Tu Mera Dil - 6 books and stories free download online pdf in Gujarati

તુ મેરા દિલ.. - 6

આરવની તો સવાર બધી શુષ્ક બની. ચેમ્પની કિલકારીઓથી ઘર ગુંજતું હતું ત્યાં હવે ભેંકાર લાગતું હતું. દિલ પર એક બોજ રહેતો હતો, શું ચેમ્પ મારા વગર રહી શકશે?

દિલનો આનંદ લૂંટાયો,
શબ્દોનાં પડઘા શમ્યા,
જીવનનો રાગ બેસૂરો,
ચેમ્પ વગર હું અધૂરો.

પ્રેમના હિલોળે ચડતું દિલ રોજ, લહેરોજ થંબી જાય તો કરે શું?
યાદ કરી દિલથી, શબ્દોને કંડારવા બેઠો, સફુર્યા કાફલા સાથે શબ્દોનાં કારવા, સર્જાઈ હારમાળા વાક્યોની, ગૂંથણી થઈ વાક્યો કેરી, રચના બની ફકરામાં, મળતાં મળતાં મળી ગયા એક વાર્તાના રૂપમાં. મોતીના દાણા જેવાં શબ્દોમાં ચમકતી રહી આંસુઓની બુંદ. ચેમ્પના વિરહમાં જન્મી એક અદ્ભુત દિલની લાગણીઓથી ભરેલી પિતાના પુત્ર પ્રેમની ગાથા..

તું મેરા દિલ...

સંવેદનાઓથી ભરપૂર, લાગણીઓના મોજામાં ભીંજાયેલી,
પ્રેમની પરાકાષ્ઠાને ઊંચાઈ આપતી, આનંદ, વિરહમા રાચતી પોતાનાં પુત્ર પ્રેમની સુંદર વાતોનું આલેખન કરતી જીવનની સચ્ચાઈ બની એક વાર્તા સ્વરૂપમાં. લખતાં લખતાં કેટલી વાર હાથમાં કંપારી છૂટી, કેટલીય વખત આખોમાં ભીનાશ આવી તો ક્યારેક રૂમાલ પણ ઓછા પડયાં.

ડેડી ડેડીની સતત લવારી કરતો રહ્યો આયુષ તાવના દર્દમાં. ડેડી જ એની દુનિયા હતા. જુદાઈમાં હિજરાતો રહ્યોને, બે દિવસમાં તો તાવ ભરખાઈ ગયો. આયુષનું દર્દ જોવાતું ન્હોતું અનાયાથી. કઈ માં પીડા જોઈ શકે દીકરાની ?

આરવે કસમ ખાધી હતી ક્યારેય અનાયાના ઘરે નહીં જવાની. ભૂતકાળના કડવા અનુભવોને કારણે, પણ જ્યારે દીકરા માટે કારણ હતું જવાનુ, એ પણ બીમારીની, વાત સાંભળી હૈયું ક્યાં હાથમાં રહે, પગલાં આપોઆપ ડગ ભરે.

આરવને જોઈ ચેમ્પના મુખ પર આનંદ છવાઈ ગયો. જાદુની ઝપ્પી ડેડીની મળી તો તાવ જાણે ગાયબ થઈ ગયો. ચેમ્પનો આત્મા આરવના દિલમાં વસતો હોય છે, કેમ કરીને બે દિવસ પહેલીવાર આયુષ વગર રહ્યો.

