Kone bhulun Ane Kone Samaru Re - 37 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલું ને કોને સમરું રે - 37

હવે જગુભાઇના નવા અવતારમા આંનદ હસી મજાક શાંતિ..મુખ્ય હતા ..એટલે હવે એ  'જગુભાઇ' હવે નહિતો હવેથી કથામા અમારા લાડીલા  ભાઇ બની ગયા . એ નવા અવતારી જગુભાઇ અમારા સહુના પ્યારા ભાઇ હતા.ગામના કેટલાય લબાડ ઉતાર તોફાનીઓમા વરસો સુધી ઓરીજનલ જગુભાઇનો ડર ભલે કાયમ રહ્યો એ અલગ વાત છે.

......

ચાલો જગુભાઇની દિનચર્યા ની એક ઝલક માણીયે .સવારના છ વાગે મરફી પોર્ટેબલ રેડીયો ફુલ વોલ્યુમમા મુકી  હાથમા ખરપી દાતરડુ ને બાગકામની કાતર લઇ જગુભાઇ નવા ઘરને ચારેતરફથી વિંટળાયેલ મોગરા ગુલાબ આસોપાલવ લીંબુડી ગલગોટાને વહાલ કરવા નિકળ્યા ત્યારે સવારની મીઠી ઉંઘ માણતા બાળકોને પ્રાણલાલ વ્યાસ કે દુલાભાયા કાગ કે દિવાળીબેન ભીલ એમ કોઇને કોઇ નહીને કોઇએ ઉઠાડે તેવુ ભાઇનુ પાક્કુ આયોજન...સહુ પહેલા ફુલ વોલ્યુમમા વાગતા રેડીયાનુ વોલ્યુમ ધીમુ કરવા કોઇકે તો ઉઠવુ પડે  પછી ભાઇને હળવેથી કહેવુ પડે "જરા સ્લો વોલ્યુમ રાખો ને..."પણ જે ઉઠે તેને ભાઇ જય શ્રીકૃષ્ણ કહે કોઇવાર રામરામ કહે..મોટાભાગે ચંદ્રકાંતને બધા આગળ કરે "જા ભાઇને કહે આ સવારમા મોટા રાગડા મુકે છે તે પાડોશી જેઠાકાકાની  ઉંધ ન ઉડી જાય? જેઠાકાકાનું નામ અને પોતાનું કામ.જમવામાં જંગલો ને કુટવામાં ભગલા એવા ચંદ્રકાંત ઉપર આવા તમામ જગુભાઇનાં સાથે કામ પાડવા માટે સર્વાનુંમતિએ વરણી કરવામાં આવેલી .

"એં એકતો મને ઉઠાડીને મોકલવાનો ઉપરથી જેઠાકાકાનુ નામ લેવાનુ? ઇ પોતેતો સવારમા પાંચવાગ્યે મજીયારી ડંકી ચાલુ કરી ઘરર અવાજથી ભાઇને ઉઠાડે ..પછી ભાઇ આપણી ઉપર બદલો લે તો તમે જ બધા જેઠાકાકાને કે ભાઇને કહોને...!"કોઇ વખત ચંદ્રકાંત ભાઈઓ બહેનોને સંતાડતા હતા,પણ અંતે હારીને પથરાથી ઊભા થઇ

અડધાઉંઘરેટીયા પગે લથડતા ચંદ્રકાંત રેડીયો શોધતા ફરે ..."આ અટલો બધો જોરદાર અવાજ આવે છે ક્યાંથી?રેડીયો શોધતા  બહાર આવે છે . સામ્યે જ બહાર બગીચામા હીંચકા ઉપર રેડીયા મહારાજ ઝુલે છે .એટલે ચંદ્રકાંત પણ બહાર આવી જાય.. 

ત્યારે બે લાલ ગુલાબના છોડ  વચ્ચેથી ભાઇ ડોકીયુ કરે..."રામ રામ નાના શેઠ.."

