Tha Kavya - 89 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૯

વિરેન્દ્રસિંહ મદદ માટેની નાં કહી એટલે મહેકે તેને નાં કહેવાનું કારણ પૂછ્યું.
વિરેન્દ્રસિંહ એક તો હતા રાજવી અને ઉપરથી તેનું શહેરમાં મોટું નામ હતું એટલે આવી રીતે લગ્ન. તેના માટે તો વિચાર માત્ર મુશ્કેલી પેદા કરે તેમ હતું.
વિરેન્દ્રસિંહ નાં કારણનાં જવાબ આપતા કહે છે.
પહેલી વાત કે હું તને જાણતો નથી. હજુ કાલે આપણે મળ્યા ને આજે લગ્ન ની વાત.!! આ નવાઈ ની વાત કહેવાય ને આ વાત કોણ માને..!
તું લગ્ન ની વાત કરી છે તે લગ્ન નહિ પણ નાટક છે અને આ નાટક હું પાત્ર ભજવવા તૈયાર નથી.

મહેક સમજાવતા કહે છે.
કુંવર હું જે લગ્નની વાત વાત કરું છું તે ખાલી ટી સાહેબ પાસે જવા માટે જ નાટક કરવાનું કહું છું. આ શહેરમાં કોઈને ખબર પણ નહી પડે કે તમે કોઈ ની સાથે લગ્ન કર્યા છે. રહી વાત આપણા લગ્નની તો આપણે ક્યાં કાયદેસર નાં લગ્ન કરવાના છીએ. થોડો સમય માટે ટી સાહેબ ને બતાવવા માટેજ આપણે લગ્ન કર્યા છે એવું બતાવવાનું છે.

લગ્ન કર્યા વગર આપણે ટી સાહેબને ન મળી શકીએ. વિરેન્દ્રસિંહ બીજો રસ્તો બતાવવાના ઈશારા થી કહ્યું.

વિરેન્દ્રસિંહ નાં પ્રશ્નનાં જવાબ આપતા મહેક કહે છે. ટી સાહેબ પાસે જવા માટે કોઈ મુશ્કેલી બતાવવી પડે અને એ મુશ્કેલી હું તમારી પત્ની છું અને મારી જરૂરિયાત પૂરી નથી થતી એમ તેમને કહીશ તો તે જરૂરીથી મારી મુશ્કેલી માં ધ્યાન આપશે. જેથી મારુ કામ સરળ થઈ જશે.

તમે ચિંતા ન કરો હું તમને કોઈ મુશ્કેલીમાં નાખીશ નહિ. મે બધી તૈયારી કરીને આવી છું. બસ તમારે થોડો સમય માટે મારો સાથ આપવાનો છે. જો યોગ્ય લાગશે તો હું તમને ત્યાંથી બહાર મોકલી દઈશ અને હું પોતે બધું સંભાળી લઈશ. બસ મારે તેમને ખાતરી કરાવવી છે કે મારે તમારી મદદ ની જરૂર હતી એટલે હું આવી છું.

વાત ને વિસ્તારથી સાંભળીને વિરેન્દ્રસિંહ મદદ માટે તૈયારી દાખવે છે પણ સાથે મહેક ને એ પણ કહે છે કે હું કોઈ મુશ્કેલીમાં ન આવવવો જોઈએ નહિ તો હું સાચે સાચું ટી સાહેબ ને કહી દઈશ.

ખાતરી આપતાં મહેક કહે છે. આપ હવે કોઈ જાતની ચિંતા કરો નહિ. હું તમારો ઉપયોગ નહિ કરું બસ મારે તમારી થોડીક જ મદદ જોઇએ છે. જે તમારા સિવાય કોઈ નહિ આપી શકે.

વિરેન્દ્રસિંહ હવે મદદ માટે પુરે પૂરી તૈયારી દાખવી અને ક્યારે આપણે ટી સાહેબ પાસે જઈશું તે પૂછતાં મહેક જવાબ આપે છે આપણે કાલે જ ટી સાહેબ પાસે જઈશું.

બીજે દિવસે મહેક ની મદદે જવા માટે વિરેન્દ્રસિંહ સામાન્ય કપડાં પહેરીને મહેક પાસે આવે છે.
મહેક તૈયાર થઈને વિરેન્દ્રસિંહ ની રાહ જોઈને બેઠી હોય છે. વિરેન્દ્રસિંહ પહેલી નજર માં સામે બેઠેલી મહેક ને ઓળખી શક્યા નહિ કેમ કે મહેક આજે રાજવી નો પહેરવેશ પહેર્યો હતો ને ઘુઘટ પણ કાઢ્યો હતો.

વિરેન્દ્રસિંહ ને ખબર હતી કે આ મહેક છે પણ આ પહેરવેશમાં હશે તે અંદાજો ન હતો એટલે ખાતરી કરવા મહેક ને પૂછ્યું.
મહેક તું તૈયાર થઈ ગઈ હોય તો આપણે જઈએ.?

મહેક ઊભી થઈ અને કહ્યું. ચાલો કુંવર હું તૈયાર છું. આ સાંભળીને વિરેન્દ્રસિંહ સમજી ગયા કે આ મહેક છે અને સાથે થોડો ડર પણ નીકળી ગયો કે મહેક એવા પહેરવેશમાં છે જેનાથી મને કોઈ તકલીફ નહિ પડે.

બંને ટી સાહેબ પાસે જવા નીકળે છે. મહેક પાસે તો પરમિશન કાર્ડ હતું તો વિરેન્દ્રસિંહ તો રાજવી હતા એટલે તેમને કોઈ પરમિશન કાર્ડ ની જરૂર પડે નહિ એટલે બંને ટી સાહેબ ના બંગલે આવી પહોંચ્યા.

મહેક ને હવે ખાતરી થઈ શૂકી હતી કે હું તાંત્રિક ને સજા આપી ને જ રહીશ. તો વિરેન્દ્રસિંહ ને મનમાં ડર સતાવી રહ્યો હતો કે મારું આ નાટક આખા શહેરમાં ખબર પડશે તો મારી નામના ખરાબ થાશે પણ મહેક પર એક વિશ્વાસ મૂકીને તેઓ એ આ પગલું ભર્યું હતું. એક મહેક ની પાસે રહેલી શક્તિ અને બીજું મહેક ની સુંદરતા વિરેન્દ્રસિંહ ને પ્રભાવિત કરતી હતી.

ટી સાહેબ નાં બંગલામાં બંને દાખલ થયા. વિરેન્દ્રસિંહ ની સાથે ચાલી રહેલી મહેક થી તેઓ બંગલા ની અંદર પ્રવેશતા થોડા દૂર ચાલી રહ્યા હતા.

મહેક અને વિરેન્દ્રસિંહ મળીને શું તાંત્રિક નો ભાંડો ફોડી શકશે.? કે તાંત્રિક ની શક્તિ થી બંને મુશ્કેલી માં મૂકશે તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...