ડેડી હું તમારી સાથે જ રહેવાનો છું. તમે અહીંયાં રહો કે મને ઘરે લઈ જાવ. મમા તને સાથે આવું છે? હું મમા વગર રહીશ પણ ડેડી તો મને જોઈશે જ. અરે!! તારા ડેડી જોડે ક્યાં રૂપિયા છે તો તારી જરૂરત પુરી કરશે? હું ભગવાનજીને પ્રાર્થના કરીશ ડેડી જોડે આટલા બધા રૂપિયા હોય. મમા તારી પાસે તો નાના ને બધાં છે, મારા ડેડી જોડે તો કોઇ નથી. તું તો વાતો પણ કરે, રડે પણ છે બધાં પાસે, ડેડી જોડે તો હમેશા હું જ હોવું છું. અનાયા સાંભળી રહી આયુષને, દિલ એનું ચીરાઈ ગયું. નાના બાળકને મગજ પર આટલી ગહેરી અસર થઈ છે. અમારાં ઝઘડા સાંભળીને આટલી પરિપક્વ વાતો કરે છે. આરવ મને કહેતો રહ્યો ચેમ્પ સામે ચૂપ રહે પણ હું...


ચેમ્પ પોતાનાં ઘરે આવીને ખુશ હતો. ડેડી જોડે જ્યાં હોય ત્યાં એના માટે સ્વર્ગ લાગતું. આરવ પણ હવે એકલાં હાથે ચેમ્પને રાખવાનો, સમય સાચવવાનો પણ હું કરી શકીશની ભાવના, તે કરી શકયો.

આકાશમાં તારા ચમકતા રહે છે, પ્રકાશ રેલાતો રહે, એમ આરવના જીવનમાં તેનાં તારા ચમકવા ચાલુ થયા હતા, પ્રકાશના કિરણોની શુભ શરૂઆત થઈ ગઈ.

પિતા અને દીકરાના પ્રેમની અદ્ભુત લાગણીઓની કળીઓ જોડતી ""તું મેરા દિલ "" સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી રહી હતી. કમાણમાંથી અડધો ભાગ આપવાની પણ તૈયારી બતાવી. આરવ આને આયુષની ભગવાનજીને કરેલી દિલથી પ્રાર્થના જ માનતો.

આરવ અને ચેમ્પના ખુશી ભર્યા દિવસો સરસ રીતે પસાર થઈ રહ્યા હતાં. ચેમ્પ જાણે એક્દમ મોટો થઈ ગયો હતો. ન કોઈ જિદ, ડેડી નું માનવું, ન કોઈ હેરાનગતિ, પોતાનામાં મસ્ત થઈ રમવું અને ભણવું.

અચાનક એક રાત્રે આયુષને ફરી તાવ ચડ્યો. ડોક્ટરે બધાં રીપોર્ટ કરવાની સલાહ આપી. થોડા સમયમાં ફરી કેમ તાવ, આવવાનું શું કારણ ?

ડૉક્ટરના હાથમાં રિપોર્ટ હતો. વારેવારે આરવ સામે જોતાં ને રીપોર્ટ સામે જોતાં. અરે!! ડૉક્ટર કંઈક તો બોલો શું છે રિપોર્ટમાં ???

આરવના દિલના તારાની ચમક કેમ ઝાંખી થઈ,
દિલનો તારો ચમકશે કે ઝાંખપ ભરખશે ?

જ્યારથી રિપોર્ટ આવ્યા ત્યારથી આરવ માનસિક રીતે પડી ભાંગયો હતો. ક્યો બાપ પોતાનાં દીકરાની ગંભીર બીમારી સાંભળી શકે? આ પરિસ્થિતિમાંથી પણ હું નીકળી જઈશ આવી આશા સાથે ડૉક્ટર પાસે બધું સમજી લીધું. એની દિનચર્યામાં શું ખોરાક, પાણી, મેડિસિન કેવી રીતે આપવાના.


આયુષની કિડની હવે ઓછું કામ કરતી હતી. ઈમયુનિટી હવે ઘટી જતી હતી. કોઈકને કોઈ ઇંફેક્શન લાગી જતું હતું. શરીરમાંથી albumin વધતું હતું. Creatinine રિપોર્ટમાં વધારે બતાવતું હતું જે ભારે ચિંતાનો વિષય હતો. આયુષની ઉંમર નાની હોવાને કારણે તે ફેસ નહોતો કરી શકતો ને વારે વારે તાવમાં પટકાતો. ડોક્ટરે ક્હ્યું હવે આયુષ એક કાચનું વાસણ જેવો છે. વધારે સાચવવાનો પ્રયાસ કરવાનો.

