Dear pandit - 20 books and stories free download online pdf in Gujarati

પ્યારે પંડિત - 20


માંડ માંડ રીક્ષા મળતા મૃણાલ સાવણી મેન્સન તરફ આગળ વધી ગયો.

આ તરફ ઘડિયાળમાં ચાર ને ત્રીસ થવા આવ્યા હતા... ક્યારા પોતાના રૂમની બારી પાસે ઉભી રહી.. મુશળધાર વરસતા વરસાદને જોઈ રહી...
ત્યાં પાછળ કુંદન આવી ઉભી રહી ગઈ.
તને ડર લાગે છે ને? કુંદને પુછ્યું.
પાંચ વાગવાની રાહ જોઈ રહી છું.
મને તો હવે બહુ બીક લાગે છે... ક્યારા
અરે! ડરવાની જરૂર નથી... મૃણાલ જામી ને મુકાબલો કરશે. ક્યારાના અવાજમાં આજે લડી લેવાની....

તને આટલો જલ્દી વિશ્વાસ પણ આવી ગયો એના પર! કુંદન એના આત્મવિશ્વાસ ને જોઈ રહી.
આજે સવારે એને મળી એટલે વિશ્વાસ બેસી ગયો એના પર.. આમ તો વાત વાત માં ફેંકા મારી રહ્યો હતો પણ એક વાત ગમી ગઈ મને... અરે પેલું એને કહ્યું હતું ને કે... 'દિલ ની બધી વાતો દિલવાળાઓ પાસે અમાનત હોય છે', હું તો સાંભળીને હેરાન રહી ગઇ.. આટલો બેવકૂફ આદમી આટલી મોટી વાત પણ કરી શકે.. મારા તો માન્ય માં પણ નથી આવતું.
વરસાદ પણ આજે વરસી જવાના મૂડ માં હતો.. ફરીથી વાદળો ગરજવા લાગ્યા..

