Don't eat your penda .. books and stories free download online pdf in Gujarati

નથી ખાવા તારા પેંડા..

"નથી ખાવા તારા પેંડા !"
🌹 🙏🏿🌹

સ્ટડી પૂરું થઇ ગયું.હોસ્ટેલનાં પગથિયાં ઊતરી રહી હતી ત્યારે મનમાં એકજ તમન્ના કે હું ઝટ ઘરે જાઉં.આહ... મનમાં હોસ્ટેલની અને કૉલેજ ની દીવાલો વચ્ચે પાંચ પાંચ વરસ ગોંધાઈ રહેવું પડ્યું.પપ્પાને એમ કે મારી છોકરી વધુ ભણે તો સારો મુરતિયો મળે.મમ્માને એવું કે જમાઈ મારી દીકરીનો પડતો બોલ ઝીલે.ભાઈ ને એવું કે બેન ભણી સારી નોકરીવાળો જીજુ મળે તો વગર ખર્ચે ફરવા મળે.બૅનને અપેક્ષા કે જીજુ મારા માટે નવી નવી ગિફ્ટ આપે.દરેકની આશા પુરી કરવા મેં કેટલી યાતનાઓ વેઠી તે ક્યાં કોઈને ખબર છે? બધાંની અપેક્ષાઓ પૂર્ણ કરવા જ જન્મી હોઉં તો મારી ઈચ્છાને મારી ને જીવવું?
હોસ્ટેલના ગેટ પાસે રીક્ષાવાળાને હાથ લાંબો કરી,રીક્ષા પકડી તે બસ સ્ટેન્ડ ઊતરી.તેના ગામની બસની વાટ જોતી બાંકડે પોતાનો અસબાબ મૂકી ઉભી ઉભી આવતી જતી બસના પાટિયા પર નજર કરી લેતી હતી.વિચારમગ્ન ચહેરે તે તેની સખીઓને મળવા આતુર હતી.જયારે હોસ્ટેલનો રૂમ છોડ્યો ત્યારે તેની સહવાસી સખીઓને ભેટી ખૂબ રડી કેમકે.તે હવે હોસ્ટેલ નહી આવે અને તેને સાચવનાર બહેનપણીઓ હવે ક્યારે મળશે તેની મૂક મને આસું સારતી તે હોસ્ટેલ છોડતી હતી.કશુંય બોલ્યા ચાલ્યા વગર તેની બધી બેનપણીઓ હોસ્ટેલના ગેટ સુધી મૂકવા આવી ત્યારે આવજો કહેવાના શબ્દો પરસ્પરના મુખમાંથી ન્હોતા નીકળ્યા.બધાંની એક પછી એક સ્મૃતિઓ માનસપટ પર આવવા લાગી.
બસ આવી ગઈ હતી.બસમાં ઘણી સીટ ખાલી હતી.તેની અનુકૂળતા મુજબની બારી પાસેની સીટમાં તે બેઠી બારી બહારનાં દૃશ્યો જોતી નીરખતી તેના મનમાં આઝાદીના એહસાસ સાથે એકજ તમન્ના હતી કે ક્યારે ઘેર આવે ને હું નિરાંતે ઊંઘ કાઢું.કેમકે હોસ્ટેલના નિયમ મુજબ રાત્રે મોડા સુધી રીડિંગ અને પ્રેઝન્ટેશન તૈયાર કરવાના ઉજાગરા સાથે વહેલું ઉઠવાનું સાથે હોસ્ટેલ જીવનના નીતિ નિયમોમાં રહેવું તેને જેલ જેવું લાગતું.આજે તેમાંથી મુક્ત બની બસમાં બેઠી હતી.બસ સડસડાટ હાઇવે જતી હતી.જાણે પાંજરામાંથી મુક્ત થતું પંખી પાંખો ફાફડાવી વિહગમાં વિહરવાનું મળશે તેવા મનસૂબા સાથે ઘર તરફ જવા હૈયું ધબકતું હતું.
