Kidnaper Koun - 2 books and stories free download online pdf in Gujarati

કિડનેપર કોણ? - 2

(સોના એ પોતાના જુના સ્કૂલ ફ્રેન્ડ્સ ને ફેસબુક માંથી શોધી ને એક રિયુનિયન પાર્ટી તો ગોઠવી દીધી,પણ કોણ કોના થી હજી નારાજ છે,અને શું કામ એ હવે જોઈશું..)

આ આઠ લોકો સિવાય બીજા પણ તેમના ક્લાસમેટ હતા.દરેક પોતાની મસ્તી માં મશગુલ હતા.આ બધા એક ટેબલ પર સાથે તો બેઠા હતા.પણ હજી કોઈ એ મૌન તોડ્યું નહતું.

અરે યાર આમ જ બધા બેસી રહેશો કે કોઈ કાંઈ બોલવાનું પણ?સોના એ ખોટો ગુસ્સો કરતા કહ્યું

બધા એની સામે જોઈ ને હસી પડ્યા.

ચાલો હસ્યા તો સહી.હવે હું જ શરૂઆત કરું.હું અત્યારે શિવ ની સાથે તેની જ ઓફીસ માં કામ કરૂં છું.એટલે એક સ્ટેનો તરીકે.

હું તો સોફ્ટવેર એન્જીનીયર છું જ, અને આ મારી બેન ને સહન કરું છું.શિવે મજાક કરતા કહ્યું.

હું મંદબુદ્ધિ ના બાળકો ની શાળા માં શિક્ષિકા છું.કાવ્યા એ કહ્યું.

ઓહહ ! એ તો ખૂબ અઘરું કામ છે. હે ને કાવ્યા.અલી એ પૂછ્યું.

ખાસ વાંધો નથી આવતો.મેનેજ થઈ જાય છે.પણ આ બાળકો ખૂબ જ લાગણીશીલ હોય છે.એટલે તેમની કેર વધુ કરવી પડે.તેમની સાથે ખૂબ જ ધીરજ થી કામ લેવું પડે.બધા એ તેના માટે તાળીઓ વગાડી.

ત્યારબાદ જુહી બોલી.હું ખાસ કંઈ નહીં,પણ એક ખાનગી ઓફીસ માં નોકરી કરું છું.

મિત્રો તમારો આ મિત્ર બહુ મોટો નહિ,પણ નાનો એવો વકીલ છે,અને અત્યાર સુધી ના લગભગ ઘણા ક્રાઈમ કેસ લડી અને જીતી ચુક્યો છે.અલી એ પોતાના વિશે કહ્યું

અને હું એક સાંમાન્ય પોલીસ ઓફિસર.અને જો આ અલી ની મહેરબાની રહી તો કંઈક આગળ વધિશ.રાજ હસતા હસતા બોલ્યો અને અલી એ તેને વાંસા માં એક ધબ્બો માર્યો.

હું એક બેંક માં બ્રાન્ચ મેનેજર છું.અને ખૂબ સામાન્ય ભારત નો સામાન્ય નાગરિક.અભી એ કહ્યું.અને બધા એ તેની વાત પર હુરિયો બોલાવ્યો.

અને હું એક મોટા ઘર ની વહુ છું.આમ કહી મોક્ષા હસવા લાગી.અને મારો સમય પસાર કરવા એક અનાથ બાળકો ના એન જી ઓ માં કામ કરૂં છું.અને કોઈ કોઈ વાર કોઈ એવા બાળક માટે આ કાવ્યા ની શાળા એ પણ જાવ છું.

બધા તેની સાથે હસવા લાગ્યા.અને એકમેક ના કામ ની પ્રશંસા કરવા લાગ્યા.

સોના તે હજી લગ્ન કેમ નથી કર્યા.જુહી કે જેની આદત હમેશા બીજા ના ઘાવ ખોતરવાની હતી તે બોલી.

જો કે સોના હવે આ સવાલ થી ટેવાઈ ગઈ હતી,એટલે તે બોલી,તને લાગે છે,મને કોઈ સાચવી શકે?અને તે અને મોક્ષા હસવા લાગ્યા.જુહી ભોંઠી પડી.

આમ તો લગ્ન અભી એ પણ નથી કર્યા કેમ અભી?જુહી એ ફરી મમરો મુક્યો.પણ અભી એ ફક્ત તેની સામે જોયું અને એક નજર સોના પર કરી ને આડું જોઈ ગયો.સોના એ તેની સામે ફિક્કું સ્મિત કર્યું. જાણે તેના દિલ માં કોઈ એ શૂળ ભોંકી.

સોના ને જુહી પર ગુસ્સો આવતો હતો.પણ તે કઈ બોલી નહિ.અભી અને શિવે ફક્ત એકબીજા ને જોઈ ને સ્મિત આપ્યું જે સોના અને કાવ્યા ને ખટક્યું.

શિવું શિવું સંભાળ હવે તો આટલા વર્ષ થઈ ગયા.હવે તો એની સાથે વાત કર.સોના શિવ ને લાડ થી શિવું કહેતી.

વાત તો એ પણ કરી શકે એને કે ને.દરેક વખતે મને જ સમજાવવાનો .શિવ ગુસ્સા માં બોલ્યો.

એટલે સોના અભી પાસે ગઈ.

અભી સાંભળ હવે આટલા વર્ષે એકબીજા સાથે બોલવામાં જ સમજદારી છે.એવું નથી લાગતું તને?સોના એ અભી ને કહ્યું.

અભી એ તેની સામે જોયું,તેની આંખ માં આંસુ હતા.મારે તો બંને તરફ થી નુકશાની થઈ સોના યાર પણ રિસાયો, અને મારો પ્રેમ પણ મારા થી દુર થઈ ગયો.તું સાક્ષી છે, વાંક સમય નો હતો તો એને સેની આવડી ચરબી ચડી છે.બધા સોના ની આ દોડાદોડી જોતા હતા.તે ઘડીક શિવ તો ઘડીક અભી ને મનાવતી હતી.આમ તો એ ઉંમર જ એવી હોય,દરેક ના મન માં કોઈ ને કોઈ હોય.આજ આટલા વર્ષે એ લોકો એકબીજા સામે જોઈ ને ફક્ત સ્મિત જ આપતા.

અને ફરી સોના ને એ દિવસ યાદ આવી ગયો.

(આખરે અભી અને શિવ ની મિત્રતા તૂટવાનું કારણ શું હોઈ શકે!શુ આજે તેઓ ની મિત્રતા ફરી પહેલા જેવી જ થઈ જશે,કે હજી વધુ દુશ્મનવાટ ના બીજ રોપાશે જોઈશું આવતા અંક માં..)

✍️ આરતી ગેરીયા...