Sunless mind .. books and stories free download online pdf in Gujarati

શૂન્યમનસ્ક સૂરજ..

સૂરજ..
. ગામડે તો સૌ એને 'હૂરજ' કહેતાં.અસલ નામ એનું સૂરજ.સવા સાત મીટરનો ઘાઘરો માથે ગવનની રંગબેરંગી ઓઢણી.ઓઢણીની નીચે છુપાયેલો ચાર હાથનો ચોટલો.જો ચોટલો ખુલ્લી જાય તો આખો ચહેરો ઢંકાઈ જાય.પાછા કાળા ભમ્મર વાળ.દેશી ગાયનું તાવણ હોય અને નિરાંતે ગાયના છાણ વડે લીંપણથી લીંપેલો ઓટલો અને ઓટલા ઉપર બેઠી બેઠી કાંગસી વડે વાળને વળ આપતી સૂરજ જાણે સૂરજ હતી.તેના મુખડે કુમારિકાનું તેજ અને ગોરો વાન.કોઈ તેની.પાયલનો ખનકાર અને બેડે પાણી ઉપાડતી સૂરજ ક્યારેક અંબોડો છૂટો હોય તો ક્યારેક માથે ઈંઢોણીને સહારે આખો દિવસ ઘર થી તલાવ અને કૂવેથી ઘર.ગામ ની બધી સખી સહેલીઓ એની બેનપણી બનવા લાઈન લગાવે.તેવી મીઠા બોલી નમણી નાર.કાનને ટેરવે લટકતી સોનાની લટકણીઓ સાથે નાકમાં સોનાનો ઝીણો નંગ તેની ઉજળાપણાની શાખ પૂરતું હતું.પગનાં ઝાંઝરનૉ ઝણઝણાટ જાણે શેરી રસ્તાને સંગીતમય બનાવતો હતો.પતળી કમર અને સવામણનું પાણી ભરેલું બેડું તેની કમરને લચક આપતી છતાં તેને તેના ચહેરા પર સ્હેજેય કંટાળાનો કે થાકનો લસરકોય ન્હોતો થવા દેતી.અંગ ફરતો તેમાં પણ વિવિધ રંગી કાપડ અને તેના ખાસ દરજીની સિલાઈથી શોભતો કમખો. આવી સૂરજ આજ શ્રાવણની આઠમે ઝરમર વરસાદમાં કોઈને ખબર ના પડે તેમ ઓઢણીના છેડા વડે આંસુ લુછતી હતી.ઝરમર વરસાદ સાથે તેની આંખ પણ ઝરમર ઝરમર વરસતી હતી.ચંદા એ પૂછ્યું કેમ અલી! છાનું છાનું રડે છે? શું થયું?ઘરમાં કોઈ તને બોલ્યું? આવા ચંદા ના અનેક સવાલ થી તે બેડું નીચે મૂકી ચોધાર આંસુએ રડવા લાગી.ચંદા એની ખાસ અને પાક્કી બેનપણી હતી. સાથે જ હોય.ક્યાંય જુદી ના પડે.બધીજ વાતો એ બેઉ એકબીજીને દિવસે મળી ના હોય તો આખા દિવસની બધીજ વાતો એકમેકને કીધા વગર ચેન ના પડે.
ચંદા મનાવે છે પૂછે છે તેમ સૂરજ વધુ રડે છે. એનાં આસું જોઈ, રડતી જોઈ ચંદા ની આંખે આંસુ ટપકવા લાગ્યાં. અરે! તું કઈંક તો મને હમજ પડે બાકી આમ રોયે થોડી સમસ્યા હલ થશે? કોઈ એવી તકલીફ નથી જેનો ઉકેલ ના હોય!
ચંદા એ તેની ઓઢણીથી સૂરજની આંખો લૂછી ગાલે ચુમી લઇ બોલી.. બોલ મારી બેન બોલ સૂરજ...! તું મને નહી કે તો તારા આ રડવાનું દુઃખ મને ક્યાંથી સમજાશે.અને ના કહેવું હોય તો તું એકલું રડી લે,ધરાઈને રડી લે. હું જતી રહું કેમકે મારે ઘેર ઘણું કામ છે. સ્હેજેય વેલાસ નથી. હું એ કામ પતાવીને આવું ત્યાં સુધી રડી લે..... ચંદા ગુસ્સો કરી પાણીનું બેડું માથે મૂકવા જાય છે ત્યાં સૂરજ બોલી.... જા... તું પણ... જા... એકલી ! બોલી ચૂપ રહી.સૂરજ ઉભી થઇ... કહેવા લાગી. "તને ખબર છે ચંદા? હું કિરણને કેટલો પ્રેમ કરું છું?તેનો દોસ્તાર મને રાતે કહેવા આવ્યો હતો કે કિરણ નું ભણવાનું પૂરું થાય છે.આવતી કાલે કોલેજમાંથી વેકેશન પડે છે. અને હવે કિરણ કોઈ નવી કોલેજમાં ભણવા જશે. અહીં હવે એ નહી આવે. તું એને ઘણા સમયથી મળી નથી તેથી તે નારાજ છે કે સૂરજ મને ભૂલી ગઈ છે.