I and Krishna flute - 5 books and stories free download online pdf in Gujarati

હું અને કૃષ્ણ વાંસળી - 5

બીજો એક સવાલ:


“એ મારી પાસે હોય કે ના હોય, હું એને પામી શકીશ કે ના પામી શકું, પરંતુ પ્રેમ
તો હું એને જ કરવાની છું”

“હું એની સાથે વાત કરું કે ના કરુ, એને દુવા આપુ કે ના આપુ પણ એને બદદુવા
ક્યારેય નહીં આપુ એ જ મારા નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે.” “એનો ત્યાગ એ જ
મારી નિયતી છે અને તારો પરમ સ્વીકાર એ જ મારું પરિણામ. બસ એને
પામવાની જીદ છોડવાની હતી અને એને ચાહવાની ઝિદ કાયમ રાખવાની. બસ
આટલી નાની અમથી વાત સમજતા આટલો બધો સમય કેમ કાન્હા?”
અને કાન્હા ફરી ઊંડા નિ:શાસા સાથે કહે છે. “કારણ કે, તમે પોતાની જ ઈચ્છાઓ
સાથે ઝગડો છો પ્રિયે. હા પ્રિયે, તમારી અંદર બે અલગ અલગ મનુષ્ય વસે છે. એક
એને પામવા માંગે છે અને બીજો…” “બીજો તમને ડરાવે છે. કે એ નહી આવે
તો, એ નહી માને તો, એ નહી ચાહે તો, અને આ દુનિયામાં પોતાની જાત સાથેની
લડાઈ સૌથી અઘરી અને નાજુક છે, પ્રિયે. કારણ કે, જીત પણ પોતાની અને માત
પણ પોતાની”
“દરેક મનુષ્ય બીજાને સુખી કરવા માટે કોઈ પણ પ્રકારનો સમજોતો કરી લે છે.
પણ પોતાની જાત સાથે સમજોતો બહુ અઘરી વસ્તુ છે પ્રિયે. પણ હા જો ચાહી
લો તો એ પણ કરી શકાય છે. ઝિદ એ મનુષ્યનું સૌથી વિચલીત પણ કઠણ રૂપ છે.
જે નિયતિના સ્વીકાર માટે કર્યે તો આ ભવ પાર કરીને મુક્તિ અપાવે છે. અને
નીતિથી વિરુદ્ધ કર્યે તો પોતાની જનની સુદ્ધાંને દૂર કરી દે છે”
અને મેં સવાલ કર્યો, “તો શું આપતા રહેવું એ જ મારી નિયતી છે?”
“તમારી નહી પ્રિયે... નિયતી તો બધાની એક જ છે. હા ક્યારેક વધારે ઓછું
આપવું પડે છે. પણ સાચું કહું તો, જ્યારે આપો છો ત્યારે અખંડ ઉર્જાનો સ્ત્રોત
મેળવો છો તમે. પારાવાર પ્રેમ, નિરંતર, નિરંજન પ્રકાશ જે માત્ર અને માત્ર તમારો
છે. જેના પર નિયતિ નો કોઈ અધિકાર નથી અને જે કોઈ ક્યારેય છીનવી નથી
શકતું એવો પ્રકાશ અથવા તો મને પામો છો એવું કહું તો પણ કંઈ ખોટું નથી” અને
ફરી હસતા હસતા ક્યાંક વિલીન થઈ ગયા.
અને મેં કહ્યું, ઉભા રહો કાન્હા મારી વ્યાકુળતા હજી બાકી છે,મેં અમસ્તા જ એક
સવાલ કર્યો “કેમ દેવ? હું તો ઘણા બધા દેવ સ્વરૂપને માનુ છું, પૂંજુ છું. છતાં, તમે
જ કેમ મળવા આવો છો રોજ?”
અને કાન્હા ખૂબ જ જોરથી હસ્યા. “કારણ કે, જન્મીને પહેલી પૂજા તમે ગણેશ
પૂજા કરી અને પછી કોઈ ઉત્સવ ઉજવાયો હોય તો એ છે જન્માષ્ટમી... મારા
જન્મની અષ્ટમી...સૌથી ધોધમાર, અઘરો પરંતુ કુતૂહલથી ભરેલો દિવસ”

