Kone bhulun Ane Kone Samaru Re - 32 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલું ને કોને સમરું રે - 32

જે અમરેલીના ટાવરે કથાની શરુઆતમા વિહંગાવલોકન કરાવ્યુ હતુ તે બધા સ્થળોની પહેલી વાર જાતે સફર શરુથઇ...અખાડીયન બાપુજીને ચાલવાનો એટલો જ શોખ હતો .બાપુજીની કંપનીમાં ચંદ્રકાંત .બન્ને  સાંજે ચાલવા જાય  ત્યારે બાપુજી ચંદ્રકાંતને પુછે.."બોલ ક્યાં જવુ છે?"

"ગૌશાળા...પણ ભાઇ મને નદીની અંદર ભાડીયા કુવાનો બહુ ડર લાગે છે ...બધા કહે છે કે  એક વખત વડી ઠેબા નદીમાં  આ્વ્યું હતું ?સાચેજ બહુ મોટુ પુર આવ્યુ હતુ?"

"હા બેટા આવુ ઓચિંતુ પુર આવે એને ઘોડાપુર  કહેવાય.એ બ્રાહ્મણ નહાવા ગયો હતો ત્યારે વરસાદ ને  લીધે નદીમા પાણી ધીમે ધીમે ચડતુ હતુ એટલે બધા ધીરે ધીરે નદીને કિનારે આપણા ગઢના દરવાજે આવી ગયા .ત્યારે બહુ બધાએ બુમો પાડીને એ બ્રાહ્મણને  બોલાવ્યો કર્યો...."એ દયાશંકર પાણી વધે છે જલ્દી કિનારે આવી જા...ક્યાંક ડુબી જઇશ..આ જો ઘડીકમાં પાણી કેડ સુધી આવી ગયા.

"હવે નારે ના અટલા અમથા ગોઠણ પાણીમા શું ડરવાનુ? "પણ પાંચજ મિનિટમા પાણી કડ સમાણુ થઇ ગયુ....હવે..."

"ભાઇ,તો બ્રાહ્મણને તરતા નહોતુ આવડતુ?હેં"

"બેટા ,તરતા આવડતું હોય તો પણ પાણીનો ક્યારેય ભરોસો ન કરાય...એ બ્રાહ્મણ પછીતો બહુ ગભરાયો એટલે ભાડીયા કુવાની પાળી ઉપર ચડી ગયો પણ પાણીતો વધતું ગયુ અને પછી બ્રાહ્મણ બચાવો બચાવોની બુમ પાડતો રહ્યો કેટલાક લોકો દોરડા લઇને આગળના પુલ ઉપર ઉભા રહ્યા પણ પાણીનો મારો એટલો બધો હતો કે બ્રાહ્મણ ના હાથ છેલ્લે દેખાયા પછી પુલપાંસે પણ દોરડા પકડી ન શક્યો અને કામનાથ મહાદેવ પાંસેના ઘુનામા ફસાઇ ને...રામ શરણ થઇ ગયો.."

ચંદ્રકાંતનો હાથ પરસેવે રેબઝેબ થઇ ગયો ...આંખો ચકળવકળ થઇ ગઇ "ભાઇ હવે ઇ બ્રાહ્મણ આપણને કંઇ કરશે? બધી કહેછે ઇ ભુત થઇને નદીના પટમા રખડે છે..."

"જો બેટા ડર લાગે તો આપણે કાં રામ રામ રામ કરવાનુ નહિતર શ્રીકૃષ્ણ શરણંમ મમ: બોલવાનુ એટલે ભુત પલીત છુ થઇ જાય .બીજુ કોઇનાથી ડરવાનુ નહી હોં"વડી નદી પાર કરી ત્યારે એકાદ ફુટ ઠંડા વહેતા પાણીમાં ચંદ્રકાંતે બાપુજીનો હાથ સજ્જડ પકડ્યો હતો . વડી નદી અને વરુડી બાજૂથી આવતી ઠેબી નદીની વચ્ચોવચ્ચ  લંકેશ્વર.

આગળ લંકેશ્વરના બાવાજી પગથીયે બેઠા ચલમ પીતા હતા તેમણે બાપ દિકરાને આવતા જોયા...

