Tha Kavya - 73 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૩

કાવ્યાએ કહ્યું તેમ જીતસિહ તે જગ્યાએ બેસી ગયા, ને કાવ્યા શું કરશે તેની જીતસિંહ રાહ જોવા લાગ્યા.
આજુબાજુ નજર કરીને જીતસિંહ પાસે કાવ્યા બેસી ગઈ. એકદમ નજીક, લાગે એવું કે બંને પ્રેમીઓ હોય.
ત્યાં બેઠેલા બધા પ્રેમી યુગલોની નજર કાવ્યા અને જીતસિંહ સામે ટકી રહી હતી. આગળ શું થશે તેની રાહમાં હતા.

કાવ્યા હવે એક ક્ષણ પણ ગુમાવવા માંગતી ન હતી. બાજુમાં રહેલ ગુલાબનાં છોડ માંથી એક સુંદર ડાળી સહિત ખીલેલું ગુલાબ તોડ્યું અને તે ગુલાબ જીતસિંહ ને આપતા બોલી.

કુંવર... હું તમને પ્રેમ કરવા લાગી છું. તમે મારા પ્રેમ નો સ્વીકાર કરશો.?

કાવ્યાનાં આ પ્રેમના પ્રસ્તાવથી જીતસિંહ તો ઊભા થઈ ગયા પણ ત્યાં ઉભેલા બધા પ્રેમી યુગલો આગળ આવી ને આ બંને ને જોઈ રહ્યા. અને જીતસિંહ નાં જવાબ ની તેઓ રાહ જોઈ રહ્યા.

પહેલી નજરે જ્યારે કાવ્યા ને જોઈ હતી ત્યારથી જ જીતસિંહ મનોમન પ્રેમ કરવા લાગ્યા હતા. તેમને એ પણ ખ્યાલ હતો નહિ જેને હું પસંદ કરું છું તે સામે ચાલીને મારી સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકશે.

જીતસિંહ પણ કઈક કાવ્યાના પ્રેમના પ્રસ્તાવ ની સામે કઈક અલગ કરીને કાવ્યા ને ખુશ કરવા માંગતા હતા એટલે તેમણે કાવ્યાને આપેલું એજ ગુલાબ તેને આપ્યું અને જમણા હાથની આંગળીમાં પહેરેલી હીરા જડિત રીંગ કાઢીને કાવ્યાનાં જમણા હાથની બીજી આંગળીમાં પહેરાવી દીધી.

હીરા જડિત અમૂલ્ય રીંગને જોઇને કાવ્યા ખુશ ખુશ થઈ ગઈ. અને જીતસિંહ નાં ગળે વળગી ગઈ. તો જીતસિંહ કાવ્યાને બાહોમાં ભરીને કપાળ પર એક કિસ કરી. અત્યાર સુધી ત્યાં ઉભેલા બધા પ્રેમી યુગલોએ આવો પ્રેમ નો પ્રસ્તાવ અત્યાર સુધી જોયો ન હતો.

આવી રીતે પ્રેમ નો પ્રસ્તાવ જોઈને બધા પ્રેમી યુગલો કાવ્યા અને જીતસિંહ પાસે આવ્યા. અને ત્યાં કોઈને કોઈ કલારનું ફૂલ તોડીને આ બધા પ્રેમી યુગલો કાવ્યા અને જીતસિંહ નાં પ્રેમના પ્રસ્તાવ ને વધાવવા લાગ્યા. તાળીઓ નો ગડગડાટ કરીને ફરી તેઓ પોતાની જગ્યાએ બેસીને બંને ની પ્રેમની પળો માણવા લાગ્યા.

જીતસિંહ અને કાવ્યા ને ખુશી નો કોઈ પાર રહ્યો નહિ. બંનેના પહેલા પ્રેમ નો પ્રસ્તાવ આ રીતે થશે તે તેમને ખ્યાલ પણ હતો નહિ. અને આમ અચાનક એકબીજા ને દિલ દઈ બેસશે તે પણ વિશ્વાસ હતો નહિ. જીતસિંહ તો કાવ્યા ના રૂપ ને જોઈને મોહિત થયા હતા પણ કાવ્યા તો રીંગ મેળવવાની દોડમાં જીતસિંહ નાં પ્રેમ માં પડી ગઈ.

ઘણો સમય કાવ્યા અને જીતસિંહે તે જગ્યાએ બેસી ને વાતો કરી. એકબીજાની વાતો માં એટલા ખોવાઈ ગયા કે સાંજ કયારે પડી ગઈ તે ખ્યાલ પણ રહ્યો નહિ. સૂરજ ઢળતા ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. આ જોઈને જીત સિંહ ઊભા થયા અને કાવ્યો હાથ પકડીને તેને પણ ઊભી કરીને સાથે ચાલવા લખ્યું.

હજુ થોડી વાર બેસો ને કુંવર... કાવ્યા હજુ જીતસિંહ સાથે વાતો કરવા માંગતી હોય તેવું લાગ્યું. પણ સમય સર રાજમહેલ પહોંચવાની ઉતાવળમાં કાવ્યાને કહ્યું.
કાવ્યા આપણે ફરી કાલે મળીશું અત્યારે અહીથી આપણે જવું જોઈએ. મહેલમાં મારી રાહ જોવાઇ રહી હશે.

કાવ્યા ઊભી થઈ અને જીતસિંહ નો હાથ પકડીને તેમની સાથે ચાલવા લાગી. કાવ્યા ને ગેસ્ટ હાઉસમાં ઉતારી ને કાલે ફરી મળીશું તેઓ વાયદો કરીને બંને છુટા પડ્યા.

મહેલમાં પહોંચતા જીતસિંહ નો ખુશ ખુશાલ ચહેરો જોઈને વિરેન્દ્રસિંહ બોલ્યા.
આટલા બધા ખુશ કેમ દેખાઈ રહ્યા છો.?
કોઈ ખુશી ની વાત હશે તેવું તમારો ચહેરો વ્યક્ત કરી રહ્યો છે.

મોટાભાઈ વિરેન્દ્રસિંહ સામે વાત કરવામાં સરમ આવી રહી હતી. કેમ કરીને કહેવું તે જીતસિંહ ને સમજાતું ન હતું એટલે બસ એમ જ ચૂપ રહ્યા.

જીતસિહ નાં ચહેરા પરની ખુશી અને આમ ચૂપ રહેવું એટલે વિરેન્દ્રસિંહ સમજી ગયા કે આજે કાવ્યા સાથે જીતસિહ ગયા હતા તો નક્કી કાવ્યા એ તેમની મીઠી મીઠી વાતો કરીને જીતસિંહ નું દિલ જીતી લીધું હશે. પણ વાત શું છે તે તો વિરેન્દ્રસિંહ ને જણાવી જ રહી એટલે થોડો સમય વીત્યા પછી જીતસિંહ નાં રૂમમાં વિરેન્દ્રસિંહ પહોંચ્યા.

જીતસિંહ એક સોફા પર બેઠા બેઠા જાણે એકલા એકલા ખુશી વ્યક્ત કરી રહ્યા હોય તેમ તેનો ચહેરો ખુશી થી ઝૂમી રહ્યો હતો. આ જોઈને વિરેન્દ્રસિંહ તેમની પાસે જઈને બેસી ગયા અને પ્રેમ થી પૂછ્યું
જીત શું વાત છે..?
આટલી મોટી ખુશી તમારા પર છવાઈ ગઈ છે ને મને નહિ કહો..?

શું જીતસિંહ પોતાના દિલની વાત વિરેન્દ્રસિંહ ને કહેશે કે કોઈ બીજી વાત કરીને તે વાત ને ટાળી દેશે. તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..