Tha Kavya - 96 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૬

તાંત્રિક હવે સામાન્ય માણસ સાથે બંધક થઈ લાચાર થઈ ઊભો રહી મહેક સામે જાણે ભીખ માંગી રહ્યો હોય તેમ મહેકને જોઈ રહ્યો હતો. પણ તે હજુ સુધી કંઇજ બોલ્યો ન હતો.

હવે મહેક કઈક એવું કરવા માંગતી હતી જેનાથી તાંત્રિક પોતાની ભૂલો અને અપરાધો નો સ્વીકાર કરે સાથે તેણે કરેલા ગુનાઓ નો પણ તે કબૂલ કરે તે માટે મહેક તેને પોતાની શક્તિ વડે વીજળીનાં કરંટ નો તાંત્રિક ને ત્રાસ આપવા લાગી. વીજળીના કરંટ મળતા તાંત્રિક ભયભીત થઈને રાડો પાડવા લાગ્યો. તે થરથર કાંપવા લાગ્યો હતો. આ જોઈને બહાર ઊભેલા વિરેન્દ્રસિંહ અને ન્યુઝ ચેનલ નો માણસ ત્યાં આવી પહોંચે છે. અને તાંત્રિકની આવી હાલત જોઈને બસ જોઈ જ રહે છે. તેને વિશ્વાસ નથી બેસતો કે આટલો શક્તિશાળી માણસ આવી રીતે બેબસ બની ને ઉભો રહ્યો છે.!!

તાંત્રિક ને મહેક પ્રેમથી નહિ પણ ગુસ્સા વાળા અવાજથી પૂછે છે.
બોલ તાંત્રિક તે ક્યાં અપરાધો અને ગુનાઓ કર્યા છે.? જો નહિ કહીશ તો અહી જ તને મારી નાખીશ.

ક્રોધિત ભર્યા શબ્દો સાંભળીને તાંત્રિક ધ્રુજવા લાગ્યો અને હું કહું છું .. હું કહું છું. તમે કઈ કરશો નહિ એવી આજીજી કરવા લાગ્યો. પોતે કરેલા અપરાધો ને કબૂલ કરવા રાજી થઈ ગયો.

તાંત્રિક હવે ગુનાઓ ને કબૂલ કરવા જઈ રહ્યો હતો એટલે ત્યાં ઉભેલ ન્યુઝ ચેનલનો માણસે પોતાનો કેમેરો ચાલુ કરીને લાઇવ ટેલિકાસ્ટ કરવા લાગ્યો.

તાંત્રિક પોતાના બધા ગુનાઓ એક પછી એક કેમેરા સામે બોલતો જાય છે. ટી સાહેબ કેદ થઈ ગયા છે અને પોતાના ગુના ન્યુઝ ચેનલ સામે કહેવા લાગ્યા છે આ સાંભળીને ટી સાહેબ નો આખો સ્ટાફ સાથે ત્યાં શિકાર થયેલી મહિલાઓ ને છોકરીઓ ત્યાં આવી પહોંચે છે. આટલા બધા ગુના સાંભળીને બધા દંગ રહી જાય છે. અડધી રાત્રે પોલીસ ને સમાચાર મળતાં પોલીસ પણ ત્યાં પોતાની ટીમ સાથે દોડી આવે છે. આખો કાફલો ભેગો થયો હતો તો પણ તાંત્રિક હજુ તેના અપરાધો કહેતો કહેતો કબૂલ કરી રહ્યો હતો.

તાંત્રિકે પોતે કરેલા બધા અપરાધો કહી ચુક્યો એટલે મહેક પોલીસ ને કહે છે. સાહેબ આ અપરાધી ને જે સજા થતી હોય તે કરો અને સાથે કાલે સવારમાં આ તાંત્રિક નું એવું ઝુલુસ કાઢો જેનાથી ફરી આવો તાંત્રિક કોઈ પેદા ન થાય.

આટલી હિંમત અને પ્રભાવશાળી મહિલાને જોઈને પોલીસ પણ વિચારે ચડે છે કે આ કોણ છે.? પણ એક સારું કામ કર્યું છે એવું સમજીને પોલીસ મહેક ને કઈ પૂછતી નથી પણ એટલું કહે છે. તમે જે કર્યું તે સારું કાર્ય કર્યું છે. આ પોલીસ અને શહેર તમારા પર ગર્વ કરશે.
ત્યારે મહેક કહે છે. આ તાંત્રિક ને ભાંડો ફોડવા માટે મારો એક નો હાથ નથી મુખ્ય ફાળો કુવર વિરેન્દ્રસિંહ નો પણ છે. તેમનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ.

કુંવર વિરેન્દ્રસિંહ ને પોલીસ શાબાશી આપે છે. અને તાંત્રિક ને પોલીસ સ્ટેશન તરફ લઈ જાય છે. સાથે ત્યાં ઊભેલી મહિલાઓ અને છોકરીઓ ને મુક્ત કરીને તેમના ઘરે મોકલી આપે છે.

હવે બંગલામાં મહેક અને વિરેન્દ્રસિંહ રહ્યા હતા. બધા ગયા પછી મહેક ઘૂંઘટ ને ઉંચો કરીને વિરેન્દ્રસિંહ ને પોતાનો સાચો ચહેરો બતાવે છે. વિરેન્દ્રસિંહ ને હજુ માનવામાં આવતું ન હતું કે આ મહેકે આટલા શક્તિશાળી તાંત્રિકને શક્તિહીન કરીને સજા આપી છે. વિરેન્દ્રસિંહ બસ મહેક ને જોઈ રહ્યા હતા. પહેલી મુલાકાતમાં જે મહેક હતી તે મહેક આજે લાગતી ન હતી આજે તે પરી હોય તેવું લાગતું હતું.

મહેક ને બદલાયેલો ચહેરો જોઈને વિરેન્દ્રસિંહ પૂછે છે. આપ કોણ છો.? અને ક્યાંથી આવો છો.? મને સાચે સાચું કહો.

અડધી રાત્રે પણ વિરેન્દ્રસિંહ નાં ચહેરાનું તેજ પણ મહેક ને અસર કરી રહ્યું હતુ. જાણે કોઈ આપણું હોય તેવું લાગી રહ્યું હતું. જે સવાલો વિરેન્દ્રસિંહ કર્યા તે જવાબ મહેક હવે સાચા આપવા માંગતી હતી. કેમ કે કોઈ માણસે કોઈ પણ વિચાર કર્યા વગર પોતાની જાન ની જોખમ સાથે મારી મદદે આવ્યા હતા એટલે મારે તેને જરૂરથી સાચું કહેવું જોઈએ આ વિચારથી મહેક વિરેન્દ્રસિંહ સામે સાચું કહે છે.

હું એક પરી છું. અને પરીઓના દેશમાંથી આવું છું. હું ખાસ તાંત્રિકને સજા આપવા જ આવી છું. આજે તમારા કારણે હું મારું કામ પૂરું પાડવામાં સફળ થઈ છું. હું તમારી આભારી છું. આટલું કહીને મહેક પોતાના અસલ પરી નાં રૂપમાં આવે છે. તેનો પહેરવેશ પણ બદલાય જાય છે.

શું હવે મહેક પરીઓના દેશમાં જતી રહેશે.? શું વિરેન્દ્રસિંહ અને મહેક વચ્ચે પ્રેમ થશે. થશે તો કેવી રીતે તે જોઈશું આગળનાં ભાગમાં...

ક્રમશ....