Tha Kavya - 81 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૧

જીતસિંહ તે રીંગ લઈને માયા નાં ઘરેથી નીકળી ગયા. રસ્તામાં તેમની સામે બે રસ્તા આવીને ઊભા હતા. એક રસ્તો હતો સીધો ઘરે જઈને મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને તેમની રીંગ તેમને આપી દેવી અને બીજો રસ્તો હતો પ્રેમ મેળવવવા ખાતર કાવ્યા ના હાથમાં આપીને કાવ્યા નો પ્રેમ મેળવવાનો. આ બંને રસ્તા પ્રેમ ના હતાં. એક ભાઈ પ્રત્યે અતૂટ વિશ્વાસ નો પ્રેમ અને બીજો તેમના દિલમાં વસેલી કાવ્યા નો પ્રેમ.

આ ઉલજન ભર્યા માર્ગ માં કઈ તરફ જવું તે જીતસિંહ ને સમજાતું ન હતું. છતાં પણ તેણે ઘણા વિચાર કરીને નિર્ણય કર્યો કે આ રીંગ હું મોટાભાઈ વિરેન્દ્રસિંહ નાં હાથમાં આપીને હું નાના ભાઈનો ધર્મ નિભાવિશ. જીતસિંહ ગેસ્ટ હાઉસમાં તરફ જવાનું ટાળી ને તે મહેલ તરફ આગળ વધ્યા. ખબર નહિ પહેલીથી વિરેન્દ્રસિંહ ને જાણ થઈ ગઈ હોય તેમ તે જીતસિંહ ની રાહ જોઈ રહ્યા હતા.

જીતસિંહ મહેલની અંદર પ્રવેશ્યા ત્યાં સામેથી આવતા વિરેન્દ્રસિંહ બોલ્યા.
જીત તમે કયા ગયા હતા.?
આજ કાલ મને પૂછ્યા વગર કયા નીકળી જાવ છો..!
વિરેન્દ્રસિંહ નાં સવાલમાં જીતસિંહ પ્રત્યે અવિશ્વાસ હોય તેવું લાગવા લાગ્યું.

જીતસિંહ અત્યાર સુધી જે કંઈ કર્યું હતું તે પરિવાર અને મહેલમાં હિતમાં જ કામ કર્યું હતું. આજે પણ તેણે જે કર્યું હતું પરિવાર નાં હિતમાં કર્યું હતું એટલે જીતસિંહ બેઝિઝક થી મોટાભાઈ પાસે ગયા અને કહ્યું.
એ સાચું છે કે આ વખતે હું તમને પૂછ્યા વગર બહાર ગયો હતો. પણ મને ખબર પડી કે તમે અને માયા ભાભી અલગ થવા જઈ રહ્યા છો એટલે હું ભાભી ને મનાવવા તેમની પાસે ગયો હતો.

સહજ રીતે જીતસિંહ નો જવાબ સાંભળીને વિરેન્દ્રસિંહ ને ખબર હતી કે મારી જ ભૂલ છે તો પણ જાણવા માટે જીતસિંહ ને પૂછ્યું.
શું કહ્યું માયા એ મારા વિશે શું કહ્યું.?

આ સવાલથી જીતસિંહ ને પાકો ખ્યાલ આવી ગયો. કે ભૂલ મોટાભાઈ ની જ છે. છતાં વાત ને દામી ને ફરી સંબંધ બંધાય તે હેતુ થી જીતસિંહે કહું. મોટાભાઈ શરૂઆતના સંબંધો માં નાની મોટી ભૂલો થતી હોય છે. અને આ ભૂલો ને ભૂલી ને ફરી સંબંધો કાયમ રહે તેવું કાર્ય કરવું જોઈએ. હું તો રહ્યો તમારા થી નાનો એટલે વધારે સલાહ તમને આપી ન શકું પણ એટલું કહીશ આપ મોટા છો પરિવાર અને સંબંધો ની જવાબદારીઓ તમારી પર છે એટલે જે કંઈ નિર્ણય લેશો તે નાના ભાઈ ની વિનંતી છે કે નિર્ણય હમેશા વિચારીને લેજો.

જીતસિંહ ની આ વાત સાંભળીને વિરેન્દ્રસિંહ સરમ અનુભવવા લાગ્યા. આગળ શું કહેવું વિરેન્દ્રસિંહ માટે કઠિન હતું કેમકે આજે તેનો નાનો ભાઈ તેનાથી સવાયો લાગી રહ્યો હતો. ચૂપ રહેવું યોગ્ય લાગ્યું. પણ પોતાના અભિમાન ખાતર વિરેન્દ્રસિંહ હજુ ત્યાં ઊભા રહીને કઈક કરવા માગતા હોય તેવું લાગી રહ્યું હતું.

જીતસિંહ મોટાભાઈ વિરેન્દ્રસિંહ નાં ચહેરા નાં હાવભાવ જોઈને સમજી ગયા કે મારી વાતો તેમના દિલ સુધી પહોંચી છે પણ તેઓ માયા ને માફી માંગવા તૈયાર નહિ થાય. એટલે તેમની પાસે રહેલી રીંગ મોટાભાઈ વિરેન્દ્રસિંહ નાં હાથમાં આપતા કહ્યું. લો મોટાભાઈ તમારી આ અમાનત જે માયા ભાભી ને આપી હતી તે હવે તમારી પાસે રાખો.

પહેલા વિરેન્દ્રસિંહે તે રીંગ હાથમાં લીધી પણ થોડી વાર કઈક મનમાં બોલ્યા હોય તેવો ચહેરા પર જીતસિંહ ને ભાસ દેખાયો. તેના ચહેરાના ભાવ બતાવી રહ્યા હતા કે તે રીંગ જીત ને જ આપશે. જીતસિંહ કઈ બોલે તે પહેલાં વિરેન્દ્રસિંહે તેમને આપેલી તે રીંગ જીતસિંહ નાં હાથમાં આપીને કહ્યું.
જીત આ હવે તું રાખ મારે નહિ જોઈએ. મારે જરૂર પડશે તો હું બીજી નવી ખરીદી લઈશ. પણ આ મારે તો નહિ જોઈએ. આટલું કહીને તે તેના રૂમમાં ચાલ્યા ગયા.

વિરેન્દ્રસિંહ નાં રૂમમાં ગયા પછી જીતસિંહ નાં ચહેરા નાં હાવ ભાવ બદલાય ગયા. જે જોઈતું હતું તે મળી ગયું. ચહેરા પર ખુશી છવાઈ ગઈ. દિલની ધડકન વધવા લાગી. કાવ્યા એ માંગેલી અમૂલ્ય ભેટ આજે તેમના હાથમાં હતી. અને વિશ્વાસ પણ હતો કે આ રીંગ કાવ્યા ને હું આપીશ તો કાવ્યા ખુશ તો થશે સાથે કાવ્યા મારી બની જશે. તે રીંગ ને અત્યારે તેમની પાસે રાખે છે અને કાલે કાવ્યા ને આપવાનું વિચારે છે.

શું જીતસિંહ સાચે તે રીંગ કાવ્યા ને આપશે.? શું વિરેન્દ્રસિંહ અને માયા ફરીથી એક થઈ શકશે. ? આ જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ...