Hu ane krushn vansadi - 2 books and stories free download online pdf in Gujarati

હું અને કૃષ્ણ વાંસળી - 2

કૃષ્ણ સુદામા

એક દિવસ દ્વારપાલ ખબર લઈને આવે છે કે “સુદામા નામનો કોઈ ભિખારી
આવ્યો છે” અને કૃષ્ણ પોતાની જમતી થાળી મુકીને કાન્હો બની જાય છે અને કંઈ
પણ બોલ્યા વગર એક ડોટ મુકે છે.
બીજી તરફ થોડી રાહ જોયા છતાં કાન્હા ના કોઈ સમાચાર ન આવવાથી સુદામા
મોઢું ફેરવી લે છે. જવાની તૈયારી કરે છે.
અને આ તરફ કાન્હો એવી તો ડોટ મુકે છે કે એની આંખો નિરંતર વહેતી હોય છે.
એટલી જોરથી દોડે છે કે એના ખભા પર નું પહેરણ પડી જાય છે અને એનો રાજ
મુકુટ સુધ્ધા આવીને સુદામાનાં ચરણો પર પડે છે. કાન્હાની પટરાણીઓ આ બધું
જોઈને અચરજ અનુભવે છે. કાન્હાનું આવુ મનુષ્ય સ્વરૂપ કદાચ પહેલી વાર
જોવા મળે છે. અને કાન્હો સુદામાને વળગીને અફાટ રૂદન કરે છે.
ત્યારે સુદામા અચાનક અવાક્ બની જાય છે અને એને યાદ આવે છે કે “અરે આ તો
મારો મિત્ર છે. જેના પર હું ગુસ્સે થતો હતો. તેને એક રાજા સમજતો હતો, તેની
પાસે આજે ધન માંગવા આવ્યો હતો”
કાન્હો એને પાસે બેસાડે છે, જમાડે છે, વ્હાલ કરે છે અને સુદામા કંઈ પણ
માંગતા નથી. પાછા ચાલ્યા જાય છે.
રસ્તામાં વિચારે છે “શું જવાબ આપીશ મારી પત્ની અને બાળકોને??” “પણ કઈ
રીતે...!! કઈ રીતે માંગતે? ફરિયાદ કરતે, એ મિત્રને જે ભગવાન જેવા હતા જ
નહીં. એ તો મારો મિત્ર હતો.”
“જેને જોઈને મને અહેસાસ થઈ ગયો કે અરે આ તો મિત્ર છે એની પાસે કશું
મંગાય કેવી રીતે…? માત્ર અને માત્ર અપાય.” અને….
જ્યારે એની ઝુપડી સુધી જાય છે અને જોઈ છે તો એની ઝૂંપડી, અનાજ-પાણી,
ધન અને સોના-ચાંદીથી ભરેલી હોય છે. ત્યારે એ અવાક્ બની જાય છે અને એ
સમજે છે એના કાન્હાની લીલા કે “આપણે ક્યારેય આપણા મિત્રથી કંઈ છુપાવી
નથી શકતા. એ બધું જાણતો જ હોય છે ભગવાનની જેમ. ખરેખર તો હું એને
રાજા કે ભગવાન સમજી બેઠો એ તો મારો મિત્ર જ હતો.”

હા, ભગવાનને પણ મિત્ર બનાવી શકાય છે. એ એનામાં આપણો વિશ્વાસ
જગાવવા માંગે છે. પછી એ જ વિશ્વાસ ને ટકાવી રાખવા માટે પરીક્ષાઓ પણ લે
છે.

