Gujarat and Gujarati dialect. books and stories free download online pdf in Gujarati

ગુજરાત અને ગુજરાતી બોલી.

🙏🏿ગુજરાત🙏🏿
🌺🌺🌺🌺🌺🌺

#ગુજરાતી-બોલી ની કે ભાષાની જનની પ્રાકૃત કે સંસ્કૃત છે.ગુજરાતની અંદર વીરગતિ પામેલાની યાદમાં બનાવેલા હજારો વરસ જુના પાળિયા કે શિલાલેખને આધારે કહી શકાય કે હાલમાં ગુજરાતની અંદર બોલાતી ભાષા સોલંકી શાશન કાળ કરતાં ખૂબજ જૂની ભાષા છે.જે રીતે સિંધુ સંસ્કૃતિમાંથી વિસ્તૃત જનવસતી ધીરે ધીરે આગળ વધતી ચાલી તેમ પ્રદેશવાદ અને જૂથવાદ વધતાં તે સુખ સંપત્તિ માટે રાજસ્થાનથી સ્થળાંતર થતાં હાલના સપાટભૂમિ ગુજરાતમાં આવીને વસી. અહીંનો પ્રદેશ એ અબોહવાની દૃષ્ટિએ માનવ,પશુ,પ્રાણી,ખેતી,વન્ય,પહાડ માટે ખૂબ અનુકૂળતા ધરાવતાં આ વસતી કાયમ માટે સ્થિર થઇ ગઈ.
સંસ્કૃત ભાષાની સીધી અસર લૉક બોલીમાં પરિવરતીત થતાં બોલીમાં કે ભાષામાં શુદ્ધતા વર્તાવા લાગી આ માટે હજારો વરસો વીતી જતાં આપણને આજથી 35 કે 40 વરસ પહેલાં શુદ્ધ ગુજરાતી ભાષા લખાતી કે બોલાતી થઇ. (હાલની ભાષામાં અંગ્રેજી,હિન્દી,ફારસી,ઉર્દુ,સિંધી,મરાઠી, વ્રજભાષા ના અનેક શબ્દો ઘૂસી જતાં જાણ્યે અજાણ્યે આપણે અજાણ છીએ કે ખરેખર આ ગુજરાતી ભાષાનો જ શબ્દ છે.તેવું લાગે પરંતુ મૂળમાં જઈએ તો જ સમજાય કે આ બીજી ભાષાનો શબ્દ એવી રીતે આપણી ગુજરાતી ભાષામાં ગોઠવાઈ ગયો છે કે બોલવામાં પણ મીઠો લાગે.)તમે નહી માનો અંગ્રેજી ભાષાના કે અન્ય ભાષાના લાખો શબ્દ આપણી ગુજરાતી ભાષામાં લખાય છે અને બોલાય પણ છે.જેવા કે ટેબલ,ટેક્નિકલ,ટાઈમ,સાબુ, ડ્રિન્ક વગેરે.
ગુજરાત (અંગ્રેજી: Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર,ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન,પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે.જેમણે ઇ.સ.૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા.આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે.ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે.વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે.તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે.મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી.પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારે વસવાટ કરતા હતા.પ્રાચીન લોથલ બંદર (હાલમાં)ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક છે.લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે.પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે.અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે.ત્યારબાદ ગુજરાતમાં કચ્છ,સૌરાષ્ટ્ર,પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું.૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.પશ્ચિમી શાસન યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું,જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું,૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું.ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી.જેમાં વડોદરા સામેલ ન હતું,જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું.ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ,કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું.પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ,ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું.૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ,સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં,જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો.સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી.ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો.ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી.૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ આંદોલન દેશમાં સૌપ્રથમ વાર ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં સફળ થયું હતું.
(આ લેખના થોડા અંશ ગુગલ અને મારાપ્રવાસના અનુભવ આધારે લીધા છે )
- #સવદાનજી મકવાણા