Who's Kidnapper? - 3 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 3

Featured Books
Share

કિડનેપર કોણ? - 3

(એક શાળા ના જુના મિત્રો ભેગા થયા છે,દરેક પોતાના વિશે વાત કરે છે,અને એકમેક ના કામ ના વખાણ કરે છે.આટલા વર્ષે મળ્યા ની ખુશી જાહેર કરે છે.અને એમાં
કોઈ બે મિત્રો વચ્ચે ની ગેરસમજણ ને ત્રીજો મિત્ર પાર પાડવાની કોશિશ કરે છે.જોઈએ શુ થાય છે...)

સોના ફરી એ દિવસ યાદ કરી ને દુઃખી થઈ જાય છે.જ્યારે અભી અને શિવ ની દોસ્તી માં દરાર પડવાની ચાલુ થઈ.એ દિવસે સ્કૂલ નો વાર્ષીકોત્સવ હતો.અને તે લોકો સ્કૂલ માં સિનિયર હતા,અને તેમનું છેલ્લું વર્ષ એ સ્કૂલ માં હતું, એટલે ઘણું ખરું કાર્યક્રમ નું કામ તેમની માથે હતું. અભી અને શિવ બંને પાક્કા મિત્રો,એટલે પ્રિન્સિપાલે તેમને ઘણી જવાબદારી સોંપી હતી.સ્કૂલ માં એક નાટક પણ થવાનું હતું.જેમાં મુખ્ય રોલ મોક્ષા અને શિવ કરવાના હતા.એની તૈયારી રૂપે તેઓ શિવ ના ઘરે ફાઇનલ પ્રેક્ટિસ કરતા હતા.શિવ અમુક ડાયલોગ વારેવારે ભૂલી જતો, એટલે બધા હસતા હતા.તેને જોઈ ને અભી એ તેને કહ્યું કે આટલો સમય થી તો બરાબર બોલે છે આજે શુ થયું?જો આમ બોલાય,પણ જેવો તે મોક્ષા સમક્ષ આવ્યો તેની બોલતી બંધ થઈ ગઈ.કેમ કે ફાઇનલ પ્રેક્ટિસ હતી,મોક્ષા એક જલપરી બની હતી.અભી તેને એ ડ્રેસ માં જોઈ રહ્યો. તેને લાગ્યું કે જાણે તેનું હૃદય એક ધબકારો ચુકી ગયું.તે પણ ગે ગે ફે ફે થઈ જતા.બધા હસી પડ્યા.

શિવે અભી તરફ જોયું,તો અભી બાઘા ની જેમ મોક્ષા સામે જોતો હતો.જે શિવ સહન ના કરી શક્યો.બીજા દિવસે જ્યારે એ જ ડ્રેસ માં મોક્ષા અભી અને શિવ ની સામે આવી બંને એક સાથે બોલી ઉઠ્યા બ્યુટીફૂલ.બસ આજ બાબત તે બંને વચ્ચે ઝઘડો કરાવી ગઈ.મોક્ષા સ્કૂલ માં સૌથી હોશિયાર અને શાંત છોકરી હતી.દેખાવે સામાન્ય પણ ખૂબ પ્રતિભાશાળી હતી.એટલે બધા જ ટીચર અને સ્ટુડન્ટ માં તે પ્રિય હતી.

એ દિવસે સ્કૂલ નો વર્ષીકોત્સવ હતો,એટલે બધા મિત્રો એ કોઈ ને કોઈ પ્રોગ્રામ માં ભાગ લીધો જ હતો.કાવ્યા અને મોક્ષા પહેલે થી બેસ્ટ ફ્રેન્ડ એટલે અભીએ પોતાના મન ની વાત કાવ્યા ને કહી અને મોક્ષા ને આ વાત પહોંચાડે એવું કહ્યું.આ તરફ શિવે તેની બહેન સોના ને પોતાના મન ની વાત મોક્ષા સુધી પહોંચાડવાનું કહ્યું.જ્યારે સોના અને કાવ્યા ભેગા થયા અને તેમને બંને ને ખબર પડી તો બંને મુંજાઈ ગઈ,કે હવે શું કરવું.એટલે તેમણે અભી અને શિવ બંને ને આ વાત કહી . બંને વચ્ચે નો ઝગડો એ હદે વધી ગયો ,કે આ ઝગડા એ આખી સ્કૂલ માં ચકચાર જગાવી.પણ કાવ્યા અને સોના ની સમજદારી થી કોઈ ને પણ સાચી વાત ની જાણ ન થઈ. ત્યાં સુધી કે મોક્ષા ને પણ ખબર નહતી કે શું થયું?કે ના તેમના અન્ય મિત્રો ને.

બસ એ દિવસ અને આજ નો દિવસ, આજે આટલા વર્ષો પછી બધા પાછા મળ્યા.અને પછી સમાન્યતઃ દરેક પાર્ટી ની જેમ ગર્લ્સ પોતાના ગ્રૂપ ના અને બોયઝ પોતાના ગ્રૂપ માં ગોઠવાઈ ગયા.ગર્લ્સ ગ્રૂપ માં વધુ જ અવાજ આવવાનો.અને ત્યારબાદ ડિનર ને ન્યાય આપી બધા પોતપોતાના ઘરે.બધા નું એક વહોટ્સઅપ ગ્રૂપ પણ બનાવાયું.અને હવે એકબીજા સાથે વાત તો થશે એ આશા એ બધા છુટ્ટા પડ્યા.

* * * * *

સોના...સોના.. આજ નું પેપર જોયું તે?શિવે સોના ને બૂમ પાડી.સોના..મોક્ષા નું કોઈ એ અપહરણ કર્યું છે.

શુ??શુ વાત કરે છે ભાઈ ક્યારે?કેમ? કેવી રીતે?અરેરે હવે શું થશે?સોના એ એકશ્વાસે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા.

બંને ભાઈ બહેન પેપર માં આપેલ ડિટેલ ધ્યાનથી વાંચવા લાગ્યા.શુ લાગે છે આ કોનું કામ હોય શકે.??.બંને એકબીજા તરફ જોતા બોલ્યા.

મંત્ર એક મોટો બિઝનેસ મેન છે,અને તેના તો ઘણા દુશ્મન હોય.કેમ કે સફળ વ્યક્તિ ની પાછળ પડનારા ની સંખ્યા ઓછી નથી હોતી.તને શું લાગે છે?શિવે પોતાની તરફ થી શંકા ની રજુઆત કરતા કહ્યું.

વાત તો તારી સાચી પણ મોક્ષા પણ ઓછી સ્વરૂપવાન નહતી,અને ઉપરથી મોટા ઘર ની વહુ એટલે તો એ સોળે કળા એ ખીલી હતી.સોના એ પોતાની શંકા વ્યક્ત કરી.

(અભી અને શિવ વચ્ચે ફરી પહેલા જેવી મિત્રતા થશે?મોક્ષા ના અપહરણ પાછળ કોનો હાથ હશે?કોઈ અજાણ્યું છે કે પછી ....શિવ ની શંકા ની સોઈ કોના તરફ ઈશારો કરે છે!અને શું તે સાચો છે.જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા..