Shwet Ashwet - 29 in Gujarati Novel Episodes by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૨૯

શ્વેત, અશ્વેત - ૨૯

‘નાઝ? તું અહીં કેવી રીતે?’ કૌસરે પૂછ્યું. તેના ઘરમાં નાઝ ડાઈનિંગ ટેબલ ઉપર બેસી હતી. 

‘તારી ચાવી તાળામાં જ રહી ગઈ હતી.’ નાઝે તેને તાળું આપ્યું. કૌસરે તેની સામે જોયું. તેની જમણી બાજુ ચાવી નીચે અંગ્રેજી અખબાર હતું, ડાબી બાજુ તેના લાંબા વાળ હતા (હાઇલાઇટ કરાવેલા, સ્ટ્રેટ વાળ) અને ટેબલ ઉપર તેની આંગળીઓ હતી. આંગળીઓ તેની સામે આવી, અને બધી હાર્મોનિયમ વગાડતી હોય તેમ કશુંક માંગવા લાગી. 

‘શું?’

‘કેસ ફાઇલસ.’

નાઝને ચશ્મા તો હતા, પણ તે માંઝરી આખોના કોન્ટેક લેન્સ પહેરતી હતી. તેનું તન સફેદ હતું, વાળ પોનીમાં બંધાયેલા હતા, હોઠ પર લિપસ્ટિક ન હતી, અને એક સામાન્ય મુસ્કાન હતી. કાજલ તો તે નાની હતી, ત્યારથી કરતી હતી. કાળી મસ્કરા લમણે પોહંચતી હતી. 

કૌસરે તેની બેગ ખુરસી પર મૂકી, તે બીજી ખુરસીમાં સ્થાયી થઈ કાગળિયા નિકાડવા લાગી. હાથ માંથી બધુ નીચે પડ્યું. નાઝ મદદ કરવા નીચે ન બેસી. કૌસરના હાથ માંથી ફાઇલ લઈ વાંચવા લાગી. પછી કૌસરે ફોટાની કોપી,  મૃતદેહના ચિત્રો, અને પોસ્ટ - મોર્ટમ રિપોર્ટ્સ નાઝને આપ્યા. 

નાઝે થોડુંક વાંચ્યું. અને તે બેસી ગઈ. 

‘યુ નો, રેહાને મને કાલે કહ્યું હતું કે તેની ખલા સાથે તો તે કલોઝ પણ ન હતો, અને તેઓ તો વર્ષો થી એક બીજાને મળ્યા પણ ન હતા. હું તો અહી તને જ મળવા આવી છું. તને કોઈ છોકરો ગમ્યો?’

‘ના. મને કોઈ ગમતો નથી.’ 

‘તને પણ રેહાન જેવો જ એક લાઈફ પાર્ટનર જોઈએ છે, કૌસર. આઈ થિંક હવે તો તારે ઓનલાઈન મેટ્રીમોનિયલ્સ જોવા જ જોઈએ, યુ નો, રેહાનનો આસિસ્ટંટ, આકીબ. હી મેટ હિસ લાઇફ પાર્ટનર ઓન ઇન્સ્ટાગ્રામ.’ 

‘પણ હું તો એક પોલીસવુમન છું, નાઝ. જો હું આ બધી બાબતમાં પડી તો લોકો મારા વિષે શું વિચારશે? કેટલાય ફ્રોડ થાય છે ત્યાં, પછી એક તો જોબ જાય, પૈસા જાય અને એ બધો ટ્રોમા..’ 

આટલું સાંભળી નાઝ પાછું વાંચવા લાગી. તે વાંચતાં વાંચતાં, કઈ બોલે નહીં. કૌસર તેના નખ જોવા લાગી. હંમ.. રાઇટ થમ્બ થોડોક કાપવો પડશે. ઇનેમલ પણ ઉખાળવા લાગ્યું હતું. ફરી એક કોટિંગ કરવી કે નેલ પેન્ટ..  

‘આ કેસ તો સાવ સહેલો છે. પણ તે બધા ખોટા પ્રશ્નો પૂછ્યા છે.’

‘ખોટા પ્રશ્નો.. મતલબ?’

‘પહેલા મારી વાત તો પૂરી થવા દે. તારો કેસ બે ભાગમાં વિભાજિત છે: (૧) શું થયું મર્ડરની રાત્રીએ? અને (૨) શું થયુ તે ક્ષણે? હવે તને એવું લાગે છે કે આ બંનેવ પ્રશ્નોના ઉત્તરમાં તારો કલપ્રિટ છુપાયેલો છે. એક વસ્તુ તો પાકી જ છે, કે તે જે ક્ષણે મર્ડર થયું તે ક્ષણે તો ત્યાં હતો જ. અહીં મર્ડરર એ છે, જેને મર્ડર કર્યુ છે. આ ફાઇલ વાંચતાં મને એવું થયું છે કે અહીં બે વ્યક્તિ વાંકમાં છે. એક, જે પ્લેન બનાવે છે, અને બીજો જે પ્લેન એક્સિકય્યુટ કરે છે.’

‘મારા પ્રશ્નો ખોટા કઈ રીતે?’

‘તે બધામાં કોઈ ને કોઈ કારણ ફેંદયું છે. શ્રુતિને કોઈ કેમ મારે? એ છે તારો પ્રશ્ન. અને જે પ્રમાણે તે ધારણાઓ લખી છે, તે પ્રમાણે તો હું પણ શ્રુતિની કાતિલ હોઇ શકું છું. એ ધારણા જ ખોટી છે. ખાલી કારણથી નહીં, પરંતુ સમય પણ જોઈએ છે. કારણ, સમય, અને હથિયાર. અહી પોસ્ટ મોર્ટમ તો પથ્થર કહે છે. અને એક સામાન્ય પથ્થર મેળવવો એટલો સહેલો નથી, જેટલો લાગે છે. આપણે બે રાઉન્ડ કરીએ તો આપણી સામે આવે: શ્રુતિ ( આ સુસાઇડ લાગતું તો નથી, પણ.. કદાચ શ્રુતિ પોતે મોતના મોઢામાં ગઈ હોય), તેની મિત્ર ક્રિયા, આ તનિષ્ક, અને સિયા. આ લોકો પાસે સમય હતો, અને કારણ હતું. શ્રુતિનું કારણ હાલ ખબર નથી, ક્રિયાનું વેર હોય શકે છે, નિષ્કા અને શ્રુતિનો એક જ બોઈફ્રેન્ડ હતો એટલે, તનીષા નિષ્કાની પાર્ટનર હોય શકે છે, અને સિયા.. તે અજીબ છે. તેનો ભાઈ નહીં હોય.’

‘એવું કઈ રીતે વિચાર્યુ તે?’

‘તેના ભાઈ પાસે શ્રુતિને મારવાનું કોઈ કારણ નથી.’ 

‘એવી આપણને કેવી રીતે ખબર?’

Rate & Review

Hema Patel

Hema Patel 5 months ago

Pinal Pujara

Pinal Pujara 5 months ago