Kone bhulun Ane Kone Samaru Re - 18 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલું ને કોને સમરું રે - 18

લાલ કપડામા ઘંઉ નારીયેળ પાંચ ધાન્ય પુજાપો સોપારી વચ્ચે બાબાલાલ મુકવામા આવ્યા ત્યારે બાબાલાલની પીઠ ઉપર સોપારી ખુંચતી હતી ઘંઉ અને જુવાર તેના નાનકડા હાથમાં ખુંચતી હતી બાજરી પગમાં ગલગલીના કરતી હતી પણ બાબાભાઇ કોને પોતાની વ્યથા કથાકહે ?એટલે બાબાલાલે મનની ડાયરી ખોલીપહેલા પાનાંમાં આજની આપવિતિ ટપકાવવાની શરૂઆત કરી. બાબાલાલની ઉંવા ઉંવા કોઇ સાંભળતું નથી ને તેનાથી મોટા ભેંકડા તાણી શાક્ય તેવી સ્વરપેટી હજી ખુલી નહોતી .ફઇઓ ચાર છેડા પકડીને ફરજ બજાવતી હોય તેમ જોરથી હીંચકાવે છે...બન્ને ફઇઓ પુરા જોશમા જોળી હીંચોળે છે ત્યારે કોઇ બાબાલાલને પુછતુ નથીને તને આવા ફંગોળા ફાવે છે?સોપારી વાગે છે?મોટેથી નામ કરણ વિધિ ચાલુ થઇ….

"ઓળી જોળી પીપળ પાન

ફઇએ પાડ્યુ...ફઇઓ અટકી ગઇ...

લક્ષ્મીમાંએ પુરુ કર્યુ..ફઇએ પાડ્યુ

ચંદ્રકાંત નામ...

બોલો ત્રણ વાર...."

હરીપ્રસાદભાઇ ચમક્યા!..."અરે ઘરમા એકતો મારો ચંદ્રકાંત છે...!"

"લક્ષ્મીમાંએ વિજયી અદામા કહ્યુ "કેમ ?તારેન્ ન્યાં હોય તો.....મારે ઘરે નહોય..? મને તો ચાલીસ વરસથી હોંશ હતી . તારા ચંદ્રકાંતને જોયો ત્યારથી ભગવાનને વિનવણી કરતી। હતી કે મારા ઘરમાંયે એક લાલો આ હરિપ્રસાદ નાં ચંદ્રકાંત જેવો દે જે .આજે મારી ઇ ઇચ્છા પુરી થઇ .હવે ભલે હું મરી જાવ..."

"હંહંહં લક્ષ્મી આવુ ન બોલીયે...હજીતો આ તારો નાનકો ચંદ્રકાંત મોટો થાય અને એના લગ્ન થાય ત્યાં સુધી ડાયાબિટીસને તું હરાવીશ..."બોલતા હરીપ્રસાદભાઇ ગળગળા થઇ ગયા .લક્ષ્મીમાંની આંખો પણ ભરાઇ આવી "હરી હવે લાંબુ ખેંચાશે નહી એમ લાગે છે.”

બાબા ચંદ્રકાંતે જોર જોરથી રડીને વિરોધ નોંધાવ્યો...પણ તેનુ અરણ્ય રુદન જીંદગીભર બરકરાર રહ્યુ...

........

સહુ જમણવારમાંથી પરવાર્યા .રાત્રે ફરીથી જયાબેને જગુભાઇને પથારીમા પડ્યા પડ્યા રીસમા કહ્યુ "બધા પોતાના છોકરાના નામ પોતે રાખે..આગળના ત્રણમા આપણે જે કીધા ઇ નામ પડ્યા તો આ છોકરાનો શું ગુન્હો?જગુભાઇની આંખ ફરી ગઇ...અવાજ ફરી ગયો .."જો બા જે પાડે ઇ નામ..સમજી?"જયાબેન સમસમી ગયા ને ઉંધે પડખે સુઇ ગયા..

