Red Shirt - 4 books and stories free download online pdf in Gujarati

Red Shirt - 4

ગયાં અંક માં...

રાઘવે એક હોટેલ નો હોલ hijack કરી લીધો છે. મયુર અને આશાનાં બાળકની આંખો નું બ્લેક મેઈલીંગ કરીને રાધવે પોતાનું consignment પણ કઢાવી લીધું. પણ ત્યાં જ કોઈકે પોલીસને બોલાવી લીધી છે. હવે જોવાનું છે કે કોણે આટલી હિમ્મત કરી છે રાઘવ સામે અને હવે રાઘવ તેનો જવાબ પોતાની ભાષામાં કેમનો આપશે.

#############

એક માણસે આવીને ખબર આપી, "રાઘવ ભાઈ, નીચે પોલીસ આવી છે." શિવા અને જીગર એક બીજા સામે જોઈ રહ્યાં. શિવા ગુસ્સે થઈ ગયો અને દાદર પકડી નીચે જતા ગાળો બોલતો ગયો.. "એની તો...".

"શિવા!!" રાઘવે શિવાને રોકવા બૂમ પાડી પણ શિવા નીચે ઉતરી ગયો હતો. રાધવે જીગર સામે જોયું. જીગરે દિલગીરી વ્યક્ત કરતો ચેહરો બનાવ્યો, "sorry, આ ગુસ્સામાં કોઈનું સાંભળતો નથી." રાઘવે માથું ધુણાવ્યું, "જરૂર નથી.. એમપણ નીચે સોલંકી જ આવ્યો હશે." જીગરે વિચાર્યું, "હા, એના ચાર્જ નીચેનો છે તો કદાચ એ જ હશે." રાઘવે તેના વિચારોને યોગ્ય જગ્યાએ વળ્યાં, "પ્રશ્ન પોલીસનો નથી, પ્રશ્ન કોણે પોલીસને બોલાવી તેનો છે." જીગર ચૂપચાપ સાંભળી રહ્યો. રાઘવે તેને ઓર્ડર કર્યો, "જોતો જરા કોણ છે જેણે આ શહેર માં આ રીતે આપણી સામે આ રીતે જવાની હિમ્મત કરી છે." જીગર ખાલી હા માં માથું હલાવીને ઝડપથી દાદરથી નીચે ગયો.

રાઘવે હોટલ ના કોરિડોરમાં ચાલતાં ચાલતાં કાંચમાંથી નીચે જોયું, એક બે પોલીસની ગાડીઓ હોટલ આગળ ઊભી હતી. શિવા ઇન્સ્પેક્ટર જોડે બોલાચાલી કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર શાંતિ રાખી શિવાને સાંભળી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે શિવા પોલિસ હોય અને ઇન્સ્પેક્ટર ચોર. રાઘવે નાનું સ્મિત કર્યું. ખિસા માંથી ફોન કાઢી નંબર જોડ્યો. નીચે શિવા ના ગજવામાં રીંગ વાગી. શિવાએ ગજવામાંથી ફોન કાઢી નામ વાંચી ફોન ઉપાડ્યો.

"હા ભાઈ આ પોલિસ..." શિવા ના શબ્દો હવામાં રહી ગયાં.
"એમને ઉપર મોકલ, તું ગાડી કાઢ." રાઘવનો ઓર્ડર આવી ગયો.
"જી ભાઈ"

રાઘવે જોયું કે શિવાએ ઇન્સ્પેક્ટરને ઉપર જવા ઈશારો કર્યો અને પોતે ગાડી લેવા પાર્કિંગમાં ગયો. રાઘવ ફોન ખીસામાં મૂકી સીડી થી નીચે ઊતર્યો.

રાઘવ એક માળ ઉતરી નીચે આવ્યો. ચાલતાં ચાલતાં તે કંઇક વિચારી રહ્યો હતો. રાઘવ બીજો માળ ઉતરી નીચે આવ્યો. ત્યારે તેને ઝગડાના અવાજ સંભળાયા. તેમાંથી એક અવાજ જીગરનો હતો એ રાઘવને ખબર હતી.

રાઘવ દાદર ઉતરીને અવાજ ની દિશામાં વળ્યો. જીગર કોરીડોરમાં કોઈ સુટ પહેરેલ માણસ જોડે ઝગડી રહ્યો હતો. પેલો સુટ વાળો માણસ બહુ શાંતિથી અને ઘબરાઈને માફી માંગી રહ્યો હતો. રાઘવ શાંતિથી જઇને તે બંનેની બાજુમાં જઈને ઉભો. રાઘવને જોઈ જીગર ટટ્ટાર થઈને વધુ જોશથી પેલા સુટ વાળા માણસને ધમકાવવા લાગ્યો.

