Vasudha-Vasuma - 25 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ: 25

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ: 25

વસુધા

પ્રકરણ - 25

પીતાંબર વસુધાની માફી માંગીને એને મનાવવાની કોશીશ કરી રેહેલો. એનાં ચહેરાં પર ખરેખર પસ્તાવાનો ભાવ હતો એણે વસુધાની બાજુમાં બેસીને કહ્યું વસુ... હું જાણું છું મારાંથી ભૂલ થઇ છે પાપ નહીં અને ભગવાન પણ ત્રણ ગુના માફ કરે છે પ્લીઝ મને માફ કર હું તને ખુબ પ્રેમ કરું છું વસુધાને ઘણો આઘાત લાગ્યો હતો એણે કહ્યું હજી આપણાં લગ્ન...તમે માફી માંગીને હવે મનાવવા આવ્યાં છો એલોકોનો વાર્તાલાપ ચાલુ હતો અને દાદર પર પગરવનો અવાજ આવ્યો અને પીતાંબરચૂપ થઇ ગયો ત્યાં સરલા ઉપર આવી અને વસુધાની બાજુમાં બેઠી...

સરલાએ કહ્યું વસુધા એમ કહી એનો ચહેરો પકડીને ઊંચો કર્યો. સરલાએ જોયું વસુધનો ચેહરો રડી રડીને લાલ થઇ ગયો હતો એણે કહ્યું વસુધા હવે પીતાંબરને માફ કરી દે. મેં ધાર્યું હોત તો પીતાંબરની ભૂલ છુપાવી શકી હોત પણ મેં એવું ના કર્યું તું એની પત્ની છે તને ખબર હોવીજ જોઈએ આટલીવાર કરી દે, માં અને પાપા આવે પહેલાં બંન્ને જણાં સ્વસ્થ થઇ જાવ. જે થયું એ સારું નથી થયું પણ હું તમારાં બંન્નેનુ સુખ જોવા માંગુ છું હજી જીવન શરૂ થયું છે અને આ બધામાંથી હું પસાર થઇ છું ઘડાઇ છું બીજું ખાસ પીતાંબરને તને કહેવાનું છે તારે એ પકલા અને રમણાની દોસ્તી નથી રાખવાની...

ખાસ તો એ કહેવા ઉપર આવી છું કે રમણાની નજર પણ સારી નથી એ કોઈની વહુ દીકરી કે બહેન જોવે એવો નથી અને નજરનો અને ચરિત્રનો સારો નથી એટલે તારે ધ્યાન રાખવાનું છે હવે તું નાનો નથી રહ્યો. તારે તારી પત્ની અને પછી ભવિષ્યમાં થનાર બાળકનો બાપ થઈશ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે દુનિયા જેટલી દેખાય એટલી સારી નથી વધુ તો શું કહું ? તમે બંન્ને સમજદાર છો.

જીવનમાં તમારાં બંન્ને વચ્ચે કોઈ ફાંસ ના મારે કોઈ ગેરસમજ ના થાય એટલે સલાહ આપું છું એમાંય અમારે સ્ત્રીઓએ ધ્યાન રાખવાનું છે અને વસુધા આટલી નાની છે છતાં એણે બધું ધ્યાન છે તમે ખુબ ખુશ આનંદમાં જીવો બસ એજ ઈચ્છું છું ચાલો બંન્ને હવે અબોલા ના રાખો..વસુધા આટલી વાર બધું ભૂલીજા નાનકો હવે કોઈ ફરિયાદ નહીં આવવા દે.

પીતાંબરે કહ્યું ક્યારનો એજ તો કહું છું ફરી ભૂલ નહીં થાય અને વસુધાએ પીતાંબરની સામે જોઈને પૂછ્યું પ્રોમીસ ? પીતાંબરે કહ્યું હા વસુ પ્રોમીસ. અને વસુધાની આંખો હસી ઉઠી ત્યાં નીચેથી માં નો અવાજ આવ્યો બધા મેડીએ છે ?

સરલાએ કહ્યું હાં માં આવીએ જ છીએ નીચે આતો આ લોકોના લગ્નના ફોટાનું આલબંમ આવી ગયું છે એ જોતા હતાં હવે નીચે લઈને જ આવીએ છીએ. પીતાંબરે કહ્યું ઓહ હું તો એ ભૂલીજ ગયો કાલેજ આવી ગયેલું મેં અહીં કબાટમાં મૂક્યું છે મેં...સરલા કહે મને ખબર છે તું લાવેલો ઉપર પણ કામમાં હું ભૂલી ગયેલી ચાલ નીચે લઈલે બધાં ભેગાં થઈને જોઈશું અને સરલા ઉત્સાહમાં આલબંમ કબાટમાંથી કાઢીને લાવી. વસુધા પણ આનંદમાં આવી ગઈ એણે કહ્યું એમણે કીધેલું પણ હું પણ ભૂલી ગયેલી કે પછી જોઈશું.

