Mayra nu Jivan - 3 books and stories free download online pdf in Gujarati

માયરા નું જીવન (ભાગ-૩)

માયરા નું જીવન (ભાગ-૩)

મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ અમે લોકો સ્કૂલમાં ચોરી કરતાં પકડાઈ ગયાં હતાં. અને અમારા ટીચરે અમારી લેશન ડાયરીમાં કમપ્લેન લખી આપી અને કીધું હતું કે આમાં તમારી વાલીની સહી લેતાં આવજો. પણ અમે લોકો એ તો નક્કી કર્યુ જ હતું કે જે કંઇ પણ થાય પણ અમે લોકો તો ભેગા રહીને જ બધી પ્રોબ્લેમ દૂર કરીશું. ત્યારબાદ અમે લોકો પેપર આપીને ઘરે આવતાં રહ્યાં અને અમારે લોકોને અમારી લેશન ડાયરીમાં અમારી વાલીની સહી લેવાની હતી પણ આ વાત અમે લોકો એ અમારા વાલીને કીધું જ નહિં કે આજે સ્કૂલમાં અમારી જોડે આવું થયું હતું અને અમે લોકો એ અમારા વાલીની સહી જાતે જ કરી નાખી. ત્યારબાદ અમે લોકો બીજા દિવસે સ્કૂલમાં ગયાં અને અમારા ટીચરે અમને કીધું કે બતાવો તમારી ડાયરીમાં તમારા વાલીની સહી અને અમે લોકોએ ટીચરને ડાયરી બતાવી ત્યાર પછી ટીચરે સહી જોયા બાદ ટીચરએ અમારા વાલીને ફોન કર્યો. તો અમારા વાલી એ એમ કીધું કે અમને તો કંઇ ખબર જ નહિં અને ત્યાં જ અમારી પોલ પકડાઈ ગઈ. ત્યારબાદ અમારા ટીચર અને પ્રિન્સીપાલ અમને બધાંની સામે બવ જ બોલ્યાં અને અમારા ઘરે પણ અમને બધાં બવ જ બોલ્યાં અને માર પણ ખાવો પડયો અમારે પણ અમે લોકો એ સમયે અમારા ઘરે એમ જ કીધું કે અમે લોકો ખાલી પરીક્ષામાં પેપર બદલતાં જ પકડાયા હતાં પણ જયારે અમારા વાલી સ્કૂલમાં મળવાં આયા ત્યારે અમારી હકીકત ખબર પડી એમને તેનાં પછી પણ ઘરે અમને બવ જ બોલ્યાં અને લાફો પણ માર્યો. બસ આમ ને આમ અમે લોકો પરીક્ષામાં ચોરી કરતાં પકડાતાં રહ્યાં અને ધીમે-ધીમે હું પાસ થતી ગઈ અને હું ધોરણ-૮માં આવી ગઈ અને ધોરણ-૮ માં પણ આવું ને આવું જ રહ્યું અને અમારૂં આખું વર્ષ પુંરું થવાં આવ્યું. ત્યારબાદ ધોરણ-૮ માં અમારે વિદાયનો દિવસ હતો અને એ દિવસે અમે બધાંએ ટીચર સાથે બોવ જ બધાં ફોટા પડાવ્યા, મસ્તી કરી, જૂની વાતો યાદ કરીને બવ જ હસયાં અને તે દિવસે અમે બધાંએ બોવ જ મજાં કરી હતી. ત્યારબાદ અમારે વેકેશન પડયું અને અમે લોકો થોડા દિવસ બધાં એકબીજાથી દૂર રહ્યાં અને બધાંએ પોતાનો ટાઈમ પોતાના પરિવારને આપ્યો.
થોડાક સમય બાદ અમારું વેકશન પૂંરું થઇ ગયું અને પાછી અમારી સ્કૂલો ચાલુ થઇ ગઈ અને હું ધોરણ-૯ માં આવી ગઈ હતી. અને ત્યારે પણ હું અને જાડી જોડે જ હતાં અને અમે લોકો એક જ પાટલી પર બેસતા હતાં. અને અમે લોકો ધોરણ-૯ માં આવ્યાં તો પણ ચોરી કરતાં અને એકવાર પરીક્ષામાં અમે ચોરી કરી છતાં પણ હું નાપાસ થઈ ગઈ અને હું મારા જીવનમાં પહેલીવાર આવી રીતે નાપાસ થઈ હતી ત્યારે મને ખૂબ જ દુ:ખ થયું હતું. અને જયારે અમારે સ્કૂલમાં પેપર જોવાં માટે વાલી દિવસ હતો તે દિવસે મારી મમ્મી મારૂં પેપર જોયાં વગર જ સ્કૂલમાંથી નીકળી ગઈ હતી. તે દિવસે હું ખૂબ જ રોઇ હતી અને મને બવ જ દુ:ખ થયું હતું. મને તે સમયે એવું થતું કે મે પરીક્ષામાં થોડી વધારે મહેનત કરી હોત તો સારું થાત અને તે દિવસે મારા ટીચર પણ મારી બેનને કેતાં હતાં કે તારી બેન એની ફ્રેન્ડોને બવ જ ટાઈમ આપે છે. અને પહેલાં તો તે ટાઈમ ટૂ ટાઈમ લેશન પણ કરતી હતી અને હવે તો તેનું લેશન બાકી જ હોય છે. આમ તો તેનું મગજ બવ જ એક્ટીવ છે એ ધારે તો આખી સ્કૂલમાં પહેલો નંબર લાવી શકે છે. પણ તે બધું જ વસ્તુ રમતમાં કાઠે છે. ત્યારબાદ મેં ભણવામાં મન લગાડવાનું ચાલુ કર્યું અને હું પાસ થઈ ગઈ અને પછી મને પણ થોડું સારું લાગવાં મળ્યું અને હું ધોરણ-૧૦ માં આવી ગઈ. અને મારી સ્કૂલો ચાલુ થઈ ગઈ. હું અને જાડી રેગ્યુલર સ્કૂલ જવાં માળ્યાં અને આશરે ૩ મહિના સ્કૂલ ગયાં અને કોરોના નામનો વાયરસ આવી ગયો અને બધી જ સ્કૂલો બંધ થઈ ગઈ. ત્યારબાદ સ્કૂલમાંથી ઓનલાઈન ભણવાનું ચાલુ થઇ ગયું અને હું ભણતી અને મારૂં હોમવર્ક પણ ટાઈમ પર ઓનલાઈન મોકલી દેતી. મને પણ ઘરે બેસીને ભણવામાં મન લાગવા લાગ્યું પણ એક દિવસ એવો આવ્યો જયારે હું ખૂબ જ બીમાર પડી ગઈ હતી. મારૂં લોહી ઓછું થઈ ગયું હતું અને મારી હાલત બવ જ ક્રિટીકલ થઈ ગઈ હતી....

(વધુ આવતા પ્રકરણે ભાગ-૪ માં)