Mayra nu Jivan - 1 books and stories free download online pdf in Gujarati

માયરા નું જીવન (ભાગ-૧)

માયરા નું જીવન (ભાગ-૧)

મારૂં નામ માયરા છે. હું ગાંધીનગરની રહેવાસી છું. મારા પપ્પા મરી ગયા છે. મારી મમ્મી સરકારી દવાખાનામાં નોકરી કરે છે. મારી એક મોટી બહેન છે તે ધોરણ-૧૨ (સાયન્સ) ભણી રહી છે. અમે લોકો અમારા દાદી-દાદા જોડે રહીયે છે.
હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જયારે હું ૪ વર્ષની હતી ત્યારે જ મારા પપ્પા કેન્સરના લીધે ઓફ થઈ ગયા હતાં. મને અને મારી મોટી બેનને મારી મમ્મીએ જ મોટા કર્યાં. મારા બધાં શોખ પૂરા કર્યાં. જયારે હું ધોરણ-૫ માં હતી ત્યારે મને થોડી-થોડી ખબર પડતી. મને અને મારી મોટી બહેનને મારી મમ્મી એ ભણાઈ ગણાઈને મોટા કર્યાં અને હાલ અમે લોકો મારા દાદી-દાદા લોકો જોડે રહીયે છે. મારી મમ્મીએ તેની પોતાની લાઈફમાં બહુ જ સ્ટ્રગલ કર્યું. મારી મમ્મી નોકરીએ કરતી અમને બંને બહેનોને સાચવતી, દાદી-દાદાને પણ સાચવતી, તેમનું ધ્યાન રાખતી અમારૂં ધ્યાન રાખતી અને અમને બંને બહેનોને ભણાવતી અને સાથે સાથે ઘર પણ ચલાવતી હતી. પપ્પાના ઓફ થઈ ગયા બાદ મારી મમ્મીએ અમને કંદી પણ પપ્પાની કમી મહેસૂસ નથી થવા દીધી. મારી મમ્મી અમને બંને બહેનોને મા-બાપનો પ્રેમ આપતી અને સાથે સાથે દાદી-દાદા ને ચા-નાસ્તો, જમવાનું, દવા-પાણી બધું જ એ એકલા હાથે ટાઈમ ટૂ ટાઈમ આપી દેતી હતી. એકવાર અમે લોકો સોમનાથ મંદિરે દર્શન કરવા ગયાં હતાં. ત્યારે હું ૨ વર્ષની હતી તે સમયે મારા પપ્પા પણ અમારી જોડે જ હતાં અને હું તે સમયે સોમનાથના દરિયામાં ડૂબી ગયી હતી અને મારા પપ્પાએ મને બચાવી લીધી હતી. આ વાત મને યાદ નથી કેમ કે તે સમયે હું બવ જ નાની હતી અને તે સમયે મને કઇ ખબર નતી પડતી પણ આ તો મારા મમ્મી લોકો વાત કરે એટલે ખબર પડી કે હું આવી રીતે સોમનાથના દરિયામાં ડૂબી ગઈ હતી અને મારા પપ્પાએ મને બચાઈ હતી. પણ મને મારા પપ્પાનો પ્રેમ કદી મળ્યો નથી કેમ કે હું નાની હતી ત્યારે જ મારા પપ્પા મરી ગયા હતાં. અમે લોકો એ મારા પપ્પા જોડે ચારધામની યાત્રા પણ કરેલી છે. પણ એ વખતે મને કંઇ જ ખબર નથી પડતી પપ્પાને મરી ગયા એ આજે ૧૧ વર્ષ પૂરા થયાં અને અમે લોકો દાદી-દાદા લોકો જોડે રહીયે છે અને મારા દાદી-દાદા એ અમને બવ જ સપોર્ટ કરતાં, સારી રીતે રાખતાં, અમારૂં ધ્યાન રાખતાં અને અમે પણ બધાં ભેગાં મળીને ખુશ રહેતાં.
હવે હું ત્યાંથી શરૂઆત કરીશ જયાર થી મને સમજણ આવી અને હું મારા જીવન વિશે, મારા પરિવાર વિશે, લોકો વિશે અને દુનિયા વિશે ખબર પડવા લાગી કે સારા માણસો અને ખરાબ માણસો પણ આ દુનિયામાં હોય છે. મને ધીમે-ધીમે બધી જ વાતની ખબર પડવા મળી અને તે સમયે હું ધોરણ-૬ માં હતી.
હું ધોરણ-૬ માં એક પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સ્કૂલમાં મારી એક બહેનપણી હતી. એ મારા ઘરની પાછળની લાઈનમાં જ રહેતી હતી. તેનું નામ સંજના હતું અને તેને એનાં ઘરમાં હુલામણાં નામથી (સંજુ) કહીને બોલાવતાં હતાં. અને હું એને જાડી કહીને બોલાવતી હતી. અને અમે બંને જોડે જ સ્કૂલ જતાં અને જોડે જ ઘરે આવતાં હતાં. અમે લોકો સ્કૂલમાં બોવ જ મસ્તી કરતાં હતાં અને રીરેશ ટાઈમે અમે જોડે જ નાસ્તો કરવા બેસતાં હતાં. અમારી ફેન્ડશીપ એટલી પાક્કી હતી કે ટ્યુશનમાં પણ અમે લોકો એક જ જગ્યાએ જતાં હતાં. એટલું જ નહિં પણ અમે લોકો તો સ્કૂલનું અને ટયુશનનું લેશન પણ એકબીજાનું કરી દેતાં હતાં. અને અમે લોકો બહેનપણીની જેમ નહિં પણ અમે લોકો તો બે બહેનોની જેમ વધારે રહેતાં હતાં.અને જયારે મારે પહેલીવાર સ્કૂલ જવાનું હતું તો તે સમયે મને બવ જ બીક લાગતી.

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)