એટલે જ સુદામાને એ ત્યાં સુધી બોલાવે છે. એક ભક્ત તરીકે હાજરી આપવા!
હા, એની બધી જ ખબર હોય છે આપણા વિશે. આપણે માત્ર હાર નથી
માનવાની. એ જ આપણા વિશ્વાસની પરીક્ષા છે. એ જોવા માંગે છે કે એના
ભક્તો બધુ છોડીને એના ચરણમાં માથું મૂકી શકે છે કે નહીં. અને એક વખત માથું
મુકી દીધા પછી સમય ના બધા એક્કા ઉપરવાળાના હાથમાં થય જાય છે. પછી
એનો વિશ્વાસ જીતે છે અને બાકીની આખી દુનિયા હારે છે અને કદાચ આ બધું
પછી હાર-જીત થી પર થય જાય છે.

ક્રૃષ્ણ

કાન્હા ને કોઈ એ પૂછી લીધું,”તમારા જીવનમાં અલગ અલગ સ્ત્રી અલગ અલગ
પાત્ર ભજવે છે છતા તમે અવિચલીત રહીને દરેક ને એક સરખું સન્માન કઈ રીતે
આપી શકો છો?” અને કાન્હો એ જ હસત, મુસ્કાતા ચહેરાએ જવાબ આપે છે.
“સ્ત્રી ને સમજવી ઘણી અઘરી હોય છે. એક સ્ત્રીની અંદર ઘણા બધા રૂપો વસે
છે. પરંતુ એ આ બધા જ સ્વરૂપ બધાને બતાવતી નથી. એ છુપાવીને રાખવું એ
સ્ત્રીની માયા છે. રાધામાં મને એક રિસાળ પરંતુ પ્રેમાળ મોહક પ્રેમિકાનું સ્વરૂપ
દેખાય છે. જ્યારે દ્રૌપદી, મારી મિત્ર બનીને મારા દરેક વિચારો સાંભળે છે. શું
મારા આ વિચારો રાધા આટલી શાંતિથી સાંભળી શકે છે?”
“ના…!!! રિસામણાં એ એનો સ્વભાવ છે. અને મારો હક. રૂકમણી મારી આદર્શ
અર્ધાંગિની છે. મારા દરેક સુખ-દુઃખ એના પર લઈ લેવા આતુર અને મીરા... એ
મારી દાસી. હું આવું કે ના આવું મારા શયનખંડ જે હંમેશા મહેંકતો રાખે છે”
“શું સ્ત્રી ના આ બધા જ સ્વરૂપો એક જ વખતે એક જ સ્ત્રીમાં જોઈ શકાય છે?”
“ના, ક્યારેય નહીં.”
“તો બધા પાસે અલગ-અલગ ગુણો, પ્રેમ, આર્કષણ, વફાદારી, સ્નેહ, મિત્રતા અને
બીજુ ઘણુ બધુ છે... અને મને આ સ્ત્રીના આ દરેક રૂપો ગમે છે. અને હું સ્ત્રીની
આ હૂંફ, ગુણ, અવગુણ દરેકને સમાન ગણું છું.”
“જે સ્ત્રી, એનું શરીર સુધ્ધા આપણને આપી દે છે. શું એ સ્ત્રીને સન્માન
પામવાનો પણ હક નથી?” “છે જ….”
“અને એટલે જ હું સ્ત્રીના દરેક સ્વરૂપને પ્રેમ કરું છું. એ ભરપૂર આપે છે. તો
આપણે એને કેમ ન આપી શક્યે! એ ત્યાગ કરે છે અને જીવન જન્માવે છે. એ પ્રેમ
કરે છે અને આંસુ ગુમાવે છે. એ તરસે છે મિલન માટે... છતાં હાસ્ય વરસાવે છે”
“પણ શું સ્ત્રીના આ દરેક રૂપને એક જ સ્ત્રીમાં જોઈ લેવું એ કુદરતની કરામત નો
અનાદર નથી?? અને આમ પણ હું તો કાન્હો છું. મને હસતા હસતા રમાય જતી

મોટી મોટી દરેક રમતો ગમે છે. એટલે જ કદાચ દરેક સ્ત્રી સાથે મારા અલગ
અલગ સંબંધ છે”