Kismat - 3 - Last Part books and stories free download online pdf in Gujarati

કિસ્મત - 3 - અંતિમ ભાગ

રમણભાઈ નો નાનો દીકરો આવ્યો. તેની સાથે દુકાન ના માલિક પણ આવ્યા, રમણભાઈ હવે એ દુકાન માં તમારું જે કઈપણ હોય તે લઈ લેજો, એ દુકાન અમારે ભાડે નથી દેવી. રમણભાઈ એ બહુ કાકલૂદી કરી પણ દુકાન માલિક ના માન્યો. અંતે દુકાન પણ ગઈ.તો પણ જયાબેને કહ્યું હશે ઠાકોરજી ની ઇચ્છા જે થાય તે સારા માટે.
રમણભાઈ નો મોટો દિકરો બહુ સમજુ અને હોશિયાર પીતા ની જુગાર ની લત ના ગમે પણ કરે શું? નામ એનું નરેન તેને ધીમે ધીમે એને કામ કરવા માંડયુ , રમણભાઈ ને ઘણી મદદ મળી રહે. પણ જુગાર ના છૂટે. એક દિવસ રમણભાઈ બહાર ગયા ,ત્યાં રસ્તા માં તેમને એક અવાજ સાભંળ્યો,કોઇ ફિલ્મ ની ટીકીટ બ્લેક માં વહેચતુ હતું તેમને એ અવાજ જાણીતો લાગ્યો,નજીક જઈ ને જોયું તો તે નરેન હતો. આ શું?.મારો દીકરો આવા કામ કરે!!ઘરે પહોંચી તે નરેન ની રાહ જોવા લાગ્યા.નરેન ઘરે આવતા ની સાથે જ તેની ઉલટ તપાસ કરી, અને માર પણ માયૉ. નરેને કહ્યું કે જો તમે જુગાર ન રમો તો મારે આવા કામ ના કરવા પડે, અને રમણભાઈ સમસમી ગયા તે ત્યાં થી ચાલ્યા ગયા. જયાબેને દીકરા ને સમજાવ્યો કે આમ ના બોલાય!આમ ઘણીવાર એવું થતું કે રમણભાઈ જુગાર રમી ને આવે અને નરેન એમને જોયા કરે બન્ને એકમેક સામે આખ ના મીલાવી શકે. ઘર ની સ્થિતિ બગડતી જાતી ઉપર થી ત્રીજી દીકરી પણ મોટી થઇ ગઇ હતી,જેમતેમ રમણભાઈ એ તેનું પણ સગપણ કરી નાખ્યું. ઘર માં ખાવા ધાન ન હતું જયાબેને ઘર ના વાસણો વ્હેચી ઘર ચલાવું પડતું અને એમાં એક દિવસ........

એક દિવસ સવારે વહેલા ઉઠીને જયાબેને પૂજા કરી ત્યારબાદ નરેન ને જગાડી કામે મોકલ્યો. અને રમણભાઈ ને જગાડવા ગયા પ..ણ આ શું?રમણભાઈ ના હાથ પગ લાકડા જેવા થઈ ગયા હતા. જયાબેને તેમને ઢંઢોળ્યા પણ કંઈ ફરક ના પડ્યો, તરત નજીક માં રહેતા એક ડોક્ટર ને બોલાવા નાના છોકરા ને મોકલ્યો. ડૉકટરે આવી ને જોયું રમણભાઈ ને પેરાલિસિસનો એટેક આવ્યો હતો.ડોકટરે દવા આપી અને કહ્યું કે જો દવા ને મસાજ કરાવશો કદાચ સારું થઇ જાય, નહીં તો આમ જ સેવા કરવાની. હશે જેવી ઠાકોરજી ની ઈચ્છા!આજ પેલી વાર આ શબ્દો બોલતા જયાબેન ને હદય પર ભાર અને જીભને જોર પડતું હતું. લગ્ન કરી ને આવ્યા ત્યાર થી જ આ ઘર માં ઘણા તડકા છાયા જોયા છે, પણ હંમેશા પોતે પણ હિંમત રાખી, ને બાળકો ને પણ કેતા કે હશે બેટા જે થાય ને તે સારા માટે, જેવી ઠાકોરજી ની ઈચ્છા. પ..ણ આજ પોતે ખરેખર ધ્રુજી ઉઠયાં કે પ્રભુ હજુ કેટલી પરીક્ષા બાકી છે. નરેન પણ ભાગી ને આવ્યો, માં ને મુઝવણ માં જોઈ પોતાની જાતને સંભાળી લીધી અને બોલ્યો અરે બા બાપુજી ને હમણાં સારું થઈ જાશે તુ ચીન્તા કરમા .અને આખ ના આસું લુછી ને બોલ્યો હશે બા જેવી ઠાકોરજી ની ઇચ્છા!

