Kone bhulun ne kone samaru re - 6 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 6

હીરજી ડાહ્યા ને પ્રાણકુંવરબાએ કાળીદાસના લગનમા સુંડલો ભરીને લક્ષ્મીમાંને દાગીના ચડાવેલાત્યારે ન્યાત હેબત ખાઇ ગયેલી પણ હીરજીભાઇનો એકનો એક દિકરો એટલે પ્રાણકુંવરને સાતખોટનો દિકરો હતો,શુંકામ કસર રાખે...?આવી રૂપાળી રુપરૂપના અંબાર જેવી લક્ષ્મી રંગે શ્યામકાળીદાસ હારે પરણાવી ત્યારે કાનમા મોઢા નાખી છાના છાના કેટલાય બોલેલા.."કાગડો દંહીથરુઉપાડી ગયો......"

......લક્ષ્મીમાંએ ત્રણ દિકરા ને ત્રણ દિકરીથી હીરજી ડાહ્યાનુ ઘર ભરી દીધુ એટલે પ્રાણકુંવરમા અનેહીરજીભાઇ વહુને હથેળીયે..રાખે...પણ સમય સમયનુ કામ કરે એમ હીરજી ડાહ્યા અને પ્રાણકુંવરબાસ્વર્ગે સિધાવ્યા ત્યારે કાળીદાસબાપાએ ધંધો ખુબ વધાર્યો પણ જીવ્યા ત્યાં સુધી પગમા જોડા પહેરતાએટલે ગામના મોટા " કાળીદાસ ઉધાડપગો"કહી મશ્કરી કરે .છોકરાવ છોકરીયુ મોટા થવામાંડ્યા એટલે કાળીદાસભાઇએ સહુથી મોટા હાવાભાઇ ઉર્ફે વિનયકાંત અને બીજો નંબરજગમોહનદાસ ઉર્ફે જગુભાઇને ધંધે પલોટવાનુ શરુ કર્યુ ...ભણતર બન્નેનુ પુરુ થઇ ગયુ હતુ.પણઆખા દેશમા મોટી ઉથલપાથલ થવામાંડી...અંગ્રેજ સરકાર સામે ૧૮૫૭ના બળવા પછી નફરત બહુફેલાયેલી હતી .અમરેલી ગાયકવાડ સરકારનુ શહેર ખરુ પણ અંગ્રેજ સરકારે સયાજીરાવ ગાયકવાડસાથે સંધી કરીને અમરેલીમા પગદંડો જમાવેલો...

.......

પહેલા ૧૯૨૮-૩૦ના ગાળામા એક નવી હવા ફેલાઇ ગઇ..." રોજ હાવાભાઇ અને જગુભાઇ આઝાદીનીલડાઇના સમાચાર લાવે ...રોજ પ્રભાતફેરી વંદેમાતરમની ફેરી ફરવા લાગી હાવાભાઇ પાછળજગુભાઇ આઝાદીની લડાયમા પ્રભાત ફેરી કરતા કરતા કરેંગે યા મરેગે ના સુત્રોચાર કરતા ...ખબરનહી કેમ પણ લક્ષ્મીમાંને બહુ જોમ ચડતુ...છોકરાવ પાછળ બે દિકરીયે પ્રભાત ફેરી રેલીમા જવા લાગીત્યારે જુનવાણી કપોળ સમાજની આંખો ચાર થઇ ગઇ.."હાવ બે શરમ થઇ ગ્યાસ"પણ આવુખાનગીમા બોલતા ...ગામના બીજા સરફીરા પંદર ભળ્યા...પછીતો લંગાર વધતી ગઇ...

ગાંધીબાપુનો સહુ પડ્યો બોલ જીલવા તૈયાર...

.......

કપોળ જ્ઞાતિનુ પંચ કાળદાબાપાને મળ્યુ"આપણે વાણીયા વેપારી માણહ... ચડ્ડીયુ પેરીને ખાદીનુપહેરણ ને માથે ખાદીની ટોપી... આપણો વેહ નથી....હવેતો તમારી છોડીયુય હાથમા લાઠી લઇનેમુસલમાન જેવુ પંજાબી પેરીને આઝાદી આઝાદી કરતી રાડ્યુ આખા ગામમા નાખતી ફરેસે તે ઇમઆઝાદી આવશે? અમે તો રોકવાનુ કહીયે છીએ નિકર કોઇ છોકરા છોકરીયુને લેશે નઇ આપણીનાતમા...પછી રખડ્યા કરશે વાંઢા..."

કાળીદાસબાપાએ કહ્યુ "તમે તો નાતનુ પંચ કેવાવ એટલે આઝાદીની વાતમા તમારે હારે હાલવુજોઇએ"

.........

રાત્રે જમતી વખતે કાળીદાસબાપાએ લક્ષ્મીમાંને બધી વાત કરી..."હવે તમે શું કરશો?"

"કાલથી મારેય કાંઇક કરવુ તો પડશેને? છોકરાવ દેશમાટે લડે ને હું ઘરમાથી લડુ ?"

બીજે દિવસે ખાદીભંડારમાંથી ચાર સફેદ ખાદીના સાડલા આવી ગયા..વજુ દરજીએ રાતોરાત ચારચણીયાને ચાર પોલકા શીવી દીધા... ઘરમાં સન્નાટો છવાઇ ગયો .સાંજે કાળીદાસભાઇ ઘરેઆવ્યા ત્યારે એક નજર લક્ષ્મીમાં ઉપર કરી અને બબડ્યા "મને ખબર હતી કે તમે રહી નહી શકો "

સામે ઉભેલા કાળીદાસભાઇની માથું ખંજવાળતા ટોપી આડી થઈ ગઈ. લક્ષ્મીમાએ કાળીદાસભાઇની મજાક કરી”તે તમેતો ખાદીની જ ટોપી ચડાવી દાધી સે ?તમને ખબર સે હવે તમારો માથેય આગ ગાંધી રાજ કરે સે તો પંથે હું કેમ રઉં એટલે મેય નક્કીકરી લીધું કે હવે શંકરની વાંહે વાંહે પાર્વતી હાલે ઇમ મારેય હાલવું જ પડે. નહીતર મારો ધર્મ લાજે” કાળીદાસભાઇ મુક્ત રીતે હસી પડ્યા.

રેશમી સાડીનો ઢગલો પડ્યોછે ઓંશરીમા..ઢગલો દાગીના ની પોટલી પડી છે સફેદ ખાદીના સાડલોધારણ કરીને લાંબા વાળનો મોટો ચોટલો કરી કાળીદાસબાપાને બોલાવ્યા "કઉંછુ અંહીયા આવોજરા" બાપા નજીક આવ્યા ત્યારે લક્ષ્મીમાં પગે લાગ્યા

"કાળીદાસભાઇ બોલ્યા "હવે બીજુ કંઇ બાકી સે...?"

લક્ષ્મીમા ખડખડાટ હસી પડ્યા "હાઉંને ગાંધીની કરતાલ..." પાછા બાપાની સામે બેસીને કહે "લેતમેતો મને વઢ્યાય નહી!! ઘરમા લપાઇને જોતા છોકરાવે જોરથી "ભારત માતાકી જય...વંદે માતરમ"

નો પોકાર કરી બાની ચારે તરફ નાચવા લાગ્યા...બા ખોટો ગુસ્સો કર્યો" લાજો લાજો હવે ઢગાજેવડા આમ રાહડા લ્યોસો તે"ને કાળીદાસબાપા હસુ હસુ થતા રુમમા જતા હતા ત્યારે માં ફરી બોલ્યા"હવે છોકરાવને રોકતા નઇ..."