Shapit - 3 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 3
આકાશ ઉભો થઇને હોલ તરફ આગળ જવા લાગ્યો.બહારથી અવાજ સંભળાતો હતો. આકાશ જેવો હોલનો દરવાજો ખોલીને જેવો બહાર પગ બહાર મુક્યો ત્યાં મોઢામાંથી ચીસ પડતાં પડતાં રહીં જાય છે.બહાર મુકેલાં પગમાં દરવાજાની બહાર દિવાલ પર ખોડેલી ખીલી નીચે પડેલી હતી. જે આકાશનાં પગમાં ખુંચી ગઇ હતી. આકાશના પગમાં ખીલી લાગવાથી લોહી નીકળવાનું ચાલું થઈ જાય છે.

આકાશ ખીલીને ધીમેથી પગમાંથી દુર કરીને આગળ વધી રહ્યો હતો. ઝાંઝરનો અવાજ સંભળાય રહ્યા હતો. આકાશનાં શરીર પર પરસેવો વળવા લાગ્યો. ત્યાં આગળ એક પડછાયો દેખાય છે.આકાશ ચાલતાં ચાલતાં ધીમે-ધીમે પડછાયા તરફ જવા લાગ્યો. હ્દયના ધબકારા વધી રહ્યાં છે.ધકધક...ધકધક...ધકધક...ધકધક...

આકાશને એ પડછાયો હવેલીની બહાર જતો દેખાયો. આકાશ જેવો હવેલી બહાર નીકળવા ગયો ત્યાં ,એનાં પગમાં કશુંક અથડાઈ અને ઠેસ વાગવાથી આકાશ નીચે પડી જાય છે. પડછાયો આમતેમ શોધ્યો છતાં કોઈ નજરે દેખાતું નથી. પાછળથી " તસવીર " એવો શબ્દ આકાશનાં કાનમાં કોઈ સ્ત્રીના અવાજમાં સંભળાયો. આકાશ માંડ માંડ હિમ્મત કરીને ભગવાનનુ નામ લેતાં આગળ વધ્યો. આકાશએ પોતાની આંખો બંધ પાછળ ફરીને ખોલી ત્યાં કોઈ નજરે આવ્યું નહિં.

આકાશ વધું જોખમ નહીં ખેડીને આગળ જવાનું સાહસ કરવાનું ટાળે છે.ફરી હવેલી તરફ આવવા પાછળ વળ્યો. ત્યાં અચાનક ઉપરથી કશુંક ભીનાશ પડતું ટીપું આકાશનાં ખંભા પર પડ્યું . આકાશ પોતાનાં હાથથી સ્પર્શ કરતાં તેને નાક પાસે લઈ જતાં અંધકારમાં લોહી જેવું આભાસ થાય છે. તરત આકાશ ઉપર ઝાડની ડાળી પર નજર ફેરવીને જુવે છે. ત્યાં અચાનક જોતાં આકાશની આંખો ફાટી જાય છે. પોતાનો પાળતું કુતરો" રોકી " મરેલી હાલતમાં ઝાડની ડાળી પર પડેલો હતો. રોકીનાં ગરદન પરથી લોહી નીચે આકાશના ખંભા પર ટપકતું હતું.

ફરી આકાશને પાછળથી કાનમાં ધીમેથી અવાજ સંભળાયો તસવીર. આકાશનો મગજ સુન્ન પડી ગયો .હવે આગળ શું કરવું એની સમજણ નથી પડતી. જેવો હવેલી તરફ ભાગવાનો પ્રયાસ કરે છે.ત્યાં ફરી એનાં પગમાં કશુંક અથડાય છે અને ઠેસ વાગવાથી આકાશ જમીન પર નીચે પડી જાય છે.