આયુષ એની બીમારીથી બેખબર પોતાની મસ્તીમાં મસ્ત હતો. એના ડેડી જોડે ધમાલ મસ્તી એનો નિત્યક્રમ હતો. વધતી દવાઓનો સમય, ખાવાની પરેજીથી ક્યારેક અકળાઈ ઉઠતો. આ શું ડેડી, તમે તો રોજ મને નવું ખવડાવતા,યમી અને ટેસ્ટી, હવે તો સાવ ફિક્કું ખવડાવો છો. પહેલાંની જેમ વધારે રમવા નથી દેતાં, થાકી જઈશ કરીને.પહેલાં તો તમે એવું કહેતાં હતાં કે મારાં ચેમ્પને તો થાક જ ના લાગે? હવે કેમ આમ?

આરવ હસતું મો રાખી સમજાવતો, ચેમ્પ બીમાર પડીને સહન કરવું પડે છે, તો કેટલું રડવું આવે છે. આપણે રમી પણ ના શકીએ. સૂઈ રહેવું પડે, દવાઓનો ડોઝ પણ વધારે લેવો પડે એના કરતાં થોડો આરામ કરતાં રમીએ, ખાવાપીવામાં ધ્યાન રાખીએ તો આપણે હમેશાં સ્વસ્થ રહીએ. આયુષ બધી વાતો માનતો થયો, ડેડી કહે એમ કરવાનું તો હું બીમાર નહીં પડું.

વર્ષી રહ્યા વાદળો ગમગીનીના,
આંસુ છુપાઈ રહ્યા છે ભરપૂર,
વ્યથા દિલની ક્યાં છુપાવું,
તીમીરનો રંગ ચડયો અધિક.

આરવનું દિલ અંદરથી ખૂબ રડતું, ક્યારેક સીસ્કીયોનો અવાજ ઉભરાતો, ઘૂંટડે ઘૂંટડે પીતો કડવો રસ, સેવન ક્યારે થશે મીઠો રસ?

આજે બાપ- દીકરો રીસોર્ટમાં ગયા હતાં. આયુષ આજે ખૂબ ખુશ હતો. આયુષના મિત્રની બર્થ ડે પાર્ટી હતી. ખાસ ખાસ મિત્રોને આગલી સાંજથી જ બોલાવી દીધાં હતાં.

મિત્રોને મળે મિત્રો,
બને ત્યાં સ્વર્ગ,
પ્રેમ અને આનંદમાં,
લૂંટી લે પરમાનંદ.

આરવે ઘણું લેશન આપ્યું હતું. આયુષ ડોકું ધુંનવી હા પાડતો રહ્યો. મિત્રો મળ્યાના અતિરેકમાં બધું સ્વાહા. આરવ પણ કાંઈ બોલ્યો નહીં, ઘણા દિવસો બાદ આયુષ ઘરની બહાર આવ્યો હતો તો આનંદ કરવા દો.

મિત્રોની ટોળી સંગ લૂંટયો મિલનનો લ્હાવો,
ક્યારે ફરી મળશે ફરી આવો નજારો.

આરવ દૂરથી આયુષને ખુશીમાં જોઈ, અંતરથી એ પણ ખુશ થયો. મનથી નક્કી કર્યું કે હવે એ ઉદાસ નહીં રહે. નાની નાની ખુશીઓને કેદ કરશે દિલમાં. યાદોની તસવીર કંડારી રાખશે મનમસ્તીકમાં.

તું મેરા દિલ...ની એક મીઠી કડી જોડતી આરવના દિલની વાતો એના ચેમ્પ જોડે એક અનોખું બંધનમાં ઢળતી હતી...

ક્રમશ:....