Mayra nu Jivan - 4 books and stories free download online pdf in Gujarati

માયરા નું જીવન (ભાગ-૪)


માયરા નું જીવન (ભાગ-૪)

મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ હું ખૂબ જ બીમાર પડી ગઈ હતી. મારૂં લોહી ઓછું થઈ ગયું હતું અને મારી હાલત બવ જ ક્રિટીકલ થઈ ગઈ હતી. શરદી, ખાસી, તાવ, લોહી ઓછું થઈ ગયું હતું. મારી મમ્મી મને ડોકટર પાસે લઈ ગયી ત્યારબાદ મારી સારવાર ચાલુ થઈ અને ડોકટરએ મને બાટલાં ચડાવાનું ચાલુ કરી દીધું હતું. તેનાં પછીના દિવસે ડોકટરે મારી મમ્મીને કીધું કે તમારી બેબીને RTPCR કરાવવો પડશે કેમ કે મને કોરોનાની અસર હતી. ડોકટરએ એમ પણ કીધું તમે તમારી બેબીની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવશો તો પૈસા વધારે થશે તેનાં કરતાં તેને સિવિલમાં દાખલ કરી નાખો તો સારૂં. પણ મારી મમ્મી, દાદી-દાદા લોકોને મારી બવ જ ફિકર હતી જેથી એમને મને સિવિલમાં દાખલના કરી અને મારી સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાઈ. કેમ કે હું સિવિલમાં સારવાર માટે જાત તો ત્યાં મારે એકલીને જ રહેવું પડત કેમ કે તે સમયે કોરોના વાયરસ ચાલી રહ્યો હતો અને તે ખૂબ જ ઝડપી ફેલાઈ રહ્યો હતો. જેનાં કારણે મારે એકલાં રહેવું પડત અને તે મારા પરિવારને મંજૂર ન હતું. ત્યારબાદ મારી સારવાર એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલી રહી હતી અને મને બાટલાને બધું ચઠાવીને ઘરે પાછા લાવી દેતાં હતાં. અને એકવાર હું રાત્રે પાણી પીવા ઉભી થઈ અને હું રસોડામાં જ જતી હતી અને મને ખાસી આવી અને હું પડી ગઈ અને મને માંથાના ભાગમાં દિવાલ વાગી અને મારી મમ્મી અને મારો ભાઈ લોકો જાગી ગયાં હતાં અને મને કંઇ જ ભાન ન હતું પછી મારા મમ્મીએ મારા મોં પર પાણી છાટ્યું અને હું થોડા હોશમાં આવી પછી મારા ભાઈએ મને પૂછયું કે શું થયું તને કેમ પડી ગઈ હતી તો પછી મેં કીધું કયારે પડી ગઈ હતી હું...? મને કંઇ જ ભાન ન હતું ત્યારબાદ મારા ભાઈએ મને ઉંચી કરીને ખાટલામાં સૂવડાવી દીધી. પછી મારે સવારે હોસ્પિટલ મારે બાટલાં ચઠાવા માટે જવાનું હતું અને અમે લોકો સવારે ડોકટર પાસે ગયાં અને મારા ભાઈએ ડોકટરને બધું જ કીધું કે રાત્રે આવું થયું હતું ત્યારબાદ ડોકટરએ મારી સારવાર ચાલુ કરી તેનાં પછી ડોકટરએ મારી મમ્મીને CT SCANનો રીપોર્ટ કરાવવાનું કીધું અને મને એ રીપોર્ટ કરાવવામાં ખૂબ જ બીક લાગતી હતી. જયારે મને મારા મમ્મી અને મારો ભાઈ રીપોર્ટ કરાવા લઇ ગયાં ત્યારે મને ખૂબ જ બીક લાગતી હતી અને હું ખૂબ જ ધ્રુજતી હતી. થોડીકવાર બાદ મારો નંબર આવી ગયો અને મને અંદર લઈ ગયાં અને મને ત્યાં સીટ પર સૂવડાવી દીધી અને એ સીટ અંદરની સાઈડ ગઈ અને તેની અંદર ખૂબ જ અલગ-અલગ પ્રકારના અવાજો આવતાં હતાં જેથી મને બવ જ બીક લાગતી હતી. અને મારી મમ્મી અને મારો ભાઈ બંને બહાર બેસી રહ્યં હતાં અને મને થોડીકવાર પછી બહાર લાવ્યાં અને અમે લોકો બહાર બેઠા હતાં અને મારી મોટી બેનનો ફોન મારા ભાઈ પર આવ્યો અને તેને એવું કીધું કે માયરાનો RTPCR નો રીપોર્ટ આવી ગયો છે અને એ મેં તને વોટ્સ અપ પર મોકલ્યો છે. ત્યારબાદ મારા ભાઈએ તરત જ પોતાના ફોનમાં વોટ્સ અપ ખોલ્યું અને મારો રીપોર્ટ જોયો અને મારો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અને આ જ રીપોર્ટ જોતાં મારી મમ્મી અને મારા ભાઈને સંતોષ થયો. તેનાં પછી અમે લોકો સાંજે CT SCAN નો રીપોર્ટ લઇને ડોકટરને મળવાં ગયાં અને ડોકટરએ મારો રીપોર્ટ જોતાં જ મારી મમ્મીને કીધું કે ચિંતા કરવાની કોઇ વાત નથી રીપોર્ટ સારો જ છે. ત્યારબાદ મારી મમ્મી અને મારા ભાઈને જાનમાં જાન આવી. ત્યારબાદ મારી સારવાર ચાલુ હતી અને હું ઘરમાં બધાંથી ૧૫ દિવસ અલગ બીજા રૂમમાં રહી હતી. મારી આવી હાલત હોવા છતાં પણ મારા પરિવારએ મને એકલી ના પડવાં દીધી. અને થોડાક દિવસમાં મને સારૂં થઈ ગયું. પણ મારી મમ્મી, ભાઈ, બહેન, દાદી-દાદા આ બધાંની દૂવાને કારણે મને સારૂં થઈ ગયું.....

(વધુ આવતા પ્રકરણે ભાગ-૫ માં)