Tha Kavya - 94 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૪

જીનાત ટી સાહેબનાં કેદ માંથી મુક્ત થયો થયો એટલે મહેક ને કઈક માંગવા કહે છે. ત્યારે મહેક કઈ માંગતી નથી બસ એટલું કહે છે. મને તાંત્રિકની બધી શક્તિઓ ને કેવી રીતે કાબૂમાં કરવી તેના વિશે જણાવ. ત્યારે જવાબમાં જીનાત કહે છે. તાંત્રિકની બધી શક્તિઓ એક તાવીજ માં સમાયેલી છે. જે તાવીજ તેના ગળામાં પહેરેલું છે. અને એટલું સુરક્ષિત છે કે તેને કોઈ ટચ પણ કરે તો સામાન્ય માણસ તો ત્યાંજ બેભાન થઈ ઢળી પડે. પણ તારી પાસે રહેલી શક્તિથી તને કોઈ હાનિ નહિ પહોંચે.

મહેક તે તાવીજ ને કેવી રીતે નષ્ટ કરવું તે જાણવા જીનાત ને પૂછે છે.
હે.. જીનાત તું મને એટલું કહે કે આ તાવીજ ને હું કેવી રીતે નસ્ટ કરી શકું.?

જવાબ આપતા જીનાત કહે છે બસ તે તાવીજ ને તેના ગળામાંથી ઉતારી ને તેના જ પગ નીચે દબાવવાનો છે એટલે તે તાવીજ માં રહેલી શક્તિ અને તાંત્રિક પાસે રહેલી બધી શક્તિ આપો આપ નષ્ટ થઈ જશે.

તાવીજ વિશે આ રહસ્ય સાંભળીને મહેક વિચારમાં પડી ગઈ. હવે તાંત્રિક પાસે જઈને કેવી રીતે તેના ગળામાંથી તાવીજ ઉતારવું અને તે તાવીજ તેના જ પગ નીચે દબાવવું એ એક મોટો પ્રશ્ન હતો પણ અહી સુધી હિંમત કરીને પહોંચેલી મહેક પોતાનું કાર્ય પૂર્ણ કરવા બધા પ્રયાસો કરવા પાસી પાની કરવા માંગતી ન હતી. એટલે ફરી તાંત્રિક પાસે જવા મહેક તાંત્રિકનાં રૂમ તરફ રવાના થઈ. જતા પહેલા જીનાત ને આભાર માને છે. જીનાત પણ મહેકનો આભાર માનીને ત્યાંથી પોતાના સ્થાન પર નીકળી જાય છે.

મહેક ને હજુ અંદાજો હતો કે તાંત્રિક હજુ નશામાં જ હશે. એટલે ચુપચાપ તેના રૂમ તરફ આગળ વધે છે ત્યાં તેને એક વિચાર આવે છે કે અત્યારે જો વિરેન્દ્રસિંહની મદદ જો સાથે હોત તો આ તાંત્રિકનો ભાંડો આસાનીથી ફોડી શકેત. એ માટે સમય બહુ હતો નહિ તો પણ મહેક એક ગંભીર નિર્ણય લઈને તાંત્રિકનાં બંગલામાંથી ઉડીને વિરેન્દ્રસિંહની હવેલીમાં આવે છે. વિરેન્દ્રસિંહ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હોય છે.

મહેક ધીરેથી વિરેન્દ્રસિંહને સાદ કરીને જગાડે છે. કુંવર વિરેન્દ્રસિંહ.... ઓ કુંવર વિરેન્દ્રસિંહ... અચાનક પોતાના રૂમમાં કોઈ નો અવાજ સાંભળીને વિરેન્દ્રસિંહ જાગી જાય છે અને મહેક નું આ રીતે મારા રૂમ સુધી પહોંચી જવું તેને આશ્ચર્યચકિત કરવા વાળું લાગ્યું. બેડ પર ઊભા થઈને મહેક ને પૂછે છે. કેમ અડધી રાત્રે તું અહી. ? અને તું મારા રૂમ સુધી કેવી રીતે પહોંચી.?

જવાબ આપવાને બદલે મહેક કહે છે. તમારા બધા સવાલોના જવાબ હું પછી આપીશ પહેલા મારુ એક કામ કરો તમે. અત્યારે ને અત્યારે મારી સાથે ટી સાહેબના બંગલામાં આવવવાનું છે અને ગમે તેમ કરીને ટી સાહેબ નું લાઇવ ટેલિકાસ્ટ કરીને તેનો ભાંડો ફોડવાનો છે એટલે આપ જલ્દી કરો.

આ સાંભળીને વિરેન્દ્રસિંહ ફરી આશ્ચર્યચકિત થઈ ગયા. તેને એવું લાગ્યું કે મહેક કઈક કરીને જ આવી છે એટલે ખાતરી કરવા પૂછે છે. ટી સાહેબ નું તે શું કર્યું.?

ફરી મહેક કહે છે. અત્યારે વાતો કરવાનો સમય નથી આપ જલ્દી કઈક કરો. અને રહી વાત ટી સાહેબની તો તેની ઘણી શક્તિઓ મે તેની પાસેથી છીનવી લીધી છે અને નષ્ટ કરી નાખી છે હવે તે એક સામાન્ય માણસ રહ્યો છે. બસ હવે તેનો લોકો સામે ભાંડો ફૂટે એટલે તેને સજા પણ મળી જશે અને તે હવે આવું ક્યારેય કરશે પણ નહિ.

વિરેન્દ્રસિંહ હવે વધુ વાતો ન કરતા તેણે એક ફોન કરીને એક ન્યુઝ ચેનલ વાળાને ટી સાહેબના બંગલે આવવાનું કહ્યું. મહેક હજુ હું પરી છું એવું વિરેન્દ્રસિંહ બતાવવાં માંગતા ન હતા એટલે તેમની સાથે ટી સાહેબના બંગલે પહોંચે છે. ત્યાં પેલો ન્યુઝ ચેનલ નો માણસ રાહ જોતો હોય છે. કોઈ ને ખબર ન પડે તે રીતે મહેક બંને ને ટી સાહેબના રૂમ સુધી લાવે છે. અને બંને ને રૂમની બહાર થોડી વાર રાહ જોવા માટે કહે છે. સાથે કહે છે હું જ્યાં સુધી કહું નહિ ત્યાં સુધી તમે બંને માંથી કોઈ રૂમમાં પ્રવેશ કરશો નહિ. આટલું કહીને મહેક ટી સાહેબનાં રૂમમાં દાખલ થઈ. જયાં ટી સાહેબ હજુ નશામાં ઊંઘી રહ્યા હતા.

શું મહેક તાવીજ ને નષ્ટ કરવામાં સફળ થશે ? શું ટી સાહેબ નું લાઇવ ટેલિકાસ્ટ થઈને તેનો ભાંડો ફૂટશે.? આ બધું જોઈશું આગળનાં ભાગમાં..

ક્રમશ...