Vasudha-Vasumaa - 27 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ ૨૭

વસુધા - પ્રકરણ ૨૬

સરલા અને ભાવેશકુમાર કારમાં ઘરે જવા નીકળી ગયાં અહીં ભાનુબહેન બોલ્યાં આખું ઘર જાણે ખાલી ખાલી થઇ ગયું...સરલાની આટલાં દિવસની હાજરી જાણે અચાનક ખાલીપો કરી ગઈ. દીકરી હોય ત્યાં સુધી જાણે ભર્યું ભર્યું હતું બસ જેવી વિદાય થાય એટલે બધાં હોવાં છતાં ખાલીપો અનુભવાય છે.

વસુધા સાંભળી રહેલી એનાંથી પણ કહ્યાં વિના ના રહેવાયું બોલી માં તમે સાચુંજ કહો છો. સરલાબેન હતાં તો એવું લાગતું હતું કે કોઈ સખી મારી મોટી બહેન મારી સાથે હતી હું સાવ નિશ્ચિંન્તતા અનુભવતી હતી કે મારી સાથે કોઈ છે. માં - પાપા તમે લોકો તો છો જ માથે કે તમારાં આશીર્વાદ અને તમારો રખોપો પણ સરલાબહેન...મારી સખી...એમ બોલતાં બોલતાં વસુધાની આંખો નમ થઇ ગઈ...હજી એમનાં પગલા આ ઘરમાંથી બહાર પડ્યાં નથી અને હું જાણે એકલી થઇ ગઈ એવું અનુભવું છું માં તમે સાચુંજ કીધું ખાલીપો લાગે છે.

ભાનુબહેને કહ્યું દીકરીની વિદાય બહુ વસમી હોય છે જાણે કાળજાનો કટકો ક્યાંય દૂર થઇ રહ્યો છે ભાનુબેન સંવેદનામાં તણાયા એમણે વસુધાને લાગણીથી ગળે વળગાવી દીધી એમની આંખોમાંથી આંસુ નીકળી આવ્યાં. વસુધા પણ એમને વળગી ગઈ માં...આજે માં યાદ આવી ગઈ અને ડૂસકું નીકળી ગયું.

ભાનુબહેને કીધું દીકરી હું સમજું છું માવતરની યાદ આવે પછી હૈયું હાથ નથી રહેતું આપણે કાલેજ તારાં ગામ જઈશું. આમ પણ લગ્ન પછી તું ગઈ નથી અમારે પણ મળવું છે તું પણ મળી લે...અને થોડાં દિવસ ત્યાં રહેજે પછી સારું મુહૂર્ત જોઈને પીતાંબર તને લેવાં આવી જશે.

વસુધાની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં એણે આનંદથી ઝૂમી ઉઠતાં પૂછ્યું સાચે માં ? આપણે મારાં ગામ જવાનાં ? ભાનુબહેને કહ્યું હાં દીકરા પીતાંબરનાં પાપાએ કાલેજ મને કીધું હતું અને તું પણ લગ્ન પછી મળી નથી આપણે કાલે સવારે જઈશું તું તારી તૈયારીઓ કરી લે.

પીતાંબર દીકરા તું ખેતરે અને બધે કામ જોઈ લેજે અમે બે દિવસ ન જવાય તો વાંધો નથી. તારાં બાપા બધું કામ જોઈ લેશે. તું વસુધા જોડે ત્યાં એક દિવસ રોકાજે પછી એને ત્યાં મૂકી પાછો આવજે. વસુધા થોડાં દિવસ એનાં માવતર સાથે રોકાશે. પિતાંબરે વસુધા સામે જોયું મલકાયો અને બોલ્યો હું આવું છું ગામમાં જઈને..

વસુધા આજે ખુબ ખુશ હતી. આજે એનાં ગામ જવાનું હતું એને માં બાબા અને દુષ્યંત મળશે. વળી અહીં માં એ કહ્યું છે ત્યાં થોડાં દિવસ રોકાજે...હાંશ કેટલાં સમયે હું મારાં ગામ જઈશ મારી માં-બાપુ અને ભાઈનું મોઢું જોઇશ મારી સખીઓને મળીશ...મારી લાલી અહીં હશે એને તો સાથે લઇ નહીં જવાય પણ એની સાથે વાત કરી લઈશ.

પીતાંબરે કહ્યું વસુધા તું તૈયાર ? હું કારમાં સામાન મુકું છું માં -પાપા ચાલો હવે નીકળીશું ને ? ભાનુબહેને કહ્યું પીતાંબર વસુધાને ઘરે આપવાની બધી ભેટ - મીઠાઈ બધું મૂક્યું છે ને ? સરલા જવાની હતી ત્યારે એને આપવા અને વસુધાનાં ઘર માટે તારાં પાપા બધું લઇ આવ્યાં હતાં.