“નિયતીએ કંસના ભાગ્યમાં લખેલો દિવસ. અને તમારું જીવન પણ અઘરુ,
બીજાઓ માટે શુભ પણ કુતૂહલથી ભરેલુ છે. અને આમ પણ નિયતિ નો સ્વીકાર
તમારા માટે પણ અઘરી વાત તો છે જ ને!!!
અને મેં કહ્યું, “બીજો સવાલ કરું કાન્હા?” અને કાન્હા હસ્યા “પૂછો પ્રિયે રોજ
સવાલ ના જવાબ માંગવા જ તો બોલાવો છો મને “ અને મેં કહ્યું, “પ્રેમ શું છે?
કંઈક નિરંતર આપતા રહેવું એ પ્રેમ છે? કે નિયતિ નો સ્વીકાર એ પ્રેમ છે?”
“ફરી પાછા... ફરી ભેરવાઈ ગયા આ ખેલમાં. છતાં કહું છું, કર્મના સિદ્ધાંત
પ્રમાણે તમે જે આપશો એ જ મળશે. તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે, તિરસ્કાર
તો તિરસ્કાર, સન્માન તો સન્માન પણ હા કોઈ વ્યક્તિ દુનિયામાં એવુ પણ હોય
છે જે હજારો તિરસ્કાર છતાં તમને સ્વીકારે છે, ચાહે છે અને એને જ નિયતી
બનાવી લે છે. જેમ કે મારા જીવનની ત્રણ સ્ત્રીઓ જેણે મારી હંમેશા રાહ જોઈ
છે. મેં સ્વીકાર્યા કે ના સ્વીકાર્યા એમણે મને સ્વીકાર્યો છે. હા સ્વીકારની આ પ્રથા
એમણે જ તો મને શીખવી છે”
“રાધા જાણતી હતી હું નહી આવુ છતાં છેલ્લા શ્વાસ સુધી મારી રાહ જોઈ.
મીરા... એણે તો હું કોણ છું એ પણ ના ખબર હતી છતાં વિચારતી જે હશે તે
મારા ભરથાર એ જ. રુકમણી રોજ મારા શયનખંડમાં દિવાની જ્યોતિ વચ્ચે મારા
અત્તરની સુગંધ માં રાત્રી પસાર કરતી હતી કે આજે કાન્હા આવશે”
“પણ તો શું રાહ જોવી એ જ નિયતી છે?”
“હા..હા..હા..હા.. ખરું પૂછો તો એમાં જ મજા છે પ્રિયે. અને આમ પણ આ પ્રથા
તો રાધાએ જ શરૂ કરી છે. ત્યારથી પછી સીતા એ પણ તો એણે અનુસરી છે.
સ્ત્રીઓ માં આમ જુઓ તો જબરો વિશ્વાસ છે, પોતાના પ્રિયપાત્ર માટે કે, એ
આવશે જ અને ક્યારેક એ નથી પણ આવતા. ત્યારે નિયતિ નો સ્વીકાર એ જ
તમારો પરમ ધર્મ છે”
“પણ આ બધી વાતો તો ખાલી લખી શકાય છે. વિચારી શકાય છે. કરી શકાય છે
ખરી?”
“હા પ્રિયે, એક વાર કંઈક આપીને તો જુઓ. તમારી સૌથી નજીક એક પ્રકાશ હશે,
મારો પ્રકાશ. હું ઉભો હોઈશ. નિયતિ નું નાનું અમથુ પગલું સ્વીકારી તો જુઓ.
નિયતી પણ તમારો સ્વીકાર કરી લેશે. અને આમ પણ મારા પર વિશ્વાસ રાખશો

