Tha Kavya - 75 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૫


શોપિંગ મોલ પહોંચવામાં હજુ વાર હતી. કાવ્યા અને જીતસિંહ શાંતિ થી કાર ચલાવી રહ્યા હતા. જીતસિંહ નાં મનમાં ઉદભવેલો સવાલ કાવ્યા ને કહે છે.
કાવ્યા તારા રૂમના ટેબલ પર સ્ટાર વાળી ચમકતી છડી પડી હતી તે તારી છે. શું તે જાદુઈ છડી છે.?

અચાનક જીતસિંહના મોઢેથી છડી નું નામ સાંભળતા જ કાવ્યા ચોકી ગઈ. પણ તે જીતસિંહ ને તે છડી વિશે કે તેના ચહેરાના હાવભાવ બતાવવા માંગતી ન હતી એટલે ચહેરો થોડો હસતો રાખીને બોલી.
અરે કુંવર તે તો એક રમકડું છે. તે છડી નહિ એક નાની પ્લાસ્ટિકની લાકડી છે. હું અહી આવી રહી હતી ત્યારે રસ્તામાં મને એક રડતી નાની છોકરી મળી હતી. મે તેને પૂછ્યું કેમ બેબી રડે છે. ત્યારે તે નાની છોકરી બોલી. મોટી બહેન મારે પેલા મોટાભાઈ જે હવા માં લહેરાતો પંખો વેચે છે તે મારે જોઈએ છે.

બેબી નો ચહેરો અને રડતી જોઇને મને તેના પર દયા આવી. હું તે પંખા વાળા ભાઈ પાસે જઈને એક પંખો લઈને તે નાની છોકરી ને આપ્યો. બેબી એ તે પંખો હાથમાં લીધો ત્યાં પ્લાસ્ટિકની લાકડી અને પાખડા અલગ થયા ગયા. આ જોઈને ફરી તે રડવા લાગી. હું ફરી તે ભાઈ પાસે થી જઈને બીજો પંખો લઈ આવી. આ વખતે તેણે મને સારો પંખો આપ્યો હતો. બેબી એ ચક્કર લગાવી ને પંખો જોયો અને પછી તે તૂટેલો પંખો હાથમાં આપીને બોલી. મોટી બેન તમારો ખૂબ ખૂબ આભાર. હું તે પ્લાસ્ટિક ની લાકડી અહી લાવી. અને તે પ્લાસ્ટિક ની લાકડી તમે જોઈ એટલે તમને લાગ્યું કે છડી હશે. પણ અસલમાં તે રમકડું છે કુંવર.

આટલી સહેજ રીતે કાવ્યાની વાત સાંભળીને જીતસિંહ માની ગયા કે તે છડી નહિ પ્લાસ્ટિક ની લાકડી હશે. અને મારો વહેમ છે એમ માનીને જીતસિંહ તે વાત મનમાંથી કાઢી નાખી. ત્યાં તો શોપિંગ મોલ આવી ગયો

કાવ્યા ને ખબર જ હતી નહિ કે જીતસિંહ મને કોઈ આવા મોટા અને વીઆઈપી શોપિંગ મોલ માં લઈ જશે જ્યાં બધી જ કિંમતી વસ્તુ મળતી હોય.

શોપિંગ મોલ જોઈને કાવ્યા તો દંગ રહી ગઈ. આલીશાન મોટો શોપિંગ મોલ હતો. ચાર માળની બિલ્ડિંગ હતી અને અલગ અલગ વિભાગમાં વેચાયેલી હતી. તે મોલ જોતા એવું લાગી રહ્યું કે આ મોલમાં સામાન્ય માણસ પણ ખરીદી કરી શકે નહિ. આતો વીઆઇપી લોકો માટે જ હોય તેવું લાગી રહ્યું હતું. કાવ્યા પાસે એક પણ પૈસા હતા નહિ તે તો જીતસિંહ થકી આવી હતી અને જીતસિંહ નાં પૈસા થી ખરીદી કરવાની હતી એટલે પૈસા ની કાવ્યા ને કોઈ ફિકર હતી નહિ.

કાવ્યા અને જીતસિંહ શોપિંગ મોલ માં દાખલ થયાં. જીતસિંહ આ શોપિંગ મોલ માં તેમના મિત્રો સાથે ઘણી વાર આવી ચૂક્યા હતા. પણ આજે તેમના મિત્રો નહિ પણ એક છોકરી સાથે હતી તે પણ શહેરનાં લોકો થી અજાણ છોકરી. એટલે થોડી સરમસંકોસ અનુભવી રહ્યા હતા. પણ તેમનો પ્રેમ તેમને હિંમત આપી રહ્યો હતો.

શોપિંગ મોલ થી જીતસિંહ પુરે પુરા વાકેફ હતા અને કાવ્યા ને શું પસંદ છે તેનો અંદાજો પણ મેળવી લીધો હતો. કાવ્યા પાસે હાલમાં એક જ જોડી કપડાં હતા તે પહેરતી હતી. તે જીતસિંહ જાણતા હતા એટલે પહેલા મળે કપડાના શોરૂમ માં કાવ્યા ને લઇ ગયા.

આટલી સુંદર કપડાં ની પેટર્ન અને ડિઝાઇન જોઈને કાવ્યા ની આખો ચાર થઈ ગઈ. જે પણ કપડાં પર નજર કરતી તે કપડાં આંખો ને ગમી જતા હતાં. બધા કપડા પર નજર કરીને તો ક્યાં કપડાં લેવા તે વિચારે ચડી ગઈ. કાવ્યા ની કપડાં પર નજર રાખેલી જોઈને જીતસિંહ બોલ્યા.
કાવ્યા આમ બધા કપડાં જોઈ રહીશ તો તું લઈશ ક્યારે..? અહી તો બધા કપડા સરસ જ હોય છે.

કાવ્યા તો પરી હતી એટલે પહેલી પસંદ તેને સફેદ કલરના કપડાં પર રહેવાની. તેણે એક સુંદર કપડાં ની પસંદગી કરી. અને કપડાં પેક કરાવ્યા.

ત્યાંથી બંને ત્રીજા માળે ગયા ત્યાં આભૂષણો નો શોરૂમ હતો. કાવ્યા માટે જીતસિહ કઈક લઈ આપવા માંગતા હતા. એટલે શોરૂમ માંથી જીતસિહે એક સુંદર રીંગ પસંદ કરી ને કાવ્યા ના હાથમાં આપી. કાવ્યાએ તે રીંગ લેવાની તરત નાં પાડી દીધી.

જીતસિહ સાથે પ્રેમ હોવા છતાં કેમ કાવ્યા એ રીંગ લેવાની ના પાડી. આખરે કાવ્યા ને શું જોઈતું હતું.? તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..