Comma books and stories free download online pdf in Gujarati

અલ્પવિરામ (એકોક્તિ)

(એક ખુરશી પર એક માણસ સુતો છે અને અચાનક જ ઝટકા સાથે ઉઠે છે..)

ઓહ કઈ કઈ નહિ... કઈ જ નથી થયું...આમ અચાનક જ ડરાવી દીધા એ બદલ સોરી... મને યાદ છે આજથી બરાબર ૮ દિવસ પહેલા આવું જ થયું હતું...એક ભયંકર સપનું જોયું હતું મારા મૃત્યુનું...ગજબ જ ખરાબ હતું ભાઈ..મમતાએ મને શાક લેવા મોકલ્યો હતો, મમતા મારી પત્ની..હા તો હું માર્કેટમાં ગયો ત્યાંથી શાકભાજી લીધા એને ઘર તરફ પાછો આવતો હતો. મને જુના ગીતોનો શોખ એટલે હું ગીત ગણગણતો હતો..આ ચલ કે તુજે મેં લે કે ચાલુ એક એસે ગગન કે તળે જહાં ગમ્ભી નાં હો આંસુ ભી નાં હો ત્યાં અચાનક જ એક ચુચુડાટીનો અવાજ આવ્યો...મારી બરાબર પાછળ એક કાર આવી રહી હતી બેફામ ગતિ એ આવી રહી હતી એ કાર અને હૃદય વધુ એક વાર ધબકે એ પહેલા જ કારએ મને કચડી નાખ્યો અને પુરપાટ ઝડપે ત્યાંથી જતી રહી અને હું ઓન ધ સ્પોટ... આ ચલ કે તુજે મેં લે કે ચલા એક એસે ગગન કે તાલે જહાં ગમ ભી નાં હો આંસુ ભી નાં હો...
ત્યારે પણ આમ જ ઝબકી ગયો હતો...સાલું ગજબ જ સિસ્ટમ છે આ સપનાની હો...

આ સપના ક્ષણભંગુર

છે સાબુના ફીણના પરપોટા

છે રેતીના મહેલ

એક કોમલ હવાથી ભાંગી પડતા

આ દિલમાં પ્રેમ જગાવી સુમસામ અંધારામાં ખોવાઈ જતા
આ સપના ક્ષણભંગુર

ભાત ભાતના અને જાત જાતના સપના..ત્રણ અવસ્થા હોય છે મનુષ્યની...જાગૃત અવસ્તા, સવ્પન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા...અનેક પ્રકાર ના સપનાઓ ખુલ્લી આંખના સપના બંધ આંખના સપના, મનોકામના પૂરી થતી હોઈ એવા સપના, સુંદર સુંદર રંગીન સપનાઓ, દુઃખદ સપનાઓ, દુનિયા જીતી લીધી હોય એવા સપનાઓ વગેરે વગરે....અલક મલકની વાતો છે સપનાઓ વિષે.. સપના એટલે ભવિષ્યનો આયનો...યાદો એટલે ભુતકાળ અને સપના એટલે ભવિષ્ય...ઘણા સપના એવા હોય કે ઊઠવાનું જ મનનાં થાય ને ઘણા એવા એવા હોઈ કે ઊંઘ જ ઉડી જાય...ઘણા સપના પુરા થાય તો ઘણા નાં પણ થાય તો ઘણી વખત પુરા કરવા પણ પડે છે....એક રાતમાં જ હજારો સપના આવી જતા હોય છે પણ આપણને ૨-૪ સપના મંદ યાદ રહેતા હોઈ છે.. દરેક માણસ પાસે પોતાની એક અલગ જ સ્ટોરી હોય છે ..કહેવાય છે કે વહેલી સવારે આવેલ સપના સાચા પડે છે અને જો જલ્દી સપના સાચા કરવા હોય તો આપણા સપના બીજાને નાં કહેવાય..મારી મોતનું સપનું પણ સવારે જ આવ્યું હતું...

હવે 35 વર્ષ કઈ મારવાનું ઉંમર છે ??? મારે કઈ સપનું સાચું નહોતું કરવું એટલે હું તો એએએયયયને બધાને પકડી પકડીને કહેવા લાગ્યો...એય રાજુ તને ખબર છે મને આજે કેવું સપનું આવ્યું...ઓ કાન્તા જયશ્રી કૃષ્ણ તમને ખબર છે આજે કેવું સપનું આવ્યું મને...(હસે છે) ભ્રમમાં જીવવાની પણ અલગ જ મજા હોય છે નહિ...છતા મનમાં એવું થયા કરે કે હવે આવું કઈ નહિ થાય...પણ આ બધી માથાકૂટથી મને એક ફાયદો થયો...બધા લોકોના મૃત્યુ ઉપર અલગ અલગ અભિપ્રાયો મળ્યો ને ઘણી દિલચસ્પ માહિતી...પણ મને હવે બધું જ સમજાય ગયું..બધી જ ચિંતા જ માટી ગઈ અને હું રિલેક્ષ થઇ ગયો...

શું છે આ મૃત્યુ?

આ વાત પર રાજુએ એક નવી જ ફિલોસોફી સંભળાવી મને...

મ્રુત્યુ એટલે બે જીવન વચ્ચે નો વિરામ.

મ્રુત્યુ એટલે આત્મા ( જીવ ) નું ઘર બદલવું.

એક ગીત પણ સંભળાવ્યું..
જીવ શાને રહે છે ગુમાનમાં ,
તારે રહેવું ભાડાનાં મકાનમાં….

આપણું ઘર જેમ જુનું થાય ,તો આપણે એને રિપેર કરાવીએ….પણ ૭૦-૮૦ વર્ષો પછી એ એવું ખંડીયેર થએ જાય કે યા તો આપણે એને પાડી ને નવું ઘર બાંધીયે અથવા ઘર બદલી નાખીયે… એવુજ શરીર સાથે થાય છે..

અમે વાત કરતા હતા ત્યારે અચાનક જ રશીલામાસી આવ્યા..હવે માસી રહ્યા જૈન એટલે એમને એ સંદર્ભમાં વાત શરુ કરી..જૈન ધર્મમાં સંથારો હોય છે..સંથારો એટલે જયારે મનુષ્યની ઈચ્છા મૃત્યુની આવશ્યકતા દેખાય ત્યારે એ અન્ન-જળ અને ઔષધિનો સ્વેચ્છાએ ત્યાગ કરી દે છે અને સમાન્ય રીતે સાત આઠ દિવસમાં શરીરનું નિર્વાણ થઇ જાય છે. સંથારો એ સ્થિતિ છે જયારે માણસ સ્વયં ઈશ્વરની ભુમિકામાં આવી જાય છે..

રશીલામાસી આવું અઘરું અઘરું બધું બોલ્યા અને મને ફાળ પડી...આમ પણ માણસે સૌથી વધુ ભય મૃત્યુનો જ લાગે છેને ? સોરી પોતાના મૃત્યુનો.... હવે , જે વસ્તુ આપણી છે જ નહીં, જેને આપણે બધાએ છોડવાની જ છે , પછી ભલે એ રાજા હો કે રંક..બધા એ જ આ દેહ છોડી ને બીજા દેહમાં પ્રવેશ કરવાનો જ છે મ્રુત્યુ પછી….આ એક સનાતન સત્ય છે…તો પછી આ દેહ પ્રત્યે આટલું મમત શા માટે ? આટલી મોહ માયા શા માટે?

બસ !! આ મોહ માયા ને લીધી જ શરુવાત થાય છે સુખ ને દુઃખના વિષચક્રની…કોઇ આપણા માટે સારું કરે તો આપણે ખુશ થઇયે ..આપણે સુખી..!કોઇ આપણને ઠેસ પહોંચાડે..તો આપણે દુ;ખી…!

પણ ખરેખર દુઃખી કોણ થયું ? આપણું શરીર કે એની અંદર રહેલો આત્મા? સિમ્પલ શરીર જ દુખી થાય છે...જે આપણું જ નથી એની માટે સુખ શું ને દુ;ખ? સુખ દુઃખ ને સમ ભાવે absorb કરવા જોઇયે…

હવે આવી બધી ડાહી ડાહી વાતો સાંભળી હું પાછો વધુ જ દુખી થઇ ગયો..એટલે પછી એનું સમાધાન કર્યું કાન્તામાસીએ...એમણે ભગવાન શ્રીકૃષ્ણનું એકઝામ્પલ આપ્યું.. એ જન્મ્યા ને એ જ રાતે પોતાના માતા-પિતા દેવકી-વાસુદેવથી છુટા પડ્યા …પછી નંદ-જસોદાથી વિખુટા પડ્યા..,વ્રુંદવન છુટ્યું..પ્રાણપ્યારી રાધાથી વિરહ થયો…એમને આ બધી વાતનું દુઃખ નહી થયું હોય ??એટલું ઓછું હોય તેમ કુરુક્ષેત્રમા પાંડવોના પક્ષથી લડતા લડતા સામે પક્ષે કોઇ એમનાં વડીલ હતા ,તો કોઇ મિત્ર ,કોઇની સાથે એ રમ્યા હતા ,તો કોઇને એમણે રમાડ્યા હતા…શું એમને ગમ્યું હશે એ બધાની સામે લડવું ?ને છતાય અર્જુન ને વિષાદમુક્ત કરવા પોતાની લાગણીઓને કાબુમાં રાખીને અર્જુન ને “ગીતાજ્ઞાન” આપવું…ને છેલ્લે હજી પુરું ન થયું હોય એમ યાદવાસ્થળી….નજર સામે આપસમાં લડ્તા પોતાના જ કુટુંબ નો સર્વનાશ….!!!

કોણ જોઇ શકે??પણ એમણે આ બધું જ પચાવ્યું …સમભાવે…..એમણે પોતાના જીવનનું દ્ર્ષ્ટાંત આપી ને આપણને એજ શિખવાડ્યું છે કે બધું જ સમભાવ થી જુઓ….જો ઇશ્વરને પણ મનુષ્ય અવતારમાં દુઃખ આવતું હોય તો આપણી શી વિસાત????

કાન્તામાસીએ ઘણું ટેન્શન હળવું કરી દીધું હો..ને એમ કઈ થોડીને કોઈ સપના સાચા પડી જાય ર તો ક્યારેક સાચા પડે તો એ માત્ર એક સંજોગોવસાત થયું હોઈ.. પણ હા રાજુની વાત, બંને માસીઓની થીયરી અને મારા વિચારો...આ બધાની ભેળપુરી ખાધી ને અંતે એટલે સમજાયું કે માણસ પોતાના હું પણામાંથી મુક્ત થાય જાય અને બીજાને પ્રેમ કરતા શીખી જઈ પછી એને કોઈના બાપની બીક ના લાગે...

પણ આ બધું સમજાય ત્યારે ઘણું મોડું થઇ જાય છે..મારી સાથે પણ એમ જ થયું...અરે હા તમને લોકોને એક વાત કહેવાની જ રહી ગઈ... હમણા થોડી વાર પેલા જ મને સિવિયર હાર્ટએટેક આવ્યો ને મારું મૃત્યુ થયું છે...(ખુરશી પર બેસે છે..)આ વચ્ચે જરા સમય મળ્યો તો થયું કે તમારી સાથે વાતો કરી લઉં...મમતાને કઈ જ ખબર નથી...પણ યમરાજ હમણા આવતા જ હશે પણ હવે મને કઈ ચિંતા નથી...આવજો ત્યારે ઉપર મળીશું.. (પહેલાની પોઝીશનમાં આવી જાય અને એની પત્નીનો આક્રંદ યાદ આવે છે...અનાયાસે એના મોઢામાંથી શબ્દો સરી પડે છે..)

“મારે જીવવું છે હજુ....!”


સમાપ્ત