Kone bhulun ne kone samaru re - 3 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 3

આ લાંબો જોધપુરી બંધ કોલરનો ડગલો પહેરી ઉંચી ખુરશી ઉપર સહેજ આડા બેઠાછેને માથે મોટી આંટીયાળી પાધડી એનુ નામ હીરજીભાઇ અને આ બાજુમા ઘુમટો તાણીને ઉભા સે ઇ પ્રાણકુંવર બેન.ફોટા નીચે નામ નામ લખ્યુ સે હીરજીભાઇડાહ્યાભાઇ સંધવી પણ કાયમ લખે શંધવી......નાતે કપોળ વાણીયા ...ટાવરથી ઓલા ખાંચામા જવાની ના પાડી હતી ત્યાં ઇ રહે...શેરીનુ નામ મોદી શેરી..અનાજ અને ધીરધારના ધંધામાથી મોટી મોટી બે તિજોરીયુ ભરીને કમાણા હતા પણ એને એક દિકરો ...નામ જમનાદાસ પાડ્યુ હતુ પણ રંગે શ્યામળો એટલે ગામની આદત પ્રમાણે હુલામણુ નામ પાડ્યુ કાળીદાસ તોય એને કંઇ વાંધો નઇ.કામ સર કામ કરવા વાળો માણસ...!કોઇની પંચાત નહી.બાપા કે એમ કરે .લખતા વાંચતા હિસાબ કરતા હીરજી ડાહ્યાએ બરાબર શીખવી દીધુ ..હીરજી ડાહ્યા સવારે વહેલા ચારે ઉઠીને બંબો પેટવે...કળશે જાય ત્યાં સુધીમા કાળીદાસ ઉઠી જાય...ને બાપાની હારે ચા પી ને હીસાબે લાગી જાય..બાર વરસનો થયો એટલે બાપુજી હારે શાક બકાલુ લેવા જાય અને શીખતો જાય કે કોને સારા રીંગણા કેવાય દુધી કુણી કેવી હોય તુરીયા ચાખીને લેવાય...આમ બાપાએ પલોટી દીધો.

.....

"કઉછુ હવે આ કાળીદાસ માટે કોઇ છોડી ગોતો...તે પછી હરીભજને લાગુ..."

"તમને એમ લાગે છે કે હું શફોદાની જેમ પડી રવ છું?મેં ગાંધીપામાથી રુપાળી છોકરી ગોતી સે.

થોડી દાધારીંગી સે જોરુકી સે પણસે ખાનદાન ને સંસ્કારી ..મારા કાળીદાસને અને આ ઘરને સંભાળી લે એવી સે..મે વાત કરી લીધી સે ...આપણા જેવુ મોટુ ખોરડુ મળે તો ઇ તો રાજી રાજી..

પાડોશી પરમાણંદ કેતો’ તો કે એની માં આ સિંહણને હાચવી નથી હકતી ,એટલે તમારે ન્યાં ઇ તો પટ દેખાની હા પાડશે ...

બસ એમ કાળીદાસભાઇના લગન થયાને લક્ષ્મીમાં કાળીદાસ સંઘવી થયા .એમના શંઘવી કુટુબમા પગલા થયાને એને પગલે કાળીદાસ બહુ કમાણા તે બાપાના પટારા તો ભરાયા પછી ઘરના રુમમા કુંડીયુ કરીને સોનાના ને ચાંદીના પાટુ ભરી દીધી...બીજી બાજુ ત્રણ દિકરા ત્રણ દિકરી એમ આખુ ઘર ભરી દીધુ...

........

બસ...આ જ ઘરની વાત હવે માંડવાની છે...હાલો આ લક્ષ્મીમાંની વાત કરુ પણ કાળીદાસબાપાને સાથે લેવા જ પડશે એના કારણ ઘણાં છે...કાળીદાસ હીરજીની જાહોજલાલીની વાત પણ કરવી પડશે...

ગામના નગરશેઠ બીજા પણ ગામનાં કાળીદાસબાપા સામે હેબત ખાઇ જાય એટલો પૈસો ..સહુથી મોટો છોકરો વિનયચંદ્રને કોઇએ આ નામે બોલાવ્યો જ નહી અને એના બાપાની જેમ એને હાવાભાઇ નામ પાડી દીધુ .પણ નાનપણમા મોટા કહીને જ સહુ બોલાવે...મોટો મોટા મકાનની બહાર નરકોળીયામા બેનો સાથે રમે...મોટાને લક્ષમીમાં કપડા ન પેરાવે પણ બશેર સોનાના દાગીના પેરાવે...

ગામના માણસોતો જોતા રહી જતા...ઓહોહો...

ગામમાં ઘુઘરીયાળો બાવો ફરતો ફરતો મોદીશેરીમા આવ્યો ...નરકોળીયામા રમતા મોટાને દાગીનાથી લથબથ જોઇ રહ્યો....લોટ માગવા ઘરને દરવાજે આવ્યો પણ ટણન ટણન વચ્ચે મોટાના દાગીના ઉપરથી નજર ખસતી નહોતી...ઓહોહો...

