Kone bhulun Ane Kone Samaru Re - 48 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલું ને કોને સમરું રે - 48

જમીને બધાને તૈયાર થવાનુ હતુ...એટલે સહુ ફ્રેશ થવા દોડ્યા . અમારો ઉતારો કનકાઇ મંદિર બહાર એક ઝાળીવાળી ડબલરુમ જે નાનકડી ટેકરી ઉપર હતી ત્યાં હતો .નાનકડી ઓંશરીમા ચારે બાજુ ઉભા સળીયાની જાળી લાગી હતી તેની અંદર બે રુમ હતી  એકમા લેડીઝ એકમા જેન્ટસ એમ ગોઠવાયુ હતુ...દસ ગાદલા ઓશીકા રજાઇ કનકાઇ મંદિરના સ્ટાફનો માણસ મુકીને કહેતો ગયો "એ હટ કરજો ટ્ર્રેક્ટર આવી ગ્યું સે..."

અમે સહુ ટ્રેક્ટરમા ગોઠવાયા ત્યારે અમુકાકાના હાથમા મોટી બેટરી હતી પણ ખીસ્સામા કંઇક વજનદાર લટકતુ હતુ...ટ્રેક્ટર આગળની સીટમા કાકા અને એક ઝીણકુડો પાંચ ફુટ બે ઇંચનો સીપાઇ તેની સાઇઝના થ્રી નોટ થ્રી લઇને બેસી ગયો... નદી પાર કરીકે તુરતજ ઘોર જંગલ શરુ થયુ.

ટ્રેક્ટર ધીમે ધીમે ઢાળ ચડતુ ઉતરતુ ચાલતુ હતુ...ચારેક કીલોમીટર જંગલના કેડા ઉપર ટ્રેકટર પહોંચ્યુ એટલે અમારા ફ્રેંડ ફિલોસોફર ગાઇડ નાના મામા નીચે ઉતર્યા એટલે સૈનિક તરીકે ચંદ્રકાંત પણ નીચે ઉતર્યા ...મામા મોટેથી હસતા કહેતા હતા "હરણાય નથી દેખાતા  માળાહાળા આપણો અવાજ સાંભળી છુ થઇ ગ્યા લાગે છે ....!!!ત્યાં ઝીણાભાઇ સીપાઇએ  બધાને ચુપ કરી દીધા...

"અમુદાદા ટીલીયો હજી અઇઆ જ આંટા મારે છે જોવો...આ કલાકય નથી થઇ ..."અમુકાકા ટ્રેક્ટરમાંથી નીચે ઉતર્યા ને પંજાના નિશાન ચેક કર્યા..."હારે ઓલી લાલીયે સે" હવે મામાનો ચહેરો સફેદ થઇ ગયો ...ઝીણાભાઇની થ્રી નોટ થ્રી મજબુત પક્કડમા આવી ગઇ ...અમુદાદાએ કોલ્ટની રીવોલવોર ખીસામાંથી કાઢી ચેક કરી લીધી... અમે સર્વ સાહસીકો ઝીણાભાઇની મશ્કરી કરનારા  તેમની પાછળ ચુપચાપ ચાલવા લાગ્યા ...ત્યાં ઝીણાભાઇએ ચંદ્રકાંતને ઇશારો કર્યો..."ન્યાં...જુવો"

ચંદ્રકાંત બાઘડાની જેમ ડાફોરીયા મારતા હાથ ઉંચો કરી પુછતા હતા "ક્યાં ક્યાં"ઝીણાભાઇ ચિત્તાની ઝડપે ટેકરી ચડી ઝાડ ઉપર લટકતુ સાબરશીગાનુ માથુ ઉંચકીને નીચે આવ્યા ત્યારે ઝીણાભાઇ અમારા માટે બહુ મોટા માણસ થઇ ગયા ...દુરથી સિંહની ત્રાડો સંભળીને ટ્રેક્ટરમા બેઠેલા તમામ જીવો ફફડી ગયા ..."બસ હવે અમારે આગળ નથી જવુ પાછા ચાલો..."અમુકાકા મુછમા હસ્યા "અલ્યા ફોશી આ કાકો મોટો શીકારી પણ છે મુંજાવાનુ નહી..."પણ ટ્રેકટર અંદરતો રામ ઘુન ધીમા અવાજે ચાલુ થઇ ગઇ...જે મોટા પણોઠા વાળીને બેઠા હતા એ ચારફુટમા આઠ આવી ગયા... થોડા હરણા આમથી તેમ ભાગતા જોયા બે  સાબર શીગા જોયા શેળા ,ઘોરખોદીયા ,એક ઘો  સસલા જોઇ ઓડકાર આવી ગયા .ટ્રેક્ટર પાછા વળ્યા અને સંઘ્યા આરતી શરુ થઇ ત્યાં સુધીમાં સિંહોની ડણાક વધતી નજીક આવતી ગઇ...સાંજના રોટલા રીંગણાનુ શાક ને છાશ પેટ ભરીને અમારી જાળીવાળી કાચી જેલ પહોંચ્યા ત્યાર અંધારુ ઘોર થઇ ગયુ હતુ બે પેટ્રોમેક્સ એક એક રુમમા મુકાઇ હતી ...શીયાળાની ઠંડકને વીધે ગોદડામા સહુ ગોટમગોટ થયા હતા...અચાનક મધરાતે અમારા રુમની બારીને અડીને સિંહની ત્રાડ પડી...."વોયમાં ટીલીયો જ લાગે છે ...."અમુભાઇતો કનકાઇ મંદિરના ડેલામા હતા..

અંહીયા દસ વણીકોનુ નક્કી આજે ભોજન ટીલીયો કરી જશે ....શ્રીરામ....રામ રામ રામ મરા મરા..ત ત પ પ પી  લાગી છે.પેટ્રોમેક્સ બુઝાઇ ગઇ હતી અંધારામા કોણ બોલ્યુ ખબર નપડી પણ ચોકડીમા કરીલે કોઇક બોલ્યુ...કોઇક બોલ્યુ જા બહાર જઇને કરીલે... 

.......

ઝીણાભાઇ કેટલીયે વાર યાદ આવ્યા .સવારે અમુકાકા અને કનકાઇના માણસે કહ્યુ "આમ જુઓ બાબાભાઇ આ ટીલીયો તમારા સહુની પાછળ પાછળ ફરતો આ ગેસ્ટહાઉસ સામે જો એં અહીંયા સહુની રાહ જોતો બેઠો હતો....જેને પેટ સાફ નહોતુ થયુ એ બધા એક સાથે મંદીરની પાછળના ટોઇલેટમા દોડ્યા....

.....

આ ટીલીયો ગીરના જંગલમા સહુથી કદાવર સહુથી ઉંચો પડછંદ ખુંખાર સિંહ હતો ...પણ એક માત્ર ઝીણાભાઇને જોઇને રસ્તો છોડી જંગલમા અલોપ થઇ જતો...એ વાત પાછા ફરતી વખતે અમુકાકાએ કરી ત્યારે ઝીણાભાઇ જીંદાબાદ બોલવુ જ પડ્યુ...

એ સફરની યાદ સમુ સાબરનુ માથુ બહુ વરસો સુધી અમરેલીના ઘર પાછળ ઓરડીમા રાખ્યુ હતુ... 

Share

NEW REALESED