મારી સાથે કદાચ એને નહી ગમતું હોય," આટલી વાત સાંભળી ચંદા હું આખી રાત નું રડું છું. એક તો એને મળવા કેટકેટલાં બહાનાં શોધું છું પરંતુ મારાં ઘરનાં અને ફળીયાનાં લોકોની નજર સતત મારા પર જ મંડરાયેલી હોય છે. હું કાંઈ પણ નવું પહેરું,ઓઢું એટલે એ લોકો પૂછ પૂછ કરે.. ક્યાં જવાની આજે આટલી તૈયાર થઇ ને? મારે બધાંની નજર અને સવાલ સામે ચૂપ થઈને જ જીવવાનું.અને કિરણ પણ મારે માટે કેવું વિચારે છે? મેં એને મળી નથી એટલે મારા માટે આવો નિર્ણય જાતે જ લઇ બેઠો? હું સ્ત્રી જાત છું. તે પુરૂષની જેમ મનફાવે તેમ કઈને પૂછ્યા વગર થોડું નીકળી જવાય?.... મોટો નિસાશો નાખી સૂરજ આંખોમાં આંસુ સાથે માથે બેડું ઉપાડી ઘર તરફ પગલાં માંડ્યાં. ચંદા આ બાબતે ચૂપ ચાપ સુરજની વાત પર વિચારતી તેના ઘેર ગઈ. રાત પડી ગઈ.દિવસ રડીને કાઢ્યો.બીજી રાત રડીને વીતી પ્રભાત થયું.પ્રથમ સુરજનું કિરણ ફૂટ્યું.તે નિત્યક્રમ મુજબ પાણી ભરવા પગલાં માંડ્યાં.બીજી બાજુ કિરણ પોતાની બેગ લઇ બસ આવવાની વાટ જોઈ ઉભો હતો. કિરણ ભારે હૈયે લાલ આંખો,ચહેરો સૂઝી ગયેલો હતો.રડતી આંખે તે બસ સ્ટેન્ડ તરફ આવતી હતી.કિરણની નજર રડતી આંસુ લુછતી સૂરજ પર પડી.સૂરજ.... બૂમ પાડી. સુરજને બૂમ નો અવાજ પરિચિત લાગ્યો. અવાજની દિશા તરફ નજર ઘુમાવી ત્યાં બસ આવી ગઈ.. બસના દરવાજે સીટ મેળવવા પડાપડીમાં કિરણનો ચહેરો દેખ્યો ના દેખ્યો બસ ઉપડી ગઈ.!સૂરજ ત્યાં જ ચક્કર ખાઈ નીચે પટકાઈ ગઈ.કિરણ જતો રહ્યો. બસ સ્ટેશને ઉભેલાં બધાંએ સુરજને ઉભી કરી ત્યાં ધૂળની રાજકણોમાં કિરણ ઢંકાઈ ગયો.સૂરજ ઉભી થઇ તે પાણી ભર્યા વિના પાછી જતી રહી. ચંદા આવી પરંતુ ખૂબ મોડી પડી કેમકે સુરજનો કિરણ આથમી ગયો. ચંદા પણ તેની સહેલીને જોઈ ખૂબ રડી.વરસો વીતી ગયાં.શૂન્યમનસ્ક સુરજને કોઈ સગું જોઈ પરણાવી દીધી.કિરણને ભણતર પૂરું થતાં દૂર નોકરી મળી ગઈ,યોગ્ય પાત્ર જોઈ તે પરણી ગયો.પરંતુ તેના મગજમાંથી સૂરજ ના નીકળી તે ના નીકળી.ગામડે એક સમાજનો મેળાવડો હતો. કિરણ તેમાં હાજર હતો . તેને ખબર હતી કે સુરજની સાસરી અહીં નજીક છે. તેણે મનમાં નક્કી કરી લીધું કે મારે ગમે તે ભોગે સુરજને તેની સાસરીમાં સરનામું ગોતી લીધું.કિરણ કાર લઈને તેના ઝાંપે પહોંચ્યો.ઝાંપી ખુલી કોઈ જુવાન છોકરીએ કીધું કે આવો.ઢોલિયા ઢાળ્યા. પાણી આપ્યું.ચા પાઈ.પરંતુ સૂરજ ના દેખાઈ.હાજર છોકરીને પૂછ્યું સૂરજ ક્યાં છે? મમ્મી તો વાસણ મંજવા ગઈ છે.કિરણને હૈયે હેમર ફરી વળ્યું. છોકરીને ફરી પૂછ્યું બેટા તારી મમ્મી ક્યારે આવશે? તે સાંભળતાં તેની મમ્મીને નજીકના બંગલેથી બોલાવી લાવી.સુરજના માથે ફાટલ તૂટલ સાડલો અને કૃશ થયેલી કાયા જોઈ કિરણ મનથી હચમચી ગયો.સૂરજ ને પૂછ્યું... મને ઓળખ્યો? સૂરજ ચકળ વકળ આંખે અજાણ્યું લાગ્યું તેમ બોલી "ના " કિરણે તેને ભૂતકાળ યાદ કરાવ્યો.તે છતાં સૂરજ ઓળખી ના શકી.કિરણ ભારે હૈયે દર્દ લઇ પાછો વળી ગયો. (પાત્રો કાલ્પનિક છે,વાર્તા હકીકત છે ) - સવદાનજી મકવાણા - વાત્ત્સલ્ય