બધાં પાછા સામાન્ય ઉત્સાહમાં આવી ગયાં અને ત્રણે જણાં નીચે આવ્યાં. ભાનુબહેને કહ્યું તમે લોકો એકલાં એકલાં જુઓ છો? લાવો બતાવો બહાર વરંડામાં આવો બધાં સાથે જોઈએ.

પીતાંબરે પોતાનાં હાથમાં રાખ્યું અને સરલા વસુધા ભાનુબહેન બાજુમાં બેઠાં ત્યાં ગણવંતભાઈ ખેતરથી આવી ગયાં એમણે પણ પૂછ્યું આમ કુંડાળું વાળી બધાં કેમ બેઠાં છે? શું જુઓ છો ? પીતાંબરે કહ્યું પાપા લગ્નનું આલબંમ આવી ગયું છે. આવી જાઓ બધાં સાથે મળીને જોઈએ.

ગુણવંતભાઈ પણ આવીને બેસી ગયાં બધાં એકસાથે ગૃહશાંતીથી શરૂ કરી લગ્ન - ફેરાં - પગેલાગ્યા વિધી- વિદાય બધાં ફોટા જોઈ રહેલાં. ભાનુબહેને કહ્યું મારો દીકરો અને વસુધા રાજા રાણી જેવાં શોભે છે અને વાહ વસુધાનું ઘર આંગણું મંડપ માંડવો જમણવાર બધાં ફોટામાં એવું રૂડું લાગે છે. વાહ ખુબ સુખી થાવ અને બસ આવા આનંદ સુખમાં રહો. વસુધાએ પીતાંબર તરફ જોયું પીતાંબરે આંખથી પછી આજીજી કરી અને વસુધાને હસું આવી ગયું એ ઉભી થઇ ગઈ અને બોલી તમે બધાં શાંતિથી જુઓ હું રસોઈની તૈયારી કરું અને લાલી અને બીજા બધાંને ઘાસ દાણ અને પાણી આપી દઉં. સરલાએ કહ્યું વસુધા હું પણ આવું છું વસુધાએ ના પાડી તમે શાંતિથી બેસીને જુઓ હું કરી દઉં છું.

*****

બપોરનું જમવાનું પતાવી ભાનુબહેન અને ગુણવંતભાઈ આરામ કરવા ગયાં. સરલાએ કહ્યું હું ભાવેશ સાથે ફોન પર વાત કરી લઉં તમે તમારાં રૂમમાં મેડીએ જઈને શાંતિથી ફોટા જુઓ પછી હું આરામ કરીશ.

વસુધા સમજી ગઈ હોય એમ આલબંમ લઈને ઉપર ગઈ પાછળ પાછળ પીતાંબર દોરાયો. બંન્ને જણાં એમનાં પલંગ ઉપર બેઠાં. વસુધાએ આલબંમ ખોલીને ફોટા જોવા શરૂ કર્યા. ત્યારે પીતાંબરે કહ્યું વસુ આ આપણાં બંનેનાં ફોટા છે એ મોટાં કરાવીશ અને આપણાં રૂમમાં મુકીશું આ આપણાં બે નો સાથેનો અને આ બે અલગ અલગ એમ ત્રણ મોટાં કરાવવા આપી દઈશ.

વસુધા ખુશ થઇ ગઈ એણે કીધું એવું કરાવવામાં વાંધો નથી ને ? સરલાબેનનાં ફોટાં આમ નથી જોવા મેં અહીં પીતાંબરે કહ્યું સારું થયું તું બોલી હું દીદી અને ભાવેશકુમારનાં અને પાપા મમ્મીના અલગ અલગ મોટાં ફોટાં કરાવીશ આમ કુલ ૬ ફોટાં તૈયાર કરાવીશ બધાં ફોટાં સરસ આવ્યાં છે યાદગીરી રહેશે. આલબંમ આમરોજ થોડો ખોલીને જોવાય છે. વસુધાએ કહ્યું સરસ વિચાર છે કરાવજો.

પીતાંબરને થયું હવે વસુધા માની ગઈ છે બધું ઠામમાં ગયું એણે વસુધનો ચેહરો પકડીને ચૂમી લીધો અને વસુધાએ કહ્યું આમ વ્હાલા અને પ્રેમાળ રહેજો બીજી કોઈ લતે ના ચઢશો કેવું સારું લાગે છે. પીતાંબરે આલબંમ બાજુમાં મૂકી અને વહાલથી વળગીને પોતાની બાજુમાં સુવાડી દીધી બંન્ને જણાં પ્રેમ કરતાં કરતાં એકમેકમાં સમાઈ ગયાં.

