Shapit - 6 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 6


જંગલમાંથી સમીર અને આકાશ બન્ને માંડ માંડ હાઈવે પર પહોંચે છે. થોડીવાર રાહ જોવે ત્યાં દુરથી એક લાલ રંગની ગાડી આવતી નજરે પડે છે. સમીર થોડોક આગળ વધીને મદદ માંગવા જાય એની પહેલાં ગાડીમાં જોરથી બ્રેક લાગી અને હાઈવે પર ઉભેલાં આકાશની બાજુમાં આવીને ઉભી રહી.

ગાડીનાં દરવાજો બંધ હતો આગળનો કાચ ખુલ્યો. કાચ ખુલતાં એક છોકરીનો ચહેરો દેખાયો આકાશ સમીર તરફ જોવા લાગ્યો અને સમીર આકાશ તરફ ત્યાં પેલી છોકરી ચપટી વગાડતાં બોલી. "હેલ્લો મિસ્ટર અહિયાં સુનસાન સડક પર કેમ ઉભાં છો" ?

આકાશ ગભરાયેલો હતો તેથી સમીર બોલ્યો : " મેડમ અમારી ગાડીનું આગળ એક્સિડન્ટ થયું છે. એટલે ગાડી ખરાબ હાલતમાં છે. અને અમારા ફોનમાં નેટવર્ક પણ નથી અહીંયા આગળ જવા માટે મદદ મળી રહે તો આપનો આભાર રહેશે ".

" ચાલો પાછળ બેસી જાવ પણ જરાય ચાલાકી કરી તો મારાથી ખરાબ કોઈ નહીં થાય ".થોડા ઉંચા અવાજે પેલી છોકરી બોલી. અરે મેડમ અમારી હાલત જુવો અમે મોતનાં મુખમાંથી પાછા ફર્યા છે સમીર બોલે છે.

ગાડીનો દરવાજો ખોલી સમીર અને આકાશ બન્ને પાછળ બેસે છે. ગાડી આગળ વધે છે. સમીરને ગાડીમાં અજુગતું લાગતું હતું. સુનસાન સડક પર રાતનાં ત્રણ વાગ્યે એકલી છોકરી ગાડી લયને જાય છે. વધુ વિચારવાનું છોડીને સમીર બારીમાંથી રોડ પર જોવાં લાગે છે.

સમીર : " મેડમ તમે અહિયાં એટલી મોટી રાત્રે એટલે મારો કહેવાનો અર્થ એવો છે. કે રાત્રે કોઈ સાથે હોય તો વાંધો ન આવે ".

પેલી છોકરી સામેથી જવાબ આપ્યો. " આજે વર્ષો જુનું એક જરૂરી કામ પતાવવાનું હતું ".

સમીર : " આપની પાસે ફોન હોય તો એક જરૂરી ફોન ઘરે કરવાનો હતો. ના હું ફોન નથી રાખતી સામેથી જવાબ આવ્યો.

સમીરના મનમાં વિચાર આવ્યો કે આજમાં આધુનિક સમયમાં પણ ફોન નથી.

સમીર : " આકાશ કાકાની ગાડી કેવા રંગની છે ".

આકાશ : " મને વધારે ખ્યાલ નથી સમીર ઘરે બે ત્રણ ગાડી હોવાથી કાકા એમાંથી કય ગાડીમાં ગયાં હસે મને વધારે ખ્યાલ નથી".

સમીર અને આકાશ બન્ને વાતો કરતાં હતાં ત્યાં અચાનક ગાડીની બ્રેક લાગી.સમીર આગળની સિટ ઉપર રહેલા અરીસામાં પેલી છોકરીને હસતાં જુવે છે.આકાશ બારીમાંથી રોડ પર કાકા અધિરાજને જુવે છે. ઝડપથી દરવાજો ખોલીને આકાશ ગાડીમાંથી નીચે ઉતરીને અધિરાજની ગાડી પાસે પહોંચી જાય છે. સમીર જેવો ગાડીમાંથી ઉતરે ત્યાં ઝડપથી ગાડી પસાર થઈ જાય છે અને ધીમે ધીમે અધિરાનની ગાડી તરફ જોવે છે.સમીર પાછળ ફરતાં ગાડી એક સેકન્ડમાં અલોપ થઈ જાય છે.

આકાશ : " કાકા... કાકા...ઉઠો તમને શું થયું કાકા "?

સમીર બાજુમાં આવીને જોવા લાગ્યો.‌ ડ્રાઈવરની સીટ પર અધિરાજ ત્રાંસો પડેલો હતો અને પાગળની સીટ પર બજારમાંથી ખરીદી કરેલો લગ્નનો સામાન પડ્યો હતો. સમીર પાછળ રહેલી પાણીની બોટલમાંથી પાણી અધિરાજના ચહેરા પર છંટકાવ કરે છે.

સમીર નાડી તપાસ કરવા લાગ્યો હદયના ધબકારા ધીમા ચાલતાં હતાં. શરીર ઠંડું પાડવા લાગતું હતું. આકાશ રડવા લાગે છે. નાનપણથી પિતાની ખોટ પુરી પાડનાર કાકા અધિરાજને આવી હાલતમાં જોવાં આકાશ હિમ્મત હારી બેસે છે.

આકાશ અને સમીર બન્ને મળીને અધિરાજને પાછળની સીટમાં સુવડાવે છે. સમીર ગાડી ચલાવે છે. આકાશ આગળ હોસ્પિટલમાં જવા રસ્તો બતાવે છે. થોડીવાર થતાં ગાડી હોસ્પિટલ પહોંચી જાય છે.

અધિરાજને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. આકાશ રૂમની બહાર બેસે છે.સમીર કાઉન્ટર પરથી ધરે બધાને સમાચાર આપે છે.

ડોક્ટર તપાસ હાથ ધરે છે. થોડીવાર રહીને ડોક્ટર બહાર આવ્યાં. " આપનાં કાકા કોમામાં જતાં રહ્યાં છે. ક્યારે ભાનમાં આવશે ચોક્કસ નક્કી કહી શકાતું નથી. હજુ થોડાં ટેસ્ટ કરવામાં આવશે પછી ચોક્કસ ઈલાજ શક્ય બનશે.

ડોક્ટરની વાત સાંભળીને આકાશને આધાત લાગે છે. ત્યાં ધરના બધાં સભ્યો અને મિત્રો હોસ્પિટલમાં પહોંચી આવે છે.


ક્રમશ...