ચાર પાંચ દિવસ આંટા મારીને મોટાની હામે રોજ ઘુઘરા ખખડાવે એટલે મોટો રાજી...એકદી મોકો જોયો બેન અંદર હતી એકલો મોટો ઢગલીદાવ રમતો હતો .બપોરનો ટાઇમ હતો .ઘુઘરીયાળા બાવાએ લોટ માગ્યો "માઇ ભિક્ષા દે..."અંદરથી લક્ષ્મીમાંએ મોટી છોડીને કીધુ એ પવાલુ લોટ દઇ દે તો બિચારો બે દિ ક્યાંય માગવા નો જાય...બાવાને પવાલુ લોટ આપી બેન ઘરમા આવી ખડકી અટકાવેલી...

બાવાએ લોટની ફાટ ભરી ને મોટાને નજર બંધ કરી દીધો એટલે બીચારો મુંગો મંતર થઇ ગયેલો..એને ઉચકીને લોટની ફાટ પાછળ દબાવી દીધો..ને હડી કાઢી.ઠેબીનદીમા ધોબણ જીવીકાકી શંધવી કુટુંબના કપડાધોકાવવાના પુરા કરી થોડો પોરો ખાવા નદીની છીપ્પર ઉપર બેઠા હતા ..ધમ્મર ધમ્મર કરતો ઘુઘરીયાળો બાવો પરસેવે રેબઝેબ દોડતો નિકળ્યો કે જીવીબાઇએ "રામ રામ બાવાજી "કહ્યુ પણ બીકમાંને બીકમા બોલ્યો કુછ નહી.....પણ જીવીને શંકા પડી આ અવડુ મોટુ પેટે પોટલુ ?"એ બાવાજી આ પોટલામા શું સે?"

બાવાજી ભાગવા ગયો કે જીવીએ "એ ધોડો ....બાવો કંઇક લઇને ભાગ્યો જાઇસે..."ને ધોકો લઇને દોડી પાછળ..."તારી જાતનો બાવો મારુ..."ને એક છુટ્ટો બરડામા ધોકો જીકી દીધો ત્યાં બીજા ધોબીએ બાવાને ઘેરી લીધો...જીવીએ સબોસબ ધોકાવાળી કરી તે બાવો તમ્મરખાઇને નદીની રેતીમા ભફાંગ પડ્યો ..લોટના પોટલા પાછળ મોટાશેઠ!...એ દિવસે બાવાના એક એક હાડકામા કકડાટી બોલી ગઇ .બેભાન થઇ ગ્યો.મોટાશેઠની નજરબંધી ઉતરી ગઇ તે મંડ્યા રોવા...માં ..માં જીવી હજી સાવ નાની તે મોટા શેઠને છાના રાખતા પોતે પોકમુકીને રડવા મંડી.... કપડા છાંડીને ઉભી જુની બજારે રોતી રોતી કાખમા મોટા શેઠને છાનો રાખતા દોડીને મોદી શેરી પહોંચી ત્યાંતો નવરા દુકાનવાળા બહાર તમાશો જોવા નિકળી પડ્યા.

જેનાથી રોજ એક અવાજે થરથરતી હતી તે જીવી ઘરને દરવાજે પહોંચી ત્યાંતો ધીરજનો બંધ તુટી ગયો..."બાઇજી...ઓ બાઇજી...ઓ બાઇજી..."

"રાડ્યુ શુ બોકાહાં શું નાખસ ?આમ દરવાજે...? પણ જીવીની હાલત જોઇ ,કાખમા મોટાને રોતો જોયો ને બાઇજી સાવ ઢીલા પડી ગયા..."શું થયુ જીવી.?આમ શ્વાસ ભરાયો સે ઉભીરે પાણી આપુ શાંતિથી વાત કર..."

જીવી બે ઘુટડા પાણીપી ને મોટેથી રડવા લાગી ..."આ મોટાશેઠ.ઘુઘરીયાળો બાવો ....બાઇજી ...

બઉ માર્યો .ક્યાક મરી નો ગ્યો હોય તો હારુ..હવે પાણી મુકો બાઇજી કે આજથી સોકરાવને શેર બશેર સોના પેરાવાનાં જ નઇ વાલની વીંટીયે નઇ...આજે જો મને માતાજીએ શક્તિ નો આપી હત તો આપણા માથે કાળી ટીલી લાગત......મે બે ચારવાર મોદી શેરીમા આંટા મારતા ઇ રાં..ડના ઘુઘરીયાળાને જોયો હતો ...મોટાની હામે ઘુઘરા નચાવતોય જોયો હતો મને ઇમ કે હાળો લોટમંગોસે લોટ વધારે મળે ઇટલે ડમડમ કરે સે.. પણ ઇવો ઇ આપણા મોટાને લઇને ભાગે તો અમારી નજર હામે તો ઝેર જ ઘોળવુ પડે કે નઇ ? લ્યો હાચવો તમારા રતનને...હુંતો લુગડાય છાંડીને આવી સું..."