હવે આમાં ગુસ્સો ક્યાંથી ટકે ?

"ભાઇ ,થોડુ ધીમે  અવાજે ભજન સાંભળોને...કાં રેડીયો બાજુમા રાખો..."

"ચંદ્રકાંત  જરા અંહીયા આવતો .જરા પાણીની ઝારી આ બધા ગુલાબને રેડી દેને"

"મારો જ  પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો..!!"

બસ પછી ઉંધ એક બાજુને ભાઇસાથે ગુલાબ  મોગરા ગલગોટાને ચુંટવાનુ અલગ અલગ ભગવાન માટે અલગ થેલીઓમા ફુલ મુકવાના ચંપો અને જુઇના માડવા નીચે હીંચકા ઉપર ભાઇ સાથે બેસીને હીંચકવાનો ક્રમ બની ગયો...સાથે સાથે રોજ બેસુરા સુરે ભાઇ મોટેથી રાગડા તાણીને નરસિંહ મહેતા કે મીરાબાઇ કે કબીર કે પાનબાઇ  પછી કોઇન મળેતો આશ્રમ ભજનાવલીમાંથી ગોખેલુ ઠપકારે ત્યારે બાકીના ભાઇ બહેન જાગી ગયા હોય એ લોકો પણ "બસ કરો.બસ કરો .રહેમ કરો.."પોકારે...એટલે સવાર પડી જાય..

.......

સવારે આઠ વાગે ગલબો એની શણગારેલી ઘોડાગાડી લઇને કલેક્ટર બંગલા રોડ  આવે .બંગલાં ના નાળા ઉપર એની મેળે વળી જાય પછી ઘરની સામે હણહણે પછી ઉંધો ફરીને ઉભો રહી જાય...ત્યાં સુધીમાં ભાઇએ દુધ ખાખરા જીવન લઇ લીધુ હોય...(ઘરની ઠંડી રોટલી ને શેકીને તેના ઉપર કોરો શંભાર લગાડીને ખાઇ ઉપર દુધ દોઢ બે ગ્લાસ પીવે એ એમનો રોજીંદો નાસ્તો...)કેરીની સીઝનમા કેરી નાસ્તામા લે..હવે જગુભાઇને સાચવવાની જીમ્મેદારી બાકીનાં સભ્યો ઉપર આવી ગઇ હતી .

બપોરે એક વાગે ઘોડાગાડીના ડાબલા સંભળાય એટલે ભાઇ માટે ગરમ શાક બે ત્રણ રોટલી દાળભાત કોઇવાર પાપડ એ ખોરાક...જમીને સુઇ જાય...સાંજે ચાલીને  ગામમા જાય દાતણ ખરીદે દુકાને આંટો મારે નાનાભાઇને કામકાજમા સલાહ આપવા જેવુ લાગે ત્યાં આપે.

આવી આવી શાંત જીંદગી જીવવાની ભાઇએ શરુ કરી. ચંદ્રકાંત હવે જગુભાઇની મિત્ર બની ગયેલાં 

........

હવે રોજ સાંજે હસી મજાકોની મહેફીલ  સજવા માંડી...ચંદ્રકાંતનો ઓબઝરવેશન પાવર પહેલી વખત ફુલ ફોર્મમા બહાર આવ્યો....આખા ઘરના તમામ સભ્યોનું મનોરંજન  હવે ચંદ્રકાંત જ કરે એ નક્કી થઇ ગયું .ચંદ્રકાંતનું ઘરમાં પહેલી વખત એક સ્થાન  એક માન એક સન્માન મળતું થયુ તેનો આનંદ ચંદ્રકાંત પણ લેતા હતા .પહેલુ નિશાન પાડોશી ખાદીધારી ખાદીભંડારવાળા જેઠાકાકા બન્યા...!!પહલુ નિશાન પાડોશી..

Share

NEW REALESED