રહી હતી અને ગુરુમાં કહી રહ્યા તે ધ્યાન થી સાંભળી રહી હતી.

મહેલની ઘણા અંદર પ્રવેશ્યા ત્યાં એક મોટો ખંડ આવ્યો જ્યાં ઘણા બધા બેસવાના આસનો હતા. આ બધા આસનો ની વચ્ચે એક મોટું આસન હતું. હીરા મોતી થી આ આસન જડિત હતું. જોતા એવું લાગી રહ્યું હતું કે આ આસન ગુરુમાં નું હશે.

ગુરુમાં તે આસન ગ્રહણ કરીને કાવ્યા ને પણ બાજુમાં આસન હતું ત્યાં બેસવાનું કહ્યું.
આજ્ઞા મળતા કાવ્યા તે આસન પર બેસી ગઈ.

જો કાવ્યા આ પારીઓનો દેશ છે. અહી કોઈ પણ રોકટોક વગર પોતાની મરજીથી જિંદગી જીવી ને આનંદ કરી શકે છે. તું પણ બધી પરી ની માફક જિંદગી જીવી શકે છે. આટલું કહી ગુરુમાં તે આસન પર ધ્યાન માં બેસી ગયા.
ગુરુમાં ધ્યાન બેસી ગયા એટલે કાવ્યા સમજી ગઈ કે હવે ગુરુમાં તેની મરજી પ્રમાણે ધ્યાન માંથી બહાર આવશે એટલે હું મહેલની બહાર જઈને બધી પરીઓ ની સાથે મુલાકાત કરી થોડી વાતો કરું.

મહેલની બહાર નીકળતા કાવ્યાએ ત્રણ ચાર પરી ને ઝૂલે ઝૂલતા જોઈ અને તેની પાસે પહોંચીને પરીઓ ને પોતાનું નામ જણાવી ને તે પણ ઝૂલે ઝૂલવા લાગી. કાવ્યા ને કઈક અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો. જાણે કે તે સ્વર્ગમાં હોય તેવું લાગી રહ્યું હતું. થોડી વાર ઝૂલે ઝૂલ્યા પછી કાવ્યા બીજી પરીઓ ઉડી રહી હતી ત્યાં પહોંચી.

બધી પરીઓ દુરથી ઉડતી હોય તેવું લાગી રહ્યું હતું પણ કાવ્યા જ્યારે તેની પાસે પહોંચી તો બધી પરીઓ કોઈ રમત રમી હતી. બધી પરીઓના ચહેરા પર ખુશી હતી. આ બધી પરીઓ ની વચ્ચે કાવ્યાએ પોતાની વિષે જણાવી ને મારે પણ આ રમત રમવી છે એવું બધી પરીઓ ને કહ્યું.

કાવ્યાને ફરતે ચક્કર લગાવીને બધી પરીઓ એ કાવ્યાનું સ્વાગત કર્યું અને તેની સાથે રમવા લઈ ગયા.

કાવ્યા જાણે બધું એક જ દિવસમાં જાણી અને માણી લેવા માંગતી હોય તેમ થોડીવાર બધી પરીઓ સાથે રમત રમીને ત્યાંથી અલગ થઈને બીજી પરી જે મહેલ પાસે બેસીને નૃત્ય અને સંગીત કરી રહી હતી ત્યાં જઈને કાવ્યા તેમની પાસે બેસી ગઈ.

કાવ્યા ને સંગીત કે નૃત્ય આવડતું ન હતું એટલે તે પરીઓ ને નૃત્ય, સંગીત કરતી જોઇ રહી. અને એક અદભુત સંગીત, નૃત્ય નો આનંદ લેવા લાગી.

આમ કાવ્યા એ થોડા સમયમાં આખો પરીઓ નો દેશ જોઈ વળી. તેને ખૂબ મઝા આવી. તેને સ્વર્ગ જેવો આ દેશ લાગી રહ્યો હતો. પણ તેની કોઈ દોસ્ત હજુ સુધી બની ન હતી. તે બધી પરીઓ માંથી ગુરુમાં અને મહેક પરી ને જ સારી રીતે ઓળખતી હતી. આખો દેશ કાવ્યા જોઈ વળી હતી પણ તેને મહેક પરી ક્યાંય જોવા મળી ન હતી. જાણે કે અહી થી ક્યાંક દૂર જ નીકળી ગઈ હોય તેવું કાવ્યા ને લાગ્યું. મહેક પરી સાથે વાતો કરવાની કાવ્યા ને ઈચ્છા જાગી.

કાવ્યા મહેક પરી ને શોધવા લાગી અને એક પછી એક પરીને પૂછવા લાગી કે મહેક પરી ક્યાં છે. ત્યારે તેમાંથી એક પરી એ કહ્યું. મહેક પરી જો સામે મહેલના પાછળના ભાગમાં એક સફેદ વૃક્ષ છે તેની નીચે બેઠી છે.

કાવ્યા તે સફેદ વૃક્ષ પાસે પહોંચી. તેણે જોયું તો મહેક પરી વૃક્ષ નીચે બેઠી હતી પણ બધી પરીઓ ની જેમ તે ખુશ દેખાઈ રહી ન હતી. કાવ્યા તેની પાસે જઈને મહેક પરીને કહ્યું.

મહેક કેમ ઉદાસ બેઠી છો. હવે તો ગુરુમાં એ તને માફ કરી દીધી છે. તો કેમ હજુ ઉદાસ છે.?

ગુરુમાં એ મહેક પરીને માફ કર્યા પછી પણ કેમ દુઃખી છે.? શું મહેક પરી પોતાનું દુઃખ કાવ્યા ને કહેશે.? તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..