તો તમે પણ આ બધુ જ કરી શકશો અને આમ પણ આપવાથી ઘણો આનંદ મળે
છે. પ્રેમ કરવાથી ઘણો આનંદ મળે છે. હું જ્યારે મોરલી વગાડુ ત્યારે જેવો આનંદ
મળે એવો જ”
મેં કાન્હા ફરી વાર પૂછ્યું, “શું ફરક છે તમારા અને મારા પ્રેમમાં? કેમ તારી સાથે હું
કંઈક અલગ પ્રેમ કરું છું અને આ દુનિયાના વ્યક્તિને અલગ?” ત્યારે કાન્હા નજીક
આવી ને આંખો માં આંખ નાખી ને બોલ્યા “કારણ કે, મને જોઈ નથી શકાતો.
ખાલી સમજી શકાય છે. હું છું કે નથી કોઈ પુરાવા નથી માત્ર વિશ્વાસ કરી શકાય
છે.” “પણ આવો વિશ્વાસ હું કોઈ બીજા પર કેમ નથી કરી શકતી?”
“કારણ કે તમે જ્યારે જ્યારે માંગો છો હું આપું છું. મારી પાસેથી તમે માંગો જ
છો. તમે જ્યારે ગુસ્સામાં હોઉં છો ત્યારે પણ હું નતમસ્તક તમારું સાંભળું છું.
અને ખુશ હોઉં છો ત્યારે પણ. ખરું પૂછો તો તમારા અને મારી સાથેના સંવાદમાં
તમે ઘણું બોલો છો. હું માત્ર તમારા સવાલોના જવાબ આપુ છું. હું માત્રને માત્ર
તમને આપુ જ છું. તમે મને ચાહો કે ના ચાહો, ભક્તિ કરો કે ન કરો, પ્રેમ કરો કે
ના કરો, વિશ્વાસ રાખો કે ન રાખો”
“પણ કાન્હા તમે છો કે નહીં એનો અહેસાસ કેમ કરવો?” “તમે મને માત્ર
અનુભવી જ તો શકો છો. આ અહેસાસ જ તો હું છું. હું અને એ એક-બીજાથી
જુદા નથી. તમારા શરીર માંથી નીકળતી અફાટ ઉર્જામાં હું છું, સુગંધમાં હું છું,
આંખોમાં હું છું, વિચારોમાં પણ હું જ છું અને કદાચ ગુસ્સામાં પણ હું જ છું”
“તો શું કાન્હા તમારી પાસે માંગવું એ મારી ભૂલ છે?” “હા..હા..હા..હા..” કાન્હા
ખુબ જોરથી હસે છે.
“ના પ્રિયે, એ જ તમારી નિયતી છે. મારી નજીક આવવા માટેની નિયતી. ફરી
પાછો કહું છું પ્રિયે, હું એ ઉર્જા છું. જે તમારા બધા માં સમાન છું
“The electricity passes through each and any computers
and hardware like you just like a network or maybe the
internet”
એટલે મને બધી જ ખબર છે. મારી પાસે કંઈ માંગવાની જરૂર જ ક્યાં છે? અને
જો મંગાય જાય તો ડરવાની પણ જરૂર ક્યાં છે?”