*****

૩-૪ દિવસ પછી સવારે પીતાંબરનાં ઘર પાસે ગાડી આવી ગઈ એમાંથી ભાવેશ કુમાર ઉતર્યા અને સરલા અને ભાનુબહેન દોડી આવ્યાં અને આવો ભાવેશકુમાર કહીને વધાવ્યાં. ભાનુબહેને કહ્યું સારું થયું આવ્યાં અમે યાદ કરતાં હતાં. લગ્ન પછી છેક હમણાં આવ્યાં.

ત્યાં વસુધા બહાર આવીને બોલી કેમ છો કુમાર ? ભાવેશે કહ્યું બસ મઝામાં અને બધાં આવીને ઘરમાં બેઠાં વસુધા ચા બનાવવા ગઈ. ત્યાં ગુણવંતભાઈ અને પીતાંબર ડેરીએથી આવી ગયાં. બધાં સાથે બેસીને વાતો કરી રહ્યાં હતાં. વસુધા બધાં માટે ચા બનાવીને લાવી હતી.

સરલાએ કહ્યું માં હું આજે એમની સાથે સિદ્ધપુર પાછી જવાની મને તેડવા આવ્યાં છે ત્યાં એમને...ત્યાં ભાવેશે કહ્યું સરલાની જરૂર છે. માં અને પાપા જાત્રાએ જવાનાં છે એલોકો હરિદ્વાર ઋષિકેશ બધે જવાનાં અચાનકજ

નક્કી થયું એટલે એને લેવા આવ્યો છું.

ભાનુબહેનનો ચહેરો થોડો પડી ગયો. ગુણવંતભાઈ સામે જોયું પછી ભાનુબહેન બોલ્યાં કંઈ નહીં વેવાઈ-વેવાણની તબીયત સારી છે ને ? સારું છે જાત્રાએ જવાનાં તો બધે દર્શન થશે. હજી અત્યારે બધે જઈ અવાય પછી તબીયત શરીર સાથ ના આપે તો અગવડ પડે. કંઈ નહીં સરલા બધી તૈયારી કરે ત્યાં સુધીમાં જમવાનું તૈયાર થઇ જશે. અને ગુણવંતભાઈનાં કાનમાં કંઇક કહ્યું અને ગુણવંતભાઈ ભલે કહીને ઉભા થયાં અને બોલ્યાં તમે બધાં બેસીને વાતો કરો હું હમણાં આવ્યો એમ કહીને તેઓ ગયાં.

ભાવેશે પીતાંબરને કહ્યું કેવી છે ખેતી ? અને નવા નવા લગ્ન થયાં છે કશે ફરવા ગયાં કે નહીં ? ક્યાંક તમે લોકો પણ ફરી આવો. પછી છોકરા છૈયા થશે પછી જલ્દી નહીં નીકળાય. તરતજ પીતાંબરે કહ્યું બસ તમારી રાહ જોવાય છે પછી અમે નક્કી કરીશું એમ કહી હસી પડ્યો. સરલાએ કહ્યું એય ચાંપલા ચૂપ રહે એમ કહી હસ્તી હસ્તી બેગ ભરવા લાગી. વસુધા શરમાઈને રસોડામાં જતી રહી. ભાનુબહેને સરલાને લગ્નમાં આપવાની ભેટ અને પૈસાનાં કવર આપ્યાં અને કહ્યું તારાં સાસરે બતાવીને આપજે અને લગ્ન નિમિતે લીધેલી જણસ પણ સરલાને આપી.

વસુધાએ કહ્યું રસોઈ તૈયાર છે ત્યાં ગુણવંતભાઈ હાથમાં બે મોટી થેલી લઈને આપ્યાં એમાંથી એક થેલી ભાવેશકુમારને આપી બીજું વસુધાને અંદર મુકવા કીધું અને ભાવેશકુમાર પાસે બેઠાં.

ભાનુબહેને કહ્યું બધાની થાળીઓ તૈયાર છે બધાં અહીંજ આવી જાઓ સાથે જમી લઈએ. વસુધા બધાને પીરસી રહી હતી. સરલાને પીરસતાં પીરસતાં વસુધાની આંખો નમ થઇ ગઈ બોલી દીદી તમારી ખુબ યાદ આવશે. એકલું એકલું લાગશે મને. સરલા પણ લાગણીવશ થઇ અને બોલી તમે લોકો સિદ્ધપુર આવજો એ બહાને બહાર નીકળાશે. વસુધા કંઈ બોલી નહીં ભાનુબહેન પણ ઢીલા થઇ ગયાં હતાં.

જમીને ભાવેશકુમાર અને સરલા બધો સામાન મૂકીને ગાડીમાં બેસતાં પહેલાં પગે લાગ્યાં અને રડતી આંખે બધાએ બંન્નેને વિદાય આપી. ત્યાં દૂરથી ચાર આંખો આ લોકોને જતાં હર્ષથી જોઈ રહી હતી અને....

વધુ આવતા અંકે પ્રકરણ - 26