પોતાના ગામનું પાદર આવ્યું. ભાઈને કૉલ કરી દીધો.ભાઈ હું બસ સ્ટેન્ડ ઉતરું છું.પાંચ મિનિટ થશે.તું મને લેવા આવી જા..બેન બસમાં ઉતરે તે પહેલાં ભાઈ બસના પગથીએ ઉભો રહી,મોટી બહેનને રિસીવ કરવા ઉભો રહી ગયો.ભારેખમ બેગ અને અન્ય સામાન હાથમાં લઇ બહેન ઊતરી.બાઈક પર સામાન મૂકી ભાઈને ભેટી પડી.મિલનનાં બે આંસુ સાથે બાઈક પર બેઉ ઘેર આવ્યાં.પપ્પા મમ્માને પગે પડી.સુંદર સફેદ ડ્રેસમાં શોભતી પરી લાગતી મીતને જોઈ મલ્હાર ઢોલીએ બેઠો બેઠો મીતના પપ્પા જોડે વાત કરતો કરતો પરીના વેશે આવેલી મીત પર નજર થી નજર મિલાવતો હતો..તેની આંખોમાં મીત ના મુખની સ્મિત મટકુ મારી ગઈ.અને મલ્હારે આ મટકાનો માર પંડની પડળોમાં પલકવારમાં કેદ કરી લીધો. અને મીત પણ ફ્રેશરૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ.
ચા નાસ્તો મીતની મમ્માએ બનાવી દીધો હતો. બપોરની વેળા હતી.મીત ફ્રેશ થઇ કપડાં ચેન્જ કરી તે વાળ સંકોરતી ખુલ્લા ચોકમાં ખુરશીએ ગોઠવાઈ.મીત ના પપ્પા વચ્ચે કૉલેજ કાળની કથની ચાલી,મલ્હારની નજર એકીટશે મીત પર મંડાણી.નાસ્તો - ચા થયા પછી મલ્હાર પોતાના ઝોબ પર ચાલ્યો ગયો.આવજો "મલ્હાર" ! ના ભાવસભર મીતના પપ્પાના શબ્દથી મીતને તેનું નામ પ્યારું લાગ્યું.પરંતુ મીતના માનસમાં એ ના સમજાયું કે આ મલ્હાર છે કોણ ?
પપ્પા એ મલ્હારનો પરિચય આપતાં કહ્યું કે તે આપણા ત્યાં ભાડાનું ઘર શોધવા આવેલા હતા.તેઓ સારા માણસ છે,પરંતુ આપણે ત્યાં ભાડે આપે એવું ઘર જ ક્યાં છે? તેમ વાતનું પૂર્ણ વિરામ સાથે ઘણી વાતો કરી સૌ સાંજના ભોજનની તૈયારીમાં લાગ્યાં.
રાત્રે વાળુ કરી મીત પોતાના મિત્રોને કહી રહી હતી કે હું ઘેર પહોચી ગઈ છું.સૌને યાદ કરું છું.થાક હતો.હોસ્ટેલના રેક્ટરની અહીં રાવ નહોતી એટલે નીરવ શાંતિ હતી.પરંતુ પેલો મલ્હાર....!!! નજરને ગમી ગયો.ખબર નહી પણ તેને પહેલી નજરે તેના પર વારી ગઈ.હવે ક્યારે આવશે? ક્યારે મળશે? એનો મોબાઈલ નંબર કોની પાસે મળશે? તેવા વિચારતંદ્રા માં તે મોડે સુધી જાગી અંતે ઊંઘી.
સવારે વહેલાં ઊઠી. ઘરનું કામ નિપટાવી તે શાકભાજીનું લારીએ બકાલું લેવા ગઈ.ત્યાં મલ્હાર શાકભાજી લેતો હતો.મીતના મનના મોર અને હ્રદય મલ્હાર ગાવા લાગ્યાં.મિતે પૂછ્યું... તમેં એકલા છો? વાઈફ નથી? રસોઈ જાતે બનાવો છો? જેવા સિરિયલબદ્ધ સવાલ પૂછી લીધા.અને મુખમાં મીઠા મલકાટ સાથે મલ્હારે કીધું."હા જાતે જ રસોઈ બનાવું છું.હું અપરણિત છું.નવી નોકરી છે.સારી છોકરીની શોધમાં છું.ઓફિસમાં હાલ પૂરતો રોકાણો છું.ભાડે મકાન શોધું છું.હોટલનું ભાવતું નથી એટલે જરૂર પૂરતો સામાન લાવેલો છું.જાતે બનાવી જમી લઉં છું."
