The Author वात्सल्य Follow Current Read તનવીની મૂંઝવણ By वात्सल्य Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books मां एक भावना, एहसास आज हम बात करने जा रहे हैं एक ऐसा रिश्ता, एहसास, भावना जिसे ह... मेंरे पियां की पाती पुनर्वा अपनें पिता सुखवासी राम की इकलौती बेटी थी, सुखवासी रा... बुराई की अंधी चेन “हम रोज़ चिल्लाते हैं कि दुनिया बहुत बुरी है, लेकिन क्या कभी... समीक्षा जनपद बिजनौर समीक्षा -**पुस्तक -* जनपद बिजनौर (अशोक मधुप के लेखों का संग्... अमावस्या की काली रात एक खोफ या श्राप - 3 यह सुनते ही पूरे गाँव में सन्नाटा पसर गया। बुजुर्गों ने अपने... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share તનવીની મૂંઝવણ (9k) 1.1k 3.9k 1 તન્વીની મુંઝવણ....🌼🌼🌼🌼🌼🌼મેં ક્યાં કીધું કે તું મળવા આવ! તને મારા માટે સમય ના હોય તો હું ક્યાં નવરો છું? હું કોલ કરું તો સામેથી કાયમ એજ જવાબ મળે "મને ટાઈમ નથી" મેં તને ક્યાં કીધું કે તું તે બધું છોડીને આવ. હું તો તારી ખેરિયત પૂછવા કોલ કરું છું.વાર તહેવારે તારી તબિયત બગડતી હોય છે,તો મન થાય કે ચાલ તે શું કરે છે,તે પૂછી લઉં.અને તું તો છણકા કરવામાં જ સમય વેડફી નાખે.કોલ હું કરું છું,મને સમય નથી છતાં સમય કાઢી કોલ હું કરું છું.છતાં તેં મને મારી બાબતે કોઈ દિવસ પૂછ્યું કે 'તનય' તું મારું કેટલું ધ્યાન રાખે છે? છતાં બે મિનિટ વાત કરવાની જગ્યાએ મારો જયારે ત્યારે મોબાઈલ પર ઉધડો જ લેતી હોય છે!મોબાઈલ કોલ કરતાં તનય શ્વાસ લે છે.....,ત્યારે સામેથી 'તન્વી' કહે કે હા તનય! હું પણ શું કરું? વારંવાર આ સરકારમાં બેઠેલા વહીવટદારો શું ધ્યાન રાખે છે? આજે આ પેપર ફૂટ્યું,ગઇ કાલે ફલાણું ફૂટ્યું,એના પહેલાં પ્રશ્નપત્રનો બંચ કોઈ ઉઠાવી ગયો.કાં ચોરી થઇ,કાં કયા વિષયને બદલે બીજાં વિષયનું પેપર ભટકાળી દે.હું તનતોડ મહેનત કરું.ઘરકામ કરી પરવારી તરત રીડિંગ કરું.જેમ તેમ કરી ફૂલ તૈયારી કરી હોય અને નિર્ધારિત સમય સ્થળે ખાધા પીધા વગર પરીક્ષાની તૈયારી અને પરીક્ષા સ્થળે પહોંચવા બસ,વાહન પકડી ઊંચા મને પરીક્ષા ખંડમાં બેંચ નંબર શોધી,બેંચમા હજુ શ્વાસ લઇ બેસવા જાઉં ત્યાં કોઈ સમાચાર આપે કે પેપર ફૂટી ગ્યું.સાલું એક વખત નહીં બે વખત નહીં હું ચાર ચાર વખત પરીક્ષા આપવા જાઉં અને પાછી ઠેલાય ત્યારે મગજ ઠેકાણે ના હોય ત્યારે કોઈ બીજાંનો ગુસ્સો કોઈ બીજાં પર ઢોળાઈ જાય.મગજ હવે ડી-કન્ટ્રોલ થઇ જાય છે,યાર! શું કરું? સરકારની દરરોજ બદલાતી નીતિથી બેરોજગારો ખૂબ ત્રાસ ભોગવે છે.હજુ તો પેપર ફૂટે અને નોકરીની લ્હાયમાં પચ્ચીસ વરસ તો જતાં રહ્યાં.સાલું ભણવામાં આટલાં ગુમાવ્યાં? હજુ કાયમી નોકરીમાં કેટલી રઝળપાટ થશે તે તો ભગવાન જાણે! અને લાખોના ખર્ચા કરી નોકરી ના મળે ત્યાં બાપા કોઈ મુરતિયો શોધવામાં લાગી જાય અને બેરોજગારીમાં મેરેજ થયા પછી પતિ,સમાજ,સંસારની અંદર સાલું જીવન અર્ધું વહી જાય અને બાકી છોકરાંનાં ઉછેર પાછળ જિંદગી આખી ખલ્લાસ થઇ જાય!એકી શ્વાસે તન્વી બળાપો ઠાલવી નાખ્યો.તનય બધું સાંભળ્યા પછી તન્વી ને કીધું...તન્વી! જાણે તે બધી સમસ્યાનું મુળ હું હોઉં એવું સમજે છે ! એટલે તારી ખબર લઉં છું કે તું ટ્રેસ માં ના રહે, ટેસથી જીવ.જિંદગી મળી છે.તે જિંદગીમાં જે સમયે જે કંઈ આનંદ ખુશી પામી તે જ સાચું. બાકી આવતી કાલ હું આ બધું ભોગવીશ તે ખોટું.હા ધ્યેય ઊંચું રાખ,મહેનત કરવી,એકચિત્તે ભગવાનનું સ્મરણ કરી જેટલો સમય મળે તેટલો સમયનો ઉપયોગ કર."હિમતે મર્દા તો મદદે ખ઼ુદા" તારી મહેનત ધ્યેય તરફ હશે તો જરૂર સફળતા મળશે.તનય,આટલુ કહી મોબાઈલમાં બાય કહી તે ઓફિસ તરફ જવા પોતાની ઓફિસ બેગ લઇ ઘરથી બસ સ્ટેન્ડ જવા નીકળી ગયો.તનય એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો.તે તન્વીને ખૂબજ ચાહતો હતો.દરરોજ ઓફિસ જતી વખતે તે તન્વીને અવશ્ય કોલ કરી ખબર અંતર પૂછી લેતો.એ સાંજે ઓફિસથી ઘેર આવે ત્યારે ખૂબ થાકયો પાક્યો ફ્રેશ થઇ જમી ને પથારીમાં તન્વીને મોબાઈલ પર મેસેજ કરવાનું ક્યારેય ના ભૂલતો "Hi" તન્વીનો સામેથી પ્રત્યુત્તર ના આવે તો તે ફરી "good night"કહી "take care" send કરી મોબાઈલ સ્વિચ ઑફ કરી ઊંઘી જતો.બીજી બાજુ આખો દિવસ ઘરનું કામ,સવારનો ચા નાસ્તો કરી ઘરનાં બધાં ભાઈ બૅનને જગાડી નાસ્તો કરી પરવારે ત્યાં જમવાનું અને નાનાં ભાઈ બૅનને સ્કૂલે મોકલવા તૈયારી કરી મોકલવામાં ઘડિયાળ તેની સાબરમતી એક્સપ્રેસ માફક દોડતી.પછી કપડાં ધુએ,થોડો સમય મળે તો સામાન્ય જ્ઞાનની પુસ્તિકાઓ વાચન કરી તે નજીકની પ્રાઇવેટ સ્કૂલમાં ટેમ્પરરી તાસ લેવા જાય.અને હાંફતી દોડતી તે ઘરે આવે ત્યારે સાંજના પાંચ વાગી ગયા હોય.ઘેર તરફ વળે ત્યારે બજારનું શાકભાજી,કરિયાણું પણ લેતી આવે.ઘરે આવી તેનાં વૃદ્ધ મમ્મી પપ્પા ને ચા પીવડાવી તે પાછી ઘરનાં તમામ કામોમાં લાગી જાય તે રાતના દસ વાગે થાકી પાકી પરવારે ત્યાં આંખમાં ઊંઘ અને શરીરમાં થાકનો હુમલો આવે ત્યાં પથારીમાં જેવી આડી પડે એટલે વહેલી પડે સવાર!ઘરમાં સૌથી મોટી તન્વી એટલે ઘર,સમાજ,નાનાં ભાઈ બહેન તેમજ વૃદ્ધ માં-બાપની વચ્ચે તન્વીની યુવાની અટવાતી હતી.તેને તનય ખૂબ ગમતો પરંતુ તેને મળવા અને ફરવા જવાનું મન હોવા છતાં તે સમય ના આપી શકતી,તેનો તેને અફસોસ દિલને કોરી ખાતો...તનય,કહેતો કે તન્વી! આમ સમય નહીં મળે પરંતુ વેકેશનમાં થોડો સમય કાઢ.સ્કૂલ બંધ હોય,ઘરમાં કામનો બોજ આજનો કાલ પર ઠેલી મને મળવા આવ.મારે તારી પાસે કોઈ એકાંત જગ્યાએ બેસીને અંગત વાતો કરવી છે.તન્વી-તનયના આ સુરમા તે એટલું બોલી સારું! આ રવિવારે હું ચોક્કસ સમય કાઢી બે કલાક તને મળીશ! હા તે માટે મારે ઘણાં કામો વહેલી ઊઠી નીપટાવવાં પડશે.તનય અને તન્વી શહેરથી દૂર એક મંદિરના બાંકડે બેઉ મળ્યાં,ભેટ્યા અને તન્વી બોલી બોલ!તનય! શું કહેવું છે તારે?તનય બોલ્યો.... મારાં મમ્મી પપ્પા કહે કે હવે તું કોઈ છોકરી તને પસંદ હોય તો પરણી જા.સમય આવે પરણવું જોઈએ.તો હવે તે સવાલનો જવાબ તારી પાસે છે.બોલ તન્વી તારું શું કહેવું છે?તન્વી બોલી તનય! તું મને ખૂબ ગમે છે.તું મારે માટે ખૂબ વાટ જુએ છે,તને સમય આપવા છતાં તને સમય આપી નથી શકતી તે તને ખબર જ છે. મારી વાટ જોઈને તું અન્ય છોકરીઓનાં માગા ઠુકરાવે છે.તું મારા માટે જ વાટ જોઈ બેઠો છે.પરંતુ હું મજબુર છું.તને પ્રેમ કરું છું.સાથે સાથે નાનાં બહેન-ભાઈ,માં બાપને કોઈ ને ભરોંસે મૂકી નથી શકતી.પપ્પા સરકારી નોકરીમાં નિવૃત્ત અને હવે અસહાય છે.આ બધું કોને સહારે છોડી જાઉં? માટે એક કામ કર તનય!તનય : શું?તન્વી બોલી : તનય! તને ઉતાવળ અને જરૂર હોય તો તું લગ્ન કરી લે.મારી વાટ જોઇશ તો વરસો નીકળી જશે.માટે તું કોઈ ગમતી છોકરી જોડે લગ્ન કરી લે.મેં મનથી તને જ મારો પતિ માન્યો છે.હું તારા વગર બીજે નહીં પરણું.મને પરણવા તારે વાટ જોવી પડશે.જો એ વાટ જોવાની તૈયારી હોય તો ઠીક,બાકી હું તારા સિવાય કોઈ જોડે લગ્ન નહીં કરું.તનય : તન્વી.....! તન્વી ...! તારો નિર્ણંય માથા ઉપર! પરંતુ આવતી કાલ કોણે જોઈ છે? સૌ સૌના લેખ છે.ભગવાન ઉપર બધું છોડી દે.સૌ સારાં વાનાં થશે.છતાં તારી ઈચ્છા હજુ ના જ હોય તો મારે તને મજબુર નથી કરવી.તારી પ્રતિજ્ઞાના પાંજરે મને દોષ ના દે.હજુ તારી વાટ એક વરસ જોઇશ.ત્યાં સુધી વિચારી લેજે.બાકી આ જગતમાં સૌને સૌના નસીબ મુજબ મળી રહે છે.મજબુર થઇને પીડાવું તે કરતાં મનથી સમજી છૂટાં પડીએ તે જ ઉચિત છે.ચાલ ! તારા બે કલાક પુરા થઇ ગયા છે.હું પણ જાઉં.તું મને વિચારી જવાબ આપજે.તારો કોઈ જવાબ નહીં આવે તો સમજીશ કે હવે તું તારા પરિવારને છોડવા અને લગ્ન માટે તારું મન રાજી નથી,તો બેશક મને ભૂલી જવામાં તારી ભલાઈ છે. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App