"પોલીસ બોલાવતાં પેહલા એક વાર પણ વિચાર નાં કર્યો??"
"ના, સાહેબ મેં તો..."

રાઘવને જોઈને બિચારો વ્યક્તિ વધારે ડરી ગયો. રાઘવે જઇને પેલા માણસના ખભા પર હાથ મૂક્યો. તેની સામે જોયું પછી જીગરની સામે જોયા વગર શિવાને પૂછ્યુ, "તો આ મહાશયે પોલીસને નિમંત્રણ આપ્યું?" પેલો સુટ વાળો માણસ ડરી ગયો. તે કંઇક બોલવા જ જતો હતો ત્યાં જીગરએ એને અટકાવીને પોતે રાઘવને જવાબ આપ્યો, "ના, પોલીસને ફોન આણે નહિ કોઇક મેડમે કર્યો હતો. એ પેલા રૂમ માં છે." જીગરે પાછળ ના રૂમ તરફ ઈશારો કર્યો. રાઘવે જીગર પર એક નજર નાખી, "તો આને કેમ પકડી રાખ્યો છે, મેડમ જોડે વાત કરો." જીગર થોડો ઝહંખવાઇ ગયો, "આ મને અંદર જવા જ નથી દેતો ને." જીગરે સુટ વાળા માણસ તરફ ઈશારો કર્યો. રાઘવે પેલા સુટ પહેરેલા માણસ તરફ જોયું, તે સામાન્ય હોટલનો સ્ટાફ જ હતો. રાઘવે જીગર સામે જોયું, "આ તને રોકે છે?? ઘોડો છે??" જીગરે તરત ગજવામાંથી રિવોલ્વર બહાર કાઢી. રાઘવે એક નજર રિવોલ્વર પર નાખી, "તો આને શું જાંઘ ખજવાળવા માટે રાખ્યો છે???" જીગર ચૂપ થઈ ગયો. હોટેલનો સુટવાળો માણસ ડરી ગયો.

રાઘવ ફરીને તેની પાછળ રહેલા રૂમના દરવાજા તરફ વળ્યો. રાઘવે દરવાજો ખોલવા તેનો કનોબ પકડ્યો ત્યાં જ પાછળથી પેલા સુટવાળા માણસે તેને અટકાવવા માટે એક હાંકમારી, "sir.". રાધવે પાછળ ફરી ને સિધ્ધિ રિવોલ્વર બહાર કાઢીને એક ગોળી પેલા સુટ વાળા માણસના પગ આગળ ફાયર કરી. માણસ ડરી ગયો. રાઘવ ગુસ્સે થઈ ગયો, "તને સમજાતું નથી.. કે ક્યાં ચૂપ રેહવું અને ક્યાં બોલવું??" હોટલ વાળો ડરી ગયો હતો, "સાહેબ મારી નોકરી." રાધવનો પિત્તો ગયો, "નોકરી? જીવ વહાલો નથી??". પેલો માણસ સાવ રડવા જેવો થઈ ગયો, "સાહેબ, મેડમ.." રાઘવે તેને વચ્ચે જ રોકી લીધો, "એક સ્ત્રીથી આટલી બીક?? રાઘવ કરતાં વધારે?? હવે તો મળવું જ પડશે તમારાં મેડમ ને!" રાઘવે દરવાજો ખોલ્યો અને અંદર રૂમ ની અંદર ગયો.

અંદરનો રૂમ એક કેબિન હતી. ટેબલ ની પાછળ ખુરશી પર એક સ્ત્રી બેઠી હતી. વાદળી સાડીમાં તે ખુરશી પર જાજરમાન લાગતી હતી. લાંબા વાળ, તેના મુંગટ જેવા લાગતાં હતાં. હાથનાં નખ પર કાળી nail polish અને હોઠ પર લાલ lipstick શોભતી હતી. ચહેરો લાંબો અને અણીદાર હતો. આંખમાં કાળી કાજલ નાખી હતી. સ્ત્રી ખુરશી માં બેસી સામે કમ્પ્યુટરમાં કૈક કામ કરી રહી હતી. રાઘવના એકદમ અંદર આવવાથી તેનું ધ્યાન એકદમ દરવાજા તરફ ગઈ.