*
વરસતા વરસાદમાં મૃણાલ ક્યારા ના ઘર ના દરવાજા આગળ આવી ઊભો રહ્યો.. ઇમ્પ્રેશન પાડવાના ચકરમાં છત્રી પણ લાવ્યો ન હતો અને ઉપર થી ક્યારા એ આપેલું સૂટ વરસાદમાં પલળી ગયુ હતું..
આ તરફ દરવાજા પર બેલ વાગી... ક્યારા એના રૃમમાં બેઠી હતી... આવી ગયો! ખુશીથી બોલી ઊઠી.
એના ઘરની નોકર દરવાજો ખોલવા માટે જતી હતી ત્યાં મીરા એ એને રોકી. ક્યાં જાય છે?
બહાર કોઈ આવ્યું લાગે છે? કુંદન બેને કહ્યું હતું કે પાંચ વાગ્યે કોઈ આવવાનું છે.
હા! ઠીક છે પણ સંભાળ પેલા એનું નામ પૂછજે.. સીધી અંદર ના આવવાં દેતી.. મીરાને ખબર હતી કે બહાર મૃણાલ આવ્યો છે.
જી! કહી ને નોકર દરવાજો ખોલવા જતી રહી.
દરવાજો ખોલતા જ મૃણાલ બોલી ગયો... હું... મૃણાલ.
થોડી વાર અહીં ઉભા રહો.. એમ કહી દરવાજો બંધ કરી નોકરાણી અંદર મીરા ને કહેવા ગઈ.
વરસાદમાં મૃણાલ પૂરે પૂરો પલળી ગયો હતો અને હવે એને ઠંડી લાગી રહી હતી.
અરે! એ તો આપણાં પેલા પંડિત છે ને એનો છોકરો મૃણાલ છે.
ઠીક છે! પલળી તો નથી ગયો ને? મીર એ જાણી જોઈને પુછ્યું.
એતો પૂરેપૂરો પલળી ગયો છે.
અને વરસાદ પણ તો જો કેટલી હદે વરસી રહ્યો છે....અને ડ્રાઇવર ક્યાં છે? મૃણાલ ને અંદર બોલવા ને બદલે થોડી વાર વધારે પલળવા દેવાના ઈરાદાથી બોલી.
એ તો એના કોટેજ માં છે.. તમે કહો તો બોલવી આવું... નોકરાણી ને પણ લાગ્યું આ કઈ વાત લઈ ને બેસી ગયા
તો...
તો શું! તું શું ઉભી ઉભી મારું મો જુએ છે.. જા એને અંદર બોલાવી લાવ અને ડ્રોઇંગ રૃમમાં બેસાડી દે.
નોકરાણી એ દરવાજો તો ખોલ્યો પણ એને મૃણાલની હાલત પર દયા આવી ગઈ.
*
ક્યારા એના રૃમમાં એના ફેવરિટ સોફા ઉપર બેઠી હતી.. કુંદન એના બેડ પર બેસી ફોન જોઈ રહી હતી. એટલામાં નોકરાણી એનો દરવાજો ખોલ્યો
એ કઈ બોલી નહીં.. ક્યારા અને કુંદન એની સામે જોઈ રહી.
શું વાત છે? અંતે ક્યારા એ પુછ્યું
એ આવી ગયો છે.
અરે! આવી ગયો છે તો તું પરેશાનીથી મરી કેમ રહી છે? ક્યારાએ પૂછયું
હું તો એ કહેવા આવી છું કે એની હાલત ગંભીર છે. એ નોકરાણી પોતાનું મો લૂછતી બોલી.
હા એ તો ખબર છે પણ તમે બીજા ના વિશે વિચારવાનું છોડી દો... આમ પણ તમારા હાલત પણ ક્યાં સારા છે? ક્યારાને એમ કે એ એની આર્થીક પરિસ્થિતિ વિશે વાત કરે છે.
અરે! તમે મારી વાત નથી સમજતાં?
હા તો જલ્દીથી સમજવી દે! કુંદન અકળાઈને બોલી.
બહાર તો જુઓ.. કેટલો વરસાદ વરસી રહ્યો છે.
તો તું આ સમજાવવા આવી છે.. કુંદન હવે ગુસ્સે થઈ ગઈ.
અરે! એ આખે આખો પલળી ગયો છે..
ક્યારા સોફામાંથી ઉભી થઈ ગઈ.
મેં થોડો વહેલો દરવાજો ખોલી દીધો હોત તો આટલો પલળી ના ગયો હોત.
તો તે સમયસર દરવાજો કેમ ના ખોલ્યો? ક્યારા અકળાઈ ઉઠી
તમારી મમ્મી એ ના પાડી હતી.
શું? ક્યારા હેરાન રહી ગઈ.
હું તો ખોલવા જતી જ હતી ત્યાં મને રોકી દીધી... વરસાદ અને વીજળી વિશે વાત કરવા લાગ્યા.
અને પછી?
પછી શું! વરસાદ વરસતો ગયો અને એ પાલળતો રહ્યો. અને જ્યારે અંદર બોલવા માટે કહ્યું ત્યારે પૂરેપૂરો પલળી ગયો હતો. ચાલતો હતો તો બૂટ માંથી પાણી નીકળતું હતું.
ક્યારા હેરાનીથી નોકરાણી સામે જોઈ રહી. અને કુંદન ક્યારા સામે.
*
ડ્રોઇંગરૂમમાં આવતા મૃણાલ એક ખૂણામાં પાછળ હાથ રાખીને ઊભો રહ્યો.
થોડી વાર પછી એને એક ખુરશી આપી એમાં બેસી ગયો.. એ જ્યાં ઊભો હતો ત્યાં નીચે પાણી પાણી થઈ ગયું હતું.
ટુવાલ જોઈએ છે?
ના!
ઠંડી તો નથી લાગતી ને?
ઠંડી તો લાગે છે, પણ ચા નથી પીવો મારે! હું તો ક્યારાની મમ્મીને મળવા માટે આવ્યો છું. પાંચ વાગ્યાનું કહ્યું હતું... પણ હવે તો સાડા પાંચ થવા આવ્યા છે?
એ આવે હમણાં. એટલું કહી નોકરાણી જતી રહી.
થેન્ક યુ.
થોડી વાર પછી એને હોલમાં જવાનું કહ્યું.
મૃણાલ માંડ માંડ ઉભા થઇ હોલ માં ગયો.
*
બીજી તરફ ક્યારા અને કુંદન મૃણાલની વાત સાંભળી નીચે આવતી હતી ત્યાં મીરા એને સામે મળી.
મેં કહ્યું હતું કે જ્યાં સુધી હું એની જોડે વાત ના કરી લઉં ત્યાં સુધી તમારા બન્ને માંથી કોઈ નીચે નહીં આવે..
પણ મમ્મી તમે હજુ વાત સ્ટાર્ટ કેમ નથી કરી.. હવે તો છ વાગવા આવ્યા છે. ક્યારાને હવે ગૂંગળામણ થવા લાગી.
મને લાગ્યું કે વરસાદમાં પલળી ને આવ્યો છે તો ચા - બા પી ને થોડો રિલેક્સ થઈ જાય.
પણ મમ્મી.... તમે બન્ને ઉપર જાઓ... વચ્ચે વાત કાપતા મીરા બોલી
બન્ને લગભગ ઉપર ચઢી દાદરા પાસે ઉભી રહી ગઈ.
મીરાં હોલમાં જવા માટે તૈયાર થઈ.
મૃણાલ બેઠો હતો ત્યા નોકર ચા લઈ ને આવી... આ કોના માટે બનાવો છો? એને અટકાવવા મૃણાલ બોલ્યો
તમારા માટે!
મારે ચા નથી પીવો.. મૃણાલ એટલું બોલ્યો ત્યાં મીરા હોલમાં દાખલ થઇ.. મૃણાલ ઊભો થયો.... બેઠો રહે! મીરા એ ટૂંકમાં જવાબ આપી ત્યાં સામે બેસી ગઇ.. નોકરાણીને જવા કહી દીધું.
જય શ્રી કૃષ્ણ! મૃણાલ થી બોલાય ગયુ.
જય શ્રી કૃષ્ણ! મીરા એ પણ બોલવું પડયું.

