Shapit - 10 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 10









થાકના કારણે બાંકડા પર સુતેલો સમીર અને બાજુમાં વિચારોમાં ખોવાયેલો આકાશ બાંકડા પર માથું ઢાળીને બેઠો હતો. હોસ્પિટલના રૂમમાં દાખલ અધિરાજના રૂમનો દરવાજો ખુલ્યો અને કોઈ બહાર ઝડપભેર નીકળ્યું એવું આકાશને આભાસ થયો. આકાશ ઉઠીને ત્યાં જોવાં લાગે છે. પરંતુ કશું દેખાતું નથી ઝાંઝરનો અવાજ ધીમે-ધીમે દુર લોબીમાં સંભળાય છે.

આકાશ બાજુમાં સુતેલા સમીરને ઉઠાડે છે. અંદર રૂમમાં દાખલ અધિરાજની તબિયત અચાનક ખરાબ લાગે છે. સમીર તુરંત ડોક્ટરને બોલાવી આવે છે. આકાશ સમીર અને ડોક્ટરને કહે છે. અહિયાં નક્કી કોઈ આવ્યું હતું. મારા પિતા સમાન કાકાને ઇજા પહોંચાડવા. ડોક્ટર આકાશ અને સમીરને રૂમની બહાર જવા કહે છે. રૂમમાંથી બહાર નીકળીને આકાશ સમીરને કહે છે. " સમીર કોઈ તો હતું મને દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો ત્યાં હું અચાનક વિચારોમાંથી ઝબકી ઉઠ્યો અને આજુબાજુમા કોઇ દેખાણું નહીં ".


ડોક્ટર અધિરાજનુ ચેકઅપ કરીને બહાર નીકળે છે. " કાકાની તબિયત કેમ છે ? કશું વાંધો તો નથી ને કાકાને ". આકાશને ગભરાટ થવા લાગે છે. ડોક્ટર આકાશને શાંતિ અને ધિરજથી કામ હાથ ધરવાનું કહે છે. શ્ર્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે. આકાશના મગજમાં જાતજાતના વિચારો ફરે છે. ડોક્ટર થોડીક દવા લખી આપે છે. સમીર બહાર મેડીકલમાથી દવા લેવા જાય છે.

આકાશ અંદર રૂમમાં જાય છે. વેન્ટિલેટર પર સુતેલા અધિરાનજે જોતાં આકાશની આંખમાં ઝળઝળીયાં આવી જાય છે. ગ્લુકોઝના બાટલા ચઢાવવામા આવે છે‌.બાજુમાં નાનું ટેબલ અને તેનાં પર પડેલી દવાની નાની નાની શીશી.
આકાશ ત્યાં પડેલાં સ્ટુલ પર બેસે છે.અધિરાજના હાથ પર પોતાનો હાથ રાખીને ભાવુક થઇ જાય છે. " કાકા જલ્દીથી સાજા થઇ જાવ. મારા લગ્નની તૈયારીઓ તમારે કરવાની છે. તમારી સિવાય બીજું કોણ છે. મને આશિવૉદ આપવા.


થોડીવાર થતાં ઘરેથી આકાશની મમ્મી સવિતાબેન અને કાકી સુધા સાથે અવની અને સમીર બધાં ત્યાં આવી પહોંચ્યા. આકાશની મમ્મી આકાશને ગળે ભેટીને રડવા લાગે છે. ત્યાજુમાં ઉભેલી સુધા રડી રડીને સોજી ગયેલી આંખો વડે અવનીને આંખો ફાડીને જોવાં લાગે છે.

સુધા ગુસ્સેથી બોલે છે.મોટીબેન મેં કહ્યું હતું " આ છોકરી રાત્રે કાળા કપડાં પહેરીને બાર વાગ્યે આવી અને સાથે સાથે કાળો પડછાયો પણ આવી છે.એટલે આના આવતાં રાતે અચાનક આમની તબિયત અચાનક લથડી પડી છે. લગ્નના ઘરમાં લગ્નની ઘડી સુધી હજાર કામ હોય અને આજે લગ્નમાં બધું કામ કરનાર અહિયાં હોસ્પિટલમાં દાખલ પડ્યાં છે. " હે ભગવાન આવાં દિવસો બતાવ્યાં ".

આકાશ સુધાને શાંત કરે છે. કાકી આ બધામાં અવનીનો શું વાંક. આન્ટી આજનાં આધુનિક સમયમાં શહેરમાં લોકો દિવસ રાત પોતાનાં કામ ધંધામાં મંડ્યા રહે છે. શહેરમાં લોકો રાત્રે એક કે બે વાગ્યે કામ પતાવીને ઘરે પરત આવતાં હોય છે.આથી આમા અવનીનો કશું વાંક નથી.સમીર સુધાને સમજાવે છે.

અવનીને ખોટું લાગી આવે છે. પણ કશું બોલ્યાં વગર રૂમમાંથી બહાર આવતી રહે છે. ત્યાં પાછળથી આકાશ અવનીના ખંભે હાથ મુકીને કહે છે. સોરી અવની કાકીની વાતનું ખોટું નહિં લગાડતી એ અત્યારે થોડાંક વધું ભાવુક છે. તેથી બોલાય ગયું અહિં ગામડામાં હજુ બઘાં શુકન આને અપશુકનમા વધું પડતાં માન્યતા ધરાવે છે. પણ તું કશું મનમાં નહિં લેતી.હુ માંફી માગું ત્યાં અવની આકાશના હોઠ પર પોતાનો હાથ રાખે છે.

" તારે માફી માગવાની જરૂર નથી હું એમની સ્થિતિ સમજી શકુું છું ".અવની આકાશની આંખોમાં જોતાં બોલે છે. ત્યાં એની આંખો વધું ભાવુક બની જાય છે. અવની તરફ જોતાં આકાશને કોલેજમાં પહેલી વખત જોતાં પહેલી નજરમાં થયેલો પ્રેમની યાદગાર પળો પોતાનાં માનસપટ પર તરી આવે છે.

ત્યાં રૂમમાંથી સમીર અને ચાંદની બહાર નીકળીને આકાશ અને અવની પાસે આવવા લાગે છે. ચાંદની દુરથી ઉઘરસ ખાવા લાગે છે. અવની અવાજ સંભળીને પોતાનો હાથ આકાશના હોઠ પરથી ખસેડી લ્યે છે. એકબાજુ આકાશનાં લગ્નની તૈયારીઓ અને એકબાજુ અધિરાજની તબિયત કેમ થશે આવી સ્થિતીમાં આકાશના લગ્ન ?


ક્રમશ...