“તો શું કોઈને પામવા માટે એની સાથે જીંદગી ભર રહેવું જરૂરી છે દેવ?” અને
કાન્હાએ કટાક્ષ કર્યો. “હું અને રાધા આખી જીંદગી જોડે રહી શક્યા છે? શું
મીરાંએ મને એક પણ વખત જોયો છે?” “એટલે તમે શું કહેવા માંગો છો દેવ કે
બલિદાન એ જ નિયતી છે કે પછી એ જ પ્રેમની વ્યાખ્યા છે”
“હા..હા..હા..હા.. ના પ્રિયે બલિદાન એ જ નિયતી છે એવુ પણ નથી. પણ કદાચ
yes may be...sacrifice is your destiny...or maybe it's only
the way to discover your true destiny...it’s all depend on
your thoughts after all... But yes, to love someone it can be
your choice...
“હા પ્રેમ કરતા રહેવું પડે છે. એને છોડી નથી શકતા. એ તો એક મીઠી યાદ જેવો
છે. થય જાય છે રોકી નથી શકાતો અને આમ પણ કોઈને પામી શકો કે નહીં, એની
સાથે રહો કે નહીં પણ પ્રેમ કરતા રહેવું જરૂરી છે આપણા માટે. કારણ કે,
લાગણીઓ આપણી છે તો પછી એને માન આપવાનુ, સ્વીકારવાનું અને
પંપાળવાનું આપણો હક પણ છે અને ફરજ પણ. કોઈનો પ્રેમ પામ્યા વગર રહી
શકાય છે પ્રિયે પણ, પ્રિયપાત્રને પ્રેમ કર્યા વગર નથી રહી શકાતુ.
Love is that true energy...comes from within...which you
can't deny in your life...in any ways...In any
circumstances...you love anyone or someone...and you
have to...because the energy is me and you....
આજે કાન્હાએ મને સવાલ કર્યો “કેમ પ્રિયે હવે એક પણ સવાલ નથી થતા?” અને
મેં એક નિસ:શા સાથે કહ્યુ, “સવાલ!! એ ક્યાં કોઈના પૂરા થાય છે કાન્હા પણ..."
“તો શું પ્રિયે??”
“બસ હવે સવાલો સાથે મોહ નથી રહ્યો કાન્હા. હવે મોહ તારી સાથે છે. તમને
જોવા ગમે છે, યાદ કરવા ગમે છે. હવે મન તમારી પાછળ ભાગે છે. તમે જ્યાં
જાઉં ત્યાં જાય છે”
“હા..હા..હા..હા.. ખરુ પ્રિયે... પણ સત્ય કહું હવે મને તમારા સવાલોનો મોહ
થઈ ગયો છે. તમારા સવાલો, તમારા તર્ક, તમારી વાતો હવે બધું જ ગમે છે.
તમારી વાતોમાં સમયની કોઈ પાબંદી નથી, બસ વહી જાય છે નિરંતર, નિરંજન
કોઈ પ્રવાહમાં એવુ લાગે છે જાણે મારી રાધા મને પાછો સતાવે છે. મીરાં

નિઃસ્વાર્થ બેસીને મારી રાહ જુએ છે. ખરુ કહું તો તમને જોઉં છું અને રાધાની
યાદો મારા રોમ રોમ માં ફરી વળે છે”
“હા પ્રિયે... રાધા એકલી જ કંઈ રડતી હતી એમ તો ન જ હતું પરંતુ એનું હોવુ
મારા માટે પૂરતું હતું” અને મેં એક ઊંડા શ્વાસ સાથે કહ્યુ “તો પછી એક સવાલ કરુ
કાન્હા?” “હા..હા..હા..હા.. જો પૂછવું જ હોય તો ઇઝાજત નું શું કામ પ્રિયે?
પૂછો, નિઃસ્વાર્થ પૂછો”
“કેમ કાન્હા? કેમ, કોઈ એક જ વ્યક્તિ માટે આપણા બે મન કેમ હોય છે? કેમ
કોઈ એક જ વ્યક્તિ માટે પ્રેમ અને ગુસ્સો બંને હોય છે?”
“હા..હા..હા..હા.. હજી નથી સમજ્યા પ્રિયે. ગુસ્સો એતો પ્રેમ નો આવિષ્કાર છે.
જ્યાં પ્રેમ છે ત્યાં ગુસ્સો તો છે જ અને જ્યાં ગુસ્સો છે ત્યાં પ્રેમના હોવાની
શક્યતા સૌથી વધારે… પણ સાચુ તો એ છે પ્રિયે કે, મન બે નથી હોતા. પરંતુ
આત્મા અને મનની વચ્ચે એક પાતળી રેખા છે જે આપણે સમજી નથી શકતા.
મન એનું કહેલું પૂરું ના થાય એટલે ગુસ્સે થય જાય છે, નફરત કરે છે, નારાજ થય
જાય છે. પણ ખરું કહું તો આત્મા ક્યારેય નારાજ નથી થતો. એ તો જેને ચાહે છે
એને નિરંતર ચાહતો જ રહે છે. કોઈ પણ અપેક્ષા વગર કારણ કે આપવું એ જ
એની વૃત્તિ છે, એની નિયતી છે. અને મન... મન હજી નાનું છે. એને સમજણ જ
ક્યાં છે. જ્યારે આત્મા એને સમજાવે છે ત્યારે એ શાંત થઈ જાય છે. બસ આજ છે
પ્રિયે.”