"કૈસા હે જગુભાઇ?વાહ આજ બચ્ચેક લેકે નિકલે હો?આઓ બચ્ચા  કભીભી ડરના નહી તેરેપર તો શિવજીકા આશિર્વાદ હે કહી બંડીના ખીસ્સામાથી નાની ગોળાપીપર કાઢી"લો ખાવ" ચલો મેરે સાથમાં અંદર . હમ શિવલિંગ કી પૂજા કરે ગે જલ ચડાયેગે તબતક જગુભાઇ આ જાયેંગે.ચંદ્રકાંત એની વિશાળ જટા જોઇ રહ્યા. પુરા મોઢા ઉપર ચંદનનો લેપ વચ્ચે લાલ ચાંદલો .આંખો ઉપર રાખ માથા ઉપર અને આખા શરીર ઉપર ભભૂતિ લાગેલી હતી .લાંબી લાંબી રુદ્રાક્ષની માળા પહેરી હતી .બીજી પણ કંઇક હાડકાની માળા પહેરી હતી .લંકેશ્વરનાં વિશાળ દરવાજા અંદરથી યજ્ઞકુંડ કે બાવાજીની ધૂણીની ધ્રુમસેર છેક દુર ચંદ્રકાંત સુધી પહોંચતી હતી. ચંદ્રકાંતની અંદર ગભરાટ અટકતો નહોતો.

જગુભાઇને સજ્જડ પકડીને ચાલતા ચંદ્રકાંતને બાપુજીએ કહ્યુ "જા બાવાજી મહંત છે . એના આશિર્વાદ લે અને જે પ્રસાદ આપે ઇ ખાઇ લે હોં"

ડરતા ડરતા ચંદ્રકાંત બાવાજીને પગે લાગ્યા .બાવાજીએ માથા ઉપર હાથ ફેરવી થોડી ભભુતી છાંટી અને પીઠ ઉપર હળવો ધબ્બો માર્યો.હરીઓમ...બોલ્યા .ચંદ્રકાંતે પીપર મોઢામાં નાંખી દીધી.ડર ગાયબ થઇ ગયો.

“બોલો બચ્ચા જોરસે હર હર મહાદેવ “

“હર હર મહાદેવ” રેતીમાં ખુંચી જતા પગને ઉપાડતા બીજો પગ ખુંચી જાય તેમાં બહુ જોર કરવું પડે અને મજા પણ આવે. જગુભાઇએ ચંદ્રકાંતને પુછ્યું “કેમ મજા આવી ને ? હવે ડરલાગે છે ?બેટા હંમેશા આપણને ડર લાગે ભય લાગે ત્યારે ઉંડા શ્વાસ લેવાનાં,પછી મનનેકહેવાનુ “બીવે તે રોવે હું તો બહાદુર છું બહાદુર .”વાતો કરતા કરતાં 

લંકેશ્વરને અડીને ગૌશાળા  પહોંચ્યા ત્યાં સુધી ચંદ્રકાંત એક અજ્ઞાત ભયથી ડરતો હતો તે ડર નીકળી ગયો .ગૌશાળામાં ગાયનાં નાના નાના વાછરડાની ગળાનીચેની ઝાલરને પંપાળતા માથા ઉપર હાથ ફેરવતા  ચંદ્રકાંતને બહુ શાંતિ મળી .જીવણકાકાએ ગાયોને નામથી બોલાવી એ ગાય દોડીને આવતી હતી . એ જમાનાંમાં સો જેટલી ગાઇ વાછરડાંથી ભરેલી અમરેલીની ગોશાળામાં જગુભાઇ તથાબહેચરભાઇ પટેલ ટ્રસ્ટી હતા.ત્યારે ગીર ગાયને બાપુજી સીટી મારીને બોલાવતા “રેવતી”અને એ રેવતી ગાય બાપુજી પાંસે દોડીને આવતી…ચંદ્રકાંત આશ્ચર્ય ચકિત રહી જતો…

જગુભાઇ કાર્યાલયમા બધાહિસાબકિતાબ જોઇને બહાર નિકળ્યા ત્યારે સંધ્યાનો સમય હતો ગાયોને દોવાનુ કામ ચાલતુ હતુ .જીવણભાઇએ ચંદ્રકાંતને તાજુ ગાયનુ દુધ એક ગ્લાસમા આપ્યુ .ચંદ્રકાંતે ભાઇ સામે જોયુ "લેવાય?"

"હા બેટા લેવાય . પણ સે સંસ્થાનુદુધ મફત ન પીવાય .હું એટલા પૈસા આ ડબ્બામાં નાખી દઇશ હોં ...એટલે આપણે મફત લેવાનુ નહી એ વ્રત તુટે નહી..." ચંદ્રકાંતના હાથેજ  ગૌગ્રાસના ડબ્બામા પાંચ રુપીયાની નોટ નખાવી..