Tu Mera Dil - 3 books and stories free download online pdf in Gujarati

તુ મેરા દિલ.. - 3

ભાગ --૩.

અનાયા માતૃત્વ પ્રાપ્ત કરીને ખુબજ ખુશ હતી. આરવ નો દિલથી આભાર વ્યક્ત કરતી હતી. બંને જણા ભાવિ ખુશીઓની ધારામાં વહી ગયા હતા. ભાવિ સોણલાં સજાવતાં હતાં. મારે દીકરી જોઈએ અને મારો દિકરો ત્યાંથી બન્નેની રકઝકની શરૂઆત થઈ. આખરે, ઇશ્વરની કૃપા હશે તે આવશે એનો દિલથી સ્વીકાર કરીને ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ સંસ્કારોનો વારસો આપીશું જે તેનાં જીવન માટે ખુબજ અગત્યનો હશે. ચર્ચાને વિરામ આપ્યો.

અનાયાને હવે સારું લાગી રહ્યું હતું તો ટોક શો માટે તૈયાર થવા લાગી, અતિ ઉત્સાહથી, ક્રુઝ પર પહેલો ટોક શો હતો. લોકો આવશે કે કેમ ? આવશે તો બિન્દાસ અભિવ્યક્તિ કરી શકશે. પબ્લિક ટોક શો હતો લાઈવ એટલે કોઈ તૈયારી સાથેનું ન હતું. અરે વિષય પણ ક્યાં ખબર હતો ?

હૉલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. ક્રુઝ પરની આ નવી એક્ટિવિટી હતી તો બધા આશ્રયમાં હતાં કે શું હશે આ શોમાં ? તો માણવા માટે સૌ હાજર હતા.

અનાયાની ટીમે લાઈટ, કેમેરા, માઇક, સ્ટેજ બધું સુંદર રીતે તૈયાર કર્યું હતું. જેને સ્ટેજ પર આવીને ભાગ લેવો હોય કે ઓડિયન્સમાં બેસીને જવાબ આપવા હોય, બધી તૈયારી હતી. લોકોનો સ્ટેજ નો ડર નીકળે, ખુલીને બોલી શકે, બિન્દાસ અભિવ્યક્તિ કરી શકે તે હેતુથી જ આયોજન કર્યું હતું. ક્રુઝમાં સૌ ટુરિસ્ટ હતા, કોઈ એકબીજાને ઓળખતું નહતું. મીડિયામાં ટોક શો રિલીઝ થવાનો નહતો. તેથી સૌ પ્રસનોતરી માટે રાહ જોઇ રહ્યા હતાં.

અનાયાએ આજનો ટોપિક માતૃત્વ જ રાખ્યો, જેથી એ પોતે પણ કંઈક નવું જાણી શકે. માતા અને પિતાની ફીલિંગ્સ સમજી શકે. પોતાની આજની પહેલાં દિવસની અનુભૂતિ શેર કરી શકે. અને શરૂ કર્યો ટોક શો..


અનાયાએ કહ્યું કે હું પહેલાં મારી જ અનુભૂતિ જણાવું. મને હમણાંજ જાણ થઈ કે હું માં બનવા જઇ રહી છું. એક જીવને જન્મ આપવા ઈશ્વરે મને સક્ષમ ગણી અને સુંદર માતૃત્વનો અહેસાસ કરાવ્યો છે. સ્ત્રીને જ્યારે ખબર પડે છે કે તે એક નવા જીવનને વિશ્વમાં અવતારવા જઈ રહી છે, ત્યારે તેને બધું જ જાણે કે રૃડું રળિયામણું લાગવા લાગે છે. તેના રુંવેરુંવામાં અજવાળું રેલાવા લાગે છે. આખા શરીરમાં કળતર થતું હોય છે, જરા પણ જંપ હોતો નથી, છતાંયે તેની અંદર જે ખાસ આકાર ઊપસી રહ્યાં છે, તે તેને અનહદ આનંદ આપી રહ્યા હોય છે. આ ગાળામાં સ્ત્રી એક સાથે બે જીવન જીવે છે. મને સુંદર અહેસાસ થઈ રહ્યો છે. તમે પણ તમારી ફીલિંગ્સ શેર કરશો તો ટોક શોને ચાર ચાંદ લાગી જશે.

દરેક માતાઓએ ઉમળકાભેર ભાગ લીધો...

પ્રસૂતિએ સ્ત્રીના જીવનની મોટી ઘટના છે.

અંદર એક જીવ ઉછરે તેનો આનંદજ અવર્ણનીય હોય છે.

માં બાળક સાથે મનોમન વાતો કરતી હોય છે. મનોમન રમતી હોય છે.

માં પોતાનું અસ્તીત્વ ઓગાળી નાંખે છે. બાળકને જન્મ આપવા, અસહ્ય પીડામાં પણ અકલ્પનિય આનંદ સમાયેલો હોય છે..

ટોક શોમાં એક પછી એક અનુભૂતિઓ વણાતી રહી. અત્યારે દરેક માંના ચહેરા પર પ્રથમ પ્રસૂતિનો આનંદ દેખાઈ રહ્યો હતો અને વાણીમાં છલકાઈ રહ્યો હતો.
અનાયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી અને સલાહ સૂચનો પણ ખૂબ મળ્યા જે અનાયાને મન અતિ મહત્વનાં હતાં.

ટોક શોની સફળતા જોઈ ક્રુઝ વાળાએ એક દિવસ પછી ફરી બીજા ટોપિક પર ચર્ચા કરવા હોલ પર પધારવા આમંત્રણ આપી દીધું. અનાયા પણ સવાલોની ઝડી વરસાવવા તેનાં કામમાં લાગી ગઈ.

આરવે કહ્યું જાનું હવે તારે બેનું ધ્યાન રાખવાનું છે. થોડો આરામ કરી લે.

અનાયા બોલી તારું ધ્યાન તું રાખીશ હવે ? કે અમારું પણ રાખીશ..

આરવે જવાબદારી સ્વીકારી ત્રણેનું રાખીશ. પણ ખાવાપીવા અને બેસવા ઉઠવામાં તો તારે જ રાખવું પડશે..

મસ્તીભર્યો દિવસ ક્યાં અને કેવી રીતે પસાર થઈ ગયો. હવે રોજ ખુશીનાં જ દિવસો હતાં. પ્રેમનું બંધન અતૂટ થતું જતું હતું. એક ડોર જે વધારે નજીક લાવી રહી હતી. બંને ખામોશ થઈ અંતરની ઊર્મિઓને માણતા રહ્યા ભવિષ્યનાં સુનહરા સપનાં સાથે..

ક્રમશ : ....