રાઘવ પોતાની ધૂન માં ચાલતો અંદર ઘુસી આવ્યો. તેની પાછળ દરવાજો પોતાની જાતે બંધ થઈ ગયો. પણ જેવું રાઘવે એ સ્ત્રીને જોઈ તેના પગ જમીનને ચોંટી ગયાં. રાઘવ માત્ર તેને જોઈ રહ્યો હતો. રાઘવ ને અંદર આવેલો જોઈ સ્ત્રી ઊભી થઇ ગઇ.

સ્ત્રી એ ત્રાડ પાડી, "તું અંદર કેમનો ઘુસી આવ્યો."
રાઘવ માત્ર સ્ત્રીને જોતો રહ્યો.
સ્ત્રીએ બૂમ પાડી, "સિક્યોરિટી!!"
રાધવ હજુ તેને જોઈ રહ્યો હતો, રાઘવ જાણે કેટકેટલાય વિચારો માં હોય એમ વિચાર્યા કરે છે. રાઘવ ના મોહ માંથી થરથરતા હોઠે માત્ર તૂટક શબ્દો બહાર આવે છે, " વ...વવ... વૈદેહી?????"

વૈદેહી અટકી જાય છે. રાઘવ હજુ તેને જોઈ રહ્યો છે. શાંતિ છવાઈ જાય છે.
વૈદેહી અને રાઘવ એક બીજા ને જોયા કરે છે. છેવટે વૈદેહી નજર હટાવી લે છે.

"પહેલા ગુંડો હતો હવે ડોન બની ગયો છું.. પણ યાદ રાખ જે હજુ પણ મારા માટે તું... એક મગતરું છું " વૈદેહી એ ચાબખાં માર્યા.

આ સાંભળીને ધીરે ધીરે રાઘવના ચહેરા પરના હાવભાવ બદલાઈ જાય છે. અત્યાર સુધી ધીર ગંભીર ઉભો હતો તે રાઘવ ખુંધુ હસ્યો, "હું શું હતો એ કદાચ તું જાણતી હોઈશ હું શું છું એ.. દુનિયા તને બતાવશે અને.. હવે તું પાછી આવી ગઇ છું તો.. હું શું બનીશ એ જાતે જોઈ લે જે."

"મેં તને પેહલા પણ કહ્યું હતું કે તારી ગંદી કાદવની દુનિયા અને મારી દુનિયા માં બહુ ફરક છે." વૈદેહી એ જવાબ વાળ્યો.

"કાદવ નહિ, લોહી ની..." રાઘવે સુધાર્યું.

વૈદેહી ને સમજ ના પાડતાં પૂછી બેઠી, "એટલે??".

રાધવે માત્ર નાની ખુધી સ્માઇલ આપી.

"દર વખત ની જેમ તુ મને નહિ સમજે." રાઘવે વ્યંગ કાર્યો.

"કે પછી હું તને વધુ પડતો જ સમજી શકું છું." વૈદેહી અડગ હતી.

"તો બહુ ડર લાગતો હશે ને??" રાઘવે કરારી આંખે જોયું.

"તું મારા માટે એક હાસ્યનાં ટુચકા સિવાય કશું જ નથી." વૈદેહી ઝુકવા તૈયાર નોહતી. "એક સિંહ પોતાની ગુફામાં આવી ગયેલા ઉંદર જોડે રમત કરે, તેમ તારી જોડે રમવાની અનેરી મઝા છે."

રાઘવ સાંભળી રહ્યો.

દરવાજો ખૂલ્યો. જીગર અંદર આવ્યો, પણ અંદર આવતાં જ અંદરનું દ્રશ્ય જોઈને ડઘાઈ ગયો. જીગર ફરી ફરીને રાઘવ અને વૈદેહીને જોઈ રહ્યો હતો.

જ્યારે થોડો હોશમાં આવ્યો જીગર ત્યારે તૂટક તૂટક શબ્દોએ થોડું ઘણું જ બોલી શક્યો, "વૈદેહી.. તું ???? એટલે તમે, ભાભી...?? એટલે મેડમ... તમે અહીં???"

આ થોડા શબ્દોમાં જીગર એટલાં ગોટાળા મારી ચૂક્યો હતો જેની કોઈ સીમા નોહતી. તેના શબ્દો યાતો રાઘવને ગુસ્સે કરતાં યાતો વૈદેહીને, આવો જ હતો આ બંને નો સંબંધ તે બંને અને તેમની આસપાસનાં બધા લોકોને મુંઝવણમાં મૂકે એવો.

જીગર ફરી બન્નેને જોઈ રહ્યો, "તમે બંને વાક જીભા જોડી જ કરતાં હતાં કે શારિરીક જિભા જોડી પણ..."