આકાશ ઉભો થવા પ્રયત્ન કરે છે અને હવેલી તરફ આગળ વધવા લાગે છે. જેવો હવેલીના આંગણામાં અંદર પગ માંડવા લાગે ત્યાં પાછળથી અવાજ આવ્યો " સાધુ ".
ત્યાં અચાનક આકાશ સપનામાંથી ઉઠી ગયો. આમતેમ જોવા લાગ્યો ઘડિયાળમાં જોતાં મનોમન ભગવાનને પ્રાર્થના કરવામાં લાગ્યો " પરમાત્મા દયાળુ ઇશ્વર બધી તારી કૃપા છે. " આ સપનું ભયંકર મારી કલ્પના બહાર બિહામણું હતું. કદાચ મને આ સપનું કદી પણ ભુલાશે નહીં.

જેવો આકાશ ઘડિયાળ તરફ નજર કરી તો સવારનાં પોણા પાંચ જેવો સમય આવ્યાં હતો. આકાશની નજર ઘડિયાળની નીચે બારી તરફ પડી. આકાશ બારી બહાર જોવાં લાગ્યો ત્યાં કશુંક પડવાનો અવાજ સંભળાયો અને બારી બહારથી કોઈ અંદર જોતું હોય એવો આભાસ થાય છે. બાજુમાં સુતેલા મિત્ર સમીરને પોતાનાં બન્ને હાથ વડે હચમચાવીને ઉઠાડ્યો .

આકાશ : " સમીર...સમીર...ચાલ ઉઠ અને મારી સાથે બહાર ચાલ. મને એવું લાગ્યું કે હવેલીમાં કોઈ ચોર ઘુસી આવ્યું ".

સમીર : ( ઉંઘમાં બબડ્યો ) " આ ઘર છે કે કોઈ પુરાની ભુતની હવેલી અડધી રાતે પણ માણસને જીવનમાં શાંતિ નથી ".

આકાશ અને સમીર ધીમે-ધીમે હોલ તરફ આવવા લાગ્યા. સમીર હજુ થોડોક ઉંઘમાં હતો. આકાશ જેવો હોલનો દરવાજો ખોલની બહાર પગ માંડ્યો ત્યાં મોઢામાંથી બુમ પડી જાય છે. "અરે...સમીર મારો પગ".


સમીર ઉંઘમાંથી જાગીને આમતેમ જોવા લાગ્યો.બાજુમા આકાશ હતો. સમીર નીચે બેસીને આકાશનાં પગમાં લાગેલી ખીલી ખેંચીને બહાર કાઢી અને સાથે લોહી વહેવા લાગ્યું.

સમીર : " ભાઇ લોહી નીકળી રહ્યું છે. એનટીસેફટીકથી સાફ કરીને પાટો બાંધવો પડશે ".

આકાશ અને સમીર બન્ને વાતો કરતાં હતાં. ત્યાં કોઈ દોડતું દોડતું ઝડપભેર પસાર થયું હોય એવું લાગ્યું.સમીર અને આકાશ હવેલીના ગેટ તરફ આવીને ત્યાં આમતેમ જોવા લાગ્યાં. સમીર હવેલીની બગીચામાં પડેલો લોખંડનો સળિયો ઉઠાવે છે.

આકાશ અને સમીર આમતેમ શોધવાં લાગે છે. સમીર પાછળના ભાગમાં ધીમે-ધીમે આગળ વધીને શોધવાં લાગ્યો. આકાશ આગળના ભાગમાં ગેટ તરફ શોધવાં લાગે છે. ત્યાં એને એક પડછાયો દેખાય અને આકાશ તે પડછાયા પાછળ ધીમે-ધીમે એની તરફ આગળ વધી રહ્યો છે.


આકાશને આગળ ચાલતાં પગમાં પથ્થરની ઠેસ લાગવાથી નીચે જમીન પર પડી જાય છે. ત્યાં પાછળથી કાનમાં ભયાનક અવાજ સંભળાયો" તસવીર ". આકાશના મગજમાં થોડીવાર પહેલાં જોયેલું સપનું રૂબરૂ આંખે તરી આવ્યું.આખા શરીરમાંથી પરસેવો વળવા લાગ્યો મગજ બહેર મારી ગયો. જેવો ફરીથી હવેલી તરફ આવવા પાછળ ફર્યો ત્યાં તેનાં ખંભા પર કશુંક ભીનાશ પડતું પ્રવાહી જેવું પડવાં લાગ્યું.


ક્રમશ....