Kidnaper Koun - 8 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 8

કિડનેપર કોણ? - 8

(રાજે મંત્ર અને એના પરિવાર તથા નોકરો ની પૂછપરછ કરી.પણ હજી સુધી તેને કોઈ ખાસ માહિતી મળી નથી. અને ત્યારબાદ અલી મંત્ર ને મળવા આવે છે.હવે આગળ..)

અલી એ મંત્ર ને પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું.

અલી તમે મોક્ષા ના સારા મિત્ર અને એક સારા વકીલ છો. મને મારા અમુક બિઝનેસ રાઈવલ પર શંકા છે.હું ઈચ્છું છું કે એવું કાંઈક કરો,જેથી તેમને કોઈ પ્રેસર આપી અને આપડે એ જાણી શકીએ કે મોક્ષા ના કિડનેપ પાછળ એમનો હાથ નથી ને.

ફક્ત શંકા ના આધારે કોઈ ને લીગલ નોટિસ આપી ને કશું જ જાણી ના શકાય.હા એમને કોઈ અલગ બાબતે ફસાવી ને એમની પર એકશન લઇ શકાય.એ ઉપરાંત કોઈ ડિટેકટિવ રોકી ને તેમના પર નજર પણ રાખી શકાય.પણ રાજ આ કેસ હેન્ડલ કરે છે.તો તમે થોડી રાહ જોવો એ નક્કી કાંઈક તોડ લાવશે.અલી એ મંત્ર ને સાંત્વના આપી. અને એ પછી આપ ચાહો તો હું તમારો કેસ લડવા તૈયાર જ છું. બસ એકવાર મોક્ષા ના કાઈ સગડ મળી જાય.અલી પોતાના એક હાથ માં બીજા હાથ ની મુઠી મારતા બોલ્યો.

અલી એ જોયું કે મંત્ર ખૂબ મુંજાયેલો લાગતો હતો. કદાચ કોઈ નજીક નું હોત તો એ રડવા જ લાગત.અલી એ મંત્ર ને કહ્યું.

ચિંતા ના કરો રાજ ખૂબ જ બહાદુર અને હોશિયાર છે.એ ઉપરાંત એ અમારો સારો મિત્ર પણ છે.તો એ નક્કી ખૂબ જ જલ્દી મોક્ષા ને શોધી લેશે.મંત્ર એ ફક્ત હકાર માં માથું ધુણાવ્યું.અને થોડીવાર પછી અલી પણ ત્યાંથી નીકળી ગયો.

રાજ અને તેની ટીમને એ બાબતે શંકા હતી કે જો કોઈ પારેખ પરિવાર નું દુશ્મન હોઈ તો તેઓ મંત્ર કે બાળકો ને નુકશાન પહેલા પહોંચાડે.તો આ કદાચ મોક્ષા ના મમ્મી ના ઘર તરફથી કોઈ હોઈ?એટલે એ લોકો મોક્ષા ના મમ્મી ને ત્યાં ગયા..

મોક્ષા તેના માતા પિતા નું એકમાત્ર સંતાન હતી.અને રાજ ને એ લોકો સારી રીતે ઓળખતા પણ હતા.એટલે રાજ ને એમને ત્યાં જવા માં કોઈ સંકોચ નહતો.

મોક્ષા ના મમ્મી પપ્પા મંત્ર જેટલા પૈસાદાર તો નહતા, પણ એકદમ શિસ્તબદ્ધ જીવનશૈલી ધરાવતા હતા. તેના પિતા પોસ્ટ ઓફીસ માં કામ કરતા હતા અને તેના મમ્મી એક આદર્શ ગૃહિણી.એક લોઢા ની નાની ઝાપલી માં પ્રવેશતા જ સામે બે પગથિયાં ચડી ને ખુરસી પાથરી ને મોક્ષા ના પપ્પા બેઠા હતા.અંદર ના રૂમ માં એક નાનો ઝુલો અને તેની સામે એક નાનો સોફો હતો.બહુ જુનવાણી ના કહી શકાય એવું તે ઘર હતું.રાજ ને જોઈ ને એના પપ્પા એ તેને આવકર્યો.અને રાજ પણ તેમને ઝૂકી ને પગે લાગ્યો.

કેમ છે બેટા?મોક્ષા ના પિતા એ પૂછ્યું.મંત્ર ના પિતા થી એકદમ અલગ ખાદી ના ઝબ્બા લેંઘા મા એક સામાન્ય માણસ .

મને તો સારું છે અંકલ.બસ આ મોક્ષા નો કેસ સોલ્વ થઈ જાય તો વધુ મજા આવે.રાજે ઉદાસીનતા થી જવાબ આપ્યો.

એ તો થઈ જ જાશે.તારા હાથ માં જો છે.સાદી મરૂન રંગ ની સાડી માં માથે લાંબો ચોટલો,કપાળ માં મેચિંગ ચાંદલો અને હાથ માં પાણી લઈને મોક્ષા ના મમ્મી આવ્યા.આ ઉંમરે પણ તે ખૂબ જાજરમાન લાગતા.મોક્ષા તેના મમ્મી જેવી જ લાગતી.સિમ્પલ અને સુંદર.

અરે આંટી તમે શું કામ તકલીફ લીધી!તેમની પાસેથી પાણી લેતા રાજ બોલ્યો.અને તેમને પણ ઝૂકી ને પગે લાગ્યો.

હા આંટી આ કેસ હું જલ્દી જ સોલ્વ કરવાની કોશિશ મા છું.અને એના વિશે જ તમારી પાસેથી થોડી જાણકારી મેળવવા આવ્યો છું.

અમારી શુ મદદ તો પણ પૂછો એમાં અમેં બનતી મદદ કરીશું.કેમ કે અમને પણ અમારી દીકરી ની ચિંતા છે.મોક્ષા ના પપ્પા બોલ્યા.રાજે જોયું કે એ બોલતી વખતે મોક્ષા ના પપ્પા ની આંખ માં પાણી આવી ગયા.

અંકલ મને એ જણાવો કે તમે તો એકદમ સાદા માણસ તો આટલા મોટા પરિવાર માં તમારી દીકરી કેમ?કેવીરીતે?
રાજે થોડી શંકા સાથે પૂછ્યું..

(શુ રાજ ને મોક્ષા ના માતા પિતા પાસેથી કોઈ ખાસ બાતમી મળશે?શુ મોક્ષા ના પિતા ના કોઈ દુશમન નો આ
કેસ મા હાથ હશે?જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા


Rate & Review

Bhimji

Bhimji 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Prakash Bhatt

Prakash Bhatt 6 months ago

Nitesh Shah

Nitesh Shah 6 months ago

Ina Shah

Ina Shah 7 months ago