લાગે છે દરવાજો ખોલવામાં થોડી વાર લાગી એટલા માં તો તું પલળી ગયો. મીરા એ વાત શરૂ કરતાં બોલી
જી! મૃણાલ એ માથું હલાવવા ટૂંકમાં જવાબ આપ્યો.
વરસાદ પણ ખૂબ વરસ્યો આજે, અને વીજળી તો જો કેટલી હદે થાય છે! નહીં?
જી! મૃણાલ એ માથું હલાવવા ટૂંકમાં જવાબ આપ્યો.
આપણાં વડવાઓ કહી ગયા કે વીજળી પડતી હોય ત્યારે કાળો રંગ ના પહેરાય!
હું તો દસ મિનિટ સુધી વરસાદમાં બહાર ઊભો રહ્યો પણ કઈ ના થયું મને.
તને ક્યારેય કઈ થયું નથી એટલે તો તને ડર પણ નથી લાગતો. મીરા વ્યંગ કરતાં કહ્યું
જી! મૃણાલ ને સમજાયું નહીં કે એ શું કહેવા માગે છે.
તે ચા ના પીધો? મીરા વાત બદલતા બોલી?
ના!ચા ની જરૂર નથી લાગતી હવે! શબ્દો ગોઠવાતાં મૃણાલ બોલ્યો
ધ્રૂજી રહ્યો છે તું... એક કપ ચા માં કઈ થઇ નહીં જાય.
ના! જરૂર નથી... અને ધ્રૂજી તો એટલા માટે રહ્યો છું કે મને થોડો ડર લાગે છે...
ક્યારા અને કુંદન હોલ ના ડોર પાસે ઊભા રહી આ બધું સંભાળી રહી હતી.
મારાથી ડરે છે?
જેની માટે માન છે, એના થી થોડો ડર લાગે છે મને. મૃણાલ નીચી નજરે વાત કરી રહ્યો હતો.
કામ શું કરતો હતો?
પેલાં તો તમારી મિલમાં ક્લાર્ક હતો.. પણ બે દિવસ પેલા નોકરી છોડી દીધી મેં.
હા! ખબર છે મને અને કેમ છોડી એનું કારણ પણ ખબર છે? બહુ તોછડાઇથી મીરા એ જવાબ આપ્યો.
તો હવે શું કરે છે?
એક પ્રોજેક્ટ મળ્યો છે, જેમાં મહિનામાં બે લાખ રૂપિયાની નોકરી મળી ગઈ છે. ચાર મહિના ત્યાં જ કામ કરીશ.
ચાર મહિના જ કેમ? અને કોણ એટલું બેવકૂફ છે જે એક થર્ડ ક્લાસ B.A. ને મહિનાના બે લાખ રૃપિયા આપે છે. પોતાનો રોબ જમાવતા મીરા બોલી

મૃણાલ હસતાં બોલ્યો, પપ્પા કહે છે કે દોસ્તી અને લોકો સાથે કામ કરવા માટે હમેશાં કોઈ હોશિયાર વ્યક્તિ ગોતવો જોઈએ. અને જો હોશિયાર વ્યક્તિને પણ જો ગોતવો પડતો હોય તો એનો મતલબ એમ થયો કે દુનિયામાં બેવકૂફ લોકો બહુ વધારે છે. અને રહી ચાર મહિનાવાળી વાત તો એ પ્રોજેક્ટ જ ચાર મહિનાનો છે. ડિસેમ્બર સુધી તો પૂરો થઈ જશે.
મૃણાલ મીરાં ના બધા જવાબ શાંતિથી આપી રહ્યો હતો

કેટલો પ્રેમ કરે છે ક્યારા ને? મીરા એ સીધું જ પૂછી લીધું
મૃણાલ પહેલાં હસ્યો અને પછી બોલ્યો.. સરસ સવાલ કર્યો તમે!
સરસ સવાલ છે તો પછી એનો જવાબ પણ આપી દે. મીરા હવે એનો કંટ્રોલ ખોઈ રહી હતી.
તમે કેટલો પ્રેમ કરો છો એને? મૃણાલ એ સમો સવાલ કર્યો.
હું માં છું એની, અને માઁ ના પ્રેમ ને કોણ નથી જાણતું? મીરા નો અવાજ થોડો મોટો થઇ ગયો.
મારા પ્રેમ ને પણ કોઈ નથી જાણતું. મૃણાલ એ ટુંકમાં 'જવાબ આપ્યો
તને શું લાગે છે? તારા જેવા કોઈ છોકરા સાથે ક્યારા ને પ્રેમ થઇ જાય તો અમે ક્યારા ને દાન ની જેમ તારી જોળી માં આપી દઈશું?
ના! બિલકુલ નહીં. મૃણાલ એ જવાબ આપ્યો
તો શું વિચારી ને આવ્યો છે અહીં?
વિચાર્યું તો કઈ નથી, પણ ક્યારા એ કહ્યું કે તમે મળવા માટે બોલાવ્યો છે એટલે હું આવી ગયો. પણ હવે અહીં આવી જ ગયો છું તો પૂરી વાત કરીને જ જઈશ.
તો શું છે પૂરી વાત?
મારે એ કહેવું છે કે 'મારી ઓકાત નથી કે હું ક્યારાને પ્રેમ કરી શકું, પણ ક્યારાને પ્રેમ કરવાનો અધિકાર છે મને'
તો એમ છે.... પણ એ અધિકાર કોણે આપ્યો તને? મીરા એ હકથી પૂછ્યું
નહીં! એ અધિકાર કોઈ આપતુ નથી અને કોઈ માગતું પણ નથી. નહિતર તો પ્રેમ કરતા પહેલા તો પરવાનગી લેવી પડે. અને આવી રીતે તો બધું ઊલટ પુલટ થઇ જાય. મૃણાલ એ સમજદારી પૂર્વક જવાબ આપ્યો
શું ઊલટ પુલટ થઈ જાય?
એ જ કે જેની જોડે પ્રેમ થઇ જાય તો એની પાસે જઈ પહેલાં પ્રેમ કરવાની પરવાનગી લો, પોતાની હેસિયત બતાવો અને પછી પૂછો કે હવે કરી શકું પ્રેમ તને? બહુ સરળતાથી મૃણાલ એ જવાબ આપ્યો.

ખાલી પ્રેમ કરવાનું શું લઈશ? મીરા ગંભીરતાથી બોલી
આ પણ સારો સવાલ છે. એટલું બોલી હસીને નીચે જોઈ ગયો
મેં તને કૈંક પુછ્યું છે, કેટલા પૈસા લઈશ અને જાન છોડી દઈશ એની? મીરાએ સાફ સાફ અને ગુસ્સામાં પુછ્યું
એમાં એવું છે કે પપ્પા ને વચન આપ્યું છે કે, હવેથી એ સટ્ટો નહીં રમે.
પણ હું, સટ્ટાની વાત નથી કરી રહી. મીરા ફરી ગુસ્સે થઈ ગઈ.

વાત તો તમે સટ્ટાની જ કરી, પણ લાગે છે કે સટ્ટાને હજુ તમે સમજ્યા નથી લાગતા. પેલો મારો ફ્રેન્ડ છે ને અમન એ કહે છે મેચ જીતી જા અને પૈસા લઈ જા અને તમે કહો છો કે મેચ હારી જા અને પૈસા લઈ જા.