Kismat - 1 books and stories free download online pdf in Gujarati

કિસ્મત - 1

વાત એ સમય ની છે જ્યારે રીક્ષા કરતાં વધુ ઘોડા અને બળદ ગાડી ચાલતી.લોકો પાસે ઘર નાના પણ મન મોટા હતા, પોતાના વાહનો ન હતા પણ કોઈ નો ભાર ન લાગતો, એકબીજાને મદદ કરવા હમેશા તત્પર રહેતા,

ગામ નો બહુ સામાન્ય કહી શકાય એવો વિસ્તાર, શેરી ઓ સાકંળી અને ગંદકી વાળી, એમાં રમણભાઈ નું ઘર.એક લાકડાની તૂટેલી ડેલી, અંદર એક મોટું ફળીયુ ,ફળીયામાં એક ઓસરીમાં પાંચ છ ઓરડા એક તરફ નહાવા ની ચોકડી, અને બીજી તરફ એક ખડભડી ગયેલો એક ખાટલો પડયો હતો. ફળીયામાં થોડા છોકરા રમતા હતા, ગણી ને ચોથા ઓરડા તરફ પગ ઊપાડયા,અંદર એક ખૂણામાં ખાટલા માં એક ગભૅવતી સ્ત્રી સૂતી છે,બીજા ખૂણામાં રસોડું છે, અને બારણા ની બાજુ ના ખૂણામાં રમણભાઈ કામ કરે છે,રસોડામાં એક ૪૦- ૪૫ વષૅ ની બેન કામ કરે છે, તેની આજુબાજુ માં ૩નાની નાની દીકરી ઓ નિરાશ વદને બેઠી છે. અને ધીમે ધીમે બોલે છે.ફૈબા બવ ભૂખ લાગી છે, કંઈક આપો ને, ઉભી તો રે છોડી,આ તારા સાટું ચા મુકી જ છે હમણા આપું હો...ને બાળકો શાંતિ થી બેઠા છે. એક દીકરા ની આશા માં આ ત્રણ છોડી ઓ આવી હવે તો ભગવાન સામું જોશે!એવું વીચારતા રમણ ભાઇ બેઠા છે. ખાટલા માં સૂતા સૂતા તેમના પત્ની જયા બેન મૂક સાક્ષી બની જીવ બાળતા આ બધું જોયા કરે છે, પોતે પરણીને આવ્યા ત્યારે પણ આ ઘર ની પરીસ્થીતી સારી નહતી, એમાં ૩ છોકરી અને ફરી આ આવનાર બાળક.દીકરો આવી ને દુઃખ દુર કરશે, માં બાપ નો આધાર બનશે બસ એ જ લહાય માં એક પછી એક બાળક નો જ્ન્મ થયો. ફૈબા એ એક એક ને નાની વાટકી માં ચા આપી ગરવા માંથી રાત નો રોટલો આપ્યો છોડીઓ પ્રેમ થી ખાવા લાગી, જયાબેન નુ મન ખૂબ દુખી થાતુ પણ કરે શું?એક તો ઓછી આવક એમાં ધણી ને જુગાર ની ટેવ, અને સ્વભાવે આકરાં અને આવા સુવાવડ ના ખચૅ .આ વખતે પણ જો દીકરી જ આવી તો ? જયાબેન વીચારે ચડ્યા અને ત્યાં જ તેમના પેટ માં દુખાવો થયો જાણે કે એકદમ કોઈ વળ પડવા માડ્યા,ઓ...મા.રે જયાબેન ના મોમાંથી ચીસ નીકળી, રમણભાઈ અને છોકરી ઓને બહાર મોકલી ફૈબા એ બાજુ વાળા ને બોલાવી ગરમ પાણી કર્યુંપ...ણ હજી તો આ સાતમો મહિનો ચાલે છે ત્યાં.....


રમણભાઈ બહાર આમતેમ ચક્કર મારતા હતા. છોકરી ઓ શાંતિ થી બધું જોયા કરતી હતી આ વખતે તો ભાઈ આવશે જ એવું બા કેતી તી!અને પછી તો ભાઈ બધું બરાબર કરી દેશે!! બસ આવી આશા માં એ પણ બહાર બેઠી હતી.અને ત્યાં.. જ કમાડ ખૂલ્યા. પાડોશી બાઈ ના મો પર કળી ના શકાય એવા ભાવ હતા, રમણભાઈ મન માં મુજાયા કે થયું છે શું?બાળક તો દિકરો હતો!પણ જ્ન્મતાવેત જ મરી ગયું,પાડોશી એ કહ્યું. ઓ...હ રમણભાઈ માથે હાથ દઈ ને ત્યાં જ બેસી રહ્યા શું કરવું એ તેમની સમજ ની બહાર હતું.છોકરી ઓ પણ શું થયું એ સમજી નહીં ને ઘડીકમાં બાપુ સામું તો ઘડીકમાં પેલા બેન સામું જોઈ રહી.ત્યાંજ ફૈબા ઈશારા થી રમણભાઈ ને અંદર બોલાવી ગયા. તેમના હાથ માં એક કપડાં માં એ નાના બાળ નુ મૃત શરીર હતું, ખાટલા માં સૂતેલા જયાબેન ની આંખો ના આસું સૂકાતા નહતા, રમણભાઈ હદય પર પથ્થર મૂકીને એ બાળક ની અંતિમવિધિ કરી આવ્યા.૨-૫ દિવસ તો જયાબેન ને બહુ તકલીફો પડી પછી જીવનમાં આગળ તો વધવુ જ પડે હશે ભગવાન આજે નહીં તો કાલે સામું જોશે એવા બધા ના વેણ સાભંળી ને પોતાના આસું પી ગયા. ફૈબા ને પણ પોતાના ઘરે પાછું જાવું હતું, કંઈ કામ હોય તો કેજે ફરી આવીશ. આમ કહી ને તે પણ ચાલ્યા ગયા. રમણભાઈ ના ઘર પર લક્ષ્મી ની ખાસ કૃપા નહીં, પણ સંસ્કાર માં જયાબેન નુ કેવું પડે, તેમને બાલગોપાલ પર બહુ શ્ર્ધ્ધા.દીકરી ઓને પણ એ જ શીખ્વયુ કે આ કાના પર ભરોસો રાખો સૌ સારાવાના થઈ જાશે. તે દિવસ પછી રમણભાઈ વધુ ખીન્ન રહેતા. કમાણી તો આમ પણ ઓછી હતી ને જુગારે ઘર અને કામ થી વધુ દૂર કરી દીધા. જયાબેન નો સ્વભાવ સારો એટલે ઘર નુ અને જીદંગી નુ ગાડું ગબડતુ.
થોડા સમય પછી ફરી જયાબેન ને સારા દિવસ ચડયા, આ વખતે તો બધું સુખરૂપ ઉતરી જાય તો હે કાના તારા પલના કરાવુ.આવુ મનમાં વિચારી ને ભગવાન નુ નામ લેતા જયાબેન દિવસો પસાર કરતાં જાય મોટી છોકરી હવે દસ વષૅ ની થઈ ગઈ એટલે હવે ઘરકામ માં થોડી રાહત મળતી.અને આમ જયાબેન ને પ્રસુતિ નો સમય આવી ગયો.


✍️ આરતી ગેરીયા...