વસુધા લાલી પાસે ગઈ એને હાથ ફેરવીને બોલી લાલી હું ગામ જઉં છું થોડાં દિવસ ત્યાં રોકાવાની છું તું અહીં એકલી પડી જઈશ...શું કરું ? મારે તને પણ ત્યાં લઇ જવી છે પણ...લાલી સમજતી હોય એમ ડોકું ધૂણાવતી હતી અને કાનનાં પછડાટ કરતી હતી હલાવતી હતી લાલીની આંખમાં ઉભરેલાં આંશુ જોઈને વસુધા એની ડોકે વળગી ગઈ અને રડી પડી બોલી લાલી માં તારું અહીં ખુબ ધ્યાન રાખશે થોડાં દિવસની વાત છે હું જલ્દી પાછી આવી જઈશ મને ખબર છે હું શબ્દોથી તને સાંત્વન આપું છું પણ પણ મનેજ નથી ગમી રહ્યું મારાં દીલમાં તો ચીરાડો પડ્યો છે...

લાલી વસુધાને ચાટી રહી હતી વસુધા એને ડોકે વળગી વહાલ કરી રહી હતી ત્યાં ભાનુબહેન આવ્યાં એમને કહ્યું વસુધા લાલીની ચિંતા નાં કરીશ હું એને ખાસ સાચવીશ મને ખબર છે તમારાં વચ્ચે કેવો લાગણીનો સંબંધ અને લગાવ છે નહીં એને ઓછું આવવા દઉં આમ બોલતાં ભાનુબહેન પણ લાગણીભીના થયાં.

વસુધાનાં આવ્યાં પછી ભાનુબહેન પણ ગાય- ભેંશનું વિશેષ ધ્યાન રાખતાં અને વસુધનો પ્રેમ જોઈને એમને પણ એહસાસ હતો કે લાગણીથી પ્રાણીને પણ જીતી શકાય પોતાનું કરી શકાય છે. એમણે કહ્યું વસુ દીકરા ચલ જવાનો સમય થઇ ગયો લાલીને એક લાડુ ખવરાવી લે એને રાજી કરીને નીકળીએ.

વસુધાને હસું આવી ગયું એણે કહ્યું હાં માં સાચી વાત છે લાડુ ખવરાવી એને મનાવી લઉં છું. વસુધા લાલીને મળીને પોતાની બેગ લઈને બહાર આવી પીતાંબરે એનાં હાથમાંથી લઇ લીધી અને બીજો સામાન પણ બધો ડેકીમાં મુક્યો. ભાનુબહેને કહ્યું પીતાંબર બધું બકાલું મીઠાઈ અને મેં તૈયાર કરેલી થેલીઓ યાદ કરી મૂકીને પીતાંબરે કહ્યું માં હવે બધાં બેસી જાઓ બધું બરાબર મુકાઈ ગયું છે હું કાંઈ ભુલ્યો નથી.

ભાનુબહેન ગુણવંતભાઈ વસુધા બધાં કારમાં બેઠાં. ભાનુબહેન અને વસુધા પાછળ બેઠાં અને ગુણવંતભાઈ આગળ. ભાનુબહેને કહ્યું કાલે એક દીકરીને એનાં ઘરે જવાં વિદાય આપી આજે બીજી દીકરીનાં ઘરે જઈએ છીએ.

******

વસુધાનાં ગામની ભાગોળ આવતાંજ વસુધા ગાડીમાં બેઠી ઊંચી થઈને કાચમાંથી બહાર જોઈ રહી હતી એનું ગામ આવી ગયું હતું એક એક પરિચિત જગ્યાઓ અને વ્યક્તિઓને જોઈને એને આનંદ આવી રહેલો. ભાનુબહેન પણ વસુધાને જોઈને હરખાતાં હતાં. એમણે કહ્યું વસુધા પિયરનું વાટ પકડીને આવી આવી ગઈ તું તારો ચેહરોંજ કેવો ખુશખુશાલ થઇ ગયો છે ક્યારેક હું પણ આમ મારાં ગામ જતાં હરખાતી હતી. વસુધાએ ભાનુબહેન સામે જોયું અને હસી પડી એણે કહ્યું માં પીયર કોને વ્હાલું નાં હોય? જ્યાં જન્મ થયો ઉછેર થયો અને પોતાનાં પારકા કરી પારકાને પોતાનાં કરવાનાં હોય એમાં ગુંથાઈ જવાનું હોય છે પણ મારાં નસીબ ખુબ સારાં છે કે મને તમે મળ્યાં છો તમે સાસુ કે સસરા નહીં માતા પિતા મળ્યાં છો એટલે મને મારુ પીયર પણ યાદ નથી આવતું પણ જયારે આજે અત્યારે પિયરનાં આંગણે આવી છું ત્યારે આંખો પણ ભીંજાઈ જાય છે. ભાનુબહેને વસુધાના માથે હાથ ફેરવીને વહાલ કરી લીધું.