નરેન માત્ર ૧૧વષૅ નો હતો પણ એક તો ૩ બહેન પછી નો ભાઈ એટલે મા બાપ ને ઘણી આશાઓ તો હોવાની જ એમાં પણ પીતા નુ વતૅન એના થી છુપુ નહતું એટલેનાનપણ થી જ સમજુ અને ઉપરથી હોશિયાર અને ખંતીલો,આ ઉમર માં એના પર આખા ઘર નો ભાર આવી ગયો, પણ જયાબેન ના ઉછેર ,શીખ,અને ઠાકોરજી પર ના વિસ્વાસ થી તે ખૂબ મહેનત કરતો ને ઘર ચલાવતો, તો પણ પીતા ની દવાઓ,ને ઘર ખચૅ માન્ડ પૂરા થતાં. ધીમે ધીમે નાનો ભાઈ પણ સાથે કામ કરવા લાગ્યો,પણ વચ્ચે વચ્ચે બહેનો ના વ્યવહાર આવતા ને ભાઈ ને વળી ઘર માં તાણ પડતી, પણ નરેને કયારેય કોઇ વ્યવહાર માં કચાસ નહતી રાખી, બધા સગા સંબધી પણ હંમેશાં કહેતાં કે આવડી ઉમર માં નરેને ઘણું ભોગવી લીધું, રમણભાઈ બહુ નસીબદાર કે મોટી ઉંમરે પણ આવો દીકરો આવ્યો.ઘણીવાર રમણભાઈ નરેન સામે જોઈ ને રડી પડતા અને મનોમન એની માફી પણ માગતા,આમ ને આમ ૨વષૅ વિતી ગયા અને એક દિવસ રમણભાઈ ૩ દીકરી ૧ દીકરો અને પોતાની પત્ની ની જવાબદારી નરેન ની માથે મૂકી ને દુનિયા છોડી દીધી..

રમણભાઈ ના દેહાંત વખતે નરેન માત્ર ૧૩ જ વષૅ નો હતો, તે સમજતો હતો કે હવે જ જીવન નો સાચો સંઘર્ષ શરૂ થયો છે, પીતા ના દેહાંત અને ક્રિયા ની બધી વીધી પતાવ્યા પછી નરેને

મન થી નક્કી કરી લીધું કે પૈસા વગર આ દુનિયા માં કોઈ તમારૂ નથી પૈસો જ બધાનો પરમેશ્વર છે, અને ત્યારબાદ નરેને દિવસ રાત જોયા વગર કામ કરવા માડયુ,તે સોમવારે સવારે વહેલા ઉઠીને કામ કરવા લાગતો, તો સીધો રવિવારે સાંજે જ ઘર બહાર નીકળતો, તેની સાથે તેનો ભાઈ અને માં પણ કામ કરાવતા. નરેન નું કામ સમયસર અને ચોક્કસ હતું એટલે ધીમે ધીમે તે આસપાસ ના વેપારીઓ માં માનીતો થઈ ગયો. આમ પેલા તેને પોતાના પીતા નુ રહેલું કરજ પુરૂ કર્યું. હવે તેની માં ની ઉમર પણ થઈ ગઈ હતી અને ઘર ની પરીસ્થીતી સારી થઈ હતી, આ જોતા નજીક ના સગાઓ નરેન ને પરણવા માટે કહેતા, અને મા ની તબિયત જોઈ ને નરેને પરણવા ની તૈયારી બતાવી. અને એક દિવસ એક સગા એ બતાવેલી ચંદ્ર ની ચાદંની જેવી વહુ નરેન ના જીવનમાં આવી, નામ એનું નીતા, નીતા ખૂબ જ ડાહી અને સરળ હતી, ઘરમાં બધાનો પડ્યો બોલ ઝીલતી,નરેન ના જીવનમાં પણ નીતા ના આવવા થી ઘણી ખુશી ઓ આવી હતી.

આજ ઘણા સમય પછી નરેન ના જીવનમાં સારો દિવસ આવ્યો હતો આજે તેને પોતાની દુકાન લીધી હતી હવે તે બન્ને ભાઈઓ ઠીક ઠીક કમાવા પણ લાગ્યા હતા.જયાબેન ના આશીર્વાદ થી નાનું એવું ઘર પણ લઈ લીધું અને ઘણી મહેનત ને અંતે નરેન ની કિસ્મત એ તેને સાથ આપ્યો.

આ સાથે આ કિસ્મત અહીં પૂર્ણ થાય છે, કેમ કે કિસ્મત ના ખેલ નો અંત નથી, દરેક નવો ખેલાડી નવા નવા ખેલ ખેલતો રહે છે, અને હાર જીત ની બાઝી ચાલતી રહે છે.

અસ્તુ

આરતી ગેરીયા......