Jail Number 11 A - 31 books and stories free download online pdf in Gujarati

જેલ નંબર ૧૧ એ - ૩૧

મિષ્ઠાનની વાત નીકળતા મૌર્વિના મોઢામાં પાણી આવી ગયું. પાણી. આસું. વિશ્વાનલતો રડવા લાગ્યો. જોર - જોરથી, જાણે તેનું કોઈ વહાલસોયું મૃત્યુ પામ્યું હોય. અને સમર્થ જમવા લાગ્યો. ત્યુશાનતો બસ મૌર્વિને જોતોજ રહ્યો. તેની નજર એડલવુલ્ફા પર પડી, તો તેને કશુંક બદલેલું લાગ્યું. એવું લાગ્યું જાણે.. જાણે એડલવુલ્ફા કોઈ વાતથી ચોંકી ગઈ હતી. તેની કમ્મર એકદમ ટટ્ટાર હતી.. અને તે નીચે જોતાં કશુંક વિચારતી હતી.

પછી તો જાણે તે બધુ એકદમ જ થઈ ગયું.

હવા.. હવામાં અવાજ.. અવાજ સાથે ધુમાડો. કાળો ધુમાડો, આંખોની સામે, ચામડી પર ઠંડી, આંખોમાં આંસુ, આસું ગાલ પર પડે, ગાલથી નીચે હોઠ પર ઓસરે, હોઠ પર પણ બળતરા, કારણકે નીચે ગાળામાંથી કશુંક બહાર આવતું હોય તેમ લાગતું.. અને નીચનું શરીર ધીમે ધીમે બંધ થતું હોય તેમ લાગતું.

8...

7...

6...

પછી હાથ હલતા બંધ થઈ ગયા. ધુમ્મસ ઘટવા લાગ્યો. આંખો બંધ થઈ ગઈ. મૌર્વિએ જોયું, બારી અને દરવાજા માંથી લોકો બહાર આવતા હતા. આજુ બાજુ બધે કાળા કપડાં પહરેલા માણસો હતા.

5...

4…

3...

એડલવુલ્ફા બહાર ભાગી ગઈ. બહારની હવાનો શ્વાસ લેતા - લેતા તે હાંફવા લાગી. તેનું મન ચંચળ થઈ ગયું. માથું ભમવા લાગ્યું. થોડીક વાર આમ રહેશે, તે એડલવુલ્ફાને ખબર હતી.

2...

1…

બંધ. અહીં મન, હ્રદય, શરીર, બધુ બંધ થઈ જાય છે. જકડાઈ જાય છે. આંખો ખૂલી રહે છે. આંખોને બધુ દેખાય છે. શરીર જીવિત થઈ ઠરી જાય છે. ઠંડી આગ જોઈ છે? જે તે આગમાં બળે, તેઓના શરીર બાળવા પડે. એક સમય આવે છે, એક જ ક્ષણ, જેમાં માણસ ઓછો માણસ થઈ જાય છે. જો એ ક્ષણ ચૂક્યા, સમજો કે તમારું શરીર બળી ગયું. એડલવુલ્ફાને તો આ બધુ બરાબર યાદ હતું, અને ખબર હતી.

બાકી બધાના શરીર બહાર કાઢ્યા, ખુરસીઓ પર સ્થિર હતા. જાણે હમણાં બોલી ઉઠશે, હમણાં તેની સામે ફરશે. પણ ફરેજ કઈ રીતે? આ તો મૃત્યુ હતી. એવી મૃત્યુ જેમાંથી તમે બચી શકો છો.

ખુરસીમાજ તેઓને લઈ આવ્યા. બોક્સમાં મૂક્યા, અને તેઓ સાથે લઈ ગયા.

યુટીત્સ્યા. યુટીત્સ્યા બધાને લઈ ગઈ.

અને એ બધાને ને જતાં એડલવુલ્ફાએ જોયા.

સમર્થની આંખોએ જે જોયું, તે તો તેને પણ ખબર ન હતી. તેણે જોયું અસ્તિત્વ. અને પછી બકસો ખૂલ્યો, તો એક મોટી ભઠ્ઠી જોઈ. ખુરસી સાથે બાંધી દીધા. અને લોખંડના મોટા સળિયા પર બાંધી, આગની થોડીજ દૂર સેકવવા લાગ્યો એ. આખો ફરે, અને પાછો આવે. આમતો બધા જોડે થતું. અને જેમ - જેમ આ થતું, કે ખુરસી પણ ગરમ થતી. અને ખુરસી તો લાકડાની હતી. તે ખુરસી પણ ગરમ થવા લાગી. અતિશય ગરમ. અચાનકથી તે ખુરસી કાળી થવા લાગી.

મૌર્વિની ખુરસી આખી કાળી થઈ. ચાર ક્ષણ ગઈ અને બળવા લાગી. ત્યાં કોઈ લોકો ન હતા. મૌર્વિનું સ્થિર શરીર તરત જઈને આગમાં પળ્યું. પછી વિશ્વાનલનું.. અને પછી સમર્થનું.. છેલ્લે ત્યુશાનનું.

બધા શરીરો આગમાં જઈને પડયા. અને બળવા લાગ્યા. એકજ માણસ હતો જેને આ બધા શરીરોનું ધ્યાન રાખવાનું હતું. થોડીક જ વાર માં ઠરી ગયેલા શરીર ગરમ થવા લાગશે.

તેઓને કાઢવાના કઈ રીતે? ભઠ્ઠીની આગતો બહુ મોટી, ચારે બાજુથી વિશાળ હતી. કોઈ સળીઓ જોઈશે.. અને ત્યાં તો તે ક્ષણ આવી ગઈ...

પેલો માણસ તરત અંદર આવ્યો. અને અંદર આવ્યો, ત્યાં તો બધાને બળતા જોયા. ક્ષણ જાતિ રે’શે. તે કોને બચાવે? એક જ બચશેને? એકને બચાવવા જાય.. કેવી રીતે બચાવે, લોખંડનો ડંડો લેવા ગયો, તે તો બહુ ગરમ હતો. હાથ માંથી છૂટી ગયો, અને તેને ચીસ પાડી. ચીસ પાડી, ત્યાં તો તે ક્ષણ જાતિ રહી.

અને તે માણસે બાજુમાં રહેલી આગની સ્વિચ બંધ કરી. બધી આગો, ઓલવાઈ ગઈ.

હાવે આ બધા મૃત શરીર હતા.. કે જીવંત માણસો?