વસુધાનાં આંગણે આવી કાર ઉભી રહી અને અંદરથી દુષ્યંત દોડી આવ્યો...વસુ દીદી આવી દીદી આવી પાર્વતીબહેન અને પુરુષોત્તમ ભાઈ પણ આનંદ આવેશમાં બહાર દોડી આવ્યાં ગુણવંતભાઈ પ્રથમ કારમાંથી ઉતર્યા પુરુષોત્તમભાઈ એમને વળગી ગયાં અને કહ્યું મિત્ર ઘણાં સમયે આવ્યાં પણ ફોન પણ નાં કર્યો ? જણાવ્યું નહીં ? ગુણવંતભાઈએ કહ્યું તમારી દીકરીએ જણાવવા નાં પાડી હતી એણે કહ્યું અચાનક જઈને ખુશી આપીશું.

વસુધા ઉતરીને પાપાને વળગી ગઈ પુરુષોત્તમભાઈની આંખમાં આનંદનાં આંસુ આવી ગયાં વળગીને બોલ્યાં મારી દીકરી... વસુધા પાર્વતીબહેનને વળગી ગઈ માં દીકરી બંન્ને જણાં આંખમાંથી આંસુ વહાવી એકબીજાને ભીંજવી રહ્યાં. પીતાંબર બધું જોઈને લાગણીમય થયો એણે પણ સરલાની વિદાય યાદ આવી ગઈ.પીતાંબરે દુષ્યંતને કહ્યું દુષ્યંત કેમ ચાલે છે ? દુષ્યંતે કહ્યું જીજાજી તમે તો બહુ જબરા આગળથી તમે આવવાનાં એવું કંઈ જણાંવ્યુજ નહીં. મને ખબર હોત તો હું તમારી પાસે કંઇક મંગાવતને ?

પીતાંબરે કહ્યું તારી દીદીને લઢ એણે ના પાડી હતી કહેવા. હું તો તને ફોન કરવાનોજ હતો કે તારે શું જોઈએ છે ?

દુષ્યંતે કહ્યું દીદી કેમ એવું કર્યું ? મારે નવું બેટ અને બોલ મંગાવવા હતાં. ઠીક છે. પીતાંબરે કહ્યું શું ચિંતા કરે છે? આપણે કાલે જઈને લઇ આવીશું દુષ્યંત રાજી થઇ ગયો.

પાર્વતિબેને બધાંને ઘરમાં લીધાં અને બોલ્યાં ખબર હોતતો રસોઈ તૈયાર કરી દેત. ભાનુબેને કહ્યું અમે જમી પરવારીનેજ નીકળ્યાં તમને ખબર છે સવાર સવારમાં આપણે કેટલાં કામ હોય અમે સાંજે જમી શું ને ? અમે સાંજે જમીને જઈશું. એમ કહી હસી પડ્યાં.

વસુધાએ દુષ્યંતને પૂછ્યું તારું ભણવાનું કેવું ચાલે છે? દુષ્યંતે કહ્યું દીદી તમે આવો એવાં ભણવાનુંજ પૂછો ? પછી હસીને કહ્યું મસ્ત ચાલે છે અને હું ક્રિકેટ પણ ખુબ રમું છું હવે તો પાપા કામ પણ વધુ સોંપે છે ડેરીએ જઉં છું હિસાબ લખું છું બધાં કામ કરું છું.

પાર્વતીબહેને વસુધાને બૂમ પાડી અંદર બોલાવી અને કહ્યું લે બધાં માટે ચા નાસ્તો લઇ જા. ત્યાં ભાનુબહેન અંદર આવ્યાં અમે કહ્યું લો આ તમારાં માટે છે એમ કહી આપવા લાવેલાં મીઠાઈ એક જર્મન સીલ્વરનો તાસ -કુંડી બધું આપ્યું અને બોલ્યાં આ લગ્નની ભેટ વસુધા બધું જોઈને બોલી માં મેં તો આ જોયુંજ નહોતું. ભાનુબહેને કહ્યું તારાં પાપા સરલા અને તારાં માટે અને એક અહીં માટે બધાં માટે લઇ આવ્યાં હતાં.

પુરુષોત્તમભાઈએ કહ્યું હવે આજે અહીંજ રોકાઈ જાઓ. ગુણવંતભાઈએ કહ્યું ના પીતાંબર આજે રોકાશે અમારે તો જવુંજ પડે. ગાયભેંશ ખેતર કોના ભરોસે છોડવા ? અને એમણે પીતાંબર સામે જોયું...

વધુ આવતા અંકે : પ્રકરણ ૨૭