ચંદ્રકાંત આછા ચંદ્રના અજવાળામા હાથ પગ ઉછાળતો રહ્યો...વિરોધ કરતો રહ્યો મારે આવુ જુનુ નામ નથી જોઇતુ હે ચાંદામામા.પણ શબ્દો મળતા નહોતા અવાજ નિકળતો નહોતો ...આ બેબસીથી ચંદ્રકાંત ચાંદરણાથી જોઇ રહ્યો....ત્યારે પણ કહેવા શબ્દો નહોતા મળ્યા આજે પણ આ કથની કહેતા શબ્દો તૂટી જાય છે ખૂટી જાય છે શબ્દો ખરી પડે છે પણ ચંદ્રકાંત એ સમયથી કંઈક કહેવા મથામણ કરે છે…કેમ ?એનાં મનમાં હળવેથી વિદ્રોહ શરુ થઈ ગયો.

.......

ઉઠ ઉભો થા...ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યો રહે ચંદ્રકાંત...ગોઠણીયા ભર ચાલતા ચંદ્રકાંતે પરાક્રમો શરુ કરવાના છે સવારના આઠનો સમય છે .રસોડામા દાળ ભાત શાક બની રહ્યા છે ...જયાબેનના ખોળામાથી સરકીને મહામહીમ ચંદ્રકાંત એંઠા વાસણ તરફ કુચ કરે છે, કોઇ વાટકામા થોડી દાળ છે કોઇકમા થોડુ શાક...ઘરમા તમામ કામ કરનારા દુધીબેન ઝાડુ કચરા પોતા કરી રહ્યા છે મોટોભાઇ ટ્રાઇસીકલ ફળીયામા ચલાવે છે બીજા બધા ભાઇ બહેનો "ગોળ ગોળ ધાણી અટલે અટલે પાણી"કરતા ગોળ કુંડાળામા ફરી રહ્યા છે...

આજ મૌકા ભી હૈ દસ્તુરભી હૈ ..ઉઠાવ...ચંદ્રકાંતે દાળનો વાટકો ઉપાડ્યો....જયાબેન ચુલ્હા પર શાક બેસી નજાય એટલે હલાવતા હતા...દુધીબેનનુ ધ્યાન અચાનક ચંદ્રકાંત ઉપર ગયુ..."હે હે છીચ છીચ..હેય ના ના નાના બાબાશેઠ ના ના કરતા કુદીને દોડ્યા ચોકડી પાંસે ..જયાબેનનુ ધ્યાન ગયુ..પણ ઘણુ મોડુ થઇ ગયુ હતુ...દાળ વાટકામાંથી મોઢામા પહોંચી ગઇ હતી,અને નવા આવેલા દાંત વચ્ચે જીભમા સુરક્ષીત રીતે ફરતી દાળ ગળામા ઉતરી ગઇ...

"અરે નાની વહુ છોકરીયુ દુધી કોઇનુ ધ્યાન નથી?"લક્ષ્મીમાંની હાંકથી છોકરીઓ દોડી વહુજી દોડ્યા દુધીબેનનો શ્વાસ અધ્ધર થઇ ગયો...."જયા તો બીશારી રાંધવામાંથી ઉંચી આવતી નથી ને છોકરો...

બહુ સળવળીયો સે...કેમ?"પછી ચંદ્રકાંત સામે જોયુ...બન્નેની આંખમા અજીબ તોફાન હતુ ...દુધીબેને મોઢુ સાફ કરી "બટા આવુ નો કરીયે. અમને ઠપકો મળે"એટલુ માંડ બોલ્યા ત્યાં આંખો ભરાઇ ગઇ...

"હવે લાવ દુધી મારી પાંસે ...હવે ઇ ને હુંજ રાખીશ...કેમ કાના..?"તું મારે લાયક જ છો .પણ હુંયે તારી દાદી છું હવે તને મારી પાકી જેલમાં જ રાખીશ.”એ દાદીનાં ખાદીના સાડલાની સુગંધ આજે પણ લહેરાય છે...ત્યારે મનમત્ત બની જાય છે દાદીમાં..

“એ કમું કાંતા પુષ્પા હીરા દુધી બધા ક્યાં મરી ગયા હતા ?તમારાથી એક છોકરો સચવાતો નથી?