રાઘવથી ઈચ્છા ના હોવા છતાં હસી જવાયું. વૈદેહીનાં ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો.
"Shut up!!! જાહિલ લોકો.. લગ્ન થઈ ગયાં છે મારાં... સાલા ગુંડાઓ નીકળો બહાર મારી હોટલની..." વૈદેહી ગુસ્સો ઠાલવવા લાગી.

જીગર રાઘવ સામે જોઇને પૂછે છે, "હે ભાઈ, હોટલનાં માલિક આ છે??? તો તો આપડે હવે અહીં જ..."

"Manager છું. પણ તમને અહીં હું નહિ જ ચલાવી લઉં. પોલિસને મેં બોલાવી જ છે." વૈદેહી અડગ હતી.

જીગર વિચારવા લાગ્યો, "પોલિસને તમે બોલાઈ??? હા... તમારાં વગર બીજું કોણ આટલી હિમ્મત કરી શકે કે... રાઘવ ભાઈ સામે પોલિસ બોલાવે... "

"તારો રાઘવ ભાઈ બહુ મોટો ખેરખાં હશે એના ઘર નો અહીં નહિ... એક વાર પોલિસ આવી જવાદો પછી બતાવું છું, તમને... " વૈદેહીએ નિર્ધાર કર્યો.

જીગર શાંત ઉભેલા રાઘવ સામે જોઈને પૂછ્યુ, "ભાઈ, આ વધારે નથી થઈ રહ્યું???" રાધવે કશો જવાબ આપ્યો નહિ.

જીગર ફરી વૈદેહી સામે જોઇને બોલ્યો, "અને પોલિસ તો ક્યારની બહાર આવીને ઊભી છે."

"તો બહાર શું કરે છે??? હું અંદર બોલવું છું." વૈદેહી માં જોશ આવ્યું અને તેને એક ડગલું બારણાં તરફ ઉપાડ્યું.

જીગરે તરત તમંચો કાઢીને વૈદેહીના કપાળ સામે ધરી દીધો, "ભાઈ કહેશે તો જ પોલિસ અંદર આવશે."

રાઘવ હજુ શાંત હતો. વૈદેહીએ રાઘવ સામે જોયું. પછી જીગર સામે જોઇને એનાં તમંચાની નળીને પોતાનાં કપાળની વચ્ચે મૂકીને બોલી, "જીગર, તમંચો ચલાવા માટે જીગર જોઈએ.. છે તારામાં??? એ પણ મારા પર.."

જીગર કાણી આંખે રાઘવને જોવા લાગ્યો. વૈદેહીએ એક નજર રાઘવ પર નાખી અને તેને જીગરની હાલત પર હસું આવી ગયું.

રાધવે વિચારીને જવાબ આપ્યો, "જીગા, બહાર જા અને પેલા ઇન્સ્પેક્ટર ને લઈને આવ."

જીગર નિરાશ થઈને ઊભો રહ્યો, તમંચો એણે નીચે કરી લીધો. એની આ હાલત પર વૈદેહીને હસું આવ્યું. જીગરે આ જોઈ ફરી રાઘવ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. રાઘવે માત્ર એને ઈશારો કરી બહાર જવા કહ્યું. જીગર હારેલા સૈનિકની જેમ બહાર જતો રહ્યો.

રાધવે ખુરશી ખેંચી અને એના પર શાંતિથી બેસી ગયો, એને વૈદેહી ને જોયા વગર માત્ર એક વાત કહી, "congratulations... લગ્ન માટે."

રૂમમાં શાંતિ છવાઈ ગઈ.

@@@@@@@@@@@@

વધુ આવતાં અંકે... (જ્યારે બહાર આવે ત્યારે..)

આ વૈદેહી કોણ છે કે જેની આગળ રાઘવ પણ કોમળ પડી જાય છે??? વૈદેહી અને રાઘવ નો શું સંબંધ છે?? વૈદેહી અને રાઘવ નો ભૂતકાળ શું છે?? વર્તમાન શું છે અને ભવિષ્ય??

પોલીસની મદદથી શું વૈદેહી રાઘવને જેલ કરાવી શકશે??? ઉપર રહેલો મયુર પોલીસ આગળ બયાન આપી દેશે તો?? શું આ બધું બીજા એક લોહિયાળ યુદ્ધ તરફ લઈ જશે??? તો આ યદ્ધ કોણ જીતશે?? શું આ જ અંત છે રાઘવનો કે હજુ તો વાર્તાની શરૂઆત છે???
બધું આવતાં વખતે... જ્યારે આવે ત્યારે..

*************

દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

###########################

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.