આટલું સડસડાટ બોલી મલ્હાર શ્વાસ લે ત્યાં મીત બોલી તમારા માટે હું ભાડાના મકાન માટે કોશિશ કરી શોધી આપીશ.પરંતુ તમારો મોબાઈલ નંબર આપો.નંબર મળ્યા પછી મનમાં ગલગલિયાં થવા લાગ્યાં અને મીત એક મુસ્કાન આપી બાય ! બોલી ઘર તરફ ચાલી ગઈ.મલ્હારે તેની ઓફિસ તરફ પગલાં ઉપાડ્યાં.
મધૂર ગીત સાથે મીતએ રસોઈ બનાવી.સૌ જમ્યાં... પરંતુ મલ્હારની ચિંતા લાગી.. એણે ખાધું હશે? ટિફિન દેવા મોકલું? જેવા વિચાર સાથે બે કોળીયા જમી.
મીત તેની બેનપણીઓને કૉલ કરતી હતી ત્યાં એક સિંગલ રૂમ રસોડા સાથેનું ભાડાનું મકાન મળી ગયું.મોબાઈલ મેસેજ દ્વારા મીતએ બધું ગોઠવાવી દીધું.મલ્હાર નવા ભાડાના મકાનમાં શિફ્ટ થઇ ગયો.સમય સડસડાટ દોડતો હતો.મીત ને બહાર માત્ર શાકભાજી લેવા જવા પૂરતું મળતું હતું.ગામડાના રૂઢિચુસ્ત સમાજ જીવનની અસર મીત પર વર્તાવા લાગી.મલ્હાર પણ આવતો ન્હોતો કેમકે તેને ભાડાનું ઘર મળી ગયું હતું.મોબાઈલમાં માત્ર મેસેજ થતા માત્ર કેમ છો, જેવા શબ્દો સિવાય વાત આગળ ચાલતી ન્હોતી.સમય જતાં મલ્હારના ઘેરથી સમાચાર આવ્યા કે તું આવ તારા માટે એક છોકરી જોઈ રાખી છે.તું આવે તો વાત આગળ વધે.
આ બાજુ મીત કઈ રીતે મલ્હારને વાત કરે કે હું તને પ્રેમ કરવા લાગી છું.તું મારા પપ્પાને કહે તો કઈંક વાત બને.પરંતુ એકમેકની ખુલ્લા મનથી કહેવાની વાત અટકી.મલ્હાર છોકરી જોવા ઘેર ગયો છે.શું કરું ના વિચાર સાથે મીત મૂંઝવણ અનુભવી રહી.મલ્હારને ગામડે તે છોકરી ગમી ગઈ.મીતને મલ્હારે મેસેજ વડે કીધું કે મને છોકરી ગમી ગઈ છે.હું પેંડા લઇ ને આવું છું.
આ મેસેજથી મીતના મોતિયા મરી ગયા.મોબાઈલ નીચે પટકી ફોડી નાખ્યો.ઘરના ખૂણે ચોધાર આંસુ વડે કલ્પાંત કરી આખી રાત રડી.મલ્હાર! તેં એકવાર મારી સામે મારા પ્યારનો સ્વીકાર કર્યો હોત તો હું ઇન્કાર ના કરત! તારી નજીક આવવા મેં તારા માટે કેટલી ભલામણ કરી મકાન લઇ આપ્યું.બાકી સિંગલ ને કોણ ભાડે આપે છે?
મલ્હાર ગામડેથી પેંડા લઇ મીતને આપવા આવ્યો.મીત ઘરની બહાર જ ના નીકળી.મનમાં કહી રહી હતી..,. જા.... નથી જોઈતા તારા પેંડા!
"મીત મલ્હારને પોતાના મનનો માણીગર સમજી અપરણિત છે." મલ્હાર બદલી કરી દૂર દૂર જતો રહ્યો.મીત પણ એક દૂરના ગામડામાં નોકરી કરી જીવન જીવી રહી છે.
(પર્જન્યનું પાણી : લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવું )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )